Last Update : 24-March-2012, Saturday
 
 

IPL : રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઇઝી રૃ. ૧,૦૦૦ કરોડમાં વેચાવાની તૈયારી

 

ફ્રેન્ચાઇઝીની ૮૮.૩ ટકા માલિકી ખરીદવા કોલકાતા સ્થિત બિઝનેસમેન તૈયાર
રાજસ્થાનને ભારતીય ક્રિકેટ બોર્ડની મંજુરીનો ઈંતેજાર ઃ શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાનો ૧૧.૭ ટકાનો માલિકી હક્ક ચાલુ રહેશે

રોયલની ડીલ વેલ્યુ રુ. ૧૧૩૨.૫ કરોડની થશે, જે ૨૦૦૮માં ફ્રેન્ચાઇઝીની ખરીદ કિમંત કરતા રૃ. ૩૩૫ કરોડ વધારે છે
મુંબઇ,તા.૨૩
ઇન્ડિયન પ્રીમિયર લીગની રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી આશરે રૃપિયા ૧,૦૦૦ કરોડમાં વેચાવાની તૈયારીમાં છે. આઇપીએલની પ્રથમ સિઝનમાં નાટયાત્મક રીતે ચેમ્પિયન બનેલા રાજસ્થાન રોયલ્સના હાલના માલિકો ટીમનો ૮૮.૩ ટકાનો હિસ્સો વચી દેવાના છે. જેને ખરીદવાની તૈયારી કોલકાતા સ્થિત એક બિઝનેસમેને બતાવી છે. અલબત્ત, હજુ આ સોદાને ભારતીય ક્રિકેટ બોર્ડે મંજુરી આપી નથી પણ આઇપીએલના પાંચ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ ફ્રેન્ચાઇઝી માલિકી પરિવર્તન કરવાની તૈયારીમાં છે.
રાજસ્થાન રોયલ્સના વેચાણને ભારતીય ક્રિકેટ બોર્ડ મંજુરી આપી દેશે તો તેની ડીલ વેલ્યુ આશરે રૃપિયા ૧૧૩૨.૫ કરોડ જેટલી થઈ શકે. જે ૨૦૦૮માં જ્યારે ફ્રેન્ચાઇઝી ખરીદવામાં આવી તેના કરતાં રૃપિયા ૩૩૫ કરોડ વધારે છે. જેના કારણે પાંચ વર્ષમાં સ્ટેક વેચનારાઓને આશરે સાડા ત્રણ ગણો ફાયદો થશે.
આઇપીએલની મેગા ડીલની નજીકના સુત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે, રાજસ્થાન રોયલ્સની માલિકી પેટર્ન ખુબ જ જટિલ છે. તેમાં ૪૪.૨ ટકાની માલિકી ટ્રેસ્કો ઇન્ટરનેશનલની છે, જે સુરેશ ચેલારામ અને તેમના પરિવારની છે. જ્યારે ૩૨.૪ ટકાની માલિકી મનોજ બદાલેની ઇમર્જિંગ મીડિયાની છે. જ્યારે લાચલન મુર્ડોકના મોટા પુત્ર રુપર્ટ મુર્ડોકની બ્લુ વોટર એસ્ટેટ લિમીટેડની માલિકી ૧૧.૭ ટકા જેટલી છે. રોયલ્સના ચાર માલિકી હિસ્સામાંથી ત્રણ હિસ્સાની કુલ મળીને ૮૮.૩ ટકાની માલિકી ખરીદવા માટે જૈન ગુ્રપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મનોજ જૈનૈ તૈયારી બતાવી હોવાનું ચર્ચાય છે.
રાજસ્થાન રોયલ્સમાં બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાનો ૧૧.૭ ટકાનો હિસ્સો છે. જે તેમણે ૨૦૦૯માં રૃપિયા ૧.૫૪ કરોડ ડોલરમાં ખરીદ્યો હતો. તેઓ પોતાનો હિસ્સો વેચવાના નથી. જો રાજસ્થાનની માલિકી જૈન ગુ્રપ લઇ લેશે તો શિલ્પા-રાજનો હિસ્સાનું મૂલ્ય વધીને ૨.૬૫ કરોડ ડોલર થઇ જશે. તેમના રોકાણમાં માત્ર ત્રણ વર્ષના ગાળામાં ૭૨ ટકા જેટલો વધારો થશે. એક અખબાર સાથેની મુલાકાતમાં જૈને કહ્યું હતુકે, અમે આઇપીએલની ફ્રેન્ચાઇઝી ખરીદવામાં રસ ધરાવીએ છીએ. તેના માલિકો હાલમાં તો બોર્ડ સાથે વાતચીત કરી રહ્યા છે. હવે બધુ ભારતીય ક્રિકેટ બોર્ડ પર આધારિત છે. જો કે ભારતીય ક્રિકેટ બોર્ડ આ સોદાને મંજુરી આપવાના મુડમાં લાગતુ નથી. આઇપીએલની શરૃઆત થઇ ત્યારે તેના કમિશનર તરીકે લલિત મોદી હતા. જેને બીસીસીઆઇએ નાણાકિય ગેરરીતિના આરોપસર સસ્પેન્ડ કરી દીધા હતા અને તેઓ ભારત છોડીને વિદેશમાં વસવાટ કરી રહ્યા છે. ક્રિકેટ જગતમાં ચર્ચા ચાલતી રહી છે કે, રાજસ્થાન રોયલ્સમા લલિત મોદીના નાણાં રોકાયેલા છે. તેના માલિકોમાં પણ લલિત મોદીના નજીકના મનાતા લોકો જ છે.
અહેવાલમાં બોર્ડના ઉચ્ચ સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે, અંદરખાને એવુ મનાય છે કે, આ સોદો થઇ જાય તો લલિત મોદીને મોટો ફાયદો થાય તેમ છે. બીસીસીઆઇમાં એવા કેટલાક જુથ છે, જેઓ આવું થવા દે તેમ નથી. વધુમાં રાજસ્થાન રોયલ્સ પર નાણાંકિય ગેરરીતિ સહિતની અન્ય તપાસ પણ ચાલી રહી છે. જો માલિકી જ બદલાઇ જાય તો ફ્રેન્ચાઇઝીના જુના માલિકો તપાસમાંથી બચી જાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. જેના કારણે હવે બીસીસીઆઇ આ અંગે કેવો નિર્ણય લે છે તેના પર બધાની નજર મંડાયેલી છે.
દરમિયાનમાં રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજમેન્ટે તો ફ્રેન્ચાઇઝી વેચાવાની હોવા અંગેના અહેવાલો તરફ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. તેમણે કહ્યું હતુ કે, અમને આવી કોઇ માહિતી નથી અને અમે ૪ એપ્રિલથી શરૃ થઇ રહેલી આઇપીએલની પાંચમી સિઝનની જોરદાર તૈયારીઓમાં વ્યસ્ત છીએ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved