Last Update : 23-March-2012, Friday
 

અશ્લીલ ફોટા કાંડના મુદ્દે વિધાનસભામાં ધાંધલ ધમાલ

સભાગૃહ ચાર વાર મુલતવી ઃ અંતે કોંગ્રેસેી સભ્યોને સસ્પેન્ડ કરાયા ઃ સાર્જન્ટ દ્વારા ટીંગાટોળી કરી ગૃહ બહાર કઢાયા
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, તા.૨૨
ભાજપના ધારાસભ્યો શંકર ચૌધરી અને જેઠા ભરવાડ મંગળવારે ગુજરાત વિધાનસભાની ચાલુ કાર્યવાહી વખતે આઇ-પેડ ઉપર બિભત્સ તસવીરો જોતા રંગે હાથ ઝડપાયા તે ઘટનાના પડઘા સભાગૃહમાં શમવાનું નામ લેતા નથી. સતત બીજા દિવસે ગુરૃવારે પણ વિધાનગૃહમાં નારાબાજી, ધાંધલ ધમાલ, કાગળિયાંના ડૂચા ફેંકવાની તથા કાગળિયાંના લીરેલીરા હવામાં ઉછાળવાની પ્રવૃત્તિ અવિરત ચાલી હતી. શોકાંજલિનો વીસેક મિનિટનો સમય બાદ કરતાં માંડ દસેક મિનિટ વિધાનગૃહ ચાલ્યું હતું, જેમાં ચાર વખત તો ગૃહનું કામકાજ સ્થગિત કરવામાં આવ્યું હતું. 'નગ્ન તસવીરો જોનારાઓને ડિસમિસ કરો....ડિસમિસ કરો....'ના સૂત્રો સતત ઊંચા સાદે પોકારી રહેલા વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યોને અંતે સત્તાધારી પક્ષ ભાજપે બહુમતીના જોરે ગૃહની દિવસની બાકીની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરાવડાવ્યા હતા, જેનો વિરોધ અડધો ડઝન જેટલા કોંગી ધારાસભ્યોએ સભાગૃહની મધ્યે 'વેલ'માં બેસી જઈને કરતાં, તેમને સાર્જન્ટો દ્વારા ટીંગાટોળી કરીને બહાર મોકલી આપવામાં આવ્યા હતાં.
બુધવારની માફક ગુરૃવારે પણ આ ઘટનાક્રમે વિધાનગૃહ બપોરે ૧૨ વાગે શરૃ થયું, ત્યારથી જ ઉપાડો લીધો હતો, જે બપોરે ૩ઃ૨૧ સુધી સતત ચાલ્યો હતો. ભાજપના પ્રધાનો આ આખા ઘટનાક્રમમાં ડઘાઈ ગયેલી લાચાર અવસ્થામાં જોવા મળ્યા હતાં.
સભાગૃહ ૧૨ના ટકોરે શરૃ થયું કે તરત જ 'નગ્ન તસવીરો જોનારાને....' નારા પોકારવા કોંગી સભ્યોએ શરૃ કર્યા હતા. અધ્યક્ષ ગણપત વસાવાએ, 'આ મુદ્દો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે સોંપાયો છે ત્યારે તેના રિપોર્ટ સુધી આપણે શાંતિ જાળવીએ,' કહીને કોંગ્રેસને વારવાનો પ્રયત્ન કર્યો હતો, જે નિરર્થક રહ્યો હતો. એ વખતે ગૃહની કાર્યવાહીના ડૂચા અધ્ધર ફેંકાવા શરૃ થયાં કે તરત અધ્યક્ષે પહેલીવાર પ્રશ્નોત્તરીનો સમય પૂરો થાય ત્યાં સુધી ગૃહનું કામકાજ મુલતવી રાખવાની જાહેરાત કરી દીધી હતી. બપોરે ૧ વાગે ગૃહ મળ્યું ત્યારે એજન્ડા ઉપર સદ્ગત ધારાસભ્યો વીરસિંહ ભાભોર અને ભૂરાભાઈ કટારાને અંજલિ અર્પવાની બાબત હતી, એટલે વીસેક મિનિટ ચાલેલો એ દૌર પૂરો થયાં જ ફરી 'અશ્લીલ ફિલ્મો જોનારાને દૂર કરો...દૂર કરો.' સૂત્રો ગાજવાં શરૃ થયાં હતા, પરિણામે તરત જ માંડ બે જ મિનિટમાં ગૃહનું કામકાજ બીજીવાર ૨ઃ૧૫ સુધી સસ્પેન્ડ કરાયું હતું. બપોરે ૨ઃ૧૫ વાગે ગૃહ મળતાં ફરી કોંગ્રેસના સભ્યો એકઠાં થયાં હતાં અને સૂત્રો પોકારતા હતા, એ સમયે એજન્ડા ઉપરની ગૃહ, શ્રમ-રોજગાર તથા બંદરો અને વાહન વ્યવહાર વિભાગોની ૨૦૧૨-૧૩ના બજેટની માગણીઓ ચર્ચા વિના મૌખિક મતદાન લઈ મંજૂર કરી દેવાઈ હતી. માંડ ૩ મિનિટ આ ખેલ ચાલ્યો, ત્યારબાદ રિસેસ સુધી ત્રીજાવાર ગૃહનું કામકાજ સ્થગિત કરાયું હતુ.ફરી સભાગૃહ ૩ઃ૧૫ વાગે મળ્યું ત્યારે અધ્યક્ષની ખુરશી ઉપર પેનલ ઉપરના અંજારના ભાજપના ધારાસભ્ય નીમાબહેન આચાર્ય બેઠાં હતાં. એ વખતે પણ અગાઉ જેવો જ માહોલ જામ્યો હતો ત્યારે ભાજપના સંસદિય બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સૂત્રોચ્ચાર કરતા, પાટલીઓ પછાડતા અને કાગળિયાંના લીરેલીરા હવામાં ઉડાડતા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને નેમ કરી આજના દિવસની કાર્યવાહીમાંથી દૂર કરવાની દરખાસ્ત રજૂ કરી હતી, જે મંજૂર થતાંની સાથે જ કોંગ્રેસના ૬-૭ ધારાસભ્યો 'વેલ'માં ધસી જઈ નીચે બેસી ગયા હતા, જેમને હાથપગ ઉંચકીને સાર્જન્ટો દ્વારા બહાર લઈ જવાતા હતા, તે સમયે નીમાબહેન આચાર્યએ ચોથીવાર ૩ઃ૨૧ વાગે પંદર મિનિટ માટે ગૃહ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. એ પછી વિપક્ષની ગેરહાજરીમાં ગૃહ મળ્યું, એમાં બિનસરકારી સંકલ્પો જે ભાજપી સભ્યો દ્વારા લવાયા હતા, તેની ચર્ચા થઈ હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved