Last Update : 23-March-2012, Friday
 

ફરદીન ખાનએક ગ્રામ કોકેને લીધો અભિનેતાના એક દાયકા અને કારકિર્દીનો ભોગ

.

અભિનેતા ફરદીન ખાનની મૂલ્યવાન યુવાનીનું એક દશક તેના પર ચાલી રહેલા કોકેન રાખવાના કેસને પગલે વેડફાઈ ગયું. તેની અભિનય કારકિર્દી રોળાઈ ગઈ. આ સમય દરમિયાન તેના પિતા ફિરોઝ ખાન અલ્લાહને પ્યારા થઈ ગયા. થોેડા દિવસ અગાઉ તેના નિકટના અન્ય એક સંબંધીનું નિધન થયું. પરંતુ હવે ફરદીન માટે સુખનો સુરજ ઉગ્યો છે.
૧૧ વર્ષના સંઘર્ષના અંતે ‘નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપિક સબટન્સીસ’ (એનડીપીએસ) કોર્ટે થોડા દિવસ અગાઉ અભિનેતાને નશીલા પદાર્થ રાખવાના કેસમાંથી નશામુક્ત જાહેર કર્યો. નવેમ્બર ૨૦૧૧માં ડિ-ટોક્સિફિકેશન પ્રોગ્રામનો સહારો લેનારા ફરદીને એનડીપીએસ એક્ટની કલમ ૮ (સી) હેઠળ પોતાને નશામુક્ત જાહેર કરવાની અરજી કરી હતી. નશામુક્ત જાહેર કરવો એટલે હવે અભિનેતા પર નશીલા પદાર્થો રાખવા માટેનો કેસ પૂરો થયો.
અભિનેતાએ કહ્યું હતું કે ડિ-ટોક્સિફિકેશનના ત્રણ અઠવાડિયા મારા માટે આઘાતજનક હતા. આમ છતાં તેને કારણે તેના જીવનની ગાડી પાટા પર ચડી છે. હું વર્ષ ૨૦૦૧માં કોકેન રાખવાના કેસમાં પકડાયો એ વખતે મને ખ્યાલ આવ્યો કે હું એકદમ બેજવાબદાર ઠર્યો છું. મેં એમ વિચાર્યું જ નહોતું કે આને કારણે મારા પરિવાર પર શું વિતશે.
આ અગિયાર વર્ષ દરમિયાન તેણે જીવનમાં ઘણી તડકી-છાંયડી જોઈ લીધી. તેના ઉપર વિદેશ પ્રવાસની પાબંદી હોવાથી તે ક્યાંય જઈ નહોતો શકતો. તેના હાથમાંથી જાહેરાતનું કામ સરકી ગયું હતું. જે લોકો મારી સાથે કામ કરવા માગતા હતા તે મારથી દૂર ભાગવા લાગ્યા હતા. આને કારણે મારું આત્મસન્માન અને આત્મવિશ્વાસ હણાયા હતા. આને કારણે મારા પિતાને પણ ઘણું સહેવું પડ્યું હતું. પરંતુ હવે તેઓ જ્યાં હશે ત્યાંથી મને જોઈને રાજી થશે. ગયા વર્ષના ઓક્ટોબર માસમાં હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટને જ્યારે એવો આદેશ આપ્યો કે મારા ઉપર માત્ર કોકેન ખરીદવાનો જ આરોપ મૂકવામાં આવે ત્યારે જ હું અડધી જંગ જીતી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પાંચમી મેં ૨૦૦૧માં કોકન રાખવા બદલ ‘નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો’ (એનસીબી)એ ફરદીન ખાનની ધરપકડ કરી હતી. ફરદીને કહ્યું હતું કે તેણે માત્ર એક ગ્રામ કોકેન ખરીદ્યુ ંહતું. જ્યારે એનસીબીએ એવો આરોપ મૂક્યો હતો કે તેની પાસેથી તેમ જ તેણે જેની પાસેથી કોકેન ખરીદ્યુ ંહતું તેની પાસેથી નવ ગ્રામ કોકેન મળ્યું હતું.
જો કે ફરદીનના ધારાશાસ્ત્રીનું કહેવું છે કે સરકારી વકીલે ઝડતીના પંચનામાના, રિમાન્ડ અરજીના, જામીન અરજીના જે દસ્તાવેજો આપ્યાં છે તેમાં એનસીબીએ ફરદીન પાસેથી એક ગ્રામ કોકેન મળ્યું હોવાનું દર્શાવ્યું છે. જોકે એનસીબીએ કોર્ટમાં કરેલી ફરિયાદમાં કેટલું કોકેને પકડાયું હતું તેનો ઉલ્લેખ નહોતો કર્યો, ફરદીનના વકીલે જણાવ્યું હતું કે નાર્કોટિક્સ કેસમાં જે તે વ્યક્તિ પાસેથી કેટલો નશીલો પદાર્થ મળ્યો તેનો ઉલ્લેખ કરવામાં નથી આવતો. માત્ર કોઈપણ વ્યક્તિ પાસેથી નશીલો પદાર્થ મળવો જ તેને ગુનેગાર બનાવવા માટે પૂરતું હોય છે. જો કોર્ટે એવું તારણ કાઢ્‌યું હોય કે ફરદીન પાસેથી એક ગ્રામ કોકેન મળ્યું હતું તો તેને ડિ-ટોક્સિફિકેશનની સારવારનો વિકલ્પ મળી શકે છે.
ફોરન્સિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પકડવામાં આવેલા નશીલા પદાર્થમાં કોકેન અંશ માત્ર હતું. તેથી હાઈ કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે અભિનેતાએ અલ્પ માત્રામાં કોકેન ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો, મોટા પ્રમાણમાં નહીં. ગયા વર્ષના ઓક્ટોબર મહિનામં એનડીપીએસ કોર્ટે અભિનેતા પર માત્ર એક ગ્રામ કોકેન ખરીદવાનો પ્રયત્ન કરવાનો આરોપ મુક્યો હતો, જેમાં વઘુમાં વઘુ છ મહિનાની સજા અને ૧૦,૦૦૦ નોે દંડ અથવા બંનેની જોગવાઈ છે.
ફરદીનના વકીલે અદાલતને કહ્યું હતું કે ફરદીને પરેલની કેઈએમ હોસ્પિટલમાં
ડિ-ટોક્સિફિકેશન ટ્રીટમેન્ટ લીધી છે. ત્યારબાદ સ્પેશ્યલ જજ જી.એ. સાનપે જણાવ્યું હતું કે ફરદીને આ સારવાર લઈ લીધી હોવાથી તે નશામુક્ત જાહેર થવાનો હક્કદાર બને છે. જો કે કોર્ટમાં હાજર રહેલા ફરદીનને જજે ચેતવણી આપી હતી કે જો તે ફરીથી નશીલા પદાર્થો સાથે ઝડપાશે તો તેની નશામુક્ત હોવાની ઘોષણા પછી ખેંચી લેવામાં આવશે અને તેની સામે ફરીથી કેસ ચલાવવામાં આવશે. આના જવાબમાં ફરદીને જજને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં ક્યારેય આવું નહીં બને અને તેને જે ન્યાય મળ્યો છે તેના બદલ તે તેમનો આભારી છે.

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved