Last Update : 23-March-2012, Friday
 

ફિલ્મી સિતારાઓના ‘પાર્ટટાઈમ ધંધા’

 

બોલીવૂડના મોટા ભાગના કલાકારોએ કોઈને કોઈ વૈકલ્પિક બિઝનેસમાં ઝૂકાવ્યું છે. માત્ર ફિલ્મોના આધારે બેસી રહેવું નહોવાને કારણે તેઓ કોઈ બીજો બિઝનેસ કરવાનું પસંદ કરે છે. આમાના મોટા ભાગના બિઝનેસ પાછળ બીજાના નાણાં રોકાયા હોય છે. ઉદાહરણ સ્વરૂપે શાહરૂખ ખાને આઇપીએલમાં એક કાણી કોડી પણ રોકી નથી. તે સ્માર્ટ છે અને તેના ‘બ્રાન્ડ નેમ’ને કેવી રીતે વાપરવું એ તે સુપેરે જાણે છે.
મોાટાભાગના બોલીવૂડના કલાકારોે નિર્માણ ક્ષેત્રમાં ઝૂકાવ્યું છે આમાં ઘણા ઓછા કલાકારોને સફળતા મળી છે. ગોવંિદા, જેકી શ્રોફ અને સની દેઓલને આમા સફળતા મળી નથી. જોકે દેઓલ પરિવારને ‘યમલા પગલા દીવાના’એ નવજીવન આપ્યું છે. આ ઉપરાંત ગોવંિદા તેની પુત્રી માટે ફરી તેના પ્રોડક્શન હાઉસના તાળા ખોલવાનો હોવાનું સંભળાય છે. નિર્માણ હાઉસ શરૂ કરવાના ગાડરિયા પ્રવાહમાં હવે જહોન અબ્રાહમ પણ જોડાયો છે. તેના નિર્માણ ગૃહની પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’ની તેના અનોખા વિષયને કારણે અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અર્જુન રામપાલે હોટેલ વ્યવસાયમાં ઝૂકાવ્યું છે અને આમાં તેને સફળતા મળી છે. દિલ્હી પછી હવે તે મુંબઈમાં તેનો બાર શરૂ કરવા માગે છે. આ ઉપરાંત સલમાન પણ તેના બધાથી અલગ એવી કોફી શોપ માટે વાંદરામાં જગ્યા શોધી રહ્યો છે. આ ઉપરાંત તેના બિઈંગ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા ટી-શર્ટની એક શ્રેણી પણ શરૂ કરી છે તેમ જ તેણે એક ફેશન શો પણ યોજ્યો હતો. આમાંથી એકઠી થયેલી રકમ તે તેની સંસ્થાના લાભાર્થે વાપરવાનો છે. નિષ્ણાતોનું કહેવું છે કે હોસ્પિટિલિટી ઇન્ડસ્ટ્રી ગ્લેમરસ તેમ જ કમાઉ હોવાને કારણે કલાકારો આના પર પસંદગી ઉતારે છે. પરંતુ આ ઇન્ડસ્ટ્રીની તેમની અજ્ઞાનતાને કારણે તેમને ભાગ્યે જ આમા સફળતા મળે છે. જોકે અર્જુન આ ઉપરાંત એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની પણ ચલાવે છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાને આનો અનુભવ થઈ ચૂક્યો છે. અગાઉ કલાકારો પ્રોપર્ટીમાં રોકાણ કરતા હતા, પરંતુ નવી પેઢીના કલાકારો વઘુ સાહસી છે અને પ્રોપર્ટીમાં નાણાં રોક્યા પછી તેઓ બોલીવૂડ સિવાય બીજા કોઈ વ્યવસાય પર નજર દોડાવે છે.
બિઝનેસમેન રાજ કુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટીએ પણ હવે બિઝનેસમાં નસીબ અજમાવવાની શરૂઆત કરી છે. તેણે સ્પા શરૂઆત કરી હતી તેમ જ તેણે ફિટનેસ ડીવીડીઓ પણ લોન્ચ કરી છે. આટલું ઓછું હોય તેમ તેણે તેની મમ્મીને નિર્માત્રી પણ બનાવી છે. તાજેતરમાં તેણે અને રાજ કુંદ્રાએ સંજય દત્ત સાથે મળીને સુપર ફાઇટ લીગ શરૂ કરી છે. જેમાં આગામી કેટલાક વરસ દરમિયાન રૂા. ૧૦૦ કરોડ જેટલું રોકાણ કરવામાં આવશે એવી જાહેરાત રાજે કરી હતી. આ ઉપરાંત તેણે આઇપીએલની રાજસ્થાન ટીમ પર ખરીદી છે અને વેબસાઇટ પર રિયલ ઇસ્ટેટનો બિઝનેસ પણ શરૂ કર્યો છે. જોકે આઇપીએલ ખરીદવાના તેનો નિર્ણય અયોગ્ય હોવાનું નિષ્ણાતો કહે છે.
ટીવી અને ફિલ્મ પ્રોડક્શન હાઉસ ઉપરાંત શાહરૂખ આઇપીએલ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સનો સહ માલિક છે. ૨૦૦૮માં શરૂ થયેલી આઇપીએલ મેચમાં તેને અને તેના સહ માલિકો જુહી ચાવલા વગેરેને ફાયદો થવાની શરૂઆત તો થઈ છે ‘આગે આગે દેખો હોતા હૈ ક્યાં’. જો કે આ ટીમની કંિમત એટલી વધી ગી છે કે આજે તે એ વેચી નાખે તો પણ તેને નફો થઈ શકે તેમ છે.
ડિનો મોરિયાના રેસ્ટોરાં કમ બાર ક્રેપ સેશનની શ્રૃંખલા દેશભરમાં ફેલાયેલી છે. ‘ફૂલ મોલ મર્કન્ડાઇઝ નામની રિટેલ લાઈનનું ઉદ્‌ઘાટન મહેન્દ્ર સંિહ ધોનીએ કર્યું હતું.
રોનિત રોય છેલ્લા દસ વરસથી ‘એસ સિક્યોરિટી એન્ડ પ્રોટેક્શન’ નામની એક સિક્યોરિટી એજન્સી ચલાવે છે. ટોચના બોલીવૂડના કલાકારોને તે અંગત સિક્યોરિટી પણ પૂરી પાડે છે. આમિર અને શાહરૂખ તેના ક્લાયન્ટો છે. તેનો આ બિઝનેસ ઘણો સારે ચાલે છે.
મુંબઈના તેના રેસ્ટોરાં બિઝનેસ માટે સુનીલ શેટ્ટી જાણીતો છે. તે મિશ્ચિફ ડાઇનંિગ બાર તેમ જ ક્લબ એચટુઓનો માલિક છે. આ ઉપરાંત હકીમ આબિમની સલૂનોમાં પણ તેની ૫૦ ટકા ભાગીદારી છે. તેના આ બિઝનેસ ઘણા સારા ચાલે છે. અને એમાં તેનું ઇન્વેસ્ટમેન્ટ પણ ઘણું ઓછું છે.
મિથુન ચક્રવર્તી મોનાર્ક ગુ્રપ ઓફ હોટેલ્સનો માલિક છે આ હોટેલોની શાખા દેશભરમાં ફેલાયેલી છે. આ ઉપરાંત તે ઇન્ડિયન ક્રિકેટ લીગની બેંગાલ ટાઇગર્સ ટીમનો માલિક છે. પરંતુ હવે આ લીગનું બાવિ અઘ્ધરતાલ છે.
ભારતને પહેલી વાર મિસ યુનિવર્સના તાજ મેળવી આપનારી વિશ્વસુંદરી સુસ્મિતા સેન આજે મિસ યુનિવર્સ ઇન્ડિયા ફ્રેન્ચાઇસ ‘આઇ એમ શી’ની માલિક છે. જોકે સુસ્મિતાનો આ બિઝનેસ તેને કેટલો લાભ કરવાશે એના પર પ્રશ્નાર્થ ચિહ્‌ન તોળાય છે.
મિસ યુનિવર્સ લારા દત્તાની ડિઝાઇનર શૂઝની એક રેન્જ શરૂ કરવાની યોજના છે. આ ઉપરાંત તેણે ફિટનેસ ડીવીડીની કેટલીક ડીવીડીઓ પણ બહાર પાડી છે.
પ્રિટી ઝિન્ટાએ કંિગ ઇલેવન નામની આઇપીએલ ટીમ તેના ભૂતપૂર્વ પ્રેમી નેસ વાડિયા સાથે મળીને ખરીદી હતી.
મલાઇકા અરોરાએ પણ તેના પતિ સાથે મળીને પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે જેની ફિલ્મ ‘દબંગ’માં મુન્નીની ‘બદનામી’ ઘણી ગાજી ઊઠી હતી.ુ

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved