Last Update : 24-March-2012, Saturday
 
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?

- ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ કરવાથી પ્રભુભક્તિનો અનેરો આનંદ મળે છે. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. ઈશ્વરની નજીક નિવાસ કરવો એટલા માટે ઉપવાસ કરવાનો છે.

આજથી હિન્દુ ધર્મના પવિત્ર એવી ચૈત્ર નવરાત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજથી નવ દિવસ સુધી લોકો માતાની આરાધના અને ભક્તિમાં લીન થઈ જાય છે. ઉપવાસ અને ભક્તિના સંગમની આ ચૈત્ર નવરાત્રિ અનેક લોકોને માટે એક મહાન અવસર સમી બની જાય છે. આને એક તહેવારની જેમ મનાવવામાં આવે છે. કહેવાય છે કે ચૈત્રિ સંવત્સરનો રાજા અને પ્રધાન શુક્ર હોવાથી કેરીનો વિપુલ પાક થાય છે અને વરસાદ પણ સારો પડે છે. ચૈત્રિ નવરાત્રિનું જેટલું ધાર્મિક મહત્વ છે તેટલું જ આર્યુવેદિક મહત્વ પણ છે.
આખા વર્ષનું સ્વાસ્‌સ્થ્ય જાળવવા માટે કફ, જવાર, ફ્‌લૂનો પ્રકોપ ઓછો કરવા ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું ઘણું મહત્વ છે. કડવા લીમડાનો મોર પણ ખાઈ શકાય છે. લીમડાના કૂણા પાનનો રસ ચારથી પાંચ ચમચી લઈ શકાય. આ નવ દિવસમાં ઘણા લોકો અલૂણાં ઉપવાસ કરે છે. એટલે કે લૂણ (મીઠું ) લેતા નથી. તેનું એક કારણ એ છે કે આ સમય દરમિયાન વલણ રસ, ખારાશને કારણે કફ વધે છે.
આ ૠતુ કફ પ્રકોપની છે. શરીરમાં કફ વધે નહીં એ માટે અલૂણાં ઉપવાસનું મહત્વ વિશેષ ગણાય છે. આ સીઝનમાં પરસેવો વધારે પ્રમાણમાં થાય છે. મીઠાને કારણે પરસેવો વધારે થાય, શોષ પડે એવું બનતું હોય છે. આમ ન થાય તે માટે પણ મીઠું ઓછું ખાવું જોઈએ. ગળ્યો, ખાટો અને ખારો રસ કફવર્ધક છે. તેથી તેવો ખોરાક આ ૠતુમાં ન લેવો જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિ અને ધર્મોને નામે ગોઠવાયેલા ૠતુ પ્રમાણેના રિવાજો આરોગ્યને ઘ્યાનમાં રાખીને ગોઠવાયા હોય તેવું લાગે છે.
ચૈત્રિ નવરાત્રિમાં ઘણા લોકો ઉપવાસ કરે છે અથવા તો મીઠું લેતા હોતા નથી. તે વિશે એમ માનવામાં આવે છે કે નવરાત્રિમાં ઉપવાસ કરવાથી પ્રભુભક્તિનો અનેરો આનંદ મળે છે. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. ઈશ્વરની નજીક નિવાસ કરવો એટલા માટે ઉપવાસ કરવાનો છે. એટલે કે ખોરાક ન લેવો. ભોજન કરવાથી શરીરમાં આળસ વધે છે અને જો તમે ભૂખ્યા હોવ તો તમને સતત યાદ આવતું રહે કે તમે શા માટે ભૂખ્યા છો.તેના કારણે તમે ઈશ્વરનું સ્મરણ કરવાનું પણ યાદ કરી શકો છો. ચૈત્ર મહિનામાં મીઠું શરીરને નુકસાન કરતું હોવાથી તેને ન ખાવા માટે ઉપવાસ કરવાનું મહત્વ બતાવાયું છે.
ચૈત્ર મહિનો એ કફ, પિત્ત અને શરીરમાં ભેગા થયેલા કચરાને દૂર કરવા માટે, શરીરને શુદ્ધ કરવા માટેનો મહિનો છે. ઉપવાસની મદદથી તેને દૂર કરવામાં રાહત મળે છે. આપણે ત્યાં અન્ય અનેક પુરાણોમાં પણ અન્ય રીતે ચૈત્ર મહિનામાં મીઠાને ત્યાગવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ ચૈત્રિ નવરાત્રિમાં માતાની શક્ય તેટલી વધારે આરાધના કરવાથી પુણ્ય મળે છે અને તે ઈશ્વરની સમીપ રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
જો તમારા શરીરમાં કફ, પિત્ત વધારે પ્રમાણમાં ઘર કરી ગયા હોય તો તમે પણ આ ઉપવાસનું મહત્વ સમજીને તે પ્રમાણે ઉપવાસ રાખીને તમારા શરીરને આખું વર્ષ તંદુરસ્ત રાખી શકો છો. ઉપવાસ એ શરીરની સમતુલા જાળવવાનું એક સાઘન છે ઉપવાસને અક યોગ પણ કહી શકાય ઉપવાસ કરવાથી તમારી પાચન શક્તિમાં વઘારો થાય છે, શરીરમાં ખોરાકની સમતુલા જળવાઇ રહે છે. અઠવાડીયામાં એક દિવસ ઉપવાસ કરવો શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત દિવસના બે ટાઇમ ભોજનમાં સમાનતા જાળવવા કરતાં એક ટાઇમ ઓછો ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઇએ જેથી પેટની બિમારીને રોકી શકાય .

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved