Last Update : 23-March-2012, Friday
 
આયેશા ટાકિયાલગ્ન તેમજ ફિલ્મ કારકિર્દી વિશે નિખાલસતાથી વાત કરે છે

 

નામ ઃ આયશા ટાકિયા
વ્યવસાય ઃ અભિનેત્રી
જન્મ ઃ ૧૦ એપ્રિલ, ૧૯૮૬
જન્મસ્થાન ઃ મુંબઇ, મહારાષ્ટ્ર
લગ્ન નાની વયે કર્યા હોવાનું કારણ ? ઃ હું દરેક કામ યોગ્ય સમયે જ કરવામાં માનું છું. તેથી લગ્ની વય થતાં જ મેં લગ્ન કરી લીધાં. લગ્ન બાદ પતિ અને પરિવારને સમય આપવો જરૂરી હતો. આમ પણ મેં કદી એક સાથે ઘણી ફિલ્મો લીધી નથી. સાચું કહું તો સતત ૧૬-૧૬ કલાક કામ કરવાથી હું થાકી ગઇ હતી. તેથી મેં લગ્ન કરી લેવાનું ઉચિત માન્યું હતું. અને વિદેશની સફર પણ ઘણી કરી. હાલ હું ફરહાનના હોટલ વ્યવસાયમાં તેને મદદ કરું છું. અને અનુભવ પછી મને હવે સમજ પડી કે હું માનતી હતી તેટલો આ વ્યવસાય કંટાળાજનક નથી.
તારા લગ્ન માટે પરિવારજનોની સરળતાથી સંમંતિ મળી હતી ?ઃ મારા માતા-પિતાના પણ લવ મેરેજ છે. ફરહાનની બહેનના પણ પ્રેમ લગ્ન હતા. લગભગ તો મારી બહેનનો પણ આવો જ ઇરાદો છે. તો પછી સમસ્યાની તો વાત જ નથી આવતી.
ફરહાનને તારી કઇ ફિલ્મો પસંદ છે ? ઃ ‘ સોચા ન થા’ અને ‘ ડોર’
ફરહાન કેવી વ્યક્તિ છે ? ઃ સ્વભાવે અતિ વિનમ્ર છે અને તેને સફાઇ વઘુ પસંદ છે. જ્યારે હું આળસુ છું.
તું રસોઇ કરે છે ઃ મને રસોઇ કરતાં બહુ આવડતી નથી. ઘરે કોઇ-કોઇ વાર પાસ્તા બનાવું છું. તેમજ ચા-કોફી બનાવું છું. આમ પણ હું ચા વધારે પ્રમાણમાં પીઉં છું.
રિયાલિટી શો કરવાની ઇચ્છા છે ? ઃ એડવેન્ચરમાં રસ નથી. ખતરોં કે ખિલાડી અથવા બિગ બોસ જેવા રિયાલિટી શો ન કરી શકું. કોઇ શોમાં એન્કર અથવા જજ જરૂર બની શકું.
કેવી ફિલ્મોે કરવી વઘુ ગમે ઃ કોમેડી ફિલ્મમાં કામ કરવાની બહુ ઇચ્છા છે. કારણ કોમેડી ફિલ્મ જોવી મને વઘુ પસંદ છે.

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved