Last Update : 24-March-2012, Saturday
 

મારે અદાણી, અંબાણી અને અડવાણીનું હિત જોવાનું છે

 

સસ્પેન્ડ થયા બાદ કોંગ્રેસે મોક એસેમ્બલી યોજી
૨૧મી સદીમાં મારા યુવાન સભ્યો બ્લ્યુ ફિલ્મ ન જૂએ તો શું રામાયણ-મહાભારત જૂએ ?ઃ BJP એટલે બ્લુ ફિલ્મ જોનારી પાર્ટી
ગાંધીનગર,શુક્રવાર
ગુજરાત વિધાનસભામાં અભદ્ર ક્લીપીંગ નિહાળનારા ભાજપના બંને સભ્યોને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી આજે સતત ત્રીજા દિવસે સસ્પેન્ડ કરવામાં આવેલા કોંગ્રેસના તમામ સભ્યોએ વિધાનસભાની લોંજમાં જ મોક એસેમ્બ્લી યોજી હતી. મોદી, અધ્યક્ષ અને મંત્રીઓના મહોરા પહેરીને બેઠેલા કોંગ્રેસના કાર્યકરોએ આ મોક વિધાનસભામાં મોદી સરકાર ઉપર આકરા કટાક્ષ કર્યા હતા. બીજીતરફ ગૃહમાં આ મામલે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી કોંગ્રેસની મોક એસેમ્બ્લી પણ અટકાવી દેવામાં આવી હતી.
મોક એસેમ્બ્લીમાં કોંગ્રેસના ધારાસભ્યો વિરોધપક્ષમાં બેઠા હતા જ્યારે આગેવાનો અને કાર્યકરોએ અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રી અને મંત્રીમંડળની ભૂમિકા ભજવી હતી. બળદેવજી ઠાકોર અધ્યક્ષ બન્યા હતા જ્યારે સી.જે.ચાવડા મુખ્યમંત્રીની ભૂમિકામાં હતા. અમિત ચૌધરીએ જેઠા ભરવાડ, ચંદ્રિકાબેને આનંદીબેનનો રોલ કર્યો હતો. મોક એસેમ્બ્લી માટે ધ્યક્ષ ગણપતભાઇ વસાવા, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, નીતિનભાઇ પટેલ, સૌરભ પટેલ, વજુભાઇ વાળા, શંકર ચૌધરી અને જેઠા ભરવાડ સહિતના ભાજપના મંત્રીઓ અને સભ્યોના ખાસ માસ્ક તૈયાર કરાવવામાં આવ્યા હતા. આ માસ્ક પહેરીને કોંગ્રેસના કાર્યકરો સત્તાધારી પક્ષ તરીકે બેઠા હતા.
મોક એસેમ્બ્લીની શરૃઆતમાં જ વિપક્ષના નેતા તરીકે શક્તિસિંહ ગોહિલે અદાણીને જમીન આપવા મામલે આક્રમક નિવેદન આપતાં સત્તાધારી પક્ષ દ્વારા હોબાળો મચાવી દેવાયો હતો. આનંદીબેન પટેલે કહ્યું હતું કે,અમારી ભાજપની સરકારમાં મોદી સાહેબનો ખર્ચ અદાણી ઉપાડે છે. જેથી આવા પ્રશ્નનો જવાબ ના આપી શકાય. શક્તિસિંહ બોલવાનું ચાલુ રાખતા કહે છે, પાણીનું પાઉચ આજે એક રૃપિયામાં મળે છે ત્યારે આ જ ભાવે અદાણીને જમીન અપાઇ છે...(મોદી અધ્યક્ષ પાસે જઇને કહે છે કે, શક્તિસિંહને બેસાડી દો.
મુખ્યમંત્રી મોદી (સી.જે.ચાવડા) ખુદ ઉભા થઇને મોરચો સંભાળતા જણાવે છે કે, હું આ છ કરોડની જનતાનો પ્રતિનિધિ છું દરેકના ભાગની એક ચોરસમીટર લેખે છ કરોડ ચોરસમીટર જમીન અદાણીને આપી છે. મારે પાર્ટીના ખર્ચા પણ આપવાના છે. મેં ગુજરાતની જ જમીન આપી છે. કોંગ્રેસે ૫૦ વર્ષ સુધી આ જમીન સાચવી રાખી મારે એક ઇંચ જમીન પડી રહેવા દેવી નથી. મારે વિરોધપક્ષ કે પ્રજા કહે તેમ નહીં, અદાણી, અંબાણી અને અડવાણી કહે તેમ કરવાનું છે. તમે પાણીના પાઉચની વાત કરો છો તો જરૃર પડશે તો હું પાઉચ પણ મોંઘા કરાવી દઇશ. અરે પાણી શું હું તો ઘરે-ઘરે દારૃનું વિતરણ કરાવીશ. શક્તિસિંહ વચ્ચે ઉભા થઇ કહે છે ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૃની વાત શોભતી નથી મોદી વચ્ચેથી કાપતા કહે છે ગાંધી અને સરદારને ભૂલી જાવ આ મોદી અને ગોડસેનું ગુજરાત છે. શક્તિસિંહ ફરી બોલવા ઉભા થાય છે ત્યારે મુખ્યમંત્રી અધ્યક્ષને જઇને કહે છે આ વિરોધપક્ષના નેતા બધું ઉઘાડું પાડશે રાત્રે આપણે શું વાત થઇ હતી ? કેમ બોલતા નથી સસ્પેન્ડ કરો. અધ્યક્ષઃ હવે કોઇ વાત નહીં શક્તિસિંહને સસ્પેન્ડ કરવામાં આવે છે. શક્તિસિંહ સામે જણાવે છે તમે મને શું સસ્પેન્ડ કરશો માણસાની જનતાએ તમને કાયદેસર સસ્પેન્ડ કરી દીધા છે. બાબુસિંહ ચૂંટાઇ આવ્યા છે. મુખ્યમંત્રીઃ બાબુસિંહને પણ સસ્પેન્ડ કરો...
ગૃહની બીજા દિવસની કામગીરી ચાલુ થાય છે. સિદ્ધાર્થભાઇ ઉભા થાય છેઃ અધ્યક્ષશ્રી, ભાજપના બે સભ્યોને અશ્લીલ ફોટા જોતા પત્રકારોએ ઝડપી પાડયા છે. શંકર ચૌધરીઃ અમે મોદીભક્ત છીએ અને આ જ કામ કરીએ છીએ, અમે તો મોદી સાહેબની લીલાઓ જોતા હતા. મારૃ ટેબલેટ જમા લઇને તપાસ કરાવો, ટેબલેટ બદલીને એફએસએલમાં આપ્યું છે. એફએસએલમાં અમારા જ માણસો છે એટલે અમારી તરફેણમાં જ રીપોર્ટ આવશે.
અર્જૂન મોઢવાડીયા બોલવા ઉભા થાય છે- ગૃહમાં સરકારની ભૂલો કાઢી પ્રજાના પ્રશ્નો ઉઠાવવા બદલ શક્તિસિંહને સસ્પેન્ડ કરાયા છે જ્યારે અશ્લિલ તસવીરો જોનારા સભ્યો સામે કોઇ પગલાં લેવાતા નથી. ભાજપના નેતાઓ શસ્ત્રોની હેરાફેરી, દારૃ અને પાસા સાથે તેમજ કર્ણાટકમાં અશ્લિલ વિડીયો જોતા પકડાયા છે.(મુખ્યમંત્રીના ઇશારાથી અર્જૂનભાઇને બોલતા અટકાવી બેસાડી દેવાય છે)
દરમિયાનમાં વિપક્ષના સભ્યો બૂમો પાડે છે- શંકરભાઇ અને જેઠાભાઇ હજુ અશ્લિલ દ્રશ્યો જૂએ છે. મુખ્યમંત્રી ફરી ઉભા થઇને કહે છે-આ ૨૧મી સદી છે મારા યુવાન સભ્યો આવું ન જૂએ તો શું રામાયણ અને મહાભારત જૂએ ? (શંકર ચૌધરી અને જેઠાભાઇ મુખ્યમંત્રીને પગે લાગે છે) મુખ્યમંત્રી જાહેર કરે છે- બીજેપી એટલે બ્લ્યુ ફિલ્મ જોનારી પાર્ટી, ગૃહમાં હોબાળો મચે છે, અધ્યક્ષઃગૃહ મુલતવી રાખવામાં આવે છે.
બીજીતરફ કોંગ્રેસની મોક એસેમ્બ્લીમાં અધ્યક્ષ, મુખ્યમંત્રી અને મંત્રીઓના મહોરા પહેરી કટાક્ષ કરવા સામે ગૃહમાં પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવતાં સાર્જન્ટ દ્વારા કોંગ્રેસના દંડકને સૂચના આપવામાં આવતાં કોંગ્રેસ દ્વારા મોક એસેમ્બ્લી આટોપી લેવામાં આવી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved