Last Update : 17-March-2012,Saturday
 
મરેલાં પાછા ના ફરે ?
 

‘માણસો પાછા જીવતાં થાય તો સારું.’ કૂતરાએ કહ્યું, ‘માણસોને લઈને જ આપણને ઘણું બઘું ખાવા મળે છે. માણસો મરી જાય છે, પછી પાછા આવતા જ નથી. એથી ધરતી પર માણસો ઓછા થઇ જાય છે અને આપણે ભૂખે મરીએ છીએ.’
કૂતરાની આ વાત સાથે બિલાડી સંમત ન હતી. તે કહે, ‘ખાનારા ઓછા હોય તો જ આપણને ખાવાનું વધારે મળે. મરી ગયેલાં પાછા આવતાં નથી, એ જ સારું છે.’
શ્વાન-બિલ્લીમાં મતભેદ પડી ગયો.
શ્વાન કહે, ‘હું તો બાપા-ભગવાનને જઈને કહેવાનો જ છું કે મરેલાંને જીવતા કરો...’
તે તો તૈયાર થઈને બાપા-ભગવાનના નિવાસસ્થાને જવા લાગ્યો.
બિલાડીને થયું કે, મરેલાં જીવતા થશે તો ધરતી માણસજીવોથી ઉભરાઈ જશે. પછી બિલાડીઓને ઊભા રહેવાનીય જગા નહિ મળે.
તે શ્વાનની પાછળ પાછળ જવા લાગી. પણ તેણે અગાઉથી એક યુક્તિ કરી હતી.
બાપા ભગવાનના રહેઠાણ સુધી ઠેર ઠેર હાડકાં પાથરી રાખ્યા હતા. તે મૂકવા તો રોટલા, ઘી અને ગોળ માગતી હતી. પણ કંઈ હતું જ નહિ. આ મૃત્યુભૂમિમાં હાડકાં જોઈએ તેટલાં હતાં.
થોડે થોડે અંતરે બિલાડીએ એક એક જાડું હાડકું મૂકી દીઘું.
કૂતરાએ પહેલું હાડકું જોયું. તે રહી શક્યો નહિ. ચાટવા, ચૂસવા, ખંખેરવા, ખોતરવા મંડી પડ્યો. હાડકામાં એટલો મસાલો હતો કે વાર થઈ જ.
સહેજ જાડો થઈને પાછો તે આગળ વઘ્યો. થોડે ગયો હશે અને બીજું હાડકું મળ્યું.
હવે કૂતરા કંઈ હાડકાંથી હળવાયા થયા વગર રહે ? તેણે એ બીજું હાડકું ચાટવા ચૂસવા કરડવા કોતરવા માંડ્યું. પોતે જરા વઘુ જાડો થયો ત્યાં સુધી હાડકાંને કરડતો રહ્યો.
વળી થોડેક આગળ ગયો તો બીજું હાડકું.
એમ આઠ જગાએ તેણે હાડકાં ચૂંથ્યાં, ચાખ્યાં તેને થયું, મરેલા હોય છે તો જ વધારે ખાવા મળે છે. મરેલાઓ મરેલાં જ રહે તે સારું. તેમણે પાછા ન જ આવવું જોઈએ.
પણ બિલાડી સાથે શરત લાગી હતી, તેનું શું ? જે હોય તે, તે તો બાપા ભગવાનને જઈને કહેશે જ.
‘બાપા ભગવાન,’ તેણે કહ્યું, ‘મરેલાં જીવતા કરો. મરેલા પાછા નથી આવતાં. એટલે અમને ખાવાની તકલીફ પડે છે. અમે કૂતરાઓ જ્યારથી માણસો સાથે રહેતા થયા, ત્યારથી માણસો પાસેથી જ અમને ખાવા-પીવા મળે છે. હવે તે તો બધાં મરવા લાગ્યા છે. મર્યા એટલે ગયા. અમે ભૂખે મર્યા. બાપા ભગવાન, મરેલાંને જીવતા કરો...’
કૂતરો પોતાની અરજી લઈ પહોંચે, તે પહેલાં બિલાડી પહોંચી ગઈ હતી. તેણે બાપા ભગવાનને કહી દીઘું હતું, ‘બાપા ભગવાન, પેલો કૂતરો વિનંતી કરવા આવે છે કે મરેલાંને જીવતાં કરો. પણ બાપા ભગવાન, તમે જો જો એવું કરતાં. અત્યારે જ ધરતી માણસોનો ભાર ઝીલી શકતી નથી. જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો. અમને પશુ-જીવોને તો ઊભા રહેવાનીય જગા મળતી નથી. બાપા ભગવાન, માણસ તો મરે છે, એ જ સારું. મરેલાં ને મરેલાં જ રહેવા દેજો. પાછા જીવતાં કરશો નહિ. ધરતી ભાર નહિ ઝીલી શકે.’
એટલું કહી, બિલાડી સંતાઈ ગઈ.
બાપા ભગવાને જે નક્કી કરવાનું હતું, તે કરી નાખ્યું. એટલે જેવું કૂતરાએ કહ્યું, ‘બાપા ભગવાન, મરેલાંને જીવતા કરો.’ કે તરત જ બાપા ભગવાન કહે, ‘તને ખાવા નથી મળતું એમ કહે છે તું શ્વાન ! અરે તારા દેહ સામે તો જો, તું કેટલો જાડો પાડો ઘેટા જેવો થઈ ગયો છે કે તારાથી ચલાતું જ નથી. તારો દેહ પીપ જેવો બન્યો છે, તારુંપેટ ઘરતીને ભેટવા લાગ્યું છે, તારા પગ તો દેખાતા જ નથી. જા, ખોટ્ટી વાત ના કર. મરેલાં છે તે મરલાં જ રહેશે. પાછા ઊભા નહિ થાય. પાછા ધરતી પર નહિ ફરે, જા...’
કૂતરા પાસે પાછા જવાના ય હોંશ ન હતા. આટલો ભારે દેહ તે કંઈ ફેરવી શકે ? હાંકી શકે ! આગળ વધી શકે ? પાછળ જઈ શકે ?
બસ, ત્યારથી મરેલાં માણસો ફરીથી જીવતાં થતાં નથી અને ધરતી પર પાછાં ફરતાં નથી.
કેમ ? તો કહે કે એનું કારણ એક માત્ર બિલાડી જાણે છે. તેને પૂછી જોશો મિ-યા-ઉં કરીને તે કહેશે કે, ‘જે જાતે જ ખોરાક મેળવે છે, તેને વળી મરેલાં કેવાં નડવાના છે ? ભલેને મરેલાં મરેલાં રહે. આપણને તો ખાવાનું મળે છે, તે મળશે જ.’
અને મળતું જ રહે છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

હાઈફાઈ પી.જી. કલ્ચર ફ/જ હૉસ્ટેલ કલ્ચર
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
શહેરના સભાગૃહો નાટયગૃહ ક્યારે બનશે?
ટેલિગ્રાફના ટકટક થકી મેરેજ ગ્રીટિંગ્સ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved