Last Update : 24-March-2012, Saturday
 

વિધાનસભામાં પેરોડી, વિધાનસભામાં ફોટા...

 

ગુજરાત વિધાન સભામાં બે-ત્રણ દિવસ પહેલાં વિરોધપક્ષના નેતાશ્રીએ ઉભા થઈને 'ભલા મોરી રામા...' આલ્બમની પેરોડી ગાઈ નાખી ! એટલું જ નહી ભાજપના સભ્યો પણ સાથે તાલ આપીને એન્જોય કરી રહ્યા હતા !
અમે અમારી આ કોલમમાં વારંવાર પેરોડી લખીએ છીએ. પેલી પેરોડી વાંચીને અમને મઝા યે પડી. પણ અમારા એક ભાઈબંધ કહેવા લાગ્યા, 'મન્નુભાઈ, તમે હવે પેરોડી લખવાનું બંધ કરો.'
મેં કહ્યું 'કેમ ?'
તો કહે, 'જે કામ નેતાઓ કરવા માંડે એ કામોમાં ભલા માણસોએ ના પડવું જોઈએ !'
* * *
બોલો, અમારે એમને શું કહેવું ?
અમારે તો અહીં આ કોલમમાં ગઈકાલે જે લખેલું એમાં માત્ર ઉમેરો જ કરવાનો રહ્યો કે...
મન્નુ શેખચલ્લી જો પેરોડી કરે તો એ એની 'આદત' છે પણ વિરોધ પક્ષના નેતા પેરોડી કરે તો એ એમની 'અદા' છે. ભાઈ !
* * *
જો કે બીજા એક મિત્ર અમને કહેવા લાગ્યા કે, 'મન્નુભાઈ તમે પોલિટિક્સમાં એન્ટ્રી મારો !'
મે પૂછ્યું ઃ 'કેમ ?'
તો કહે, 'તમે વિરોધ પક્ષમાં જોડાવા માટે એકદમ પરફેક્ટ છો.'
'કેવી રીતે ?'
'જુઓ તમે ગાદી પર બેઠેલાઓની મજાક ઉડાવી શકો છો, એમના પર કટાક્ષ કરી શકો છો એમના પર ટીકાઓની ઝડીઓ વરસાવી શકો છો. લિટરલી એમની ફિલમ ઉતારી શકો છો. ઇલેક્શનમાં કામ આવે એવા સ્લોગનો લખી શકો છો, શબ્દ કાર્ટુનો તો લખો જ છો તો ચૂંટણી વખતે હોર્ડિંગો પર લગાડવા માટે કાર્ટૂનના આઇડિયાઝ આપી શકો, મોકકોર્ટના સંવાદો લખી શકો, સરકારની ઠેકડી ઉડાડતી સ્ક્રીપ્ટ્સ ભજવી શકો અને વિરોધ પક્ષના નેતાશ્રીએ કર્યું એમ તમે પેરોડી બનાવીને ગાઈ પણ શકો છો !'
અમારામાં વિરોધી નેતાની આટલી 'લાયકાતો' હશે એમની અમને ખબર જ નહિ !
છતાં અમે નમ્ર રહેવાનો દેખાવ કરતાં કહ્યું, 'તમે કહો છો એ બધું બરાબર પણ યાર, વિરોધપક્ષમાં રહેવામાં બહુ મજા નહિ.'
'એમ ? તો મઝા શેમાં હોય છે ?'
મેં એ જ દિવસના અખબારમાં બીજા એક સમાચાર (ભાજપના નેતાઓ આઇપેડમાં જે ફોટા જોતા હતા તે) બતાડીને કહ્યું ઃ 'મઝા તો સાલી ભાજપમાં છે !'
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved