Last Update : 17-March-2012,Saturday
 
આ વાર્તા અમે એટલા માટે લખી કે આ વાર્તા લખ્યા સિવાય અમે રહી જ શક્યા નહિ

મધપુડો - હરીશ નાયક

એટલા માટે...
ઘેલાભાઈ સાહેબને ‘એટલા માટે’ બોલવાની આદત હતી. તેઓ ‘એટલા માટે’ એટલી બધી વાર બોલતાં કે તેમનું નામ જ ‘એટલા માટે’ પડી ગયું હતું.
છોકરાંઓ તેમને ‘એટલા માટે’ સરથી જ ઓળખતાં.
ઘેલાભાઈ સાહેબ વિદ્યાર્થીઓને જો ભૂગોળ શીખવે તો તેઓ કહેશે ઃ પૃથ્વી ગોળ હોવાના કારણો હું તમને ‘એટલા માટે’ કહું છું કે પૃથ્વી ગોળ છે. દૂરથી આવતાં જહાજનો ઉપરનો ભાગ દેખાશે ‘એટલા માટે કે પૃથ્વી ગોળ છે, ત્યાર પછી વચલો ભાગ દેખાશે ‘એટલા માટે કે પૃથ્વી ગોળ છે, ત્યારે પછી વચલો ભાગ દેખાશે એટલા માટે કે પૃથ્વી ગોળ હોવાથી જ તેમ બને છે. છેવટે આખું જહાજ એટલા માટે દેખાશે કે પૃથ્વી ગોળ હોવાને લઇને જ તેમ બને છે.
જો ઘેલાભાઈ ગણિત શીખવે તો તેઓ કહેશે ઃ ચાર અને પાંચ મળીને નવ એટલા માટે થાય છે કે પાંચમાં ચાર ઉમેરવાથી પણ નવ થાય છે. છ અને ત્રણનો સરવાળો નવ એટલા માટે થશે કે સાતમાં બે વધારી દો તો પણ નવ જ થશે. એટલા માટે આઠ વત્તા એકથી પણ નવ થશે અને એક વત્તા આઠથી પણ એટલા માટે જ નવ થશે.
તેઓ ભાષા શીખવશે તો કહેશે ઃ સરસ્વતીચંદ્ર પાત્રોનો નામ તેમના ગુણ પ્રમાણે એટલા માટે છે કે સરસ્વતીચંદ્ર સરસ્વતીનો ચંદ્ર છે. ગુણસુંદરી એટલા જ માટે ગુણથી ભરીભરી સુંદરી છે, કુમુદસુંદરી એટલા માટે નામ અપાયું કે તે કુમુદ જેવી કોમળ છે અને સુંદર છે, વિદ્યાચતુર એટલા માટે વિદ્યાચતુર કહેવાયા કે તેઓ વિદ્યાપતિ છે અને ચતુર છે. પ્રમાદધનને એટલા માટે પ્રમાદધન કહ્યો કે તે પ્રમાદી છે અને ધનવાન છે. અલક કિશોરીને એટલા માટે અલક કિશોરી કહેવામાં આવી કે તે સદાય અલક મલકની વાતોથી અંજાયેલી રહે છે અને હજી તો સાવ કિશોરી છે. સરસ્વતીચંદ્ર આપણી પહેલી નવલકથા કહેવાઈ એટલા માટે કે આના પહેલા કોઇ નવલકથા લખાઇ નથી અને બીજી કેટલીક પાછળથી લખાઇ. એટલા માટે જ સરસ્વતીચંદ્રને પહેલી નવલકથા કહેવામાં આવી.
વિષય ઇતિહાસ હોય, સમાજશાસ્ત્ર હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય કે પછી ગમે તે હોય ને, ઘેલાભાઈ સાહેબ એટલા માટે એવું બોલતા હતા કે તેમનાથી બોલાઈ જ જતું હતું. અને એટલા માટે તેઓ એવું બોલતાં હતાં કે તેમને ખબર પણ ન હતી કે તેઓ ‘કેટલા માટે’ એટલા માટે કરે છે ?
બીજા વિષયની તો ઠીક પણ ઇંગ્લીશ વખતે તેઓ એટલા માટે સામેલ કરતાં ત્યારે તો વિદ્યાર્થીઓને મજા જ પડી હતી.
ટવીન્કલ ટવન્કલ લીટલ સ્ટારને એટલા માટે ટવીન્કલ કરતાં દાખવવામાં આવ્યા છે કે કેમ કે તેઓ ઝગમગ ઝગમગ થાય છે. લીટલ સ્ટારને લીટલ એટલા માટે કહેવામાં આવ્યા કે એ સ્ટાર નાના છે. અપ એબોવ એટલા માટે કહેવાય છે કે તેઓ આકાશમાં ઊંચા આકાશે છે. ધી વર્લ્ડ સો હાય માંથી હાયની ઉંચાઈ અપ-એબોવ એટલા માટે થશે કે તે ધી વર્લ્ડ એટલે કે આપણી આ દુનિયાથી તારાઓ ઘણાં ઊંચા છે. અને ઊંચા છે એટલા માટે જ તેમને અપ એબોવ ધી વર્લ્ડ સો હાય કહેવામાં આવ્યા.
બીજા સાહેબો ઘેલાભાઈ સાહેબનું નામ એટલા માટે લેતાં ન હતા, કેમકે તેમનામાંય કોઇને કોઇ દોષ હતો જ. અને ઘેલાભાઈનું કોઈ વાંકું બોલતું એટલા માટે ન હતું કે તેઓ ખરેખર સરસ માણસ હતાં.
છોકરાંઓ સાહેબોના નામ પાડે જ છે. બાબુભાઈ ‘ટેણી’, એલ.એન. નાયક સાહેબ ‘લંબૂસ’ ફકીરભાઈ ‘ફટકો’ રંજનબેન રવીના ટંડન, માલતીબેન માઘુરી દિક્ષિત, તેમજ બી.એન. પટેલ સાહેબને વિદ્યાર્થીઓ બકોર પટેલ તરીકે ઓળખતાં તો શાલિનીબેન પટેલને શકરી પટલાણી બનાવી દેવાયાં હતાં. શાળાના કોઇ સાહેબ વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલા નામ વગરના હોતાં નથી એટલા માટે કે વિદ્યાર્થીઓ સાહેબોને તથા મેડમોને પોતાની ખાસ રીતે જ ઓળખે છે.
એટલા માટે સાહેબનો પિરિયડ વિદ્યાર્થીઓને ખૂબ જ ગમતો એટલા માટે કે તેઓ સરસ શીખવાડતા, સરસ હસાવતા, સરસમાંસરસ રીતે ભળી જતાં.
તેમ છતાં છોકરાંઓને ગમ્મત કરવાનું મન થયું જ. અને એ માટે તૈયાર થયો ડબલ એકશન વિનોદ. શાળામાં જયારે વકતૃત્વ સ્પર્ધા તથા મિમિક્રી યોજાઈ ત્યારે વિનોદે ડબલ એકશન સાથે એટલા માટે ની મિમિક્રી કરી. વિનોદની હંિમત ઉપર પ્રેક્ષકો વારી ગયા. નાના મોટા બધાં જ એટલા બધાં હસવા લાગ્યા કે હાસ્યની ભરતી જ આવી રહી.
ડબલ ેકશને ‘એટલા માટે’ શબ્દ આગળ ‘ડબલ એકશન’ ભાર આપતાં કહ્યું ઃ આજે દેશમાં ભ્રષ્ટાચાર એટલા માટે વધી ગયો છે કે લોકોને દેશની પડી જ નથી. લોકોને દેશની એટલા માટે પડી નથી કે નેતાઓને પોતાને જ દેશની પરવા નથી. નેતાઓને દેશની એટલા માટે પરવા નથી કે તેઓ સ્વાર્થી બની ગયા છે. તેઓ સ્વાર્થી એટલા માટે બની ગયા છે કે તેમણે વેપારીઓ પાસે લાંચ લીધી છે. વેપારીઓએ લાંચ એટલા માટે આપી છે કે તેઓ પોતાની ચીજવસ્તુના ભાવ વધારી શકે. ચીજવસ્તુના ભાવ એટલા માટે વધી રહ્યા છે કે બજારમાંથી જરૂરી ચીજવસ્તુઓ અદ્રશ્ય કરી દેવામાં આવે છે. બજારમાંથી ચીજવસ્તુઓ એટલા માટે અદ્રશ્ય થાય છે કે પોલીસ તેને રોકતી નથી કેમ કે પોલીસ દરેક બાબતમાં પોતાના ગજવા ભરે છે. પોલીસ એટલા માટે ગજવા ભરે છે કેમકે આજે ડોકટરો પણ પોતાના ગજવા ભરે છે. ડોકટરો એટલા માટે ગજવા ભરે છે કે તેઓ મોંધું શિક્ષણ લઇ ડોકટર થયા છે. મોંધું શિક્ષણ એટલા માટે મોંઘું થયું છે કે સાહેબોએ વર્ગમાં ભણાવવાનું છોડી દીઘું છે. સાહેબોએ વર્ગમાં ભણાવવાનું એટલા માટે છોડી દીઘું છે કે તેમને ટયુશનમાં રસ છે....
વિનોદ ડબલ એકશને એટલા માટે એટલી હદ સુધી લંબાવ્યું કે લોકો પાસે તાળીઓ પણ ખૂટી પડી. તાળીઓ એટલા માટે ખૂટી પડી કે તેઓ હસવામાંથી ઊંચા જ આવતા ન હતા તેઓ હસવામાંથી ઊંચા એટલા માટે આવતા ન હતા કે હવે વિનોદ સાથે તેઓ પણ બોલવા લાગ્યા હતા.
આ ભરચક સમારંબમાં ઘેલાભાઈ સાહેબ જાતે હાજર જ હતા. તેઓ એટલા માટે માટે હાજર હતા કે તેઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માગતા હતા. અને પ્રોત્સાહન એટલા માટે આપવા માગતા તા કે તેઓ વિદ્યાર્થીઓને આગળ વધેલા જોવા માગતા હતા.
હાસ્યની ભરતીમાં ઓટ આવે તેમ હતું જ નહિ. છતાં લોકોને એમ થયું કે ઘેલાભાઈ સાહેબ ઉપર આની શી અસર પડશે ? વિદ્યાર્થીઓ ખાસ રૂપે એ જાણવા એટલા માટે ઉત્સુક હતાં કે હવે ડબલ એકશનની દશા શી થાય છે, એ જોવા તેઓ અધીરા બન્યા હતા.
પણ સમારંભમાં ન થવાનું થયું. ન થવાનું એટલા માટે થયું કે ઘેલાભાઈ સાહેબ જાતે જ સ્ટેજ પર હાજર થયા. તેમને તખ્તા પર આવેલાં જોઈને લોકોએ તાળીઓ પાડી. તાળીઓ એટલા માટે પાડી કે ‘એટલા માટે’ પ્રત્યક્ષ મંચ પર હતા. પણ પછી તાળીઓ બંધ થઇ ગઈ. તાળીઓ બંધ એટલા માટે થઇ ગઇ કે હવે એટલા માટે સાહેબ શું કરશે ?
પણ એટલા માટે સાહેબ જયારે બોલવાનું શરૂ કર્યું ત્યારે ડબલ એકશનથી પણ વઘુ તાળીઓ પડી રહી.
ઘેલાભાઈ સાહેબે કહ્યું ઃ હું એટલા માટે અહીં હાજર થયો છું કે વિનોદને અભિનંદન આપું. હું વિનોદને અભિનંદ એટલા માટે આપું છું કે હું એની હંિમત પર ખુશ થઇ ગયો છું. હું ખુશ એટલા માટે થઇ ગયો છું કે એની હાસ્યકલા ખરેખર ઉચ્ચ કક્ષાની છે. એની હાસ્યકલા ઊંચી કક્ષાની એટલા માટે છે કે તે પ્રત્યક્ષ છે. આ પ્રત્યક્ષ એટલા માટે છે કે એ નજર સામેની છે. એ નજર સામેની એટલા માટે છે કે એ બધાં જ એનાથી પરિચિત છે. એ પરિચિત એટલા માટે છે કે વિદ્યાર્થીઓને એ કળા ગમે છે એ કળા એટલા માટે ગમે છે કે એમાં ખેલદિલી છે. એમાં ખેલદિલી એટલા માટે છે કે એમાં ખાનદાની છે. એમાં ખાનદાની એટલા માટે છે કે એ ઇનામને પાત્ર છે. એ ઇનામને પાત્ર એટલા માટે છે કે એને મારા તરફથી માફ કરજો એટલા માટે મારા તરફથી પૂરા સો રૂપિયાનું ઇનામ મળે છે. તેને ઇનામ પૂરા સો રૂપિયાનું એટલા માટે મળે છે .. એટલા માટે મળે છે,, એટલા માટે મળે છે..
એવું ત્રણ વખત ઉચ્ચારી ઘેલાભાઈ સાહેબે હાજર રહેલા વિનોદને ઇનામ તથા શાબાશી આપતાં કહ્યું ઃ એટલા માટે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

હાઈફાઈ પી.જી. કલ્ચર ફ/જ હૉસ્ટેલ કલ્ચર
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
શહેરના સભાગૃહો નાટયગૃહ ક્યારે બનશે?
ટેલિગ્રાફના ટકટક થકી મેરેજ ગ્રીટિંગ્સ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved