Last Update : 23-March-2012, Friday
 

હૃતિક રોશન ફિલ્મો તથા પિતા સાથેના સંબંધની વાતો કરે છે

 

એવોર્ડ વિનર કલાકારે એવોર્ડ સ્વીકારીને તેનું માન જાળવવું જોઇએ અને જો એવોર્ડ ન મળે તો અફસોસ પણ ન કરવો જોઇએ. મારા માનવા પ્રમાણે એવોર્ડ ન મળવાનો મતલબ એ નથી કે કલાકારની અભિનય ક્ષમતામાં કોઇ ખોટ છે કે તેણે સારું કામ નથી કર્યું.
‘કહો ના પ્યાર હૈ’થી ‘અગ્નિપથ’ સુધી હૃતિક રોશને એક લાંબી સફર ખેડી છે. ૧૪ જાન્યુઆરી ૨૦૧૨ના તેણે અભિનયની કારકિર્દીના ૧૨ વરસ પૂરા કર્યા છે. અને આ દરમિયાન તેણે ફિલ્મજગતમાં પોતાનું એક મજબૂત સ્થાન બનાવી લીઘું છે.બોલીવૂડમાં તેના જેવો સારો ડાન્સર કોઇ નથી.અને તેથી જ શાહરૂખ ખાન, આમિર ખાન સહિત તમામ લોકો તેના નૃત્યની પ્રશંસા કરતા થાકતા નથી.
હાલ હૃતિક પિતાના દિગ્દર્શનની ‘ક્રિશ’ ત્રણ ના શૂટંિગમાં વ્યસ્ત છે.
ફિલ્મજગતમાં મળતા વિવિધ એવોર્ડ મળતા હોય છે અને તે બાબતે હૃતિક પોતાનું મંતવ્ય જણાવતાં કહે છે કે, એવોર્ડ વિનર કલાકારે એવોર્ડ સ્વીકારીને તેનું માન જાળવવું જોઇએ અને જો એવોર્ડ ન મળે તો અફસોસ પણ ન કરવો જોઇએ. મારા માનવા પ્રમાણે એવોર્ડ ન મળવાનો મતલબ એ નથી કે કલાકારની અભિનય ક્ષમતામાં કોઇ ખોટ છે કે તેણે સારું કામ નથી કર્યું.
મારી ‘ગુઝારિશ’ ફિલ્મમાં મેં બહુ મહેનત કરી હતી. પરંતુ આ ફિલ્મ માટે મને કોઇ એવોર્ડ નહોતો મળ્યો. પરંતુ એનો મતલબ એ નહોતો કે મારું કામ નબળું હતું.મને તો ‘ઇથન’નું પાત્ર ખૂબ જ ગમ્યું હતું અને તેમાં દમ પણ હતો. અત્યાર સુધી ભજવેલા પાત્રોમાનું આ એક બહેતરીન પાત્ર હતું. આ રોગથી પીડાતી ઘણી વ્યક્તિઓને હું અંગત રીતે મળ્યો પણ હતો.
ઇચ્છા મૃત્યુ સાથે કેટલો સહમત થાય છે તે પૂછતાં હૃતિક કહે છે કે, હું આ ફિલ્મના પાત્ર ઇથન સાથે ઇચ્છામૃત્યુ બાબતે સહમત છું. વાસ્તવિકતા તો એ છે કે અપંગ થયા બાદ પણ તેણે ૧૭ વરસ સુધી એક રાજાની માફક જીવન વિતાવ્યુ ંહતું. આ ૧૭ વરસોમાં તેણે ઘણા પુસ્તકો લખ્યા અને પુરસ્કાર પણ જીત્યા.
આવી પરિસ્થિતિમાં ૧૭ વરસ પસાર કર્યા બાદ તેનું લિવર અને કિડની કામ કરતા અટકી ગયા તો તેને જીવન જીવવામાં કોઇ રસ રહ્યો નહોતો અને પોતાની સ્ટાઇલમાં જ આ સંસાર ત્યજવાનું નક્કી કરે છે. તેને ડિપ્રેશનનો ભોગ નથી બનવું નહોતું અને તેની ઇચ્છા ખુલ્લી આંખે મોત થાય તેવી હોય છે.
‘ગુઝારિશ’હૃતિકની નજીક હોવા છતાં બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી અને તે માટે સ્પષ્ટતા ંકરતાં હૃતિક કહે છે કે, દરેક ફિલ્મનો પોતાનું એક સ્તર હોય છે. ‘ગુઝારિશ’માં અમે ‘બેલેન્સ આઉટ’ કર્યું હોત તો વઘુ ચાલત.આ ફિલ્મમાં વઘુ પડતા રોતલ દ્રશ્યો હતા. આજે મોટા ભાગની વ્યક્તિઓ તાણભર્યું જીવન જીવતી હોય છે તેવામાં ફિલ્મમાં પણ રોતલ દ્રશ્યો શા માટે પસંદ કરે ? અમારી કમનસીબી એ હતી કે ફિલ્મના પ્રમોશનમાં પણ અમારું ઘ્યાન આ બાબતે ખેંચાયુ નહોતું. તેથી બોક્સ ઓફિસ પર તેને મળવી જોઇતી હતી તેવી સફળતા મળી નહોતી.
પરંતુ ડીવીડી પર જોયાં બાદ લોકો પર આ ફિલ્મ અસીમ છાપ છોડી ગઇ. હું જ્યાં પણ જાઉં છું ત્યાં ‘ગુઝારિશ’નો ઉલ્લેખ લોકો જરૂર કરે છે.
પિતા સાથેના સંબંધોની વાત કરતાં હૃતિક કહે છે કે, મારા અને પિતાના સંબંધો બહુ જ સારા છે. અમારો પિતા-પુત્રનો સંબંધ શબ્દોમાં વ્યક્ત થાય તેમ નથી.
હું મારા ડેડીને બરાબર ઓળખું છું. તેમની આંગળીઓના હલનચલનથી પણ હું ઘણું બઘુ ંસમજી જાઉં છું. છ વરસ સુધી હું તેમનો સહાયક દિગ્દર્શક રહીને તેમની પાસેથી ઘણું બઘું શીખ્યો છું. તેઓ પણ મારી ક્ષમતા અને નબળાઇને બરાબર પારખે છે.
હૃતિકની પહેલી ફિલ્મ ‘કહોના પ્યાર હૈ ’રિલિઝ થયા બાદ પિતા રાકેશે ભાખ્યું હતું કે પુત્ર એદ દિવસ ચોક્કસ સ્ટાર બનશે. હૃતિક આ બાબતે કહે છે કે, મને આ વાતનો તો બહુ ખ્યાલ નથી. પરંતુ હું ૧૯ વરસનો હતો ત્યારે મેં રાજ કપૂરની એક ફિલ્મના સીનની અદલોઅદલ નકલ કરી હતી અને તેની વિડિયો પણ ઉતારી હતી. આ વિડિયો હું નિર્માતા-દિગ્દર્શકોને દેખાડી કામ મેળવવાની આશા રાખતો હતો. પરંતુ તે પહેલાં મેં મારી મમ્મીને એ વિડિયો દેખાડી હતી અને તેણે પછીથી મારા ડેડીને દેખાડી તે જોઇને મારા પિતાએ કહ્યું હતું કે , ‘‘ આ છોકરો એક દિવસ ચોક્કસ સ્ટાર બનશે.’’મારી મમ્મીએ મને આ વાત કહી ત્યારે હું ખુશ થઇ ગયો હતો. કારણકે મારા પિતા મને હંમેશા નકામો ગણતા હતા.
પીઠના દુખાવાને કારણે હૃતિકને એક મહિનો આરામ કરવો પડ્યો હતો અને પરિણામે તેનું વજન વધી ગયું હતું. તે જોઇને રાકેશ રોશને ‘ક્રિશ-૩’નું શૂટંિગ ૨૦૧૩માં લંબાવાની વાત કરી પરંતુ હૃતિકને તે યોગ્ય લાગી નહીં. તેથી તેણે ટ્રેનરની શોધ ચાલુ કરી દીધીઅને છેક ઇંગ્લેન્ડથી તેણ ેએક ટ્રેઈલરે ભારત બોલાવ્યો હતો. અને તેની પાસે ૧૦ અઠવાડિયાની ટ્રેનંિગ લીધી અને ૧૦ કિલો વજન ઓછું કરી ફિટ થઇ ‘ક્રિશ-૩’ના શૂટંિગમાં વ્યસ્ત થઇ ગયો છું. આ ફિલ્મની ખાસિયત મારા ડેડીની ઉત્તમ પટકથા છે. તેમણે મને જ્યારે સંભળાવી ત્યારે મેં તેમને કહ્યું કે આ ફિલ્મમાં મારે હીરો અને વિલનના બન્ને પાત્રો ભજવવા છે પરંતુ પપ્પાએ મને ના પાડી દીધી.
તેમણે નેગેટિવ પાત્ર માટે યોગ્ય અભિનેતાની શોધ ચાલુ કરી અને વિવેક ઓેબેરોયને પસંદ કર્યો. તેનો નકારાત્મક રોલમાં કામ કરતો જોઇને મને લાગે છે કે હું આ પાત્રને તેને જેમ યોગ્ય રીતે ન્યાય ન આપી શકત. મારી પિતા સાચા હતા અને હું ખોટો હતો.
હૃતિકના આદર્શ તેના પિતા રાકેશ રોશન છે. તેમની પાસેથી તે ઘણું શીખ્યો છે. તે પોતાના પિતાને મહેનતુ કહે છે. તેન ેજ્યારે લાગે છે કે તેણે ઘણું મેળવી લીઘું છે ત્યારે તે પોતાન ાપિતા તરફ જુએ છે અને પોતાની જાતને કહે છે કે હજી તો ઘણું શીખવાનું બાકી છે. એ ઉપરાંત શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન જેવા ઘણા કલાકારો તેના પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે.

Share |
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved