Last Update : 23-March-2012, Friday
 

બોલીવૂડના ત્રણ ‘બાદશાહ’ખાન ત્રિપુટીના ચક્રવ્યુહમાં સપડાયેલું બોલીવૂડ

 

આજે આ ત્રણે એક એવા સ્થાન પર છે જ્યાં હિટ અને ફ્‌લોપ ફિલ્મની તેમના પર કોઈ અસર થતી નથી. તેમ જ તેઓ નિયમો પણ નવેસરથી ઘડી શકે છે.
લગભગ છેલ્લા બે દાયકાથી બોલીવૂડ પર રાજ કરતી ખાન ત્રિપૂટીની કારકિર્દીની શરૂઆત જોઈને કોઈ પણ પ્રખર જ્યોતિષ તેમનું ભવિષ્ય ભાખવા તૈયાર થાત નહીં. જોકે આમિર, શાહરૂખ અને સલમાનની ફિલ્મો અનુક્રમે ‘કયામત સે કયામત તક’, ‘દિવાના’ અને ‘મૈને પ્યાર કિયા’ને ઘણી સફળતા મળી હતી. પરંતુ આ ફિલ્મોના તેમના દેખાવ પરથી આ ત્રણે એક દિવસ બોલીવૂડ પર રાજ કરશે એવું ભવિષ્યકથન કરવાનું કામ આસાન નહોતું એ સાથે સૌ કોઈ સંમત થશે.
‘આ તો અમે પહેલેથી જ જાણતા હતા’ એવો દાવો કરનારા ખોટું બોલે છે. કારણ કે આ શો બિઝનેસમાં કોઈ પણ વાતની ગેરન્ટી આપી શકાય તેમ નથી. આમ છતાં પણ બે દાયકા પછી ત્રણે, જેમનામાં તેમની અટક સિવાય બીજી કોઈ સમાનતા નથી, બોલીવૂડ પર રાજ કરે છે.
એવું પણ નથી ખાન ત્રિપુટી પૂર્વે બોલીવૂડમાં કોઈ પણ કલાકારે આટલી સફળતા મેળવી નહોતી. તેમની આગળની પેઢીમાં અમિતાભ બચ્ચને ઘણી સફળતા મેળવી હતી. પરંતુ આજે તેઓ સિનિયર છે. આ પૂર્વે રાજેશ ખન્નાનો સિતારો જોરમાં હતો અને ખાન ત્રિપુટીની જેમ જ દિલીપ, દેવ અને રાજની ત્રિપુટી તેમ જ અશોકકુમારની લોકપ્રિયતા કોઈથી અજાણી હતી.
વર્તમાન પેઢી પર પાછા ફરીએ તો, સૈફ અલી ખાનમાં એક પ્રકારનો ચાર્મ છે અને તેનામાં એક સ્ટાર અને એક્ટર બનવાની ક્ષમતા છે. અક્ષયકુમાર પણ આ રેસમાં છે. પરંતુ તેની નિષ્ફળ ફિલ્મોએ તેનો ઘોડો જરા પાછળ પાડી દીધો હતો પરંતુ તેનું સ્થાન હજુ પણ મજબૂત છે. હૃતિક રોશન સુપર સ્ટાર મટિરિયલ છે એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. તેના નામે આજે ફિલ્મો વેચાય છે. અજય દેવગણે એક્શન, કોમેડી અને ડ્રામામાં પોતાનું સ્થાન જમાવી દીઘું છે. અને રણબૂર કપૂર ઝડપથી ટોચના સ્થાન તરફ આગળ વધી રહ્યો છે. અને તે ટોચના સંિહાસનનો એક દાવેદાર ગણાય છે.
આ પરિસ્થિતિમાં ખાન ત્રિપુટીમાં એવું તો શું જાદું છે જે તેમને આ બધાથી અલગ તારવે છે? છેલ્લા પાંચ-છ વર્ષ દરમિયાન ખાન ત્રિપુટીએ તેમના બધા જ વિરોધીઓને શાંત કરી દીધા છે. હવે તેઓ માત્ર અભિનય જ કરતા નથી. તેમણે નિર્માણ ક્ષેત્રમાં પણ ઝુકાવ્યું છે અને તેમની ફિલ્મોના દરેક પાસા પર તેમનું વર્ચસ છે તેઓ ફિલ્મ સ્વીકારે એટલે ફિલ્મસર્જકોનો બેડો પાર થઈ ગયો હોવાનું લાગે છે, કારણ કે આવું ભાગ્ય કોઈ નસીબદારને જ પ્રાપ્ત થાય છે અને તેઓ તેમની સાથે એક સત્તા લઈને આવે છે. અને તેમના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનું શક્ય નથી. તેમનો પડતો બોલ ઝીલવાની તૈયારી રાખવી પડે છે આ એક હકીકત છે જેને ફિલ્મસર્જકો કબૂલ કરશે નહીં એ વાતની ગેરન્ટી છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ૪૨ વર્ષના અનુભવી ગીતકાર અને ફિલ્મસર્જક અમિત ખન્નાએ જણાવ્યા પ્રમાણે, ‘‘વર્ષોથી આપણી પાસે સુપર સ્ટાર્સ છે. અશોકકુમારથી દેવ-દિલીપ રાજ ત્રિપુટી, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન આ બધામાં દર્શકોને આકર્ષવાનો ેક જાદુ હતો અને હવે ખાન ત્રિપુટી આ વારસો આગળ વધારી રહી છે. યુટીવી મોશન પિક્ચર્સના સીઈઓ સિદ્ધાર્થ રોય કપૂરનો દાવો છે કે આ ત્રણે અભિનેતાઓના નામ એકસાથે લઈ શકાય તેમ નથી, કારણ કે તેમનામાં અલગ-અલગ ગુણો છે. સલમાન એક સ્ટારની જેમ જીવન જીવે છે. તે ઉદાર છે, ઉતાવળિયો છે અને મિત્રોનો મિત્ર તેમ જ દુશ્મનોનો દુશ્મન છે. આવાતનો પડઘો તેની સ્ક્રિન પ્રેઝન્સ પર પણ પડે છે. આમિરે સ્ટાર ડમ મારે ‘ધીરજના ફળ મીઠા’નું સૂત્ર નજર સામે રાખ્યું હતું. અને હવે એક ફિલ્મમાં તેની હાજરી જ એક આઇએસઓ સ્ટેમ્પ જેવી છે. અને શાહરૂખ ખાનને કોઈ પણ પ્રકારની વ્યાખ્યામાં બાંધી શકાય તેમ નથી. તે એક જાદુઈ છડી છે.’’
આમિર અને સલમાન ફિલ્મી પરિવારના છે જ્યારે શાહરૂખ કોઈ પણ પ્રકારના ફિલ્મી સંપર્ક વિના એક દિવસ દિલ્હીથી મુંબઈ તેનું નસીબ અજમાવ્યા આવ્યો હતો. કારકિર્દીની શરૂઆત તેણે ટીવીથી કરી હતી. પરંતુ ફિલ્મોમાં સફળતા મેળવવાની મહત્ત્વાકાંક્ષા છુપાવવાનો તેણે ક્યારે પણ પ્રયાસ કર્યો નહોતો.
‘‘આ ત્રણે ખાન કલાકારો હંમેશાં પ્રગતિ તેમજ વિકાસ કરતા રહ્યા છે પરંતુ તેમની લાયકાત પ્રમાણે આ ત્રણે કલાકારોની કદર થઈ નથી તેમણે આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારથી જ સૌની નજર તેમના પર છે. આમિરને ‘કયામત સે કયામત તક’માં જોવા જનારો ૨૦ વર્ષનો એ જ દર્શક આજે ૪૦મે વર્ષે આમિરને ‘ગજની’માં જોવા જાય છે. શાહરૂખ અને સલમાને પણ તેમની કારકિર્દીની શરૂઆત સફળતાથી કરી હતી અને એ પછી તેઓ સફળતાનો સિલસિલો આગળ વધારતા ગયા હતા. આઠ વર્ષથી ૮૦ વર્ષના દર્શકો તેમના ચાહક છે, ‘‘એમ વાયકોમ ૧૮ મોશન પિક્ચર્સના સીઓઓ કહે છે.
પડદા પરની તેની એનર્જી આંખે ઊડીને વળગે છે.
સામેવાળો તેનો ખાસ મિત્ર હોય એવો એને આભાસ કરાવવાનો સલમાનનો ગુણ તેને લોકપ્રિય બનાવવામાં કામ કરી ગયો છે. ભાઈજાન સાથે એક વાર વાત કરનારો તેના બધા જ દુર્ગુણો ભૂલીને તેના વશીકરણમાં લપેટાઈ જાય છે.
આમિરે એક બુદ્ધિશાળી નિર્માતા, દિગ્દર્શક તરીકે ખ્યાતિ મેળવી છે. તેની હિરોઇનોને પ્રગાઢ ચુંબન આપવાના તેના ઝનૂન બદલ તેને કોઈ હટાવી શકે તેમ નથી.
‘‘આજે આ ત્રણે એક એવા સ્થાન પર છે જ્યાં હિટ અને ફ્‌લોપ ફિલ્મની તેમના પર કોઈ અસર થતી નથી. તેમ જ તેઓ નિયમો પણ નવેસરથી ઘડી શકે છે.’’ એવો બાલાજી મોશન પિક્ચર્સના સીઈઓ તનુજ ગર્ગનો દાવો છે. તનુજે વઘુમાં જણાવ્યા પ્રમાણે એક વાર તેઓ તમારી સાથે બેસે એટલે બધા જ નિયમો બારીમાંથી બહાર ઊડી જાય છે.
તેમનું રહસ્ય શું છે એ જાણતા હોવા છતા તેઓ આપણને તેમનાથી દૂર સરી જવા દેતા નથી એક વાર તેઓ પડદા પર આવે કે તરત જ તેમના પર પ્રેમ ઉભરાઈ આવે છે. અને તેમના અંગત જીવનની બધી બદનામીઓની તેમ જ ઘણી વાર તેમના સામાન્ય તેમ જ એક જ પ્રકારના અભિનય, આત્મ પ્રશંસા કરવાની તેમ જ મિડિયામાં એકબીજા વિરુદ્ધ ઝેર ઓકવા જેવી બધી જ ફરિયાદો આપણે ભૂલી જઈએ છીએ કારણ કે, આપણે તેમની સાથે નાતો તોડવાને બદલે જાળવી રાખવા માગીએ છીએ.

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved