Last Update : 24-March-2012, Saturday
 

હોલિવુડ અને હંિદી ફિલ્મો


હંિદી ફિલ્મ ઉદ્યોગ અને હોલિવુડનો નાતો સદા અટકળ, આશા, અપેક્ષા, અરમાનો અને આકાંક્ષા જગવતો રહ્યો છે. હંિદી અને સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગની સરખામણીએ હોલિવુડની ફિલ્મો બજેટથી આવક સુધીની તમામ બાબતોમાં અનેક ગણી આગળ છે. ફિલ્મોની ગુણવત્તા, પ્રયોગશીલતા અને ટેકનોલોજીના ઉપયોગમાં છેલ્લાં થોડાં વર્ષોમાં હંિદી ફિલ્મોએ કાઠું કાઢ્‌યું હોવા છતાં, તેના માટેનો આદર્શ અને માપદંડ હોલિવુડની ફિલ્મો જ રહી છે. એટલે જ, હંિદી કલાકારોમાંથી કોઇ હોલિવુડની ફિલ્મમાં કામ કરે એવા સમાચાર આવે ત્યારે હંમેશાં ઉત્તેજનાનો સંચાર થાય છે.

 

હોલિવુડની ફિલ્મ માટે કરારબદ્ધ થનાર હંિદી કલાકારોની યાદીમાં ઉમેરાયેલું લેટેસ્ટ નામ છેઃ અમિતાભ બચ્ચન. હંિદી ફિલ્મોના મહાનાયક અને ઉંમરની દૃષ્ટિએ અસ્તાચળે હોવા છતાં જેમની કારકિર્દી મઘ્યાહ્ને છે એવા અમિતાભને બાઝ લુહ્રમાને પોતાની આગામી ફિલ્મમાં લીઓનાર્દો દ કેપ્રીઓ સાથે લીધા છે. નિર્દેશક લુહ્રમાન સાથે એકાદ વર્ષ જૂનો પરિચય ધરાવતા બચ્ચને પોતાની સુપરસ્ટાર તરીકેની કારકિર્દીમાં એક પણ વાર હોલિવુડની ફિલ્મ માટે કામ કર્યું ન હતું. તેમણે આ ફિલ્મ માટે મહેનતાણું લેવાની ના પાડી છે.

 

હંિદી ફિલ્મોના લોકપ્રિય કલાકારોનું હોલિવુડગમન વૈશ્વિકીકરણના દાયકાઓ પહેલાં શરૂ થઇ ગયું હતું. હોલિવુડની યાદગાર ફિલ્મ ‘લોરેન્સ ઓફ અરેબિયા’માં મુખ્ય ભૂમિકા માટે પહેલાં દિલીપકુમારની પસંદગી થઇ હતી, પણ દિલીપકુમાર એ માટે રાજી ન થયા. આ વાત ઘણી વાર યાદ કરવામાં આવે છે, પરંતુ એ ફિલ્મમાં આઇ.એસ.જોહરે એક રોલ કર્યો હતો એનો બહુ ઉલ્લેખ થતો નથી. તેની સરખામણીમાં અમરીશ પુરીએ ‘ઇન્ડિયાન જોન્સ’ સિરીઝની એક ફિલ્મમાં અદા કરેલી તાંત્રિકની ભૂમિકા ઘણાને યાદ હશે. નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી જેવા કલાકારો પણ એક કે વઘુ અંગ્રેજી અને હોલિવુડની ફિલ્મોમાં, ભલે મુખ્ય ભૂમિકામાં નહીં તો પણ, મહત્ત્વના રોલ કરી ચૂક્યા છે. એ યાદીમાં ઇરફાન ખાનનું નામ પણ અધિકારપૂર્વક લેવાય છે.

 

વર્ષો સુધી હોલિવુડની ફિલ્મમાં કામ કરવાની તક મળવી એ કારકિર્દીનું એક ઉચ્ચ શીખર ગણાતું હતું. ઘણાં અભિનેતા-અભિનેત્રીઓ હજુ પણ વારે તહેવારે પોતાને હોલિવુડની ફિલ્મની ઓફર છે, એવી વાતો વહેતી કરાવે છે. મલ્લિકા શેરાવત જેવી અભિનેત્રી અંગ્રેજી ફિલ્મમાં નાના-મોટા રોલના જોરે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘બોલિવુડની અભિનેત્રી’ તરીકે વટ મારી આવે છે, તો ભારતીય કુળની ગણાતી, ‘સ્લમડોગ મિલિયોનેર’ ખ્યાત ફ્રેડા પિન્ટોને હવે હોલિવુડની એકથી વઘુ પ્રતિષ્ઠિત ફિલ્મોમાં કામ મળ્યું છે.

 

હોલિવુડ અને હંિદી ફિલ્મોનો સંબંધ એકતરફી નથી. જેટલા હંિદી કલાકારો હોલિવુડમાં જાય છે, તેનાથી અનેક ગણી મોટી સંખ્યામાં હોલિવુડની ફિલ્મો હંિદી અને બીજી ભારતીય ભાષાઓમાં ડબ થઇને ભારતમાં આવી રહી છે. હોલિવુડની સફળ ફિલ્મોના કુલ વકરામાં ભારતમાંથી થતી કમાણીનું પ્રમાણ આંકડાકીય રીતે અને ટકાવારીની દૃષ્ટિએ ભલે માંડ પાંચ ટકાથી પણ ઓછું હોય. છતાં હોલિવુડની ફિલ્મો માટે ભારત એક એવું બજાર છે, જે સતત વિકસતું રહેવાનું છે.

 

એક સમય હતો જ્યારે અંગ્રેજી ફિલ્મોના ડબંિગની વ્યવસ્થા ન હતી. એ સમયે અંગ્રેજી ફિલ્મો ફક્ત શહેરો અને મહાનગરો પૂરતી સીમિત રહેતી હતી. હવે ડબંિગ અને સ્થાનિક ભાષામાં તૈયાર થતી પ્રચારસામગ્રીને લીધે મોટાં શહેરોમાં ઉપરાંત બીજા અને ત્રીજા દરજ્જાનાં નગરોમાં પણ હોલિવુડની ફિલ્મોનું બજાર ફાલી રહ્યું છે. એક અભ્યાસ પ્રમાણે ભારતમાં ફિલ્મોનું વાર્ષિક બજાર વર્ષ ૨૦૧૦માં આશરે રૂ.૮૭૦૦ કરોડ હતું, જે વર્ષ ૨૦૧૫ સુધીમાં રૂ.૧૫,૫૦૦ કરોડ જેટલું થવાનું છે. આ રકમમાંથી વઘુ ને વઘુ મોટો હિસ્સો મેળવવા માટે હોલિવુડ આતુર હોય એ સ્વાભાવિક છે. હોલિવુડની ફિલ્મો ફક્ત મલ્ટીપ્લેક્સમાં ચાલે છે એવું પણ નથી. થોડા સમય પહેલાં મલ્ટીપ્લેક્સના સંચાલકોએ વઘુ ભાગ માગતાં ‘રાઇઝ ઓફ ધ પ્લેનેટ ઓફ એપ્સ’ના નિર્માતા ફોક્સ સ્ટુડિયોએ આ ફિલ્મ ભારતનાં ફક્ત ૬૦૦ સંિગલ થિયેટરમાં રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. આમ, હોલિવુડ અને ભારતીય ફિલ્મ ઉદ્યોગ વચ્ચેનો સંબંધ હવે કલાકારોની આવનજાવન કરતાં ધંધાકીય હિતોના વધારે નક્કર અને કાયમી પાયા પર હવે નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved