Last Update : 23-March-2012, Friday
 

ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે

 
કોલ માઇનીંગ કૌભાંડે શ ેરોમાં ઊંડી ખાઇમાં ખાબક્યાં ઃ સેન્સેક્ષ ૪૦૫ પોઇન્ટ તૂટીને ૧૭૧૯૬ બે સપ્તાહના તળીયે
રીયાલ્ટી, પાવર, મેટલ-માઇનીંગ, બેંકિંગ શેરોમાં ગાબડાં નિફ્ટી ૧૩૬ પોઇન્ટ તૂટીને ૫૨૨૮ ઃ રોકાણકારોના રૃા. ૧.૩૦ લાખ કરોડ ધોવાયા
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, ગુરુવાર
યુપીએ સરકારના શાસનમાં આર્થિક કૌભાંડો ઉપર કૌભાંડોના થઇ રહેલા પર્દાફાશમાં ૨જી સ્પેક્ટ્રકમ ટેલીકોમ કૌભાંડને પણ ભુલાવી દેનારુ કોલસાના માઇનીંગનાં છ ગણા મોટા ૨૧૧ અબજ ડોલરના (રૃા. ૧૦.૬૭ લાખ કરોડ અંદાજીત) કૌભાંડનો ઘટસ્ફોટ થતાં વિપક્ષોએ આજે સંસદને ગજાવી મૂકતા મુંબઇ શેરબજારમાં મેટલ-માઇનીંગ, પાવર- કેપિટલ ગુડઝ, શેરો પાછળ સાર્વત્રિક ધબડકાએ સેન્સેક્ષ ૪૦૫ પોઇન્ટ અને નિફઅટી ૧૩૬ પોઇન્ટ ગબડી ગયા હતા. કોલ માઇનીંગના અધધ... કૌભાંડના પર્દાફાશ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે પણ એચએસબીસી પરચેઝ મેનેજર્સ ઇન્ડેક્ષના વિવિધ દેશોના મેન્યુફેક્ચરીંગ - ફેક્ટરી ઉત્પાદન પ્રવૃત્તિના માર્ચ મહિનાના આંકડા ચીનના ઘટીને ૪૮.૧ ચાર મહિનાના તળીયે અને યુરોપના જર્મની તથા ફ્રાંસના મેન્યુફેક્ચરીંગના અનપેક્ષીત તીવ્ર ઘટાડાએ ઘટીને ૪૭.૭ જાહેર થતાં તેમજ યુ.કે.માં રીટેલ વેચાણમાં ઘટાડાએ યુરોપ- એશીયાના બજારોમાં ધોવાણ પાછળ બપોરે એક વાગ્યા બાદ મોટાપાયે ઓફલોડીંગ શરૃ થતા ઘટાડાની તીવ્રત વધી હતી. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૬૦૧.૭૧ સામે ૧૭૫૮૬.૦૬ મથાળે ખુલીને આરંભના કલાકમાં સાંકડી વધઘટ બતાવતો રહી આઇટીસી, કોલ ઇન્ડિયા, હીરોમોટોકોર્પ, આઇટી શેરોની મજબૂતીએ સેન્સેક્ષ ૮૫.૩૦ પોઇન્ટ વધીને ઉપરમાં ૧૭૬૮૭.૦૧ સુધી પહોંચ્યો હતો. પરંતુ કોલ માઇનીંગ કૌભાંડના અહેવાલે સંસદમાં હોબાળો શપૃ થતા ૧૧ઃ૧૫ વાગ્યા બાદ ઘટાડાની ચાલ શરૃ થઇ ૮૦થી ૮૫ પોઇન્ટ ઘટી આવ્યા બાદ ૧૨ઃ૨૦ વાગ્યા પછી મોટા ભાગનો આ ઘટાડો પચાવીને સાધારણ ૧૭થી ૨૦ પોઇન્ટનો ઘટાડો બતાવતો રહ્યો હતો. જે યુરોપના બજારો મેન્યુફેક્ચરીંગના ચીન- યુરોપના નબળા આંકે નેગેટીવ ખુલતા મેટલ, -માઇનીંગ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ, રીયાલ્ટી, રિલાયન્સ શેરોમાં કડાકા સાથે ઓટો, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ વધતા વનસાઇડ તીવ્ર ઘટાડામાં સેન્સેક્ષ વધ્યામથાળેથી ૫૫૦.૫૧ પોઇન્ટ અને આગલા બંધથી ૪૬૫.૨૧ પોઇન્ટ તૂટીને નીચામાં ૧૭૧૩૬.૫૦ સુધી ખાબકી ગયો હતો. જે છેલ્લી ૧૫ મીનિટની એવરેજે અંતે ૪૦૫.૨૪ પોઇન્ટ તૂટીને ૧૭૧૯૬.૪૭ બંધ રહ્યો હતો.
રેલવે રોલબેક, ચીન-યુરોપના નબળા પીએમઆઇ, કોલ માઇનીંગ કૌભાંડે નિફ્ટી ૫૨૦૫ના તળીયે
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૩૬૪.૯૫ સામે ૫૩૬૧.૧૦ મથાળે ખુલીને આરંભના કલાકમાં સાંકડી વધઘટમાં નીચામાં ૫૩૩૮.૧૦થી ઉપરમાં ૫૩૮૫.૯૫ સુધી પહોંચ્યા બાદ ૧૧ઃ૧૮ વાગ્યા બાદ ફરી નેગેટીવ ઝોનમાં આવી નીચામાં ૫૩૩૦ સુધી ગયો હતો. જે ફરી આંશિક વેચાણો કપાતા ૧ઃ૨૪ વાગ્યે ૫૩૬૦ સુધી આવ્યો હતો. પરંતુ યુરોપના બજારોમાં ઝડપી નરમાઇ સાથે ચીન, યુરોપનો પીએમઆઇ- એચએસબીસી પરચેઝ મેનેજર્સ ઇન્ડેક્ષ મેન્યુફેક્ચરીંગ પ્રવૃતિનો આંક માર્ચ મહિનાનો ઘટીને આવતા અને એ પૂર્વે તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીએ રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીને મુસાફરી ભાડામાં વધારાના વિરોધમાં હટાવી મુકુલ રોયને રેલવે પ્રધાન બનાવ્યા બાદ આજે રેલવે પ્રધાને ફર્સ્ટ અને સેકન્ડ એસી સિવાયના બધા મુસાફરી ભાડામાં વધારો પાછો ખેંચવાનો નિર્ણય જાહેર કરીને નેગેટીવ અસરે ફંડોની ઓલરાઉન્ડ વેચવાલી નીકળી હતી. નિફ્ટી ૧ઃ૨૪ વાગ્યા બાદ વનસાઇડ ઘટાડામાં તૂટતો જઇ એક સમયે ૧૫૯.૩૦ પોઇન્ટ તૂટીને નીચામાં ૫૨૦૫.૬૫ સુધી ખાબકી જઇને અંતે ૧૩૬.૫૦ પોઇન્ટના ગાબડે ૫૨૨૮.૪૫ બંધ રહ્યો હતો.
કોલ ઇન્ડિયા, હીરો મોટોકોર્પ સિવાય સેન્સેક્ષના ૨૮, નિફ્ટીના ૪૮ શેરો ગબડયા
સેન્સેક્ષના ૩૦ શેરોમાંથી હીરો મોટોકોર્પ, કોલ ઇન્ડિયા સિવાય ૨૮ શેરો ગબડયા હતા. જ્યારે નિફ્ટી ૫૦ શ ેરોમાંથી પણ બે શેરો કોલ ઇન્ડિયા, હીરોમોટોકોર્પ સિવાયના ૪૮ શેરો ગબડયા હતા.
નિફ્ટી માર્ચ ફ્યુચર ૫૪૧૦ની ઊંચાઇથી ૫૨૨૦ સુધી પટકાયો ઃ ૫૨૦૦થી ૫૬૦૦ના કોલમાં ગાબડાં
તીવ્ર કડાકા છતાં નિફ્ટી સ્પોટમાં આજે ૫૨૦૦ની સપાટી અકબંધ રહી ૫૨૦૫ના તળીયે અટક્યો હતો. ડેરીવેટીવ્ઝમાં પણ નિફ્ટી માર્ચ ફ્યુચર ૫,૨૩,૮૮૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૯૩૮.૪૮ કરોડના ટર્નઓવરે ૫૩૯૪.૫૦ સામે ૫૩૭૬.૬૦ ખુલી ઉપરમાં ૫૪૧૦ થઇ પાછો ફરી નીચામાં ૫૨૨૦.૫૦ સુધી ગબડી જઇ અંતે ૫૨૨૫.૫૫ હતો. નિફ્ટી ૫૨૦૦થી ૫૬૦૦ના કોલમાં મોટા ગાબડાં પડયા હતાં.
નિફ્ટી ૫૪૦૦નો કોલ ૬૧થી તૂટીને ૧૬.૬૫ ઃ ૪૯૦૦ નો પુટ ૧.૭૦થી ઉછળીને ૯
નિફ્ટી ૫૪૦૦નો કોલ ૬૧.૧૫ સામે ૫૫.૨૫ ખુલી ઉપરમાં ૬૫.૫૦ થઇ તૂટીને નીચામાં ૧૫.૮૦ સુધી ખાબકી જઇ અંતે ૧૬.૬૫ હતો. નિફ્ટી ૫૫૦૦નો કોલ ૨૪.૩૦ સામે ૨૨.૨૦ ખુલી ઉપરમાં ૨૬.૨૦ થઇ તૂટીને નીચામાં ૫.૧૦ સુધી ગબડી અંતે ૫.૭૦ હતો. નિફ્ટી ૫૬૦૦નો કોલ ૮.૪૦ સામે ૬.૮૦ ખુલી ઉપરમાં ૮.૬૦થી નીચામાં ૨.૦૫ સુધી પટકાઇ છેલ્લે ૨.૧૫ હતો. નિફ્ટી ૪૯૦૦નો પુટ ૧.૭૦ સામે ૧.૭૦ ખુલી નીચામાં ૧.૧૦થી ઉછળી ૯.૫૦ થઇ અંતે ૯ હતો. નિફ્ટી ૫૦૦૦નો પુટ ૩.૧૫ સામે ૨.૫૫ ખુલી નીચામાં ૨.૨૫થી ઉછળી ઉપરમાં ૧૭.૯૦ થઇ છેલ્લે ૧૬.૫૦ હતો. નિફ્ટી ૪૮૦૦નો પુટ ૧.૨૦ સામે ૧.૬૦ ખુલી નીચામાં ૧ થઇ ઉપરમાં ૫.૪૦ સુધી જઇ છેલ્લે ૫.૩૦ હતો.
કોલ માઇનીંગના ૧૦.૬૭ લાખ કરોડના કૌભાંડે મેટલ-માઇનીંગ શેરોમાં ગાબડાં ઃ જિન્દાલ શેરોમાં સૌથી વધુ પીટાયા
કોલસાના માઇનીંગનું ઓક્શન નહીં કરીને દેશમાં રૃા. ૧૦.૬૭ લાખ કરોડનું માઇનીંગ કૌભાંડ થયાના અહેવાલ અને આ કૌભાંડ ૨જી સ્પેક્ટ્રમ ટેલીકોમ કૌભાંડથી છ ગણું હોવાના પર્દાફાશે મેટલ- માઇનીંગે પાવર શેરો કડડભૂસ થઇ ગયા હતા. સૌથી વધુ જિન્દાલ ગુ્રપ કંપનીઓના શેરોમાં હેમરીંગ થયું હતું. જેએસડબલ્યુ સ્ટીલ કર્ણાટક માઇનીંગ કૌભાંડમાં સંડોવણીના અહેવાલ વચ્ચે શેર રૃા. ૫૮.૬૫ તૂટીને રૃા. ૭૧૯.૭૫, જિન્જાલ સ્ટીલ રૃા. ૪૨.૮૦ તૂટીને રૃા. ૫૪૬.૫૫, ટાટા સ્ટીલ રૃા. ૨૧.૪૫ તૂટીને રૃા. ૪૫૦.૪૦, સેઇલ રૃા. ૪.૩૫ તૂટીને રૃા. ૯૩.૭૫, હિન્દાલ્કો રૃા. ૪.૩૦ ઘટીને રૃા. ૧૩૨.૯૫, સેસાગોવા રૃા. ૫.૩૫ ઘટીને રૃા. ૧૯૭.૯૦, એનએમડીસી રૃા. ૩.૩૦ ઘટીને રૃા. ૧૬૧.૦૫, હિન્દુસ્તાન ઝિંક રૃા. ૨.૨૦ ઘટીને રૃા. ૧૨૮.૫૦, સ્ટરલાઇટ રૃા. ૧.૮૫ ઘટીને રૃા. ૧૧૩.૯૫, ભૂષણ સ્ટીલ રૃા. ૨.૨૫ ઘટીને રૃા. ૩૯૭.૬૫ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૩૮૪.૧૭ પોઇન્ટ તૂટીને ૧૧૨૮૦.૯૧ રહ્યો હતો.
પાવર કંપનીઓની પણ કોલ માઇનીંગમાં સંડોવણી ઃ જેએસડબલ્યુ એનર્જી, રિલાયન્સ પાવર, અદાણી પાવર તૂટયા
પાવર સેરોને પણ કોલ માઇનીંગ કૌભાંડના છાટાં ઉડતા અને કોલસાના માઇનીંગમાં પાવર કંપનીઓ પણ સંડોવાઇ હોઇ પાવર શેરોમાં ગાબડાં પડયા હતા. જેએસડબલ્યુ એનર્જી રૃા. ૬.૩૫ તૂટીને રૃા. ૬૨.૬૫, લેન્કો ઇન્ફ્રા. રૃા. ૧.૪૫ તૂટીને રૃા. ૧૮.૫૫, જીવીકે પાવર રૃા. ૧.૧૫ તૂટીને રૃા. ૧૭.૪૫, રિલાયન્સ પાવર રૃા. ૭.૯૫ તૂટીને રૃા. ૧૨૧.૧૦, સુઝલોન એનર્જી રૃા. ૧.૮૦ ઘટીને રૃા. ૨૭.૪૦, જીએમઆર ઇન્ફ્રા. રૃા. ૧.૭૫ ઘટીને રૃા. ૨૯.૨૦, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૩૪.૦૫ તૂટીને રૃા. ૫૮૬.૮૦, અદાણી પાવર રૃા.૩.૫૫ ઘટીને રૃા. ૬૪.૩૫, ટાટા પાવર રૃા. ૪.૬૦ ઘટીને રૃા. ૯૯.૫૫, પીટીસી ઇન્ડિયા રૃા. ૨.૫૦ ઘટીને રૃા. ૬૦.૫૫, ભેલ રૃા. ૮.૭૫ ઘટીને રૃા. ૨૬૦.૯૫, એબીબી રૃા. ૧૮.૮૦ ઘટીને રૃા. ૮૧૩.૭૫, ટોરન્ટ પાવર રૃા. ૫ ઘટીને રૃા. ૨૦૯.૧૫ રહ્યા હતા. બીએસઇ પાવર ઇન્ડેક્ષ ૭૯.૪૧ પોઇન્ટ તૂટીને ૨૧૧૫.૪૦ રહ્યો હતો. પુંજ લોઇડ રૃા. ૩.૯૫ તૂટીને રૃા. ૫૨.૩૦, હવેલ્સ ઇન્ડિયા રૃા. ૨૮.૭૦ તૂટીને રૃા. ૫૮૧.૯૫, લાર્સન રૃા. ૫૦.૭૫ તૂટીને રૃા. ૧૨૯૭.૨૫ રહ્યા હતા. બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૩૫૦.૧૭ પોઇન્ટ તૂટીને ૧૦૦૪૦.૬૮ હતો.
રિલાયન્સ શેરોમાં તેજી બાદ ફરી ગાબડાં ઃ કેપિટલ રૃા. ૨૬, ઇન્ફ્રા. રૃા. ૩૪, કોમ્યુ. રૃા. ૫ તૂટયા
અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં ગઇકાલે તેજી બાદ આજે ગાબડાં પડયા હતા. રિલાયન્સ કેપિટલ રૃા. ૨૬.૨૦ તૂટીને રૃા. ૩૯૧.૫૫, રિલાયન્સ પાવર રૃા. ૭.૯૫ ઘટીને રૃા. ૧૨૧.૧૦, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃા. ૪.૯૦ ઘટીને રૃા. ૮૮.૨૦ રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૩૧.૮૫ તૂટીને રૃા. ૭૩૬.૫૦, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૩૪.૦૫ તૂટીને રૃા. ૫૮૬.૮૦ રહ્યા હતાં.
હવે માઇનીંગ કૌભાંડ પીએસયુ બેંકોની ડૂબત લોન જંગી વધારશે! કોટક મહિન્દ્રા રૃા. ૨૭, એક્સીસ રૃા. ૫૧ તૂટયા
ઔદ્યોગિક વૃદ્ધિ મંદ પડી રહ્યાના ચીન, યુરોપના નબળા પીએસઆઇ આંક તેમજ ઘરઆંગણે માઇનીંગ કૌભાંડના પર્દાફાશથી ફરી કંપનીઓના લોન ડીફોલ્ટરનો આંક જંગી વધવાના અને એના થકી પીએસયુ બેંકોની ડૂબત લોન એનપીએનો આંક અનેકગણો વધી જવાની ગણતરીએ બેંક શેરોમાં ગાબડાં પડયાં હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૪૧૪.૦૭ પોઇન્ટ તૂટીને ૧૧૭૧૨.૦૯ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૃા. ૨૭.૪૦ તૂટીને રૃા. ૫૧૭.૩૦, યુનીયન બેંક રૃા. ૧૧.૦૫ ઘટીને રૃા. ૨૧૬.૦૫, એક્સીસ બેંક રૃા. ૫૦.૭૦ તૂટીને રૃા. ૧૧૭૬.૮૫, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૫.૨૦ તૂટીને રૃા. ૩૫૫, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૩૫.૯૫ તૂટીને રૃા. ૮૯૯.૪૫, બેંક ઓફ બરોડા રૃા. ૨૮.૬૦ તૂટીને રૃા. ૭૮૭.૯૦, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૭૨.૯૫ તૂટીને રૃા. ૨૧૬૦.૬૦, પીએનબી રૃા. ૩૧.૭૦ તૂટીને રૃા. ૯૪૪.૦૫, ફેડરલ બેંક રૃા. ૧૩.૫૦ ઘટીને રૃા. ૪૧૭ રહ્યા હતાં.
૧૦.૬૭ લાખ કરોડનું કોલ માઇનીંગ કૌભાંડ ઃ હજુ રીયાલ્ટી ક્ષેત્રે જંગી કૌભાંડ બહાર આવવાનું બાકી?
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલે (કેગ) દ્વારા સરકારની વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન ૧૫૫ કોલસા ખાણોની ફાળવણી લિલામ થકી નહીં કરીને રૃા. ૧૦.૬૭ લાખ કરોડની જંગી આવક નુકસાની કરવા બદલ ટીકા કરવામાં આવતા મેટલ-માઇનીંગ શેરોમાં ગાબડાં બાદ બજારના અમુક વર્તુળો રીયલ એસ્ટેટ ક્ષેત્રે દેશભરમાં પાછલા વર્ષોની અસાધારણ મોટી તેજીમાં અનેકગણું મોટું કૌભાંડ થયું હોવાની અને આ કૌભાંડ આગામી દિવસોમાં બહાર આવવાની શક્યતાએ રીયાલ્ટી શેરો તૂટયા હતાં.
એચડીઆઇએલ, યુનીટેક, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટી, અનંતરાજ ઇન્ડ. ગબડયા
એચડીઆઇએલ રૃા. ૮.૦૫ તૂટીને રૃા. ૯૩.૯૦, યુનીટેક રૃા. ૨.૦૫ તૂટીને રૃા. ૨૮.૩૦, ડીએલએફ રૃા. ૧૦.૨૦ તૂટીને રૃા. ૧૯૩.૨૫, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૫૦ ઘટીને રૃા. ૫૯.૨૫, ગોદરેજ પ્રોપર્ટી રૃા. ૨૧.૨૦ ઘટીને રૃા. ૬૧૯.૪૦, ફિનિક્સ મિલ્સ રૃા. ૫.૮૫ ઘટીને રૃા. ૨૧૪.૧૫, ઓબેરોય રીયાલ્ટી રૃા. ૬.૯૫ ઘટીને રૃા. ૨૫૭.૬૦ રહ્યા હતા. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૭૮.૧૫ પોઇન્ટ તૂટીને ૧૭૬૨.૨૨ રહ્યો હતો.
ગોલ્ડ લોન પર રિઝર્વ બેંકના અંકુશે મન્નપુરમ, મુથુટ ફાઇનાન્સ, ઇન્ડિયા ઇન્ફોલાઇન તૂટયા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એનબીએફસીઝ કંપનીઓ દ્વારા અપાતી ગોલ્ડ લોનમાં જોખમ વધી રહ્યું હોઇ માર્જીનને સખત બનાવી ગોલ્ડના મૂલ્યના ૬૦ ટકા સુધી જ ધિરાણ આપવાનો આદેશ આપતા એનબીએફસીઝ- ગોલ્ડ લોન આપતી કંપનીઓના શેરોમાં ગાબડાં પડયા હતાં. મન્નપુરમ ફાઇનાન્સ રૃા. ૮.૪૦ તૂટીને રૃા. ૩૬.૯૦, મુથુટ ફાઇનાન્સ રૃા. ૧૬.૧૦ તૂટીને રૃા. ૧૪૬.૬૫, ઇન્ડિયા ઇન્ફોલાઇન રૃા. ૫.૯૫ તૂટીને રૃા. ૬૬.૦૫ રહ્યા હતાં.
માર્કેટ કેપમાં રૃા. ૧.૩૦ લાખ કરોડનું ધોવાણ
શેરોમાં વ્યાપક કડાકા પાછળ બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓના શેરોમાં રોકાણકારોની સંપત્તિ- માર્કેટ કેપિટલાઇઝેશન એક દિવસમાં રૃા. ૬૨.૯૨ લાખ કરોડથી રૃા. ૧.૩૦ લાખ કરોડ ઘટીને રૃા. ૬૧.૬૨ લાખ કરોડ રહી ગયું હતું.
એફઆઇઆઇની કડાકામાં કેશમાં રૃા. ૨૪૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
એફઆઇઆઇ દ્વારા આજે ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં કડાકામાં રૃા. ૨૪૬.૫૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરાઇ હતી. કુલ રૃા. ૨૬૪૩.૩૯ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૩૯૬.૮૩ કરોડના શેરોનું વેચાણ કરાયું હતું. જ્યારે ડીઆઇઆઇ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૧૩૩.૧૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નારાયણ સરોવરમાં બાંધકામ અને ગંદકીના મામલે જાહેરહિતની રિટ
બાળકોના શિક્ષણ માટે NGOના નામે ફાળો ઉઘરાવતી ઠગ ટોળકી
ત્રણ વિભાગોની રૃા. ૪૪૪૪.૪૪ કરોડની માગણી ચર્ચા વિના પસાર
ડૉક્ટર-અધ્યાપકોની હડતાલથી મેડિકલ કોલેજોમાં શિક્ષણ ઠપ
વિશ્વાના કેસમાં આપેલી નોટિસનો જવાબ અધ્ધરતાલ
ચીન- યુરોપના માર્ચના મેન્યુ. પીએમઆઇ નબળા આંકે વૈશ્વિક નરમાઇ સાથે
મુંબઈ ઝવેરીબજારે ફરી બંધ પાળ્યોઃ સપ્તાહના અંત સુધી વેપારો બંધ રખાશે
RBIએ ગોલ્ડ લોનના નિયમો કડક બનાવતાં સોના પર ધિરાણ આપતી કંપનીના શેરો ગગડયા
કેન્દ્રિય સાહસોની ખોટમાં થયેલો ૩૪ ટકાનો વધારો
સેબીના આકરા નિયમોથી ફંડોને ઓફરની સંખ્યા ઘટાડવી પડી
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
કર્ણાટકમાં ગૌવડા સલામત યેદિયુરપ્પાને ધીરજની સલાહ
છૂટાછેડાની પ્રકિયા સરળ કરવા કાયદામાં ફેરફારની વિચારણા
કાશ્મીરને અપાતા વિશિષ્ટ લાભોનું પેકેજ ૧૦ વર્ષ લંબાવવા માંગ
બાન પકડાયેલા ઈટાલીયનો સલામત ઃ શર્મા
ગુજરાતના રાજ્યપાલ બેનીવાલને દૂર હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
પાકિસ્તાને બાંગ્લાદેશને બે રનથી પરાજય આપીને એશિયા કપ જીત્યો
નિવૃત્તિ અંગે મને કોઇએ સલાહ આપવાની જરૃર નથી ઃ તેંડુલકર
કલમાડીને આઇઓએનું પ્રમુખ પદ છોડી દેવા દિલ્હી હાઇ કોર્ટનો આદેશ

મારી કારકિર્દીમાં સ્ટીવ વો રોલ મોડેલ રહ્યો છે ઃ દ્રવિડ

તેંડુલકર પર આપણે બિનજરૃરી દબાણ ન સર્જવું જોઇએ
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

બંકર્સ બોયઝ પર પેરેન્ટ્સની નજર
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
  ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
  મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
 

Gujarat Samachar Plus

કરીના કપૂરને હવે વિદ્યા બાલન જેવી બનવાનો ચસ્કો લાગ્યો !
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved