Last Update : 23-March-2012, Friday
 

હિન્દુ ધર્મમાં અતિપવિત્ર મનાતા કચ્છના
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ

 

અમદાવાદ,ગુરુવાર
હિન્દુ ધર્મમાં અતિપવિત્ર મનાતા કચ્છના નારાયણ સરોવરમાં સરોવરની હદ-વિસ્તારમાં જ પાર્કિંગ વ્યવસ્થા, શૌચાલય સહિતના આડેધડ દબાણો અને ગંદકીના મામલે એક જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. જેની સુનાવણીમાં કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે રાજય સરકાર, રાજયના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી, ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન, જીપીસીબીના ચેરમેન, કચ્છ જિલ્લા કલેકટર અને નારાયણ સરોવર ગામના સરપંચ વિરુદ્ધ કારણદર્શક નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ બાદ મુકરર કરી છે.
ગુજરાત સરકાર, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન, જીપીસીબી સહિતના સત્તાધીશોને નોટિસ
હિન્દુ ધર્મમાં પુણ્યુનું ભાથું બાંધવા માટે ખૂબ જ મહત્વના અને અતિપવિત્ર ગણાતા કચ્છના નારાયણ સરોવરક્ષેત્રની હદમાંથી આ દબાણો દૂર કરી પુનઃ પહેલાના જેવી પ્રાકૃતિક પરિસ્થિતિના નિર્માણ માટે પીઆઇએલમાં દાદ માંગવામાં આવી છે. નારાયણ સરોવરની જાળવણી અને સુરક્ષા માટે જરુરી આદેશો કરવા દાદ માંગતી એવી રજૂઆત કરાઇ હતી કે, શાસ્ત્રોકત દ્રષ્ટિકોણથી કચ્છનું નારાયણ સરોવર ઘણું ઐતિહાસિક અને પવિત્ર મહત્વ ધરાવે છે. પ્રાચીન સમયમાં સિંધુ નદીનો પ્રવાહ નારાયણ સરોવરમાં મળતો હતો. આ ઐતિહાસિક ધરોહર અને પવિત્ર જળસ્ત્રોતની જાળવણીના બદલે ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન દ્વારા ૨૦૧૦થી આ સરોવરક્ષેત્રની હદમાં માટી, સિમેન્ટ,પથ્થર વગેરેથી પુરાણ કરી દઇ આવનાર સાહેલાણીઓ-પ્રવાસીઓ માટે પાર્કિંગ પ્લેસ ઉભુ કર્યું છે. જેના કારણે સરોવરક્ષેત્રની હદમાં સ્વાભાવિક રીતે ઘટાડો નોંધાયો છે.
આ સિવાય ટુરીઝમ કોર્પોરેશન દ્વારા જે જગ્યાએથી સરોવરનું પાણી ઓવરફલો થઇ દરિયામાં જતું હતું તે જગ્યાએ પબ્લીક ગાર્ડન ઉભુ કરી દીધું છે. જેના કારણે ઓવરફલો થતાં પાણીનો પ્રવાહ સ્થાનિક ગામ તરફ ફંટાય તેવી વિચિત્ર પરિસ્થિતિ ઉભી થઇ છે. ઉપરાંત, જાહેર શૌચાલય અને ન્હાવા માટેના પ્લેટફોર્મ સરોવરના કેચમેન્ટ એરિયામાં બનાવાઇ રહ્યા છે. જેના પરિણામે, સરોવરના પવિત્ર પાણીમાં ગંદકી ફેલાવાની ગંભીર દહેશત વર્તાઇ રહી છે. સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓ ધ્યાને લેતાં નારાયણ સરોવરની એક જળસ્ત્રોત તરીકે તેની જાળવણી કરવી સત્તાવાળાઓની ફરજ છે અને ઐતિહાસિક અને પવિત્રતાની દ્રષ્ટિએ પણ સત્તાવાળાઓએ તેનું મૂલ્ય સમજવું જોઇએ. આ સજોગોમાં હાઇકોર્ટે રાજય સરકારના સંબંધિત સત્તાવાળાઓને પવિત્ર એવા નારાયણ સરોવરની હદ-ક્ષેત્રમાંથી આવા દબાણો દૂર કરી પુનઃ અગાઉની પ્રાકૃતિક પરિસ્થિતિનું નિર્માણ કરવા આદેશ કરવો જોઇએ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved