Last Update : 17-March-2012,Saturday
 

ભોળાં સસલાં

- કવરમાં કહેવત કઈ ?

એક વખત એક રાજાને સવાર-સવારમાં ગધેડાનાં દર્શન થયાં. રાજા તો ખૂબ ગુસ્સે થયા.
તેમણે પ્રધાનને બોલાવીને તુરત હુકમ કર્યો કે ‘‘જાઓ! આ લાંબા લાંબા કાનવાળાં બધા જ ગધેડાઓને એક વાડામાં પૂરી દો.’’
પ્રધાને ચારે બાજુ સૈનિકો દોડાવ્યા અને જેટલા ગધેડા મળે તે બધાને પકડી પકડીને વાડામાં પૂરવા લાગ્યાં.
ધીરે ધીરે આ વાત જંગલ સુધી પહોંચી ગઇ. લાંબા કાનવાળા બધા જ પ્રાણીઓને રાજાના સિપાઇઓ પકડી પકડીને વાડામાં પૂરી દે છે વાત સાંભળી બધા જ સસલાં ડરવા લાગ્યા કે, આપણે પણ લાંબા કાન છે. તેથી રાજાના સિપાઇઓ આપણને પણ પકડીને પૂરી દેશે. માટે ભાગો. જંગલના બધાં જ સસલા ડરના માર્યા ભાગવા જ લાગ્યા, ભાગવા જ લાગ્યાં.
એક શિયાળે આ દ્રશ્ય જોયું. તેણે સસલાંઓને પૂછ્‌યું, ‘‘અરે મિત્રો! તમે આમ બધા ભાગો છો કાં?’’
ટોળામાંથી સસલાના સરદારે કહ્યું , ‘‘અરે, શિયાળભાઇ! ભાગીએ નહીં તો અમે શું કરીએ?’’
‘‘બીવું પડે છે આ સિપાઇ સફરાથી બાપુ.
લાંબા કાન અમારા દેખી પકડી માગે દાપુ’’
શિયાળભાઇ,
આ રાજાના સિપાઇઓની અમને બહુ બીક લાગે છે. તે અમારા લાંબા કાન દેખી અમને પણ પકડે તો પછી અમારે છુંટવું કેમ? છુટવા માટે પૈસા માગે તો, અમે ક્યાંથી આપીએ?’’
સસલાઓની વાત સાંભળી શિયાળ તો હસવા જ લાગ્યું. તેણે કહ્યું ‘‘અરે ભોળુડાઓ! રાજાને સવારમાં ગધેડાના દર્શન થયા ને એટલે રાજા ગુસ્સે થયા અને તેમણે તો પેલા લાંબા લાંબા કાનવાળા ગધેડાઓને જ પકડવાનો હુકમ કર્યો છે જ્યારે તમે તો બધા નિર્દોષ છો. તમે નાહકના ડરો છો. શિયાળની વાત સાંભળી સસલાઓના મનમા માંડ ટાઢક વળી. શિયાળ પાસેથી ખરી વાત સમજાતા શિયાળભાઇનો આભાર માની બધા જ સસલાઓ દોડતા- કૂદતાં જંગલમાં ચાલ્યા ગયા.
- મનહર બારોટ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

હાઈફાઈ પી.જી. કલ્ચર ફ/જ હૉસ્ટેલ કલ્ચર
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
શહેરના સભાગૃહો નાટયગૃહ ક્યારે બનશે?
ટેલિગ્રાફના ટકટક થકી મેરેજ ગ્રીટિંગ્સ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved