Last Update : 23-March-2012, Friday
 

આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિદ્રામાં ને દર્દીઓ રામભરોસે
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ

 

અમદાવાદ,ગુરુવાર
ગુજરાતની ૬ સરકારી ૪ ગુજરાત મેડિકલ રીસર્ચ સોસાયટીની અને બે ડેન્ટલ કોલેજોમાં ફરજ બજાવતાં ૨૫૦૦ ઉપરાંત ડોક્ટર-અધ્યાપકોએ પોતાની વ્યાજબી માંગણીઓને લઇને આજથી અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ કરી દીધો છે. અમદાવાદ સહિત રાજકોટ, જામનગર, વડોદરા, સુરત, ભાવનગર વગેરે શહેરોમાં આવેલી કોલેજના અધ્યાપકોએ પણ સંપૂર્ણ રીતે કામકાજથી અળગા રહીને રોષ વ્યક્ત કર્યો હતો. આવતીકાલથી કેન્સર હોસ્પિટલના અધ્યાપકોએ પણ હડતાલમાં જોડાવવાની જાહેરાત કરતાં પરિસ્થિતિ વધુ બગડે તેવી શકયતાં છે. ડોક્ટરોએ શુક્રવારે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની પણ તૈયારીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે.
હડતાલ અંગે ૧૫ દિવસ પહેલાં જાણ કરી છતાં કોઇ પગલાં ન લેવાતાં સ્થિતિ બગડી ઃ કેન્સરના ડૉક્ટરો આજે જોડાશે
પ્રાપ્ત વિગતો અનુસાર મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં ફરજ બજાવતાં ડોક્ટરને યુજીસીના નિયમ પ્રમાણે આર્ટસ-કોમર્સ કોલેજોના અધ્યાપકોને જે પ્રમાણે પે સ્કેલ આપવામાં આવે છે તે પણ આપવામાં આવતો નથી. આ સિવાય સરકારે નવી કોલેજની મંજુરી લેવાની થાય ત્યારે રાતોરાત ડોક્ટરોને એક જગ્યાએથી છૂટા કરીને નવી કોલેજમાં હાજર થવાની સૂચના આપવામાં આવે છે. ડોક્ટરો રાતોરાત કેવી રીતે હાજર થશે તેની પણ ચિંતા સરકાર દ્વારા કરવામાં આવતી નથી. અન્ય સરકારી અધ્યાપકોને ટાઇમ બાઉન્ડ પ્રમોશનો આપવામાં આવે છે ત્યારે ડોક્ટર-અધ્યાપકો આજસુધી કોઇ પ્રમોશનો અપાયા નથી.
આ તમામ માંગણીઓ સાથે ત્રણ વર્ષ પહેલા સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં મોટાભાગની તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હતી. પરંતુ તેનો અમલ કરાયો નહોતો. દર્દીઓ હેરાન ન થાય તે માટે ડોક્ટર-અધ્યાપકોએ પંદર દિવસ પહેલા સરકાર એટલે કે આરોગ્ય વિભાગને જાણ કરીને પ્રશ્નોના ઉકેલ લાવવાની માંગણી કરવામાં આવી હતી. ડોક્ટરો કહે છે પંદર દિવસ પહેલા જાણ કરવા છતાં આરોગ્ય વિભાગને અમારી કોઇ પડી ન હોય તેમ આજસુધી સમાધાન માટે કોઇ પ્રયાસ કરવામાં આવ્યો નથી. બે દિવસ પહેલા માંગણીઓનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરવા બોલાવવામાં આવ્યા હતા.
પરંતુ અધિકારીઓ પ્રેઝન્ટેશન જોઇને ચાલ્યા ગયા હતા. આજથી તમામ ૨૫૦૦ જેટલા ડોક્ટરોે કામકાજથી અળગા રહીને દિવસ દરમિયાન પુસ્તકો વાંચીને વી વોન્ટ જસ્ટીસના સૂત્રોચ્ચારો કરીને દિવસ પુરો કર્યો હતો.
આવતીકાલથી કેન્સર હોસ્પિટલના ડોક્ટરોએ પણ હડતાલમાં જોડાવવાની જાહેરાત કરી છે.

સિવિલમાં ૧૫૦ની જરૃરયાત સામે બહારથી માત્ર ૩૦ ડૉક્ટરો આવ્યા
અમદાવાદ,ગુરુવાર
બી.જે.મેડિકલ કોલેજ સહિત જુદી જુદી ૧૨ કોલેજોના ડોક્ટર-અધ્યાપકો હડતાલ પર જતાં આજે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત ખરાબ થઇ ગઇ હતી. મોટાભાગના ઓપરેશનો કેન્સલ કરવામાં આવ્યા હતા. જો કે,સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ એમ.એમ.પ્રભાકર કહે છે સિવિલમાં દર્દીઓની સેવા યથાવત રહે તે માટે ૧૫૦ જેટલા ડોક્ટરોની ડીમાન્ડ કરવામાં આવી છે. જેની સામે પ્રથમ દિવસે ૩૦ ડોક્ટરો બહારથી બોલાવવામાં આવ્યા હતા. ઓપીડી અને રૃટીન કામકાજ ચાલુ રહ્યું હતું. અમુક ઓપરેશનોને અસર થઇ હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved