Last Update : 23-March-2012, Friday
 

રણદીપ હૂડા ઃકરીના કપૂર બોલીવૂડની ‘હોટેસ્ટ’ અભિનેત્રી છે

 


સૈફ અલી ખાનને રણદીપ હૂડાથી સાવચેત રહેવાની એક ચેતવણી આપવી જરૂર છે. કારણ કે ‘‘હું મારી સાથે કામ કરનારી દરેક અભિનેત્રીના ખબર-અંતર રાખું છું,’’ અને કરીના કપૂર રણદીપ સાથે મઘુર ભંડારકરની ફિલ્મ ‘હિરોઇન’માં કામ કરી રહી છે.
એક ‘વાઇલ્ડ ચાઇલ્ડ’માંથી રણદીપ એક ‘વાઇલ્ડ મેન’ બની ગયો છે. જેની અગણિત સ્ત્રી-મિત્રોનો ઇતિહાસ છે. આ ઉપરાંત તેનાથી મોટી સ્ત્રીઓ સાથે પ્રણય ફાગ ખેલવાથી માંડીને ‘એક રાતના સંબંધો’ માટે પણ તે પ્રખ્યાત છે. આટલું ઓછું હોય તેમ શરીરની ભૂખ શારીરિક ઇચ્છા સંતોષવા તે સંબંધમાં વિશ્વાસઘાત કરતા પણ અચકાયો નથી. પ્રસ્તુત છે રણદીપ સાથેની એક મુલાકાત...
બોલીવૂડની કઈ અભિનેત્રી સાથે એક એકાંત ટાપુ પર રહેવાનું મન થાય?
બોલીવૂડ ઘણી ખૂબસુરત અભિનેત્રીઓથી ભરેલું છે. આથી આમાંથી એક અભિનેત્રીને પસંદ કરવાનું કામ મુશ્કેલ છે. પરંતુ કોઈ એકની પસંદગી કરવાની હોય તો હું નીતુ ચંદ્રાને પસંદ કરું કારણ કે, હું તેનાથી સારી રીતે પરિચિત છું.
અત્યાર સુધી તને પ્રેમના ઘણા અનુભવો થયા છે. આ સંબંધોમાંથી તને શું શીખવા મળ્યું છે?
દરેક સંબંધ તમને કોઈ બોધપાઠ જરૂર આપે છે. એ સ્ત્રી, તેના વ્યક્તિતત્વ તેમ જ તમારા તરફની તેની લાગણીને માન આપવાનું હું શીખ્યો છું. કોઈ સંબંધમાં સન્માનનું મારે માટે ઘણું મૂલ્ય છે. પ્રેમમાં ફરક પડી શકે છે. પરંતુ સામેની વ્યક્તિ પ્રત્યે તમને માન હોય નહીં તો સંબંધ બંધાઈ શકતો નથી.
પ્રેમમાં કઈ ત્રણ ભૂલનું પુનરાવર્તન થાય નહીં એ વાતનો ખ્યાલ રાખશો?
સામેની વ્યક્તિની અંગત ચીજવસ્તુઓમાં ખાંખાખોળા કરાય નહીં. પ્રેમને નામે તમારા સન્માનનો ભોગ આપવો નહીં અને જૂઠું બોલવું નહીં.
શું કોઈ આકર્ષક સ્ત્રી સાથે તું પ્લેટોનિક સંબંધ બાંધી શકે છે?
આ કામ મને એટલું મુશ્કેલ નથી લાગતું. સેક્સ વગરનો સંબંધ હું રાખી શકું છું. તમને એ વ્યક્તિ તરફ આકર્ષણ થયું હશે. પરંતુ તેની સાથે સેક્સ સંબંધ રાખવો એ જરૂરી નથી.
ભૂતપૂર્વ પ્રેમી સાથે સંબંધ રાખવાનું શક્ય હોય એમ તને લાગે છે?
હા, મારે હિસાબે મૈત્રી એ દરેક સંબંધનો પાયો છે. તમારા એક્સ સાથે તમને મિત્રતા ન હોય તો એ સંબંધ ઘણા ખરાબ સમયમાંથી પસાર થયો હોય અને એને યાદ રાખવામાં કોઈ અર્થ સરતો ન હોય તો એ સંબંધ પૂરો થયો હોવાનો મને આનંદ થશે.
શું સુસ્મિતા સેન સાથે હજુ તારો સંપર્ક છે?
ના, અમારી વચ્ચે કોઈ સંપર્ક નથી તેના સિવાય હું મારી બધી ભૂતપૂર્વ પ્રેમિકાઓની સંપર્કમાં છું.
શારીરિક જરૂરિયાત સંતોષવા માટે શું તું કોઈ સંબંધમાં બંધાયો હતો?
હા, ઘણીવાર.
એક સ્ત્રીના કયા અંગ પર તારી પ્રથમ નજર પડે છે?
તેની આંખો, કારણ કે મને લાગે છે કે આંખો એ આત્માની અને એ શરીરમાં રહેલી વ્યક્તિની બારી છે. તમને તેનું શરીર પામવાની લાલસા થતી હોય તો પણ આંખો તે વ્યક્તિ સુધી પહોંચવાનો એક સેતુ સાબિત થાય છે.
શું તારી ખૂબસુરત સહ અભિનેત્રીએ સાથે સંપર્ક જાળવવામાં તું માને છે?
હા અવાર-નવાર હું મારા ખૂબસુરત સહ કલાકારો પર નજર રાખું છું. મારા પાત્રને ન્યાય આપવા માટે મારામાં એક પ્રકારની લાગણી ઉત્પન્ન થવી જરૂરી હોય એમ મને લાગે છે અને ફિલ્મમાં અમારો જે પ્રકારનો સંબંધ હોય એ નજરથી તેની સામે જોવાની વાત મને મહત્ત્વની લાગે છે.
બોલીવૂડની સૌથી હોટ અભિનેત્રી કોણ છે?
કરીના કપૂર મને ઘણી હોટ લાગે છે. મને લાગે છે કે તેના અભિનય અને ખૂબસુરતીનો સંગમે તેને હોટ બનાવી છે. તેના કરતા પણ વઘુ હોટ સ્ત્રીઓ હશે. પરંતુ ટોચની અભિનેત્રીઓમાં તે સૌથી હોટ હોય એવું મને લાગે છે.
સંબંધમાં તું સેક્સનું કેટલું મૂલ્ય આંકે છે?
મને લાગે છે કે સંબંધમાં સેક્સનું મહત્ત્વ ઘણું છે. હું માનું છું કે સ્ત્રી અને પુરુષ વચ્ચેની સમસ્યાનું નિરાકરણ બેડરૂમમાં થઈ શકે છે. મારે હિસાબે સંતોષજનક સેક્સ સંબંધ અતિ આવશ્યક છે. તમારા સાથી સાથે તમારો શારીરિક સંબંધ હોય નહીં તો તમે એના સંતોષ માટે બહાર નજર દોડાવો છો જેને કારણે ઘણી વાર સંબંધનો અંત પણ આવી શકે છે.
લગ્ન પહેલાં કેઝ્‌યુલ સેક્સનું મહત્ત્વ કેટલું આંકે છે? આ દરમિયાન એ વ્યક્તિ સાથે લાગણીનો નાતો હોવો જરૂરી હોવાનું મને લાગે છે?
હું પરિણીત નથી આથી આ પ્રશ્નનો ઉત્તર આપી શકું તેમ નથી. પરંતુ હા, મેં આ પ્રકારના સંબંધો બાંઘ્યા છે. કેઝ્‌યુઅલ સેક્સ અને મર્ડરમાં માણસોને એક જ લાગણી હોય છે. કામ પૂરું થાય પછી શરીરનું શું કરવું એ તેમને સમજાતું નથી. કેઝ્‌યુઅલ સેક્સ દરમિયાન પણ એ વ્યક્તિ સાથે લાગણીનો નાતો હોવો જરૂરી છે.
‘વન નાઇટ સ્ટેન્ડ’ વિશે શું કહેવું છે?
મારે હિસાબે એ એક ઓવરનાઇટ હોલીડે જેવા છે. અભિનેતા બન્યા પછી ‘વન નાઇટ સ્ટેન્ડ’ની મારા જીવનમાંથી બાદબાકી થઈ ગઈ છે.
અત્યાર સુધી તે કેટલી વાર પ્રેમ કર્યો છે?
હું મારી પ્રેમિકાઓની સંખ્યા ગણતો નથી. આ એક સફર છે. અને મેં એની ગણતરી કરી નથી.ુ

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved