Last Update : 23-March-2012, Friday
 
દિલ્હીની વાત
 
ગુજરાત-કર્ણાટકમાં ભાજપને ફટકો
નવીદિલ્હી, તા. ૨૨
તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓમાં ધબડકાનો અનુભવ કરનાર દેશના બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ બંનેએ ૨૦૧૪ના લોકસભા જંગ પહેલાં ડઝન જેટલા રાજ્યોમાં આવતી વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાના ભાવિ અંગે મૌન રહેવાનું પસંદ કરે છે. પરંતુ ગઈકાલે આવેલા પેટા ચૂંટણીના પરિણામોએ વિપરિત ટ્રેન્ડ ઉભા કરીને બંનેને ચેતવ્યા છે. જેમકે ગુજરાત અને કર્ણાટકમાં કોંગ્રેસે ભાજપને ફટકો માર્યો છે જ્યારે આંધ્રપ્રદેશના રિવર્સ ટ્રેન્ડે કોંગ્રેસને ઝાટકો આપ્યો છે. ગુજરાત-કર્ણાટકમાં ભાજપની અને આંધ્રમાં કોંગ્રેસની સરકાર છે. આંધ્રમાં તો આશ્ચર્ય એ વાતનું છે કે કોંગ્રેસ એકપણ બેઠક જીતી શકી નહોતી જ્યારે ભાજપને કર્ણાટકમાં મોટો ફટકો વાગ્યો છે. મુખ્યપ્રધાન ડી.બી. સદાનંદ ગૌડાની ખાલી પડેલી લોકસભાની બેઠકને કોંગ્રેસે આંચકી લીધી હતી. એવું જ ગુજરાતમાં થયું છે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. ગાંધીનગર વિસ્તારમાં આવતી માણસા બેઠક જીતીને કોંગ્રેસે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ઝાટકો આપ્યો છે. કેરળમાં કોંગ્રેસના નેતૃત્ત્વવાળો યુડી એફ મોરચો જીત્યો હતો જેના કારણે ૧૪૦ સભ્યોની વિધાનસભામાં યુડીએફનો આંક ૭૨ પર પહોંચ્યો છે.
રાજકીય નિષ્ણાંતો માને છે કે ગુજરાત અને કર્ણાટકમાં મળેલી જીતે કોંગ્રેસમાં ઉત્સાહનો સંચાર કર્યો છે. જ્યારે આંધ્રમાં તેને પડેલા ફટકાની અસર ૨૦૧૪ના લોકસભાના જંગ પર પણ વર્તાશે. ૨૦૦૪માં આંધ્રના કારણે તો કોંગ્રેસ સૌથી વધુ બેઠકો ધરાવતા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો.
યેદુઆરપ્પા ફરી મુખ્ય પ્રધાન બનશે...
કર્ણાટકના મુખ્યપ્રધાન પદે ફરી બી.એસ.યેદુઆરપ્પા આવે એ લગભગ નિશ્ચિત બનતું જાય છે. આજે તેઓ ભાજપના પ્રમુખ નીતિન ગડકરીને મળ્યા હતા. કહે છે કે આગામી વર્ષે કર્ણાટકમાં આવતી ચૂંટણીઓના કારણે યેદુઆરપ્પાના ચાન્સ વધ્યા છે. એક તરફ યેદુઆરપ્પાએ ઉભી કરેલી બળવાની સ્થિતિ અને બીજી તરફ મુખ્ય પ્રધાન સદાનંદ ગૌડાએ ખાલી કરેલી લોકસભાની બેઠક ગુમાવવાના કારણે યેદુઆરપ્પાનું નામ ફરી ઉંચકાયું હતું. ચીકમગલુ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ૪૮,૦૦૦ વોટથી જીત્યા હતા. કહે છે કે ભાજપના ઉમેદવારને હરાવવામાં યેદુઆરપ્પાનો ફાળો મહત્ત્વનો હતો. આ સ્થિતિથી ભાજપનું મોવડી મંડળ ગભરાયું છે. આગામી વર્ષે ચૂંટણીમાં પણ યેદુઆરપ્પા નુકશાન કરી શકે છે એમ મોવડીમંડળ માને છે. આ ઉપરાંત મોવડીઓ માને છે કે યેદુઆરપ્પા સામેના કેસોમાં કોઈ કસ રહ્યો નથી.
અંશુમાન મિશ્રાનો પ્રશ્ન નિવારાયો
જારખંડમાંથી રાજ્યસભામાં અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર લંડન સ્થિત બિઝનેસમેન અંશુમાન મિશ્રા અંગે ભાજપે હવે હાથ ઉંચા કરી દીધા છે. ભાજપના સીનિયર નેતા યશવંતસિંહાએ મિશ્રાના નામ સામે વિરોધનો ઝંડો ઉભો કરતા અંશુમાને તેમનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. ભાજપનો ટેકો મેળવવા બાબતે તેમના પર થઈ રહેલા આક્ષેપો પૈકીનું એક આક્ષેપ એ છે કે તેમણે ભાજપનો ટેકો મેળવવા પૈસા આપ્યા છે. પક્ષ સાથે વર્ષોથી સંકળાયેલાઓ કહે છે કે અંશુમાન વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે, એમ પણ કહેવાય છે કે તેમના સંબંધી બ્રિજેશ મિશ્રા, વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇને મુખ્ય સચિવ હતાં.
મોન્ટોકસિંહને હટાવવાની માગ
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના વિજય પછી પ્રથમવાર મુલાયમસિંહ યાવદ લોકસભામાં બોલ્યા હતા. તેમણે કહ્યું કે તેમનો પક્ષ સરકારને ટેકો આપે છે પરંતુ દેશમાં ગરીબાઈ અંગે જે આંકડા આપવામાં આવે છે તેને ટેકો ક્યારેય નહીં આપે આ આંકડામાં દેશની ગરીબીનો ખોટો અંદાજ આપી રહ્યા છે. આયોજન પંચના નાયબ અધ્યક્ષ મોન્ટોકસિંહ અહલુવાલીયાને ખસેડવા માટે વિપક્ષોએ શરૃ કરેલી ઝૂંબેશમાં મુલાયમસિંહ જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે, આ લોકોને ગામડાના જીવનની કશી ખબર નથી હોતી અને એ.સી. રૃમમાં બેઠા-બેઠા રીપોર્ટ તૈયાર કરે છે. સમાજવાદી પાર્ટી સરકારને બહારથી ટેકો આપે છે. સરકાર સાથે ટેકામાં હોવા છતાં મોન્ટોક સિંહને ખસેડવાની ઝૂંબેશમાં જોડાયેલાઓમાં ડીએમકે, ટીએમસીનો સમાવેશ થાય છે.
- ઇન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved