Last Update : 23-March-2012, Friday
 

કરીના કપૂર સૈફ સાથે પરણશે ખરી કે નહીં?!

 

૨૦૧૧નું વર્ષ કરીના કપૂર માટે ઘણું શુભ સાબિત થયું હતુ. તેની ફિલ્મ ‘બોડીગાર્ડ’ સુપર હિટ સાબિત થઈ હતી. આ ઉપરાંત લંડનના તુસો મ્યુઝિયમમાં તેના મિણના પૂતળાનું અનાવરણ થયું હતું. આટલું ઓછું હોય તેમ સૈફ અને તેનો પ્રેમ સંબંધ તૂટી ગયો હોવાની અફવા વચ્ચે પણ તેમનો પ્રેમ વઘુ મજબૂત બન્યો હતો. આ વર્ષે કે આવતે વર્ષે તેઓ લગ્ન કરવાના હોવાના સમાચાર પણ છે. આ વર્ષે પણ કરીનાની કેટલીક બિગ બજેટ ફિલ્મો રિલિઝ થવાની છે.
‘‘પ્રેમ એ ઓક્સિજન જેવો છે.’’ એમ કરીનાનું કહેવું છે.
‘‘અમારો સંબંધ તૂટી ગયો હોવાની અફવાને કારણે અમને ઘણું દુઃખ થયું હતું. જો કે કોઈએ આ અફવા સાચી માની નહીં હોય એ વાતની મને ખાતરી છે. અફવા ખોટી હોવાનો સૈફે ખુલાસો કર્યા પછી આ બાબતે અમે મૌન સેવ્યું હતું અને આપોઆપ આ અફવા બંધ થઈ ગઈ હતી.’’ કરીના કહે છે.
કરીનાનો દાવો છે કે સૈફ અને તેના પરિવારના સભ્યો જાહેર જીવન સાથે જોડાયેલી આ બધી વાતોને સારી રીતે સમજી શકે છે. શૂટંિગ પૂરું થયા પછી તેઓ બહારની દુનિયા સાથે સંપર્ક તોડી નાખે છે. ઘણી વાર તેને આવી બકવાસ અફવાઓ સાંભળી દુઃખ થાય છે પરંતુ સૈફ આવી અફવાઓ પર ઘ્યાન આપતો નથી. ‘‘તે હંમેશાં મને કહે છે ે સાચું શું છે એ આપણે જાણીએ છીએ એટલે આવી વાતો પર દુઃખી થવાની જરૂર નથી. ફિલ્મો ઉપરાંત પણ અમારું એક જીવન છે અને આ વાત અમારે માટે લાભની સાબિત થઈ છે. અમને પ્રવાસનો શોખ છે. અમારા બંનેના પરિવારને અમારા સંબંધોની હકીકતની જાણ છે એ વાતનો અમને સંતોષ છે.’ કરીના કહે છે.
આવા પ્રસંગે તે સૈફ ઉપરાંત કરિશ્મા કપૂર અને તેની મમ્મી બબિતા પર આધાર રાખે છે. આમ પણ પ્રોફેશનલ અને અંગત સલાહની જરૂર પડે ત્યારે તે આ ત્રણે તરફ જ નજર દોડાવે છે. કરિશ્મા તેની ખાસ મિત્ર હોવાનો કરીનાનો દાવો છે.
બબિતા અને કરિશ્માએ તેમના જીવનમાં ઘણા ચઢાવ-ઉતારનો અનુભવ કર્યો હોવા છતાં તેઓ હંિમત હાર્યાં નથી. શું આ વાતે તને ઘણું શીખવ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં કરીના કહે છે, ‘‘અમારા ત્રણેનો સ્વભાવ એકબીજાથી સાવ જુદો છે, પરંતુ અમે જીદ્દી પણ છીએ. મારે જે કરવી હોય તે જ વસ્તુ હું કરું છું. અમારી મમ્મીએ અમને સ્વમાનથી જીવન જીવવાનું શીખવ્યું છે અને તે હંમેશાં કહે છે કે તમારી ભૂલો પરથી જ તમને શીખવા મળશે. આજે પણ અમે અમારા મરજી મુજબ અમારું જીવન જીવીએ છીએ.’’
સૈફના વિષય પર પાછા ફરતા કરીના સાડાચાર વર્ષના તેના પ્રેમસંબંધ બાબતે સ્પષ્ટ કરે છે. ‘‘અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એકબીજાની કંપની અમને ગમે છે ે વાતની મને ખુશી છે. હા, કામકાજના લાંબા કલાકો અને લાંબા સમય સુધી એકબીજાથી દૂર રહેવાને કારણે થોડી-ઘણી સમસ્યા જરૂર થાય છે પરંતુ આજે વિમાન અને ફોનની તેમ જ કમ્પ્યુટરની સુવિધાઓ આશીર્વાદરૂપ બની છે. એકાદ સપ્તાહથી વઘુ દિવસનો વિરહ અમે સહન કરી શકતા નથી. સમય મળતા જ અમે એકબીજાના શૂટંિગના સ્થળ પર પહોંચી જઈએ છીએ.
લગ્નની વાત નીકળતા જ કરીના કહે છે, ‘‘પ્રેમ અને એકબીજાનો સાથ મારે માટે સૌથી વઘુ મહત્ત્વનો છે. લગ્ન માટે અમારે થોડી રાહ જોવી પડે તેમ છે.’’ કેટલાકના જણાવ્યા પ્રમાણે તેઓ આ વર્ષે લગ્ન કરવાના છે. જ્યારે ઇન્ડસ્ટ્રીના કેટલાક સૂત્રોનું કહેવું છે કે આ બંને આવતે વર્ષે વેલેન્ટાઇન ડે એ લગ્ન કરવા માગે છે. જોકે હજુ સુધી કરીના અને સૈફના લગ્નની ચોક્કસ તારીખ કોઈને જાણવા મળી નથી. ‘‘મારી મમ્મીએ લગ્નનો નિર્ણય અમારા પર છોડ્યો છે. અમે લગ્નની તારીખ અત્યારથી જાહેર કરીશું તો એ બાબતની ચર્ચા તરત જ શરૂ થઈ જશે. અને જે નક્કી કર્યું છે એ અત્યાર સુધી મારી અને સૈફની વચ્ચે જ છે આમા અમે અમારા પરિવારોને પણ સામેલ કર્યાં નથી.’’ કરીના સ્પષ્ટ કરતા કહે છે. જોકે તેને એક પરીકથા જેવા લગ્ન કરવાની હોંશ હોવાનું કહી તે ઉમેરે છે કે, ‘‘લગ્ન અમારા પ્રેમ અને સાથની એક ઉજવણી હોય એ જરૂરી છે. સાથે સાથે પારંપારિક પદ્ધતિથી લગ્ન કરવા મને ગમશે. અમારે અમારા પરિવાર, મિત્રો અને અમારા જીવનના મહત્ત્વના લોકોની હાજરીમાં લગ્ન કરવા છે. સૈફ અને હું સાથે રહીે છીએ. અમે લગ્ન માત્ર સમાજ માટે જ કરીશું. મારું કામ આડે આવ્યું નહોત તો મેં ક્યારના લગ્ન કરી લીધા હોત.’’
તારું અને સૈફનું ભવિષ્ય કેવું હોય એમ તને લાગે છે? આ પ્રશ્નના ઉત્તરમાં કરીના કહે છે, ‘‘અમારું ભવિષ્ય ઘણો પ્રેમ લઈને આવશે. એકબીજાનો સાથ જ અમારે માટે સંતોષજનક છે. સંતાનની વાત છે તો હમણા હું બાળકો માટે તૈયાર નથી કારણ કે, હું પોતે જ એક બાળક છું. મારું અંગત જીવન મારે માટે ઘણું મહત્ત્વનું છે એ પછી મારા કામ અને ભવિષ્યનો નંબર આવે છે.

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved