Last Update : 23-March-2012, Friday
 

જોય મુખર્જીને એક શ્રઘ્ધાંજલિ

 

‘ઐસે હી કભી જબ શામ ઢલે તો યાદ હમેં ભી કર લેના’
શમ્મી કપૂર અને દેવ આનંદ પછી તાજેતરમાં બીજા એક રોમાન્ટિક ફિલ્મી અભિનેતા જોય મુખર્જીની વિદાયથી બોલીવૂડમાં એક શૂન્યાવકાશ સર્જાયો છે.
રૂપેરી પડદા પર હિરોઈનો સાથે રોમાન્સ કરીને યુવાન હૈયાઓમાં એક રોેમાંચ ઉત્પન્ન કરનારા ગણ્યાગાંઠ્યા અભિનેતાઓમાં જોય મુખર્જીનું નામ સામેલ છે.
જો કે આ ક્ષેત્રમાં તેમને ટકાવી રાખવામાં તેમના અભિનય કરતા પણ તેમની રોમાન્ટિક અદાઓ તેમજ પડછંદ અને ખૂબસુરત ચહેરાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. નૃત્ય કરવાની તેમની અદાઓની ‘ગરીબી નિર્માતાના શમ્મી કપૂર તરીકે ટીકા થઈ હતી. પરંતુ આ વાત તેમની લોકપ્રિયતાની આડે આવી શકી નહોતી.
ઝુલ્ફા ઉછાળીને શરીર મરોડીને ‘શાગિર્દ’ના ‘દુનિયા પાગલ હૈ’ યા ફિર મેં દીવાના’ ગીતમાં તેમને કોણ ભૂલી શકે છે? આ ઉપરાંત ‘ લે ગઈ દિલ ગુડિયા જાપાન કી’ (લવ ઈન ટોકિયો) ગીત ગાતી વખતે ભરાવદાર શરીર ધરાવતી આશા પારેખને ઉંચકીને જમીન પર પછાડનારા જોય મુખર્જી આજે પણ લોકોની નજર સામે તરવરતા હશે એ વાતની ખાતરી છે.
મોટાભાગની તેમની ફિલ્મો તેના યાદગાર ગીતો માટે પ્રખ્યાત છે. ‘એક મુસાફિર એક હસીના’, ‘લવ ઈન ટોકિયો’, ‘લવ ઈન સીમલા’, ‘ફિર વોહી દિલ લાયા હું’, ‘શાગિર્દ’ જેવી ફિલ્મો આ વાતની સાબિતી પૂરી પાડે છે આજે પણ આ ગીતોની લોકપ્રિયતા ઓસરી નથી.
જોય મુખર્જી ફિલ્માલય સ્ટુડિયોના સહ-સ્થાપક શશધર મુખજીના પુત્ર તેમજ સોનુ મુખર્જી અને દેબ મુખર્જીના ભાઈ હતા. મોટા ભાગની તેમની હિટ ફિલ્મો તેમના પિતાએ સ્થાપેલા ફિલ્માલય બેનર હેઠળની હતી. ૧૯૬૦ની ફિલ્મ ‘લવ ઈન સિમલા’માં તેમને અને સાધનાને ‘સેન્સેશનલ ન્યુ સ્ટાર્સ’ તરીકે લોન્ચ કરવામાં આવ્યા હતા. યુવા દિલોનો આ રોમાન્સ ધાર્યું નિશાન તાકી શક્યો હતો. તેમના પ્રથમ દ્રશ્યમાં તેમણે ઈકબાલ કુરેશીના ગીત ‘દિલ થામ ચલે હમ આજ કિધર, કોઈ દેખે, કોઈ દેખે’ ગાતા ગાતા ટ્રેનના એક કમ્પાર્ટમેન્ટમાં ઉછળ-કૂદ કરી હતી અને આ જ અદા પાછળથી તેમની મોટા ભાગની ફિલ્મોમાં જોવા મળી હતી.
જોય લાંબા, પડછંદ અને દેખાવડા હતા, મોટે ભાગે તેઓ બોલ્ડ રંગના કપડામાં જ જોવા મળ્યા હતા. લાંબા વાળ પર જેલ લગાડી તેમને વ્યવસ્થિત ઓળીને તેમણે સ્ટાઈલીસ્ટનું બિરુદ મેળવ્યું હતું. તેમના આ અવતારે ઘણી યુવતીઓના દિલ ઘાયલ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
ફેમિલી ડ્રામા અને થ્રિલર જેવી ફિલ્મોના અનુભવ લીધી હોવા છતાં રોમાન્ટિક ફિલ્મોએ જ તેમને સફળતા અપાવી હતી.
૧૯૬૮માં શર્મિલા ટાગોર અને માલા સંિહા સાથે તેમણે ‘હમ સાયા’ નું નિર્માણ અને દિગ્દર્શન કરવાનું જોખમ લઈને હાથે કરીને પોતાના પગ પર કુહાડો મારવાનું કામ કર્યુ ંહતું. આ બંને હિરોઈન વચ્ચેની દોરી ખેંચ સ્પર્ધા તે જમાનામાં વિવાદનું એક કારણ બની હતી. આ ફિલ્મની નિષ્ફળતાએ તેમની કારકિર્દીના અસ્તની શરૂઆત કરી હતી. આ પછી ધર્મેન્દ્ર, જિતેન્દ્ર અને રાજેશ ખન્ના જેવા કલાકારોનો ઉદય થતા તેમની કારકિર્દી પાછળ ધકેલાઈ ગઈ હતી.
આ પછી અંદાજે એક દાયકા પછી તેમણે રાજેશ ખન્ના અને ઝિન્નત અમાન સાથે ‘છૈલા બાબુ’ બનાવી હતી. આ ફિલ્મે થોેડી ઘણી સફળતા મેળવી હતી. પરંતુ તેમની કારકિર્દી માટે ‘છૈલા બાબુ’ તારણહાર બની શકી નહીં. તેમણે તેમના પુત્ર બોય મુખર્જીને પણ હીરો બનાવવાના પ્રયાસ કર્યાં હતા, પરંતુ આમા પણ તેમને સફળતા મળી નહોતી. નવમી માર્ચે ૭૩ વર્ષના જોય મુખર્જીએ ભલે આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી હશે પરંતુ ટેલિવિઝન ચેનલો અને રેડિયો સ્ટેશનને તેમની ફિલ્મોના હિટ ગીતો વગાડશે ત્યારે તેમના ચાહકોને જરૂર તેમની યાદ આવશે અને ‘જોય’ થશે.

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved