Last Update : 24-March-2012, Saturday
 

અગિયારીમાં પ્રવેશ પર પ્રતિબંધ સામેની પારસી મહિલાની રિટ રદ

 

ધાર્મિક સ્વાતંત્ર્ય અંગે ગુજરાત હાઇકોર્ટની લાર્જર બેંચનો ચુકાદો
સ્પે.મેરેજ એકટ હેઠળ બિનપારસી સાથે લગ્ન બાદ મહિલા પારસી તરીકે મટી જાય છે ઃ હાઇકોર્ટ
અમદાવાદ,શુક્રવાર
બિનપારસી યુવક સાથે લગ્ન કરનાર પારસી મહિલા પર અગિયારી અને ટાવર ઓફ સાયલન્સ(દોખમા)માં પ્રવેશવા કે પૂજા-ઉપાસના સામે પ્રતિબંધ ફરમાવતી વલસાડ પારસી પંચાયતના નિર્ણયને પડકારતી પારસી મહિલાની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટની લાર્જર બેંચે ફગાવી દીધી છે. સ્પેશ્યલ મેરેજ એકટની જોગવાઇ જોતાં, પારસી મહિલા બિનપારસી યુવક સાથે લગ્ન કરે તો લગ્ન બાદ તેણી પારસી તરીકેની ઓળખ ગુમાવી દે છે અને પતિ જે ધર્મ પાળે છે તેનું અનુસરણ કરતી હોવાનું માની લેવાનું રહે છે. પારસી પંચાયત બંધારણના અનુચ્છેદ-૧૨ હેઠળ રાજય નથી તેથી તેને આદેશ આપી શકાય નહી તેવી જ રીતે પારસી મહિલા લગ્ન બાદ પારસી ધર્મનું પાલન કરી રહી છે તેવું સક્ષમ અદાલત દ્વારા કોઇ ડેકલેરેશન પણ નથી એમ ઠરાવી આ વિવાદમાં હાઇકોર્ટે દખલગીરી કરવાનું ઉચિત ગણ્યું નથી.
જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ આર.એમ.છાયા એમ ત્રણ જજોની બેંચે આજે ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકાર અંગે મહત્વનો નોંધપાત્ર ચુકાદો જાહેર કર્યો હતો. જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ આર.એમ.છાયાએ એવો અભિપ્રાય વ્યકત કર્યો હતો કે, આ કેસમાં જન્મથી પારસી મહિલા બિનપારસી સાથે લગ્ન બાદ પારસી ધર્મનું પાલન કરતી હોવા અંગે કોઇ હકીકતની તપાસ થઇ હોવા અંગેના કોઇ પુરાવા નથી. આથી તે બાબતે સક્ષમ અદાલત સમક્ષ તે અઁગેની કાર્યવાહી થવી જોઇતી હતી. હાઇકોર્ટ આવી હકીકતની તપાસ કરી શકે નહી. આથી હાઇકોર્ટ માટે અરજદારને પારસી તરીકે ચાલુ રહેતી હોવાનું સ્વીકારવું શકય નથી.
બંને જજોએ ઠરાવ્યું હતું કે, પારસી પંચાયત દ્વારા અરજદાર મહિલાને કુદરતી પારસી તરીકેના અધિકારો પર નિયંત્રણ મૂકવાના પગલાંની કાયદેસરતા ચકાસવી જરુરી છે. રાજય માટે તમામ ધર્મો એકસરખા છે. દરેક ધાર્મિક સંસ્થાને તેના ધર્મના પ્રચાર-પ્રસાર અને સંચાલન માટે સ્વતંત્રતા છે. નીતિમત્તા, આરોગ્ય અને જાહેર વ્યવસ્થાના મુદ્દા સિવાય રાજય તેમાં દખલગીરી શકે નહી. આથી અરજદાર મહિલાએ પોતે પારસી ધર્મનું પાલન કરી રહી છે અને પારસી તરીકેની ઓળખ ધરાવે છે તે મુદ્દે સક્ષમ અદાલત સમક્ષ જઇને જરુરી ડેકલેરેશન મેળવવાનું રહે છે.
જસ્ટિસ અકીલ કુરેશીએ ઉપરોકત અવલોકન સાથે સહમતિ દાખવવા સાથે એવું અલગથી અવલોકન કર્યું હતું કે, અરજદાર મહિલાના પારસી તરીકે જન્મી હોવાથી પ્રાપ્ત થતો કુદરતી અધિકાર નક્કી થવો જોઇએ. મારા મતે, અરજદાર મહિલાને લગ્ન બાદ પણ પોતાની ધાર્મિક ઓળખ જાળવવાનો અને ચાલુ રાખવાનો અધિકાર છે. ઘણા એવા ધર્મો છે કે, જે ધાર્મિક પરિવર્તનને સ્વીકારતા નથી, પારસી ધર્મ પણ તે પૈકીનો એક છે. બીજા ધર્મનું પાલન કરતી સ્ત્રી પારસી સાથે લગ્ન કરે તો તે પારસી બની જતી નથી.
તેમણે એવું પણ અવલોકન કર્યું હતું કે, આ કેસમાં પારસી પંચાયતને રુઢિ, રીતરિવાજ અનુસાર બિનપારસીને પરણેલી પારસી મહિલાને પારસી ધાર્મિકસ્થાનમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવાનો અધિકાર છે તેવું સ્પષ્ટ રીતે પ્રસ્થાપિત થવું જોઇએ. આવા અધિકારો હોવા અંગેના પુરાવાઓ અહીં જે કંઇ રજૂ થયા છે તે અસંગત અને અસ્પષ્ટ છે. આવા અધિકારોની કાયદેસરતા નક્કી થવી ઘણી જરુરી છે. રિટ હકુમત હેઠળ આવા મુદ્દાઓની તપાસ કરવી શકય નથી. ઉપરાંત પારસી પંચાયત અનુચ્છેદ-૧૨ની વ્યાખ્યા મુજબ રાજય ગણી શકાય નહી અને તેથી તેને ધાર્મિક સ્વાતંત્ર્ય સંદર્ભે ફરજ બજાવવા આદેશ આપી શકાય નહી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved