Last Update : 23-March-2012, Friday
 

સોહા અલી ખાન કારકિર્દી અને કૌટુંબિક સંબંધો વચ્ચે જાળવે છે તાલમેલ

 

અભિનેત્રી સોહા અલી ખાનને તિગ્માંશુ ઘુલિયાની ફિલ્મ ‘સાહબ બીવી ઔર ગેંગસ્ટર’ મળી તેનાથી તે બહુ ખુશ છે. તે કહે છે કે તેઓ મારા માનીતા દિગ્દર્શક છે. મેં તેમની ફિલ્મ ‘હાંસિલ’ ઘણી વખત જોઈ છે. ‘સાહબ બીવી ઔર ગેંગસ્ટર’ના લેખક સંજય ચૌહાણે મને બોલાવીને કહ્યું હતું કે તેઓ ફિલ્મની સિક્વલમાં નવું પાત્ર ઉમેરવાના છે જેના માટે હું લાયક છું. મને એમ લાગે છે કે મને હજી મારી અભિનય ક્ષમતાનો પરિચય આપવાનો બાકી છે. આવી ફિલ્મમાં હું મારી અભિનય ક્ષમતા પુરવાર કરી શકીશ.
અભિનેત્રી વઘુમાં કહે છે કે માનવીય સંબંધોમાં જકડાયેલી કથા મને હમેશાં આકર્ષે છે. ખાસ કરીને રાજવી પરિવારની ગૂઢ કથા ધરાવતી રહસ્યમય ફિલ્મ કરવાનું મને ગમશે. આવી ફિલ્મની પશ્વાદ્‌ભૂમાં પુષ્કળ સ્ટાઈલ અને સ્થાપત્ય રહેલાં હોય છે.
સોહા વઘુમાં કહે છે કે આ ફિલ્મમાં મારું પાત્ર અત્યંત દુઃખી અને આજ્ઞાકારી સ્ત્રીનું છે. પણ પછીથી તે સંજોગોનો સામનો કરતાં શીખી જાય છે. મૂળ ફિલ્મની જેમ આમાં પણ ઘણાં વળાંકો જોવા મળશે. વળી આ ફિલ્મ આઘુનિક સમયની હોવાથી તેમાં મારું પાત્ર થોડું નખરાળું હશે. તેમાં મારી સ્ટાઈલ અને દેખાવ મારી મમ્મી જેવાં હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોહાએ અભિનય કારકિર્દી શરૂ કરી તેનાથી પહેલા તે એક બેંકમાં કામ કરતી હતી. બેંકનો જોબ છોડીને ફિલ્મોમાં આવવાના તેના નિર્ણય વિશે તે કહે છે કે મને એમ લાગે છે કે મારો આ નિર્ણય એકદમ સાચો હતો. મારું સર્જન જ અભિનય કરવા માટે થયું છે. મને આ જોબ છોડવાનોે જરાય વસવસો નથી.
અભિનેત્રી ફિલ્મની પસંદગી કરતી વખતે સૌથી પહેલા તેની સ્ક્રિપ્ટને મહત્ત્વ આપે છે. આ ઉપરાંત તે માને છે કે તમારું પાત્ર કેટલું લાંબુ છે તે અગત્યનું નથી પણ કેટલું સશક્ત છે તે મહત્ત્વનું છે. તેને માટે જે તે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક પણ ખૂબ અગત્યના છે. તે કહે છે કે સારો ફિલ્મ સર્જક નબળી કથાને પણ સારી માવજત દ્વારા સરસ રીતે રજૂ કરી શકે છે.
સોહા માને છે કે અગાઉના દર્શકો નાની વયની હિરોઈનોને જ સ્વીકારતા. પરંતુ હવેના દર્શકો ત્રીસ વર્ષ કે તેનાથી પણ મોટી ઉંમરની હિરોઈનને આવકારતો થયો છે. તેથી જ આજે બોલીવૂડમાં ત્રીસી વટાવી ગયેલી સંખ્યાબંધ હિરોઈનોની ભારે માગ છે. અલબત્ત, ફિલ્મોમાં નવા નવા ચહેરા આવતાં રહે તે આવશ્યક છે. આમ છતાં તેના જેવી ઘણી અદાકારાઓ દરેક પ્રકારના રોલમાં ફીટ બેસી જતી હોવાથી જો તે પાત્રને અનુરૂપ હોય તો વયનું વિધ્ન ન નડવું જોઈએ.
આ વર્ષમાં અભિનેત્રીની દીપા મહેતા દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ ‘મિડનાઈટ ચિલ્ડરન’, શ્રેયસ તલપડે સાથેની ‘કેમિસ્ટ્રી’ અને ‘સાહબ બીવી ઔર ગેંગસ્ટર’ જેવી ફિલ્મો આવવાની છે. જ્યારે લાંબા સમયથી રખડી રહેલી ફિલ્મ ‘ચૌરાહેં’ માર્ચ મહિનામાં જ રજૂ થઈ ગઈ છે.
સોહાના ભાઈ સૈફ અલી ખાને તેના નિર્માણગૃહમાં બે ફિલ્મો બનાવી તોય એકેય ફિલ્મમાં સોહાને તક નથી મળી. આના વિશે અભિનેત્રી કહે છે કે મારો ભાઈ હંમેશા મારી પડખે રહે છે. મારા પ્રત્યે સ્નેહ દર્શાવવા જરૂરી નથી કે તે મને તેની ફિલ્મમાં લે. અમારા પરિવારના બધા જ સભ્યો હમેશાં એકમેક સાથે પ્રેમની ગાંઠથી બંધાયેલા રહે છે, તોય વ્યવસાયિક રીતે પ્રત્યેક સભ્ય સ્વતંત્ર છે. દરેક જણ પોતાની રીતે પોતાની કારકિર્દીમાં આગળ વધે છે. અદાકારા કહે છે કે હું અને મારી મમ્મી ‘લાઈફ ગોઝ ઓન’માં સાથે કામ કરવાના છીએ તોય માતા-પુત્રીની ભૂમિકા નથી નિભાવવાના. આ ફિલ્મમાં અમારે લાયક ભૂમિકાઓ હતી તેથી જ અમે તેમાં કામ કરવાનું સ્વીકાર્યું હતું. અમારા વ્યક્તિગત સંબંધોનો ફાયદો લઈને નહીં.

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved