Last Update : 23-March-2012, Friday
 

અક્ષય ખન્ના

 

લાંબા સમય પછી રિલિઝ થયેલી અક્ષય ખન્નાની ફિલ્મ ‘ગલી ગલી મેં ચોર હૈ’ને બોક્સ ઓફિસ પર સરિયામ નિષ્ફળતા મળી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી અક્ષયની કારકિર્દીનો નબળો તબક્કો ચાલે છે અને આ ફિલ્મની નિષ્ફળતાએ તેનો માર્ગ વઘુ મુશ્કેલ બનાવી દીધો છે. અક્ષયની ટેલન્ડ બાબતે કોઈ પ્રશ્વ્ન જ ઉદ્દભવતો નથી. પરંતુ અભિનય પ્રત્યેનો તેનો ‘હોતા હૈ ચલતા હૈ’ અભિગમ તેને ભારે પડ્યો છે એમ કહી શકાય છે. આ મુલાકાતમાં અક્ષયે તેની પસંદ નાપસંદ, તેના નબળા તબક્કા, ડર અને અસલામતી જેવી ઘણી બાબતોની ચર્ચા કરી છે...
પ્રવાસ કરવાનું તને ગમતું નથી. તો ભોપાળમાં શૂટંિગ કરવાનો તારો અનુભવ કેવો રહ્યો?
મુંબઈ છોડીને બહાર જવું મને ગમતું નથી તમે કોઈ નવી જગ્યા પર જાવ છો તો ડર લાગે છે. પરંતુ મને લાગે છે કે ભોપાળ એક સારું શહેર છે. ત્યાં ઘણી શાંતિ છે. લીલોતરી છે અને ત્યાંના લોકો પણ ખુશ છે.
મુંબઈનો કોલાહલ પસંદ ન હોવાને કારણે શું તું તારો મોટા ભાગનો સમય અલિબાગના તારા ફાર્મહાઉસમાં ગાળે છે?
મને કોલાહલ પસંદ નથી એમ હું નથી કહેતો. હું એના વિના જીવી શકતો જ નથી. આમાંથી થોડો બ્રેક જરૂરી છે. મુંબઈ વિના હું રહી જ શકતો નથી. સપ્તાહના અંતમાં હું અલિબાગમાં હોઉં છું.
તારી ફિલ્મોની સફળતા તારે માટે કેટલી મહત્ત્વની છે?
મારે માટે આનું ઘણું જ મહત્ત્વ છે. તમારી ફિલ્મો લોકો જુએ નહીં તો એમાં કામ કરવાનો શો અર્થ છે?
એક વર્ષ પહેલા તે કહ્યું હતું કે ‘‘હું આજીવન સંિગલ રહીશ તો મને ઘણી ખુશી થશે.’’ આજ સુધી તારો આ જ મત છે?
એક વર્ષ પહેલાં મેં શું કહ્યંુ હતું એ મને આજે યાદ નથી. મારા ઘણા મિત્રો છે અને હું એવા લોકોને પણ જાણું છું જેઓ સંબંધ વિના અસલામતી અનુભવે છે. તેમને કોઈનો પ્રેમ જોઈએ જ છે. તેઓ કોઈના પ્રેમમાં હોય છે અથવા તો તેની શોધમાં ભટકે છે. હું આમા અપવાદ છું. મને એકાકી જીવન ગમે છે. હું દિવસોના દિવસો એકલો રહી શકું છું. હું ઘણો વ્યસ્ત રહું છું. મને વાંચવાનો અને ફિલ્મો જોવાનો શોખ છે. હું કમ્પ્યુટર સામે પણ કલાકો સુધી બેસી શકું છું. આખો દિવસ હું કોઈને કોઈ કામમાં વ્યસ્ત જ રહું છું.
તો પ્રેમસંબંધ બાંધવાની તને કોઈ ઉતાવળ નથી?
યોગ્ય સ્ત્રી મળશે તો જરૂર હું સંબંધ બાંધીશ. આની મને તીવ્ર ઇચ્છા છે એવું નથી લોકો માત્ર પરણવા ખાતર જ પરણે છે. ‘‘વૃઘ્ધાવસ્થામાં કંપનીની જરૂર પડે છે.’’ એવા વિચિત્ર કારણો પણ સાંભળવા મળે છે. હું ૩૬ વર્ષનો છું. હું હજુ ૨૦-૨૫ વરસ સુધી જીવી શકું છું. અને છેલ્લા ૧૦-૧૫ વરસની કંપની માટે હું મારું જીવન દાવ પર લગાડી શકું નહીં. આનો કોઈ અર્થ જ નથી. જીવનમાં સાથીની જરૂર હોવાથી તમે લગ્ન કરી શકો નહીં. મારી વાત કરું તો મને કોઈ વ્યક્તિની જરૂર જ નથી, પરંતુ એ મારા જીવનમાં આવશે તો હું એને આવકાર આપીશ. ઘણા લોકો અસલામતી અનુભવતા હોવાને કારણે પણ લગ્ન કરે છે. પાછલી ઉંમરે મારી સાથે કોણ લગ્ન કરશે એવો ડર તેમને સતાવે છે. મને આવી અસુરક્ષાનો અનુભવ થતો નથી.
વૃદ્ધ થવાનો તને ડર લાગે છે ખરો?
ત્રીસીમાં પ્રવેશતા ડર લાગતો હતો એવો જ ડર મને ચાલીસીમાં પ્રવેશતા પણ લાગે છે. પરંતુ સમય આગળ વધતો રહે છે અને ચાલીસીમાં પ્રવેશ્યો છું એ વાત સ્વીકારવાનું કામ મુશ્કેલ છે.
માથા પરના વાળ ખરવાની સમસ્યાથી પણ તુ પરેશાન છે...
નબળી નજર હોય તો લોકો ચશ્મા પહેરે છે. દરેકને જીવનમાં કોઈને કોઈ સમસ્યા તો હોય જ છે.
એક કલાકાર માટે તેનો દેખાવ મહત્ત્વનો છે. આથી વાળ ખરવાની સમસ્યા પ્રત્યે તારું ઘ્યાન ખેંચાયું ત્યારે તને ચંિતા થઈ હતી ખરી?
હું દિવસો અને મહિનાઓ સુધી રડ્યો હોઈશ! પરંતુ દરેકને કોઈને કોઈ સમસ્યા હોય છે અને તેને સ્વીકારીને જીવનમાં આગળ વધી જવામાં જ ભલાઈ છે. આ સમસ્યાથી ગભરાઈને ઘરમાં બેસીને કોઈ અર્થ સરવાનો નથી.
તેં આ સમસ્યાના સમાધાન માટે હેર ગ્રાફિટંગનો વિચાર કર્યો હતો ખરો?
ના. હું જેવો છું એવો જ રહેવા માગું છું. એમાં હું કંઈ ખોટું જોતો નથી. મારે મારા ચહેરા, અને વાળ સાથે શું કરવું એ મારી સમસ્યા છે એમા બીજા કોઈએ માથું મારવાની કોઈ જરૂર નથી.
બીજા કલાકારોની જેમ ફિલ્મ નિર્માણ કરવાની કોઈ યોજના છે?
ના, અત્યારે તો આવી કોઈ યોજના નથી. ભવિષ્યમાં મને કોઈ સારી સ્ક્રિપ્ટ મળશે. તો વિચાર કરું પણ ખરો? હું જવાબદારીથી દૂર ભાગું છું. ફિલ્મ નિર્માણ એ એક મોટી જવાબદારી છે મારે એક સરળ અને ચંિતામુક્ત જંિદગી જીવવી છે.
તો બાળકોની જવાબદારીથી કરીને તુ લગ્નથી દૂર રહે છે?
બીજા કોઈ વ્યક્તિની જવાબદારી ઉપાડવા એ સૌથી મોટી જવાબદારી છે અને મને લાગે છે કે કોઈ પણ સંજોગોમાં જવાબદારીથી દૂર રહેવું જોઈએ.ુ

 
Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved