Last Update : 23-March-2012, Friday
 

કુલરાજ રંધાવા અંગપ્રદર્શન નહીં અભિનયને મહત્ત્વ આપતી અભિનેત્રી

 

અભિનેત્રી રૂપેરી પડદે બિકિની પહરેવા તૈયાર નથી. આ ઉપરાંત ગ્લેમરસ ભૂમિકા ભજવવા માટે સેક્સી પોશાક પહેરવા પણ તે જલ્દી ‘હા’ નહીં પાડે. તેના માટે હવે રૂપેરી પડદે અંગપ્રદર્શન કરતો પોશાક પહેરવાનો ટ્રેન્ડ પૂરો થઈ ગયો છે.
મોડેલંિગથી એડ્‌વર્ટાઇઝમેન્ટ અને ટીવીથી છેવટે રૂપેરી પડદા સુધીની યાત્રા અભિનેત્રી કુલરાજ રંધાવાએ કરી છે. થોડા વર્ષ અગાઉ કુલરાજે ‘કરીના કરીના’ સિરિયલ દ્વારા અભિનય કારકિર્દીનો આરંભ કર્યો હતો. ‘યમલા પગલા દિવાના’ ફિલ્મ દ્વારા તે રૂપેરી પડદે પ્રવેશી હતી. અને હવે ફિલ્મ ‘ચાર દિન કી ચાંદની’માં તુષાર કપૂરની ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળશે.
‘યમલા...’માં ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલ સાથે અભિનય કરવા મળ્યો તે બદલ કુલરાજ પોતાને લકી માને છે. તે ફરી વખત દેઓલ પરિવાર સાથે કામ કરવા આતુર છે. જોકે ‘યમલા...’ બાદ લાંબા સમયે હવે તે ‘ચાર...’માં જોવા મળશે. વચ્ચેના આ અંતરાળ વિશે ખુલાસો કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘આ સમયગાળામાં મને ઘણી ઓફર મળતી હતી. પરંતુ મોટાભાગની ભૂમિકામાં અંગપ્રદર્શન કરવાનું હતું. આથી મેં તે ઓફર સ્વીકારી નહોતી. મારા માટે ફિલ્મની સંખ્યા કરતાં પાત્ર વઘુ મહત્ત્વનું છે. મારે સશકત પાત્રો ભજવવા છે.’
વિદ્યા બાલનને આદર્શ અભિનેત્રી માનતી કુલરાજના મતે તે અત્યંત બુદ્ધિશાળી અભિનેત્રી છે. ‘સિલ્કની ભૂમિકામાં ઓતપ્રોત થઈને તેણે જેવો અભિનય કર્યો છે તેવો અભિનય અન્ય કોઈ અભિનેત્રી ન કરી શકે. તે આત્મવિશ્વાસુ તારિકા છે.’
યશરાજ બેનર, રાજુ હિરાની અને આનંદ રાય જેવા દિગ્ગજો સાથે કામ કરવા ઉત્સુક કુલરાજ સમીર કર્ણિકની જ બીજી ફિલ્મમાં જોવા મળશે. આ વિશે ખુલાસો કરતાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, ‘મેં સમીર કર્ણિક સાથે કોન્ટ્રેક્ટ કર્યો નથી. હું પાત્રને અનુરૂપ અભિનેત્રી લાગી હોવાથી તેણે મને પોતાની બીજી ફિલ્મમાં પણ લીધી છે. તે પાત્રની ઝીણામાં ઝીણી વિગતોની પણ માહિતી આપે છે એટલે તેની સાથે કામ કરવું ગમે છે. ઉપરાંત કલાકાર પાસેથી શું જોેઈએ છે તે વિશે પણ તે સ્પષ્ટ વિચારો ધરાવતો હોય છે. આનાથી હું પાત્રને ઉચિત્ત ન્યાય આપી શકું છું.’
‘ચાર દિન...’માં કુલરાજ બબલી જેવી સામાન્ય યુવતીની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મમાં ‘ચાંદની’ ફિલ્મનું ગીત લેવામાં આવ્યું છે પરંતુ પોતાના અને ‘ચાંદની’ ફિલ્મમાં શ્રીદેવીએ ભજવેલા પાત્રમાં સામ્યતા ન હોવાનું કુલરાજે જણાવ્યું હતું.
આર્મી પરિવારની દીકરી કુલરાજને અભિનય ક્ષેત્રના નીતિ-નિયમો જાણીને આગળ વધતાં થોડો સમય લાગ્યો હતો. ‘ગ્લેમર વિશ્વમાં પ્રવેશતાં જ મારા માટે નવી ક્ષિતિજો વિસ્તરી હતી. અહીંના લોકો નવી વસ્તુ કે સ્થિતિ સાથે ઝડપથી તાલ મિલાવે છે. અને હું પણ લશ્કરી પરિવારની દીકરી હોવાથી તમામ સ્થિતિ સાથે ઝડપથી સમાધાન કરી લઉં છું. વળી અહીંના સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવા કામ પર પૂરતું ઘ્યાન આપવું જરૂરી છે. અહીંના લોકો મૈત્રીભાવ ધરાવતાં હોય છે. આમ છતાં હું હજુ અહીં નવી છું અને મને મારા અનુભવો પરથી ઘણું શીખવા મળ્યું છે’ એવું કુલરાજે કહ્યું હતું.
અભિનેત્રી રૂપેરી પડદે બિકિની પહરેવા તૈયાર નથી. આ ઉપરાંત ગ્લેમરસ ભૂમિકા ભજવવા માટે સેક્સી પોશાક પહેરવા પણ તે જલ્દી ‘હા’ નહીં પાડે. તેના માટે હવે રૂપેરી પડદે અંગપ્રદર્શન કરતો પોશાક પહેરવાનો ટ્રેન્ડ પૂરો થઈ ગયો છે. ‘કથાની જરૂરિયાત ન હોય તો ફિલ્મમેકર પણ અભિનેત્રીને આવા પોશાક પહેરવાની ફરજ પાડતા નથી. મારા મતે અંગપ્રદર્શન નહીં અભિનય મહત્ત્વનો છે.’ એવું અભિનેત્રીએ આત્મવિશ્વાસથી કહ્યું હતું.

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved