Last Update : 23-March-2012, Friday
 

જિયા માણેક ગભરુ વહુની ભૂમિકા ભજવતી અભિનેત્રી આત્મવિશ્વાસથી છલકાય છે વાસ્તવિક જીવનમાં


ટચૂકડા પડદે ચાલતી કૌટુંબિક સિરીયલોમાં બતાવવામાં આવતી ‘વહુઓ’ એટલે પરંપરાગત સાડી અને આભૂષણોમાં સજ્જ સંપૂર્ણ ભારીતય નારી. આ અભિનેત્રીઓને નિયમિત રીતે ટેલિવિઝન પર આવા અવતારમાં જોવા ટેવાયેલા દર્શકો જો તેમને આઘુનિક પરિધાનમાં અને પરિધાન સાથે છાજે એવા મેકઅપ-હેરસ્ટાઇલમાં જુએ તો બે ઘડી વિચારમાં પડી જાય કે ‘આને ક્યાંક જોઈ હોય એવું કેમ લાગે છે’. અને પછી જ્યારે ખ્યાલ આવે કે આ તો અમુકતમુક સિરિયલ ની ‘વહુ’ છે ત્યારે તેમના અંચબાનો પાર ન રહે.
હા, એમ માની લેવાની જરૂર નથી કે આ અદાકારાઓ સિરિયલમાં જેવી હોય છે તેવી જ વાસ્તવિક જીવનમાં પણ હોય છે. મોટાભાગે જોવામાં આવ્યું છે કે તેઓ શૂટંિગ માટે રોજેરોજ ભારેખમ વસ્ત્રાભૂષણો પહેરીન ેએવી કંટાળી જાય છે કે બાકીના સમયમાં આ પરિધાન ધારણ કરવાનો વિચાર સુદ્ધાં નથી કરતી. એટલું જ નહીં, પાર્ટી કે અન્ય સમારંભોમાં તેઓ વેસ્ટર્ન આઉટફીટ પહેરવાની તક ઝડપી લે છે. ખેર... આ તો થઈ ટચૂકડા પડદાની અભિનેત્રીઓની સામાન્ય વાત. પણ આપણે અહીં સ્ટાર પર ચાલતી સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’ની ‘ગોપી વહુ’ જિયા માણેકની વાત કરવાની છે. સિરિયલમાં ‘ગોપી વહુ’ તરીકે ડરેલી-ગભરાયેલી રહેતી જિયા ઝટ કોઈ સાથે આંખ મિલાવીને વાત નથી કરતી. તેના પાત્રમાં રહેલા આત્મવિશ્વાસના અભાવને જિયાએ સુપેરે રજૂ કર્યો છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તે આત્મવિશ્વાસથી છલોછલ છે. તે નજર ઢાળીને નહીં, બલ્કે આંખમાં આંખ મેળવીને વાત કરે છે. તેના સ્વરમાં ગભરાટનું નામોનિશાન નથી હોતું. પશ્ચિમી પોશાક પહેરાવનો તેને કોઈ છોછ નથી. મોડર્ન દેખાવું તેને ગમે છે. વળી તે પોતાના વિચારોમાં પણ સ્પષ્ટ છે. અલબત્ત, તેના આઘુનિક વિચારોમાં લગીરેય છીછરાપણું નથી.
અભિનેત્રી સલમાન ખાનની પ્રશંસક છે. અલબત્ત, હજી સુધી તેણે એમ નથી કહ્યું કે તે અભિનેતા સાથે કામ કરવા માગે છે. મોટાભાગે ટીવી કે ફિલ્મોમાં કામ કરતી અદાકારાઓ પોતાના ફિગર પ્રત્યે અત્યંત સભાન હોય છે. પરિણામે તેમણે જીભના ચટાકાને વશમાં રાખવાં પડે છે. પરંતુ જિયાને ખાવાપીવાનો બહુ શોખ છે. અલબત્ત, તે પણ પોતાની સ્વાદેન્દ્રિય પર કાબૂ રાખવાનો પ્રયત્ન કરે છે.
દરેક સંિગલ યુવતીની પ્રેમ વિશેની પરિભાષા જુદી-જુદી હોય છે. જિયા માને છે કે જો તમને સાચો પ્રેમ મળે તો તમારી જીવનનૈયા પાર પડી જાય. પણ જો કોઈ ખોટા પુરુષના પનારે પડ્યાં તો તમારી નૌકા ડૂબી જ સમજવી. લગ્ન વિશે પણ તે આવા જ કાંઈક વિચારો ધરાવે છે. તે કહે છે કે વિવાહનું ભોજન જેવું છે. જો તે પચી જાય તો તમારા શરીરમાં રક્ત-માંસ પેદા કરે. પણ જો ન પચે તો જુલાબ થઈ જાય. તેથી જ આજની તારીખમાં જ્યાં સાચો પ્રેમ અલભ્ય બનતો જાય છે ત્યારે જો તમને દિલથી ચાહનારી કોઈ વ્યક્તિ મળી જાય તો તેના સ્નેહને ઠુકરાવવાની ભૂલ ન કરવી.
નિર્દોષ સ્નેહની ગાંઠે બંધાયેલા બે જીવ એકમેકની નીકટ આવે, તેમના સંબંધો અત્યંત ગાઢ બને ત્યારે લોકોની આંખો ચાર થઈ જાય છે. પણ જિયા માને છે કે જો તમે કોઈને દિલોજાનથી ચાહતા હો તો તેના પ્રત્યે વફાદારી અને સમ્માન હોવા જોઈએ. અલબત્ત, શારીરિક સંબંધ પણ તેનો જ એક ભાગ છે. આ રીતે પ્રેમી યુગલ એકમેક પ્રત્યે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે.
જિયા માટે કોઈની સાથે પણ ભળવાનું ખાસ મુશ્કેલ નથી. તે બહુ ઝડપથી મિત્રો બનાવી લે છે. પરંતુ જ્યાં સુધી તે તેને સારી રીતે ઓળખી ન જાય ત્યાં સુધી ચોક્કસ અંતર જાળવી રાખ ેછે. કહેવાનો અર્થ એ છે કે તેને ખુલીને વાત કરતાં થોડો સમ લાગે છે.
જીવનસાથી વિશેના તેના વિચારો પ્રગટ કરતાં અદાકારા કહે છે કે સ્ત્રીઓ હંમેશાં તેના જીવનસાથીમાંથી પ્રેમ અને વફાદારીની અપેક્ષા રાખે છે. તે એમ પણ ઇચ્છતી હોય છે કે તેનો લાઇફ પાર્ટનર તેને અને તેના માતાપિતાને માન આપે. જ્યારે આ બાબતમાં પુરુષો વિશે તે માને છે કે તેઓ હંમેશાં એમ ઇચ્છતા હોય છે કે તેમની જીવનસંગીની સુખ-દુઃખમાં તેમની પડખે રહે.
જોકે જિયા વિશ્વાસપૂર્વક માને છે કે લગ્ન પછી તે કોઈપણ પરિસ્થિતિને સુપેરે સાચવી લેશે. સૌથી પહેલાં તો તે એવો પ્રયત્ન કરશે કે તેના પતિ સાથે તેને તકરાર ન થાય. તેમાંય જો તેનો પતિ પણ અભિનય ક્ષેત્રે હોય અને પોતે તેના કરતાં આગળ વધી જાય કે વઘુ નામના મેળવે એવી સ્થિતિ પેદા થાય, ત્યારે પણ બંને વચ્ચે ઘર્ષણ પેદા ન થવા દેવાની ક્ષમતા તે ધરાવે છે.

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved