Last Update : 17-March-2012,Saturday
 

બંગાળના ભૂપદેવ શાસ્ત્રી

 

જેમ રોજના ઘર્ષણથી કાળમીંઢ સખત પત્થર ઉપર સાવ કોમળ સુતરની રસ્સીથી જો ઊંડી નિશાની પડતી હોય તો પછી તું રોજે-રોજ નિયમિત અભ્યાસ કરે અને ઘ્યાનથી શિક્ષણ મેળવે તો તું શા માટે બીજા વિદ્યાર્થીની જેમ હોંશિયાર ના બની શકે ?
સુંદર મઝાનું રળીયામણું કનકપુર નામનું ગામ હતું. ગામમાં એક નાનકડી શાળા હતી. બાળકો તેમાં ભણવા માટે જાય. એક નાનો બાળક નિયમિત શાળાએ જાય, અભ્યાસ પણ ઘ્યાનથી કરે. પરંતુ કોણ જાણે કેમ તેને ભણાવેલું યાદ રહે નહિ. જે અભ્યાસ કરે તે પલકવારમાં વિસરાઈ જતું. આથી તેનું ચિત્ત અભ્યાસમાં ચોંટે નહિ. પરીક્ષા આપે પણ પરિણામ સારું આવે નહીં. આથી માતા-પિતાનો ઘરેથી ઠપકો સાંભળવો પડતો. શિક્ષક તરફથી અપમાન થતું અને વારંવાર શારીરિક શિક્ષા પણ થતી. બાળક દુઃખી - દુઃખી થઈ ગયો. તેની સહનશક્તિનો છેડો આવી ગયો.
એક દિવસ તે ગામની બહાર એક કૂવો હતો તેની પાસેના ઝાડ નીચે બેઠો હતો. એ જ કૂવામાંથી એક સંત મહાત્મા પાણી પીને પોતાની તરસ છીપાવવાના હેતુથી પાણી સીંચી રહ્યા હતા. બાળકને મહાત્માજીએ જોયો. પાણી સીંચી બાળકને પાણી પીવાનો આગ્રહ કર્યો. બાળકે પાણી પીવા માટે ના પાડી, બાળકના મુખ ઉપર ચંિતા, દુઃખ અને નિરાશાના ભાવો ઉપસેલા જોઈ મહાત્માજીએ પ્રેમથી બાળકને વિગતવાર કારણ જણાવવા આગ્રહ કર્યો. બાળકે તમામ સત્ય હકીકત જણાવી દીધી. મહાત્માજીએ બાળકની શાંતિથી સઘળી વાત સાંભળી અને બાળકની પીઠ થાબડતા કહ્યું કે, તું જરાય ચંિતા કરીશ નહિ. પછીથી તે બાળકને કૂવાના કાંઠા ઉપર લઈ ગયા અને કૂવાના કાંઠા પર પડેલાં નિશાનો બતાવ્યા અને દોરડાના ઘસારાને કારણે પત્થર ઉપર ઊંડા નિશાન પડી ગયા હતા તે બતાવ્યા અને બાળકને પૂછ્‌યું કે, આ કાળમીંઢ પત્થર ઉપર આ નિશાન શાથી પડ્યા હશે ?
ત્યારે બાળકે મહાત્માને જવાબ આપ્યો કે દરરોજ સુતરના દોરડાના ઘસારાને કારણે ઊંડા નિશાન પડ્યા છે. ત્યારે મહાત્માજી બોલ્યા કે, શાબાશ દીકરા, તું તો બહુ હોંશિયાર છે. તને તો બધી વાત સમજાઈ ગઈ. જેમ રોજના ઘર્ષણથી કાળમીંઢ સખત પત્થર ઉપર સાવ કોમળ સુતરની રસ્સીથી જો ઊંડી નિશાની પડતી હોય તો પછી તું રોજે-રોજ નિયમિત અભ્યાસ કરે અને ઘ્યાનથી શિક્ષણ મેળવે તો તું શા માટે બીજા વિદ્યાર્થીની જેમ હોંશિયાર ના બની શકે ? તું પણ જરૂરથી વિદ્વાન બની શકીશ તું સતત મનન, ચંિતન કરીને વિદ્યા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર.
સંતમહાત્માની ઉપદેશાત્મક વાણી સાંભળી બાળકના વિચારો બદલાઈ ગયા. વિશ્વાસ અને શ્રદ્ધાથી બાળકે અભ્યાસ શરૂ કર્યો અને સમયના વ્હેણ વ્હેવાં લાગ્યા. અંતે આ જ બાળકે બંગાળના સુપ્રસિદ્ધ વિદ્વાન તરીકેની ખ્યાતિ મેળવી. અને તે ‘‘ભૂપદેવ શાસ્ત્રી’’ તરીકે પ્રસિદ્ધ પામ્યા.
બાળમિત્રો ! સાચા સંતમહાત્માનો બાળકને સંગ મળી ગયો તો લોઢું કંચનમાં પરિવર્તન પામ્યું. ભારતીય સંસ્કૃતિની આ જ ખૂબી છે. સંતોએ કેટલાયના હૃદયના પરિવર્તન કરી નાખ્યા છે. હરહંમેશ હંિમતવાન-શ્રદ્ધાવાન બનો.
કદમ અસ્થિર હો એને,
રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફરને, હિમાલય પણ નથી નડતો.
- સાઘુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

હાઈફાઈ પી.જી. કલ્ચર ફ/જ હૉસ્ટેલ કલ્ચર
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
શહેરના સભાગૃહો નાટયગૃહ ક્યારે બનશે?
ટેલિગ્રાફના ટકટક થકી મેરેજ ગ્રીટિંગ્સ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved