Last Update : 23-March-2012, Friday
 

નાણાંકીય વર્ષમાં સાત ઓફરમાં રૃા. ૩૫૪ કરોડ મળ્યા
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી

 

અમદાવાદ, ગુરુવાર
ધી સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આકરા નિયમોએ જ્યારે નવી ઓફરની સંખ્યાને ઘટાડવાની ફરજ પાડી છે ત્યારે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોને રોકાણકારો તરફથી મોળો પ્રતિસાદ મળે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૨માં રજૂ કરાયેલી સાત સ્કીમમાં માત્ર રૃા. ૩૫૪ કરોડની મૂડી જ ઉભી થઈ શકી હતી.
ઈક્વિટી માર્કેટ નરમ રહેશે ત્યાં સુધી મ્યુચ્યુઅલ ફંડોની વિવિદ યોજનાઓ ધારેલી રકમ ઉભી કરી શકશે નહીં
વર્ષ ૨૦૦૫-૦૬ દરમિયાન આવા ફંડોએ સારો સમય જોયો હતો અને તે વખતે તેમણે જે રકમ ઉભી કરી હતી તેનો એક ટકો રકમ પણ આ વખતે ફંડ ઉદ્યોગ ઉભી કરી શક્યો નથી.
પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ચાલુ નાણાંકીય વર્ષે ઈક્વિટી સેગમેન્ટમાં ફકત સાત નવી ફંડ ઓફર્સ (એનએફઓ) બજારમાં આવી હતી અને તેમાં તેઓ ફકત રૃા. ૩૫૪ કરોડ ઉભા કરી શક્યા હતાં.
સેબીના નિયમો અત્યંત આકરા હોવાથી ફંડોને એનએફઓની સંખ્યા ઘટાડવી પડી છે. વર્ષ ૨૦૦૫-૦૭ વચ્ચે આવેલી સ્કીમો કરતાં તેની સંખ્યા પાંચમા ભાગની થઈ ગઈ છે.
જે ખેલાડીઓએ એફએફઓ લોન્ચ કરવાની હામ ભીડી હતી તેમને રોકાણકારો તરફથી ધાર્યો પ્રતિભાવ મળ્યો નહોતો. આવી નવી ઓફર મોટા ભાગે નવા દાખલ થયેલા ફંડહાઉસની હતી. આવા ખેલાડીઓ હજુ તેમની ઈન્વેસ્ટમેન્ટ બાસ્કેટને બનાવવાના પ્રાથમિક તબક્કામાં છે. પીઅરલેસ મ્યુચ્યુઅલ ફં, યુનિયન બેંક કેબીસી, એડલવીસ અને ઈન્ડિયાબુલ્સ એએમસી આવા ખેલાડીઓ છે.
દાખલા તરીકે ઈક્વિટીની કેટેગરીમાં છેલ્લામાં છેલ્લી ઓફર ઈન્ડિયાબુલ્સ બ્લુ ચિપ ફંડની હતી. ફેબુ્રઆરીમાં લોન્ચ કરાયેલું ફંડ માત્ર રૃા. ૧૩ કરોડ ઉભા કરી શક્યુ હતું. તેના પહેલા એડલવીસ અને પીઅરલેસે પણ તેમની પહેલા ઈક્વિટી ફંડ સ્કીમ મૂકી હતી પણ તે બંને અનુક્રમે માત્ર રૃા. ૬ કરોડ અને રૃા. ૨૪ કરોડ એકત્ર કરી શક્યા હતાં. ટાટા મ્યુચ્યુઅલ ફંડ જેવા જૂના ખેલાડી પણ રોકાણકારોને આકર્ષી શક્યા નહોતા. તેની રિટાયરમેન્ટ સેવિંગ્સ ફંડ સ્કીમને માત્ર રૃા. ૧ કરોડ મળ્યા હતાં.
ફકત બે સ્કીમને કંઈક અંશે સારો પ્રતિભાવ મળ્યો હતો.સુંદરમ મ્ચ્યુઅલ ફંડ અને યુનિયન કેબીસી પ્રત્યેકે રૃા. ૧૨૫ કરોડ ઉભા કર્યા હતાં. પરંતુ વર્ષ ૨૦૦૬માં પ્રત્યેક મ્યુચ્યુઅલ ફંડે સરેરાશ રૃા. ૯૫૦ કરોડ ઉભા કર્યા હતા અને તેની સરખામણીએ આ રકમ કશુ નથી. તે સમયે ફંડોએ ૩૯ એનએફઓ દ્વારા રૃા. ૩૬,૭૪૧ કરોડ ઉભા કર્યા હતાં.
એક ફંડ હાઉસના ટોચના અધિકારીએ કહ્યુ હતું કે નબળા પ્રતિસાદ પાછળ વિવિધ પરિબળો કામ કરે છે. ઈક્વિટી માર્કેટ નરમ છે. બજાર સારા હોય ત્યારે અને વાજબી ઓફર થતી હોય તો રોકાણકારો જોખમ ઉઠાવવા તૈયાર થતાં હોય છે.આ ફંડ પણ તેની સ્કીમ લોન્ચ કરવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યુ છે પણ તેના મતે પરિસ્થિતિ હજુય સુધરી નથી.
નિષ્ણાતોના મતે ઉદ્યોગમાં આવેલા અને આવનારા ફંડે નવા પ્રકારની સ્કીમ ઓફર કરવી જોઈએ. ઈક્વિટી સ્કીમ માટે તો વર્તમાન સ્થિતિ તેમની તરફેણમાં નથી. અત્યારે સ્થાપિત અને જૂના ફંડોને પણ તેમની સ્કીમને સક્સેસફુલ બનાવવામાં મુશ્કેલી પડે તેમ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved