Last Update : 23-March-2012, Friday
 

શ્રુતિ હાસન અને સિદ્ધાર્થની લવ-સ્ટોરીનો ધ એન્ડ


‘દિલ તો બચ્ચા હૈ જી’ પછી શ્રુતિ હાસન બોલીવૂડમાંથી ગાયબ થઈ ગઈ છે. બોલીવૂડમાં વહેતા એક સમાચાર મુજબ પ્રેમને વશ થઈને શ્રુતિએ બિસ્તરા-પોટલા બાંધીને દક્ષિણની વાટ પકડી હતી. તેલુગુ ‘અનાગનાગ ઓ ધીરુડ’ના સેટ પર શ્રુતિ સિદ્ધાર્થના પ્રેમમાં પડી હતી અને દિલના અવાજ સામે તેની કારકિર્દી હારી ગઈ હતી તેની કારકિર્દી હારી ગઈ. કારકિર્દીને બદલે સિદ્ધાર્થના પ્રેમને પ્રાધાન્ય આપીને શ્રુતિ તેના પ્રેમીએ ૨૪ ટ ૭ સાથ પામવા માટે દક્ષિણમાં પાછી જતી રહી.
‘રંગ દે બસંતી’ નો હીરો સિદ્ધાર્થ દક્ષિણનો એક ટોચનો કલાકાર છે. તેનું નામ સફળ કલાકારોની યાદીમાં સામેલ છે. તેના પર દક્ષિણની ફિલ્મ ઈન્ડસ્રીએ ઘણો મદાર રાખ્યો છે. આથી શ્રુતિએ સિદ્ધાર્થના પ્રેમમાં હોવાનું તેના પિતા કમલ હાસનને કહ્યું ત્યારે તેમણે તરત જ શ્રુતિને આશીર્વાદ આપી દીધા હતા. સિદ્ધાર્થના રંગીન પ્રેમજીવનનૈે જોતા કમલ હાસને આ સંબંધને સ્વીકાર્યો હોવાને કારણે લોકોને ઘણી નવાઈ લાગી હતી.
એક અફવા સાચી માનીએ તો આ તમિળ કલાકારના અભિનયની ચારે બાજુથી પ્રશંસા થાય છે પરંતુ તેનું અંગત જીવન લોકોમાં વિવાદને પાત્ર બન્યું છે. શ્રુતિ પૂર્વે સોહા અલી ખાન સાથેનો સિદ્ધાર્થનો પ્રેમસંબંધ જગજાહેર હતો. બાળપણની મિત્ર મેઘા સાથેના ચાર વર્ષના લગ્નજીવનનોે અંત આવ્યા પછી તરત જ શરૂ થયો હોવાને કારણે એને એક ‘રિબાઉન્ડ રોમાન્સ’ તરીકે ઓળખાવી શકાય છે. આમ પણ તેની દરેક સહકલાકાર સાથેની તેની ‘મિત્રતા’ની ચર્ચા દક્ષિણમાં ચર્ચાનો એક વિષય બને છે. આમ રંગીન મિજાજ ધરાવતા સિદ્ધાર્થની પ્રેમકથાઓ જાહેરમાં ચર્ચાનું એક કારણ બની હોવા છતાં તેના પ્રેમમાં ભાન ભૂલી ગયેલી શ્રુતિએ આ ચર્ચા પાછળ આંખ આંડા કાન કર્યાં હતાં.
દિલના અવાજનો પ્રશ્ન ઊભો થાય ત્યારે કોઈપણ સર્વગુણ સંપન્ન સાથી તરફ નજર દોડાવતું નથી. પરંતુ, આ સર્કસના અંતમાં પસ્તાવો થતા કાશ! થોડો વિચાર કર્યો હોત તો! એવો વિચાર જરૂર આવે છે. દિલનો અવાજ સાંભળીને વગર વિચાર્યે આગમાં ઝંપલાવ્યા બાદ શ્રુતિનું દિલ દુભાયું હતું. કારણ કે, ‘કમિટમેન્ટ’ શબ્દ આવતા જ ગભરાઈને સિદ્ધાર્થ શ્રુતિથી નજર બચાવીને ભાગી ગયો હતો.
લગ્નજીવનની નિષ્ફળતા પછી સિદ્ધાર્થ લગ્નના લાડુ ચાખતા ગભરાતો હતો. સોહાને પણ આ વાતનો અનુભવ થઈ ચૂક્યો હતો. જાણવા મળ્યા મુજબ એક ‘નાનકડી લડાઈ’ને કારણે સિદ્ધાર્થ સોહાના ઘરમાંથી બિસ્તરા-પોટલા સાથે બહાર નીકળી ગયો હતો. અને તેમની લીવ ઈન રિલેશનશીપ સાથે તેમના પ્રેમસંબંધનો પણ અંત આવ્યો હતો. આ બંનેની નજીકના લોકો સમ ખાઈને કહેવા તૈયાર છે કે સોહા આ સંબંધ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હતી અને ચલણ સિદ્ધાર્થનું જ ચાલતું હતું. આ બંને સાથ છોડી દેશે એવી કોઈને જરા પણ કલ્પના નહોતી. પોતે એકલો હોવાનું કહી સિદ્ધાર્થે સોહા સાથેના તમામ સંપર્કો કાપી નાખ્યા હતા અને તરત જ તેણે શ્રુતિ સાથે લીવ ઈન રિલેશનશીપમાં ઝંપલાવ્યું હતું.
દરેક પ્રેમસંબંધની જેમ શ્રુતિ અને સિદ્ધાર્થના પ્રેમ સંબંધની શરૂઆત પણ ફુલગુલાબી હતી. સિદ્ધાર્થના પ્રેમજીવનની અફવાઓ ગપગોળા હોવાનું સિદ્ધાર્થના પ્રેમમાં પાગલ શ્રુતિએ એકવાર કહ્યું હતું. સિદ્ધાર્થના પ્રેમ સામે પાંચ સારી હંિદી ફિલ્મની ઓફર જતી કરવાનો શ્રુતિનો કોઈ વસવસો નહોતો.
આ બંનેને સાથે જોનારા લોકોએ તેમના લગ્નના સમાચાર નજીકના ભવિષ્યમાં જ સાંભળવા મળશે એવું ભવિષ્ય ભાખ્યુ ંહતું. સાથે સમય પસાર કરવા મળે એ માટે બંનેએ એકસાથે ફિલ્મો સાઈન કરવાની શરૂઆત પણ કરી હતી. તેમણે સિદ્ધાર્થનું ઘર પણ એકસાથે નવેસરથી સજાવ્યું હતું. એક સાથેની તેમની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘ઓહ માય ફ્રેન્ડ’ પછી તેમના પ્રેમસંબંધનો અંત આવ્યો હતો. આ પછી આ બંનેએ એકબીજા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીઘું હતું. વાત એટલી હદ સુધી વધી ગઈ છે કે તેની સાથે કામ કરવાનો શ્રુતિ વિચાર જ કરી શકતી નથી અને હવે શ્રુતિ સિદ્ધાર્થને ભૂલીને ઘણી આગળ વધી ગઈ છે. અને તેના જીવનમાં એક ફિરંગ પ્રેમીનું આગમન થયું હોવાના સમાચાર છે.

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved