Last Update : 25-March-2012, Sunday
 

શેર બજાર
નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ અને માર્ચ વલણનું અંતિમ સપ્તાહ

 
વર્ષાંતના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૬૯૫૫થી ૧૭૫૫૫, નિફ્ટી ૫૧૫૫થી ૫૩૫૫ની રેન્જમાં ઘૂમરાશે
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
નાણા પ્રધાન પ્રણવ મુખર્જીના આકરાં વેરા બોજના બજેટથી બજારનું સેન્ટીમેન્ટ ડહોળાયું છે. બજેટના અર્થઘટનના પાછલા સપ્તાહમાં આર્થિક સુધારાલક્ષી બજેટને બદલે એક્સાઇઝ બોજ, સર્વિસ ટેક્ષ બોજ અને મોટાભાગની સર્વિસિઝને સર્વિસ ટેક્ષ જાળમાં કેદ કરી લેવાની કવાયત જેશના ઔદ્યોગિક વિકાસને રૃંધનાર બજેટ પૂરવાર થવાની પૂરી શક્યતાએ હજુ ઉદ્યોગો - બજાર બજેટના શોકમાંથી બહાર નથી આવ્યાં ત્યાં ગત સપ્તાહમાં કોલસાના માઇનીંગમાં રૃા. ૧૦.૬૭ લાખ કરોડના કૌભાંડના અહેવાલોએ અને રેલવે મુસાફરી ભાડા નવા રેલવે મંત્રીએ રોલબેક કરતા આફ્ટરશોકમાં ગુરુવારે બજારે પછડાટ ખમવી પડી હતી, અને ચીન- યુરોપની મેન્યુફેક્ચરીંગ પ્રવૃત્તિ માર્ચમાં ઘટયાના એચએસબીસી પરચેઝ મેનેજર ઇન્ડેક્ષ (પીએમઆઇ) આંકડાએ બજારને ઢાળ આપ્યો. સપ્તાહનો અંતિમ દિવસ શુક્રવાર માઇનીંગ કૌભાંડ રીપોર્ટને કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલે (કેગ) રદિયો આપવાને પરિણામે અને આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ- બ્રોકિંગ જાયન્ટ ગોલ્ડમેન ઇક્વિટીબજારના રેટીંગને અપગ્રેડ કરીને આશ્ચર્ય સર્જી મંદીને બ્રેક લગાવી હતી.
આર્થિક, રાજકીય પરિબળોનું પલડુ ફરી નેગેટીવ સાઇડ ઝુકવા લાગ્યું છે ઃ અસ્થિરતા બજારનું સેન્ટીમેન્ટ ખરડાવશે
રાષ્ટ્રીય મોરચે આર્થિક પરિબળો સાથે રાજકીય પરિબળોનું પલડુ અત્યારે પોઝિટીવ કરતા નેગેટીવ સાઇડ પર વધુને વધુ ઝુકવા લાગ્યું છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં યુપીએના શાસક પક્ષોના નબળા દેખાવથી સાથી પક્ષો આવનારી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીએ પગતળેથી મતદારો જાજમ ખેંચી લેશે એવી ભીતિએ દબાણનું રાજકારણ શરૃ કરી દીધું છે. તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીએ આમ જનતાની હંમેશા સાથે રહેનાર હોવાની ખ્યાતીને ડાઘ ન લાગે એ માટે પોતાના જ રેલમંત્રી દિનેશ ત્રિવેદીની મુસાફરી ભાડા વધારાની ગુસ્તાખીને સાખી નહીં લઇ એક તરફ પોતે જ સર્વેસવા હોવાનો અને આમજનતાની વિરુદ્ધનું કોઇ પગલું રોલબેક કરાવવા સમર્થ હોવાની ફરી સાબીતી આપી છે, તો અગાઉ મમતા બેનર્જીએ રેલવે મંત્રી પદે રાજીનામું આપી પશ્ચિમ બંગાળનો કારભાર સંભાળ્યો, ત્યારે રેલવે મંત્રી માટે પ્રમુખ દાવેદાર પોતાના વિશ્વાસુ મુકુલ રોયને શાસનની બાકી ટર્મ રેલવે મંત્રી તરીકે આપીને અસંતોષ દૂર કરી પક્ષના સંગઠનની મજબૂતી જાળવવાની કામગીરી પાર પાડી છે. દેશનું કે રેલ મુસાફરી કરનારી જનતાની સલામતી- સુરક્ષાનું જે થવું હોય એ થાય, પોતાના પક્ષને મજબૂત બનાવો અને ૨૦૧૪ની ચૂંટણીની તૈયારી પૂર્વે દબાણની રાજનીતિ રમી સાથોસાથ કેન્દ્ર પાસેથી રાજ્ય માટે મસમોટું પેકેજ મેળવવા પણ પ્રયાસ કરતા રહો. વડા પ્રધાન મનમોહન સિંઘે પણ સાથી પક્ષો સરકાર ચલાવવાનું અઘરુ બનાવી રહ્યાના નિવેદનને સમાજવાદી પક્ષના મુલાયમ સિંઘે પણ કેન્દ્ર સરકારે તાજેતરમાં વિપક્ષોના સરકાર વિરુદ્ધ ઠરાવમાં બચાવ્યા બાદ લોકસભાની વહેલી ચૂંટણી માટે તૈયાર રહેવાનું નિવેદન કરીને ઉત્તર પ્રદેશ માટે પેકેજ મેળવવા દબાણની રાજનીતિ શરૃ કરી દીધી છે. આમ હવે આર્થિક સુધારા કેન્દ્ર સરકાર માટે બેક સીટમાં જતાં રહી હવેનો સમય ખરડાયેલી શાખને સુધારવા અને હેમખેમ શાસનના પાંચ વર્ષ પૂરા કરવા સાથી પક્ષોના દબાણને વશ થવાનું વધુ રહેશે. જેથી આવનારો સમય કોર્પોરેટ ઇન્ડિયા માટે પડકારરૃપ બની રહેશે.
ક્રુડના વધતા ભાવે પેટ્રોલ- ડીઝલના તોળાતો ભાવ વધારો રિઝર્વ બેંકના હાથ બાંધી દઇ ઉદ્યોગોની મુશ્કેલી વધારશે!
બજેટમાં કોર્પોરેટ પર એક્સાઇઝ સહિતના આકરાં બોજ સામે હજુ ફુગાવા-મોંઘવારીના જોખમે અને ખાસ ક્રુડ ઓઇલના ભાવ ફરી ઇરાનના પુરવઠા કાપથી ઊંચકાવા લાગ્યા હોઇ પેટ્રોલ-ડીઝલ, એલપીજીના અનિવાર્ય ભાવ વધારાએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ ધિરાણ નીતિમાં ઢીલ નહીં આપી ઉદ્યોગોની મુશ્કેલી વધારી રહી છે. સ્થિતિ આવનારા સમયમાં ચાલુ રહેવાના સંજોગોમાં કોર્પોરેટ પરિણામો વધુ નબળા નીવડવાનો ભય છે. આમ ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવ કાબૂમાં નહીં રહેવાના સંજોગોમાં શક્ય છે રિઝર્વ બેંક એપ્રિલમાં અપેક્ષીત ધિરાણ દરોમાં કરવાથી દૂર રહેશે.
વર્ષ ૨૦૧૧-૧૨ અને માર્ચ વલણના અંતનું સપ્તાહ એનએવી ગેમ સાથે એન્ટ્રીઓની કવાયતનું રહેશે
આગામી અઠવાડિયું નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨નું અંતિમ સપ્તાહનું અને ડેરીવેટીવ્ઝમાં માર્ચ વલણના અંતનું છે, ત્યારે શક્ય છે કે આ સપ્તાહમાં ફંડોની નેટ એસેટ વેલ્યુની (એનએવી) ગેમનું બનવાની અને નફા નુકસાનીની એન્ટ્રીઓની કવાયતે ઘણા શેરોમાં ઉથલપાથલનું બની રહેશે.
ઇન્ડેક્ષ બેઝડ ગત સપ્તાહમાં જ બજારે મોટી અફડાતફડી બતાવી દીધા બાદ શક્ય છે કે ઇન્ડેક્ષ બેઝડ આગામી અઠવાડિયું મોટી ઉથલપાથલ નહીં બતાવી સ્ટોક સ્પેસિફિક ઘણા શેરોમાં તેજીનું તો ઘણા શેરોમાં ઉછાળે ધોવાણનું બનશે.
સેન્સેક્ષ ૧૬૯૫૫થી ૧૭૫૫, નિફ્ટી ૫૧૫૫થી ૫૩૫૫ વચ્ચે અથડાશે
વર્ષ ૨૦૧૧-૧૨, માર્ચ વલણના અંતના આગામી સપ્તાહમાં સરકાર દ્વારા વર્ષ ૨૦૧૩ના પ્રથમ અર્ધવાર્ષિક માટે માર્કેટ બોરોઇંગના લક્ષ્યાંકના આંકડા જાહેર થવા ઉપરાંત ૩૦, માર્ચના ઔદ્યોગિક કામદારો માટેના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્ષ અને ડિસેમ્બર ૨૦૧૧ અંતના જાહેર થનારા વિદેશી ઋણના આંકડા પર નજરે સેન્સેક્ષ ૧૬૯૫૫થી ૧૭૫૫૫ અને નિફ્ટી ૫૧૫૫થી ૫૩૫૫ વચ્ચે અથડાતા જોવાશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બે વિદ્યાર્થિનીના અપહરણનો પ્રયાસ ઃ યુવાનની ધરપકડ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું
સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય વિભાગે તંત્રને સાબદું કર્યું
ફતેહવાડી વિસ્તારમાંથી બાળકના અપહરણના પ્રયાસ અંગે ૭ બંગાળીની અટકાયત
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી
આવકોના વધતા દબાણના પગલે જીરા હાજર તથા વાયદામાં પીછેહઠ
મુંબઈ ઝવેરી બજારો સોમવાર સુધી બંધ પાળશે
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધતી તેજીની દોટ
લો કરો વાત... ૮૭ કંપનીઓ ગુમ થઈ
ઓક્ટો.-ડિસે.ના ગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રે રોજગારીની તકોમાં વધારો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં થયેલા 'વ્હાઇટવોશ' માટે હું એકલો જવાબદાર નથીઃ હરભજન
ચાહકો સાથે મારામારી કરવા બદલ આફ્રિદીએ માફી માંગી
ભારત સામેની ટી-૨૦ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર

વેસ્ટઈન્ડિઝે ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૪૨ રનથી હરાવ્યું

બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૪૬
મુંબઇના દરિયાકિનારા નજીક વિદેશી જહાજમાં વિસ્ફોટ સાથે આગ ઃ સાત દાઝ્યા
શરાબને રવાડે ચડતી પરિણીત શિક્ષિત સુંદરીઓની સંખ્યામાં વધારો
ગણેશ મંદિરમાં વૃદ્ધ વોચમેનની હત્યાઃ લાખોના દાગીનાની લૂંટ
કરોડોના હીરા ચોરનારા વિદેશીઓને સજા પૂરી થતાં મેક્સિકો રવાના કરાયા
સાંતાક્રુઝમાં એક સાથે છ ટીનએજર છોકરીઓ એકસાથે ગૂમ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved