Last Update : 23-March-2012, Friday
 
 

આખરી ઓવરમાં બાંગ્લાદેશને જીતવા ૯ રનની જરૃર હતી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો

 

૨૩૭ના પડકાર સામે બાંગ્લાદેશના ૮ વિકેટે ૨૩૪ અહેમદ (૪૬*) અને હાફિઝ (૪૦)ની ઉપયોગી બેટિંગ
મીરપુર,તા.૨૨
પાકિસ્તાને બાંગ્લાદેશની ઇતિહાસ સર્જવાની આશા પર પાણી ફેરવતા એશિયા કપ જીતી લીધો હતો. જીતવા માટેના ૨૩૭ના આસાન લાગતા પડકાર સામે બાંગ્લાદેશ આઠ વિકેટે ૨૩૪ રન જ કરી શક્યું હતુ. આ સાથે પાકિસ્તાને એશિયા કપના ૨૮ વર્ષના ઇતિહાસમાં બીજી વખત ટ્રોફી જીતી હતી. જ્યારે બાંગ્લાદેશ તેના ઇતિહાસમાં સૌપ્રથમ મેજર ટાઇટલ જીતવાની ગોલ્ડન તક ચુકી ગયું હતુ.
બાંગ્લાદેશ તરફથી તમીમે સતત ચોથી મેચમાં અડધી સદી ફટકારતાં ૮ ચોગ્ગા સાથે ૬૦ રન ફટકાર્યા હતા. જો કે તેને સામેના છેડેથી શરૃઆતમાં પુરતો ટેકો મળી શક્યો નહતો. બાંગ્લાદેશે શરૃઆતની ત્રણ વિકેટ ૮૧ રનમાં ગુમાવી હતી. જો કે ત્યાર બાદ નાસિર હોસૈન અને શાકિબે બાંગ્લાદેશની જીતની આશા જન્માવતા ૮૯ રનની ભાગીદારી નોંધાવી હતી. શાકિબે ૭૨ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૬૮ રન ફટકાર્યા હતા. જો કે બાંગ્લાદેશે આખરી ઓવરમાં લડાયક દેખાવ કરતાં મેચ રોમાંચક બની હતી.
જીતવા માટે બાંગ્લાદેશને આખરી ઓવરમાં ૯ રનની જરૃર હતી અને તેમની ત્રણ વિકેટ સલામત હતી ત્યારે પાકિસ્તાનની હાર લગભગ નિશ્ચિત લાગતી હતી. જો કે ચીમાએ તેની આખરી ઓવરમાં શરૃઆતના ચાર બોલમાં પાંચ રન ફટકાર્યા હતા. છેલ્લેથી બીજા બોલે ચીમાએ રઝાકને આઉટ કરતા બાજી પલ્ટી હતી અને આખરી બોલ પર નવો બેટ્સમેન શહાદત હોસૈન એક જ રન કરી શકતાં પાકિસ્તાનનો ત્રણ રનથી વિજય થયો હતો.
મીરપુરમાં રમાયેલી ફાઇનલમાં ટોસ જીતીને બાંગ્લાદેશે પાકિસ્તાનને બેટિંગમાં ઉતાર્યું હતુ. પાકિસ્તાનની શરૃઆત નબળી રહી હતી અને માત્ર ૧૯ રનના સ્કોર પર જમશેદ (૯) અને યુનુસ (૧)ને અનુક્રમે મોર્તઝા અને નઝમુલ હોસૈને પેવેલિયન ભેગા કરી દીધા હતા. હાફિઝે એક છેડેથી લડત આપતાં ૪૦ રન ફટકાર્યા હતા. જો કે વિકેટ પડવાનો સિલસિલો જારી રહ્યો હતો. મિસબાહ ૧૩, આઝમ અને ઉમર અકમલ ૩૦-૩૦ રન કરીને આઉટ થયાં હતા. જેના કારણે પાકિસ્તાનનો સ્કોર એક તબક્કે ૩૪.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૩૩ થઇ ગયો હતો.
આ તબક્કે લાગતુ હતુ કે, બાંગ્લાદેશ પાકિસ્તાનને ૨૦૦ના સ્કોર સુધી પણ નહીં પહોંચવા દે. બાંગ્લાદેશના ચાહકોથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં તેઓ જાણે ચેમ્પિયન બની ગયા હોય તેવી ઉજવણી શરૃ થઇ હતી. જો કે મીડલ ઓર્ડરમાં આફ્રિદી અને વિકેટકિપર સરફરાઝ અહમદે ૪૫ રનની મહત્વની ભાગીદારી કરી હતી.
પાકિસ્તાન

-

રન

બોલ

હાફિઝ કો.એન.હોસૈન બો.રઝાક

૪૦

૮૭

જમશેદ કો.મહમુદુલ્લાહ બો.મોર્તઝા

૦૯

૦૮

યુનુસ એલબી બો.એન.હોસૈન

૦૧

૦૫

મિસબાહ રનઆઉટ

૧૩

૨૩

યુ.અકમલ કો.રહીમ બો.મહમુદુલ્લાહ

૩૦

૪૫

આઝમ કો.એન્ડ બો.શાકિબ

૩૦

૩૭

આફ્રિદી કો.એન.હોસૈન બો.શાકિબ

૩૨

૨૨

અહમદ અણનમ

૪૬

૫૨

ગુલ કો.શાકિબ બો.મોર્તઝા

૦૪

૦૬

અજમલ બો.રઝાક

૦૪

૦૭

ચીમા અણનમ

૦૯

૧૧

વધારાના (લેગબાય ૮, વાઇડ ૪, નોબોલ ૪, બાય ૨)

૧૮

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ૯ વિકેટે

૨૩૬

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૧૬ (જમશેદ ૪.૨), ૨-૧૯ (યુનુસ ૫.૨), ૩-૫૫ (મિસબાહ ૧૪.૫), ૪-૭૦ (હાફિઝ ૨૧.૨), ૫-૧૨૯ (આઝમ ૩૩.૩), ૬-૧૩૩ (યુ.અકમલ ૩૪.૫), ૭-૧૭૮ (આફ્રિદી ૪૧.૩), ૮-૧૯૯ (ગુલ ૪૪.૩), ૯-૨૦૬ (અજમલ ૪૫.૬).બોલિંગ ઃ મોર્તઝા ૧૦-૦-૪૮-૨, એન.હોસૈન ૮-૧-૩૬-૧, રઝાક ૧૦-૩-૨૬-૨, એસ.હોસૈન ૯-૦-૬૩-૦, શાકિબ ૧૦-૧-૩૯-૨, મહમુદુલ્લાહ ૩-૦-૧૪-૧.
બાંગ્લાદેશ

-

રન

બોલ

તમીમ કો.યુનુસ બો.ગુલ

૬૦

૬૮

નઝીમુદ્દિન કો.યુનુસ બો.આફ્રિદી

૧૬

૫૨

જે.ઇસ્લામ કો.યુનુસ બો.અજમલ

૦૦

૦૫

એન.હોસૈન કો.મિસબાહ બો.ગુલ

૨૮

૬૩

શાકિબ બો.ચીમા

૬૮

૭૨

રહીમ કો.જમશેદ બો.ચીમા

૧૦

૦૮

મહમુદુલ્લાહ અણનમ

૧૭

૧૬

મોર્તઝા કો.જમશેદ બો.અજમલ

૧૮

૦૯

રઝાક બો.ચીમા

૦૬

૦૮

એસ.હોસૈન અણનમ

૦૦

૦૧

વધારાના (લેગબાય ૫,વાઇડ ૪,નોબોલ ૨)

૧૧

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ૮ વિકેટે

૨૩૪

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૬૮ (નઝીમુદ્દિન ૧૬.૪), ૨-૬૮ (જે.ઇસ્લામ ૧૭.૫), ૩-૮૧ (તમીમ ૨૩.૧), ૪-૧૭૦ (ેએન.હોસૈન ૪૨.૩), ૫-૧૭૯ (શાકિબ ૪૩.૪), ૬-૧૯૦ (રહીમ ૪૫.૧), ૭-૨૧૮ (મોર્તઝા ૪૭.૪), ૮-૨૩૩ (રઝાક ૪૯.૫)બોલિંગ ઃ હાફિઝ ૧૦-૦-૩૦-૦, ગુલ ૧૦-૨-૬૫-૨, અજમલ ૧૦-૨-૪૦-૨, આફ્રિદી ૧૦-૧-૨૮-૧, ચીમા ૭-૦-૪૬-૩, આઝમ ૩-૦-૨૦-૦
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved