Last Update : 23-March-2012, Friday
 

જેકી શ્રોફ ‘સ્વામી દાદા’થી ‘માલિક એક’ સુધીની ત્રણ દાયકાની સફરના સંસ્મરણો વાગોળે છે

 

‘સ્વામીદાદા’, ‘હીરો, ‘કર્મા’, ‘કાશ’, ‘રામલખન’, ‘પરંિદા’, ‘અંગાર’, ‘કંિગ અંકલ’, ‘ખલનાયક’, ‘ગર્દિશ’, ‘૧૯૪૨ અ લવ સ્ટોરી’, ‘યાદેં’, ‘લજ્જા’, ‘દેવદાસ’, ‘બૂમ’, ‘અંતરમહલ’, ‘અપના સપના મની મની’, ‘એકલવ્ય’, ‘વીર’, ‘માલિક એક’ જેવી ૧૭૦ ફિલ્મોમાં અભિનય કરનારા જેકી શ્રોફને નાના-મોટા બધા જ સુપેરે ઓળખે છે. ૨૮ વર્ષથી ફિલ્મોદ્યોગમાં રહેલો જેકી બોલીવૂડનો પહેલો ‘સિરિયલ કિસર’ હતો. પ્રત્યેક ફિલ્મમેકરે જેકી પાસે અભિનેત્રીઓને ચુંબન કરાવ્યું છે. સોનમ, ડિમ્પલ કાપડિયા, માઘુરી દીક્ષિત, જુહી ચાવલા, મઘુ સપ્રે જેવી અભિનેત્રીઓની સાથે જેકીએ ચુંબન દ્રશ્ય ભજવ્યું છે.
‘જે બાબત માટે અત્યારે ઈમરાન હાશ્મી જાણીતો છે તેે હું વર્ષો અગાઉ કરી ચૂક્યો છું. આજની પેઢીના અભિનેતાઓ કરતાં હું ૮૦’ના દાયકામાં ઘણો આગળ હતો’ એવું જેકીએ કહ્યું હતું.
આ અભિનેતા માઘુરી દિક્ષિતની પ્રશંસા કરતા થાકતો નથી. ‘લોકો કહે છે કે માઘુરીએ પુનરાગમન કર્યું છે. પરંતુ તેણે ક્યારેય ફિલ્મમાં અભિનય કરવાનું છોડ્યું જ નહોતું. મારા મતે તો બોલીવૂડની મહારાણી હતી અને રહેશે. આજની અભિનેત્રીઓ વચ્ચે નંબર વનનું સ્થાન મેળવવા ગળાકાપ સ્પર્ધા છે. પરંતુ માઘુરી તો તેનાથી પણ આગળ હતી. એક સ્મિત દ્વારા તે બધાના હૃદયને પીગળાવી શકે છે.’ એવું જેકીએ જણાવ્યું હતું.
દેવાનંદે ‘સ્વામીદાદા’ ફિલ્મ દ્વારા જેકી શ્રોફને રૂપેરી પડદે રજૂ કર્યો હતો. તેમનો ફિલ્મ બનાવવાનો થનગનાટ જોઈને જેકી દંગ રહી ગયો હતો. તેઓ જીવનનિર્વાહ માટે નહિ પંરતુ, શોખ પૂરો કરવા ફિલ્મ બનાવતાં હતાં.
‘મને અભિનય કરવાનો શોખ નહોતો. પરંતુ જ્યારે અભિનેતા તરીકે લોકપ્રિય થવા લાગ્યો ત્યારે તેમાં રસ નિર્માણ થતો ગયો હતો. દેવ’સાબે અહીં છ દાયકા કાઢ્‌યા હતા અને બચ્ચન સાબ ચાર દાયકાથી છે. આ સિવાય પણ ઘણા કલાકારો ચાર દાયકાથી છે. આથી હું પણ હજુ ઘણો સમય અહીં રહેવાનો છું ’ એવું અભિનેતાએ આનંદિત સ્વરે કહ્યું હતું.
જેકીની સાથે અનિલ કપૂર, ગોવંિદા, સંજય દત્ત અને સની દેઓલનો જમાનો હતો. આ બધા સાથે જેકી અત્યારે પણ સંંપર્ક ધરાવે છે. જો કે સૌૈથી વઘુ સ્પર્ધા જેકી અને અનિલ કપૂર વચ્ચે જોવા મળતી હતી. છતાં બંને ખૂબ જ સારા મિત્રો હતા અને છે. ‘સ્લમ ડોગ મિલિયોનેર’ ફિલ્મને ઓસ્કાર પુરસ્કાર મળ્યો ત્યારે અનિલે જેકીને ફોન કરીને ‘મેં હોલીવૂડ પહુંચ ગયા’ કહીને પોતાની ખુશી વ્યક્ત કરતી હતી. ‘સની દેઓલ ધીર ગંભીર છે. સંજય દત્ત સાથે પણ હું સારા સંબંધ ધરાવું છું. તે ફિરોઝ ખાનની નકલ કરે છે. જો કે હું સૌથી વઘુ સમય ડેની ડેન્ગઝોપા સાથે રહું છું. અમે લોંગ ડ્રાઈવ પર જઈએ છીએ અને એમ રસોઈ બનાવવાના પણ શોેખીન છીએ.’ એમ જેકીએ કહ્યું હતું.
આજે આ બધા કલાકાર કારકિર્દીની દ્રષ્ટિએ જેકીથી ઘણા આગળ નીકળી ગયા છે. પરંતુ જેકીને તેમની ઈર્ષા થતી નથી. તે કહે છે કે લોકો મને પ્રેમ કરે છે અને હું જુદી જુદી ભાષાની ફિલ્મ કરું છું. એનાથી વિશેષ શું જોેઈએ.
જેકીએ હાલમાં જ અનંત મહાદેવનની ‘લાઈફ ઈઝ ગુડ’નું શૂટંિગ પૂરંુ કર્યું છે. તેણે દિગ્દર્શક અમર ગુપ્તેની મરાઠી ફિલ્મ ‘હૃદયનાથ’, તેલુગુ ફિલ્મ ‘પાંજા’, તામિલ ફિલ્મ ‘અરણ્ય કંડમ’ જવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
૮૦’ના દાયકાની અને અત્યારની કામ કરવાની પઘ્ધતિમાં તો જેકીને ખાસ કોઈ ફરક જણાતી નથી. આમ છતાં ફિલ્મના કથળી ગયેલા સંગીત વિશે જેકી ખેદ વ્યક્ત કરે છે. ‘ગુલઝાર અને જાવેદ અખ્તર જેવા ગીતકાર હોવા છતાં સારા ગીત-સંગીતની ખોટ સાલે છે. લોકોને વાહિયાત ગીતો જ ગમે છે’ એવો વસવસો જેકીએ વ્યક્ત કર્યો હતો.
એકદા દેવાનંદે જેકીને તેના નવકેતન બેનર માટે ફિલ્મ દિગ્દર્શિત કરવાનું કહ્યું હતું. પરંતુ જેકીએ આ માટે પોતે તૈયાર ન નહોવાનું જણાવ્યું હતું. જેકીની કારકિર્દીનો આરંભ દેવાનંદ સાથે થયો હતો. તેમણે પોતાની આત્મકથામાં દોઢ પાનું ભરીને જેકી વિશે લખ્યું છે. અને આ જ વાત તેમના જેકી પ્રત્યેના પ્રેમની પ્રતીતિ કરાવે છે.
અત્યારે જેકીને સુધીર મિશ્રા અને ઈમ્તિયાઝ અણી જેવા દિગ્દર્શકોેની ફિલ્મમાં અભિનય કરવો છે. આજના યુવા ફિલ્મમેકરોની વિનંતી પર જેકી તેમની ફિલ્મમાં કોમિયો કરે છે. જો કે કેટલાક ફિલ્મમેકર મિત્રો જેકીને આ રીતે કેમિયો કરીને પોતાની કારકિર્દીને નુકસાન ન પહોંચાડવાની સલાહ આપે છે. પરંતુ જેકી એવું માને છે કે નાની ભૂમિકાને કારણે તેને વઘુ નામના મળી છે. ‘રામલખન’, ‘ખલનાયક’, ‘મિશન કાશ્મીર’, ‘રંગીલા’, ‘દેવદાસ’ અને ‘વીર’ ફિલ્મમાં લંબાઈની દ્રષ્ટિએ જેકીની ભૂમિકા નાની હતી પરંતુ તે યાદગાર બની રહી હતી.
આજે બોલીવૂડમાં સખાવતી કાર્યો માટે જેકી શ્રોફ અને સલમાન ખાન જાણીતા છે. ‘સલમાન મારી પાસેથી જ આ શીખ્યો છે. વાસ્તવમાં હું સલમાનની તસવીર લઈને ફરતો હતો અને તેને બ્રેક આપવા માટે ફિલ્મમેકરોને વિનંતી કરતો હતો. તેના પિતા સલીમ ખાન કહેતા કે તે શું હીરો બનવાનો હતો? પરંતુ જુઓ આજે તે ક્યાં પહોેંચી ગયો છે. મારા લીધે જ તેને પહેલી ફિલ્મ બીવી હો તો ઐસી’ મળી હતી. અમે બંને સખાવતી કાર્યો કરીએ છીએ અને કોઈને તે વિશે જણાવતાં નથી.’
૮૦’ અને ૯૦’ના દાયકામાં કલાકારો એકમેકના મિત્રો હતા અને ક્યારેય ઈર્ષાવશ કોઈની ટીકા કરતાં નહિ. તે તમામ કલાકારોની મિત્રતા હજુ આજે પણ ટકી છે એવું જેકીએ સગર્વ જણાવ્યું હતું.
થોડા સમય અગાઉ જેકી ગે હોવાની અફવા સાંભળવા મળતી હતી અને અનિલ કપૂર સાથે તેનું નામ જોડાયું હતું. જેકીએ આ અફવાનું ખંડન કરતાં કહ્યું હતું કે, ‘જેમને કોઈ કામ-ધંધો હોતો નથી તેઓ જ આવી વાતો કરે છે. કેટલાક પરિચિતોએ આવી અફવા ફેલાવવામાં મદદ કરી હતી તે જાણીને મને આઘાત લાગ્યો હતો.’
આ જ પ્રમાણે જેકી અને તેની પત્ની આયેશાના સંબંધો વણસી ગયા હોવાની વાતો સાંભળવા મળતી હતી. આ વિશે ખુલાસો કરતાં જેકીએ કહ્યું કે, ‘અમે ૩૦ વર્ષથી સાથે છીએ અને સાથે જ રહીશું.’
જેકી શ્રોફ ‘ઓર્ગેનીક’ વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખે છે. આપણા બિયારણનો નાશ થઈ રહ્યો છે. અને જેકી તેની જાળવણી કરવાનો પ્રયાસ કરે છે.
રિયાલિટી શો ‘બિગબોસ’ના નિર્માતા દર સીઝનમાં જેકીનોે સંપર્ક કરીને તેને ભાગ લેવા ઉંચા વળતરની ઓફર કરે છે. પરંતુ જેકીને તેમની ઓફરમાં રસ નથી. હા, તે આ શોનો સંચાલક બનવા તૈયાર છે.
જેકીનો દીકરો ટાઈગર ટૂંક સમયમાં રૂપેરી પડદે જોવા મળશે. અને તેને લોેન્ચ કરવામાં મદદ કરવાની ઓફર સુભાષ ઘાઈ અને આમિર ખાને કરી છે. ‘હું ઈચ્છું છું કે આ લોકો મારા દીકરાને આગળ લઈ જાય. કારણ કે તેઓ મારા કરતાં વઘુ અનુભવી અને હોંશિયાર છે,’ એવું જેકીએ કહ્યુ ંહતું.

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved