Last Update : 24-March-2012, Saturday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૪-૩-૨૦૧૨ શનિવાર
ચૈત્ર સુદ બીજ
સિંધી ચેટીચાંદ
પંચક બપોરના ૩ ક. ૧૨ મિ. સુધી

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૯ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૨૯ મિ. (સૂ) ૭ ક. ૨૯ મિ. (મું) ૭ ક. ૨૯ મિ.
જન્મરાશિ ઃ- આજે બપોરના ૩ ક. ૧૨ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- રેવતી બપોરના ૩ ક. ૧૨ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મીન, મંગળ- સિંહ (વ.), બુધ- મીન (વ.), ગુરૃ- મેષ, શુક્ર- મેષ, શનિ- તુલા (વ.), રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન
ચંદ્ર- બપોરના ૩ ક. ૧૨ મિ. સુધી મીન પછી મેષ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ વસંત ઋતુ રા.દિ. ચૈ / ૪
માસ - તિથિ - વાર ઃ- ચૈત્ર સુદ બીજ ને શનિવાર.
સિંધી ચેટીચાંદ. ચંદ્રદર્શન પંચક બપોરના ૩ ક. ૧૨ મિ. સુધી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રબિ ઉલ આખર માસનો ૩૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આવાં માસનો ૯ રોજ આદર
- કદમી આદરગાનના પરભનું જશન.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ કોઇપણ કામમાં ઉતાવળ- ઉશ્કેરાટ- ગુસ્સો કરવો નહીં. ગેસ- એસીડીટી, મસ્તકમાં દર્દપીડા સંભાળવું પડે. શ્રમ- થાક જણાય.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. જુના સંબંધો- સંસ્મરણો તાજા થાય. કમિશનના કામમાં ધંધો, આવક થાય.

 

મિથુન ઃ નોકરી-ધંધાનું કામ થાય, આવક થાય. પરંતુ ભાગીદારીના ધંધામાં, સંયુક્ત ધંધામાં, ઈન્કમટેક્ષના કામમાં ચિંતા રહે, જોખમ કરવું નહીં.

 

કર્ક ઃ ચેટીચાંદના પર્વે યાત્રા પ્રવાસ- મુલાકાતમાં, બહાર જવા આવવામાં સંભાળવું પડે છે. નોકરી-ધંધાના કામમાં વિવાદ કરવો નહીં.

 

સિંહ ઃ આજનો દિવસ આપે તન- મન- ધનથી- વાહનથી સંભાળવો. નાણાંકીય ખેંચ- મુંઝવણ અનુભવો. બેંકના કામમાં વિલંબ થાય.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો- આવક થાય. ઘર- પરિવારના- પુત્રપૌત્રાદિકથી આનંદ રહે. ખર્ચમાં વધારો થાય.

 

તુલા ઃ કાર્યસફળતા પ્રગતિથી આનંદમાં રહો. ધર્મકાર્ય થાય. નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે. ધંધો- આવક થાય. બહાર જવાનું થાય.

 

વૃશ્ચિક ઃ પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. નોકરી-ધંધાના જુના સંબંધો- સંસ્મરણો તાજા થાય. ધંધામાં આવક થાય.

 

ધન ઃ મકાન- જમીન- વાહનના, ઘર પરિવારના કામ અંગે ચિંતા, વ્યસ્તતા રહે. નોકરી-ધંધામાં મહેનતનું ફળ ઓછું જણાય.

 

મકર ઃ યાત્રા પ્રવાસ- મીલન- મુલાકાતમાં સાનુકૂળતા રહે. ઘર, પરિવારના, સંતાનના કામમાં રાહત રહે. વધારાનું કામ થાય.

 

કુંભ ઃ આપના નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા રહે. ઉઘરાણીના નાણાં છુટા થાય. નવા કામ અંગેની ચર્ચાવિચારણા થાય.

 

મીન ઃ અકળામણ- મુંઝવણ થાય, ગુસ્સો આવી જાય છતાં તમારે ધીરજ- શાંતિ- સ્વસ્થતા રાખીને આજનું કામકાજ કરવું પડે.

 

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૪ માર્ચ

 

આજથી શરૃ થઇ રહેલ આપનું જન્મવર્ષ સારા, નબળા અનુભવમાંથી પસાર કરવું પડે. વર્ષારંભે કામની પ્રગતિ, સફળતાથી આનંદ રહે. પુત્રપૌત્રાદિકનું કામ થાય. નવીન ખરીદી થાય. યાત્રા પ્રવાસ થાય.

 

* આપના નાણાંકીય આયોજનમાં, વ્યવહારમાં સાવધાનીપૂર્વક સલામતીભર્યું આયોજન રાખવું હિતાવહ રહેશે. વર્ષારંભે માનસિક પરિતાપ, વિચારોની દ્વિધા રહે. મસ્તકમાં દર્દપીડા, ચક્કરથી, ગરદનમાં દર્દપીડાથી સંભાળવું.

 

* નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા છતાં વધુ પડતી દોડધામ કરવી પડે અને તેની અસર તમારા શરીર- મન અને પરિવારને થાય. લોભ- લાલચમાં ખેંચાવું નહીં. શારિરીક ક્ષમતા પ્રમાણેનું કામકાજ કરવું.

 

* સ્ત્રી વર્ગને સાંસારીક જીવનમાં, વિવાહ-લગ્નના પ્રશ્નમાં ચિંતા- મુશ્કેલી રહે. પતિની ચિંતા રહે.

 

* વિદ્યાર્થી વર્ગને પરીક્ષા સમયે આરોગ્ય સાચવવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ચંપા બહાર સોસાયટીમાં રમીને ઘરે આવીને મમ્મી લીલીને પૂછી રહી હતી...‘‘મમ્મી, તું શું પહેલાં સર્કસમાં કામ કરતી હતી ?’’
‘‘અરે શું, ગાંડા જેવી વાત કરે છે ?’’ લીલી બોલી, ‘‘તને આવા વિચાર જ કેમ આવે છે ?’’
‘‘મમ્મી, એ તો એવું છે ને કે,’’ ચંપા એ કહ્યું, ‘‘બાજાુવાળા માસી બાજાુવાળા કાકીને કહેતા હતા કે લીલીબેન તો એમના વરને આંગળી ઉપર નચાવે છે...’’

[Top]
 

આજ ની રેસીપી

 

વેજિટેબલ ક્લબ સેન્ડવિચ
સામગ્રી ઃ બ્રેડ ૧ મઘ્યમ કદની, માખણ ૧૦૦ ગ્રામ, સફેદ મરચું ૧/૪ ચમચી, મસ્ટર્ડ પાવડર ૧/૪ ચમચી, ટમેટાં ૩, સિરકામાં પલાળેલી ડુંગળી ૩, ટમેટા કેચપ અંદાજથી, લીલા વટાણા ૧૦૦ ગ્રામ, ફ્‌લાવર ૧૦૦ ગ્રામ, ચણાનો લોટ ૧૦૦ ગ્રામ.
રીત ઃ બ્રેડની સ્લાઇસની કઠણ કિનારી કાઢી નાખો. લીલા વટાણા, ફ્‌લાવર બારીક કાપો તેને ચણાના લોટ સાથે એક વાસણમાં થોડા સાંતળી લો. તેમાં થોડો ટોમેટો કેચઅપ, સફેદ મરચું, મસ્ટર્ડ પાવડર, બારીક કાપેલી ડુંગળી, કાપેલી કોથમીર વગેરે નાખી મસાલાનું એકસરખું મિશ્રણ બનાવી દો.
બ્રેડની એક સ્લાઇસ પર માખણ લગાવી તેની ઉપર ટોમેટો કેચઅપ લગાવો. તેની ઉપર બીજી સ્લાઇસ મૂકી બરાબર ચીપકાવી દો.
આ બધી સામ્રીને ક્લબ સેન્ડવિચના સાંચામાં મૂકી ગરમ તેલમાં તળી લો. ખૂબ સ્વાદિષ્ટ સેન્ડવિચ છે.
પીન વ્હીલ સેન્ડવિચ
સામગ્રી ઃ ૧ મઘ્યમ કદની (વગર કાપેલી) બ્રેડ, માખણ ૨૦૦ ગ્રામ ટમેટાનો સોસ, ફુદીનાની ચટણી મીઠું જરૂર જેટલા.
રીત ઃ બ્રેડને લાંબા ટુકડામાં કાપો. તેના ચારે બાજુના કડક ભાગને કાઢી નાખો. વેલણની મદદથી આ કકડાને હળવે હાથે વણવો કેમ કે તેને જરા પાતળો કરવાનો જ આશય છે. ત્યાર બાદ માખણ લગાવો અને તેની ઉપર ટમેટાનો સોસ અથવા ફુદીનાની ચટણી મીઠું લગાવી તેનો રોલ બનાવી દો. સોસ અને ચટણીના અલગ સેન્ડવીચ બનાવો. નેપકિનમાં વીંટીને થોડો સમય એક બાજુએ મૂકી દો અથવા ફ્રિજમાં મૂકી દો. ત્યાર બાદ કાઢીને તેની ગોળ ગોળ સેન્ડવીચ કાપી લો. આ સેન્ડવીચ ખૂબ સ્વાદિષ્ટ લાગશે. તદ્દન સાદી સેન્ડવીચ છે.

[Top]

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved