Last Update : 17-March-2012,Saturday
 
સંિહની લુચ્ચાઇ શિયાળે પકડી !
 

લુચ્ચા શિયાળે મનોમન વિચાર કર્યો કે, ‘ગજરાજે સભામાં એલાન તો કરી દીઘું હતું કે, આજથી ભોળાસંિહ શિકાર નહીં કરે ! હવેથી તે શાકાહારી ખોરાક ગ્રહણ કરશે. પરંતુ મારી સમજમાં એ વાત આવતી નથી કે ભૂખ્યો સંિહ કદી ઘાસ ખાય !?’
એક જંગલ હતું. તેમાં ભોળા સંિહ રાજ કરે. જંગલના તમામ પશુ-પંખીઓ ભોળાસંિહને ખૂબ જ માન-પાન આપતા હતા. સૌ કોઈ ભોળાસંિહના રાજમાં સુખી હતા. પરંતુ દિવસો જતાં ભોળા સંિહનું ‘વર્ચસ્વ’ ઓછું થતું ગયું. તેનું મુખ્ય કારણ હવે ભોળાસંિહમાં પહેલા જેવી ‘કૂવત’ રહી ન હતી. તેને વૃદ્ધત્વ આંબી ગયું હતું. હવે તે પોતાના માટે શિકાર પણ કરી શકતો નહીં. લુચ્ચા શિયાળથી આ વાત છાની ન રહી. તેણે છુપી રીતે ‘સંગઠન’ની તૈયારીઓ કરવા માંડી.
ભોલાસંિહને લુચ્ચા શિયાળની ચાલબાજીની જાણ થઈ ત્યારે તે મનોમન સમસમી ઉઠ્યો. પણ તેણે ધૈર્યથી કામ લેવાનો નિર્ણય કર્યો. પોતાની સામે બળવો થાય તો એ તેને ‘ખાળી’ શકવા અસમર્થ હતો. પોતાની ‘નબળાઈ’ તે સારી પેઠે જાણતો, સમજતો હતો. પરંતુ પોતાની વિરૂદ્ધના આ વંટોળને દાબી દેવા તે છૂપી રીતે તૈયારી કરવા લાગ્યો. વિચારમંથનને અંતે ભોળાસંિહના દિમાગમાં એક આઈડીયા વીજની જેમ ચમકી ગયો. અને તેણે એક ‘યોજના’ ઘડી કાઢી. જંગલના બહાદુર ગજરાજના પ્રમુખ સ્થાને એક સભાનું આયોજન કર્યું. સસારાણાને કહીને જંગલ આખામાં સભાનું જાહેર એલાન કરવામાં આવ્યું. રાત્રીના નવ વાગ્યે સભાનું એલાન કરી દેવામાં આવ્યું હતું. સૌ કોઈ સમયસર સભામાં હાજર થઈ ગયા. લુચ્ચું શિયાળ પણ ભાલુરીંછની આગેવાની હેઠળ કેટલાક જંગલના પ્રાણીઓ સંગાથે ઉપસ્થિત રહ્યું.
ગજરાજે પ્રમુખસ્થાન શોભાવ્યું. બાજુમાં ભોળાસંિહે આસન જમાવ્યું. મેનારાણીએ સભાનું સંચાલન કરતા કહ્યું ઃ ‘જંગલના તમામ સાથીઓ, ગજરાજ અને ભોળાસંિહ વતી હું તમામ સાથી મિત્રોનો હાર્દિક સત્કાર કરું છું. આજની સભા વિશે વિશેષ જાણકારી સભાના પ્રમુખ અને આપણા લોકલાડીલા નેતા ગજરાજજી આપશે.’
મેનારાણીના આ પ્રસ્તાવને જંગલના તમામ પશુ-પક્ષીઓએ વધાવી લીધો. સૌ પ્રથમ ગજરાજે સૌ કોઈ સાથીઓને હાજરી આપવા બદલ ધન્યવાદ આપ્યા. પછી પોતાની આગવી, લાક્ષણિક શૈલીમાં સભાની શરૂઆત કરી ઃ ‘મિત્રો, તમને આજે અહીંયા એકઠા કરવાનું એક ખાસ પ્રયોજન છે. વરસોથી આ જંગલના રાજા ભોળાસંિહ રહ્યા છે. તેમણે આપણા સર્વેની સેવા અને રક્ષણની તમામ જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી, સારી રીતે બજાવી છે.’
લુચ્ચા શિયાળને થયું, હવે ભોળાસંિહ વૃદ્ધ થયા છે. અશક્ત પણ છે જ. એટલે રાજ-કારભાર સંભાળી શકે તેમ નથી. તેથી નવા રાજાને પ્રસ્થાપિત કરવાની ઘોષણા કરશે, એટલે અતિ ઉત્સાહિત થઈ લુચ્ચું શિયાળ બન્ને હાથ ઊંચા કરી બોલી ઊઠ્યું, ‘પ્રમુખ સાહેબ, અમે તમારી વાત સાથે સહમત છીએ. હવે ભોળાસંિહ વૃદ્ધ થયા છે એટલે આપણે આપણો રાજા બદલવો જોઈએ...’
‘હેઠો બેસ, હેઠો...’ ગજરાજે ધુસકીયું કરતાં કહ્યું. ‘જંગલનો રાજા તો ભોળાસંિહ જ રહેશે. એને બદલવાનો નીચ વિચાર તારા હલકટ દિમાગમાં આવ્યો ક્યાંથી ?’
ભરી સભામાં અપમાન થવાથી લુચ્ચા શિયાળની દશા તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ.
ગજરાજે વાત આગળ ધપાવતા કહ્યું, ‘હાં, તો દોસ્તો, આપણે આપણા રાજા ભોળાસંિહની વાત કરતા હતા. ભોળાસંિહ હવે વૃદ્ધ થયા છે. તેથી તેમણે એક ‘શુભ સંકલ્પ’ કર્યો છે. આજથી એ શિકાર નહીં કરે, અને શાકાહારી ખોરાક ગ્રહણ કરશે.’
ગજરાજના આ પ્રસ્તાવને જંગલના તમામ પશુ-પક્ષીઓએ સહર્ષ વધાવી લીધો.
‘તમે મારી વાતને ઉમળકાથી સ્વીકારી એજ બતાવે છે કે તમને ભોળાસંિહનો આ વિચાર પસંદ આવ્યો છે.’
ભોળાસંિહ ઝંિદાબાદ... ભોળાસંિહ અમર રહો...ના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઊઠ્યું.
ગજરાજે અંતિમ મુદ્દો રજુ કરતા કહ્યું, ‘તમારે પણ એક મહત્વની જવાબદારી અદા કરવાની રહેશે. મને આશા છે કે તમને સોંપવામાં આવનાર કામગીરીને તમે ખુશીથી, હોંશેહોંશે કરવા તત્પરતા દાખવશો, એવી મને શ્રદ્ધા છે.’
સૌ કોઈએ સંમતિ દર્શાવતા હાથ ઊંચા કરી પોતાની ખુશી વ્યક્ત કરી.
ગજરાજે હર્ષ અનુભવતા કહ્યું, ‘આપણે આપણી ફરજના ભાગરૂપે આજથી જ ભોળાસંિહના શાકાહારી ભોજનની ‘વ્યવસ્થા’ ઉપાડી લેવાની છે.’
સૌ કોઈ હસી-ખુશી ઘેર આવ્યા. તે દિવસથી ભોળા સંિહની શિકાર કરવાની ઝંઝટ પણ ટળી ગઈ. જંગલના તમામ સભ્યોએ પોતપોતાના વારા પ્રમાણે ભોળાસંિહને અચૂકપણે ભોજન પહોંચાડવાનું સ્વેચ્છાએ નક્કી કરી નાખ્યું.
ભોળાસંિહ પણ મજેથી ખાઈ પીને પોતાની ગુફા બહાર આરામથી બેસતા. ક્યારેક જંગલ તરફ લટાર મારવા નીકળતા. ગુફાની બાજુમાં જ શાંત ઝરણું વહેતું હતું. ભોજન આરોગી ભોળાસંિહ એ ઝરણાનું પાણી પી ને ગુફાના મુખ્ય દ્વારે સૂઈ રહેતા.
પરંતુ લુચ્ચા શિયાળનો જ્યારે વારો આવ્યો ત્યારે સંિહની ચતુરાઈ છતી થઈ ગઈ ! લુચ્ચા શિયાળે મનોમન વિચાર કર્યો કે, ‘ગજરાજે સભામાં એલાન તો કરી દીઘું હતું કે, આજથી ભોળાસંિહ શિકાર નહીં કરે ! હવેથી તે શાકાહારી ખોરાક ગ્રહણ કરશે. પરંતુ મારી સમજમાં એ વાત આવતી નથી કે ભૂખ્યો સંિહ કદી ઘાસ ખાય !?’ લુચ્ચા શિયાળે છૂપી રીતે તપાસ કરી તો જાણવા મળ્યું કે ભોળાસંિહને ભોજન દેવા જે ગયું તે પાછું આવ્યું નથી ! લુચ્ચા શિયાળના દિમાગમાં ચમકારો થયો. અને તે સંિહની ચતુરાઈને બેનકાબ કરવા મક્કમતાથી આગળ વઘ્યું. ભોજન લઈને તે ભોળાસંિહની ગુફા સુધી આવી ગયું. ભોળાસંિહે તેને આવકારતાં કહ્યું ‘પધારો, પધારો આજે તો તમે મારું આંગણું પાવન...
પણ ત્યાં જ લુચ્ચા શિયાળની ચપળ, ચકોર નજરે જોયું કે ‘ગુફાના મુખ્ય દ્વાર પાસે પ્રાણીઓના હાડકાનો ઢગલો ખડકેલો હતો !’બીજી જ ક્ષણે ભોજનનો ઘા કરી ચાલાક, ચબરાક શિયાળ ત્યાંથી ભાગી છુટ્યું. જંગલમાં દોડી જઈ જંગલના પશુ-પંખીઓને શિયાળે ભોળા સંિહનો ભાંડો ફોડી, સઘળી હકીકતથી વાકેફ કરી દીધા.
- મહેરુન્નિસા કાદરી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

હાઈફાઈ પી.જી. કલ્ચર ફ/જ હૉસ્ટેલ કલ્ચર
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
શહેરના સભાગૃહો નાટયગૃહ ક્યારે બનશે?
ટેલિગ્રાફના ટકટક થકી મેરેજ ગ્રીટિંગ્સ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved