Last Update : 24-March-2012, Saturday
 

૬૦૦૦ સબ-બ્રોકરોની શેરબજારને અલવિદા

 

શેરબજારમાં ૨૦૧૧-૧૨માં નીચા વોલ્યુમ અને મંદીની અસર
કોઈ એક નાણાંકીય વર્ષ દરમિયાન આટલી મોટી સંખ્યામાં સબ-બ્રોકરોએ કામકાજો બંધ કર્યા હોવાની પ્રથમ ઘટના
મુંબઈ, શુક્રવાર
ઈક્વિટી બજારમાં શુષ્કતા અને વોલ્યુમમાં ઘટાડાને પરિણામે ચાલુ નાણાંકીય વર્ષે ૬૦૦૦ જેટલા સબ-બ્રોકરોએ શેરબજારને તિલાંજલિ આપી દેવાની ફરજ પડી છે. આ વર્ષના જાન્યુઆરી સુધીમાં દર મહિને સરેરાશ ૬૦૦ જેટલા સબ-બ્રોકરોએ તેમના વેપાર બંધ કરી દીધા છે. કોઈ એક નાણાંકીય વર્ષમાં આટલી મોટી સંખ્યામાં સબ-બ્રોકરોએ ઓફિસ બંધ કરી હોય તેવું આ પ્રથમ જ વખત જોવા મળી રહ્યું છે. રસપ્રદ હકિકત એમ છે કે આવા સબ-બ્રોકરોએ તેમના વ્યવસાય બદલ્યાં છે. અમુક બ્રોકરે તેમની ઓફિસને રેલવે, એરલાઈન અને લક્ઝરી ની ટિકિટ્સ વેચતી કચેરી બનાવી છે તો કેટલાંકે હીરાની દલાલીનો વ્યવસાય ચાલુ કર્યો છે. ટૂંકમાં તેમણે પરિસ્થિતિને અનુલક્ષીને તેમની ફાવટવાળા કામકાજો ચાલુ કર્યાં છે.
સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આંકડાઓ પર નજર નાંખીએ તો કેશ સેગમેન્ટમાં સબબ્રોકરોની સંખ્યા જે ૩૧ માર્ચ ૨૦૧૧ના અંતે ૮૩૮૦૮ હતી તે જાન્યુઆરી ૨૦૧૨ના અંતે ઘટીને ૭૮૦૪૫ પર આવી ગઈ છે. એટલે કે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ૧૦ માસમાં ૫૭૬૩ સબબ્રોકરોએ પોતાના ધંધાને તાળા મારી દીધા છે એમ કહી શકાય.
૨૦૧૧માં વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય ઈક્વિટી માર્કેટથી દૂર રહેતા સેન્સેકસ ૨૫ ટકા તૂટયો હતો. ઘરઆંગણેના નાના રોકાણકારાએ પણ બજારથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું જેને કારણે બ્રોકરો અને સબ-બ્રોકરોની આવક પર અસર પડી હતી. આવક ઘટતાં અને ખર્ચા ઊંચા રહેતા સબ-બ્રોકરો માટે ટકવું મૂશકેલ બની ગયું હતું. માત્ર ઈક્વિટી માર્કેટના કામકાજ પર આધાર રાખતા સબ-બ્રોકરો માટે વેપાર બંધ કરી દેવા સિવાય કોઈ છૂટકો નહતો એમ એક સ્ટોક બ્રોકિંગ હાઉસના માર્કેટિંગ વિભાગના વડાએ જણાવ્યું હતું.
૨૦૧૧માં યુરોપ સહિતની વૈશ્વિક કટોકટીને કારણે પ્રાઈમરી તથા સેકન્ડરી માર્કેટ ડામાડોળ રહી હતી. અનેક કંપનીઓએ નાણાં ઊભા કરવા પોતાની આઈપીઓ યોજનાને પાછી ઠેલવી પડી હતી. આ અગાઉના નાણાંકીય વર્ષમાં એટલે કે ૨૦૧૦-૧૧ દરમિયાન સબ-બ્રોકરોની સંખ્યામાં ૮૫૦૦ અથવા તો ૧૧ ટકા જેટલો વધારો નોંધાયો હતો.
છેલ્લા બે-ત્રણ માસને બાદ કરતાં સંપૂર્ણ વર્ષ દરમિયાન ઈક્વિટી બજારમાં વોલ્યુમ ઘટતું રહ્યું હતું. બીજીબાજુ ડેરિવેટિવ્સમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળે છે. સબ-બ્રોકરો કેશમાંથી ડેરિવેટિવ્સમાં સ્થળાંતરિત થયા હોવાનું પણ જોવા મળ્યું નથી. સબ-બ્રોકરોની સંખ્યા ઘટવા લાગતા મુખ્ય શેરદલાલોએ પણ હાલમાં જે સબ-બ્રોકરો છે તેમને ટકાવી રાખવા બ્રોકરેજની ટકાવારીમાં વધારા સહિતના કેટલાક નુસખાં અપનાવવા પડે છે. પોતાના વેપાર વોલ્યુમને વધારવા મુખ્ય શેરદલાલોએ સબ-બ્રોકરો પર આધાર રાખવો પડે છે. બજારમાં વોલ્યુમ નોંધપાત્ર ઊંચુ હોય છે ત્યારે કમાણી કરી લેવા દલાલો સબ-બ્રોકરોને અનેક પ્રોત્સાહનો પૂરા પાડતા હોય છે. ૨૦૧૧માં મંદીને કારણે મુખ્ય બ્રોકરોએ પણ પોતાના કર્મચારીઓના બળમાં ઘટાડો કરવાનો માર્ગ અપનાવ્યો હતો.
બ્રોકિંગ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે સબ-બ્રોકરનો પુલ વધી રહ્યો નથી અને અમારે કામકાજના વિસ્તરણ માટે અન્ય લોકો ઉપર આધાર રાખવો પડે છે. વળી, સબ-બ્રોકર્સ ઘણીવાર મેઈન બ્રોકરને બદલે બીજા દલાલને કામકાજ આપે છે. સામાન્ય રીતે સેબીના નિયમ પ્રમાણે સબ-બ્રોકર એક જ મેઈન બ્રોકરને ત્યા રજિસ્ટર્ડ થાય છે. પરંતુ , અનરજિસ્ટર ખેલાડીઓ એકથી વધારે બ્રોકરને ત્યાં કામકાજો કરે છે.
બ્રોકર અને સબ-બ્રોકર વચ્ચે આવકની વહેંચણી નક્કી થતી હોય છે અને તેનું પ્રમાણ કામકાજને આધારે ૭૦ઃ૩૦નું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો દલાલીના સિત્તેર ટકા સબ-બ્રોકરને મળે છે અને બાકીના ૩૦ ટકા મેઈ બ્રોકર પોતે રાખે છે. દેશભરમાં પોતાનો વ્યાપ વિસ્તારવા માટે બ્રોકરો આવા સબ-બ્રોકરના નેટવર્ક ઉપર આધાર રાખે છે.

સબ-બ્રોકરની સંખ્યામાં વાૃધઘટ
-૩૧મી માર્ચ, ૨૦૧૧ને અંતે સબ-બ્રોકર્સની સંખ્યા ૮૩,૮૦૮ હતી તે ઘટીને જાન્યુના અંતે ૭૮,૦૪૫ થઈ
-૨૦૧૧-૧૨ દરમિયાન ૬,૦૦૦ બ્રોકરે દુકાન બંધ કરી
-સબ-બ્રોકર્સની સંખ્યામાં પહેલીવાર થયેલો ઘટાડો
-સુસ્ત બજારમાં વેપાર મેળવવાનું કઠિન બન્યું
-મેઈ બ્રોકરોએ તેમના હરિફ બ્રોકરના નેટવર્કને કબજે કરવાનો કિમીયો અપનાવ્યો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved