Last Update : 23-March-2012, Friday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૩-૩-૨૦૧૨ શુક્રવાર
ચૈત્ર સુ એકમ - ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ
ચૈત્ર શક ૧૯૩૪ નં ન સંવત્સરથી શરૃ
ગુડી પડવો - ધ્વજારોહણ - પંચક

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ,રોગ.

 

અમ ાવા સૂર્યો ય ઃ ૬ ક. ૪૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૦ મિ.
સૂરત સૂર્યો ય ઃ ૬ ક. ૪૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૯ મિ.
મુંબઈ સૂર્યો ય ઃ ૬ ક. ૪૧ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૩૦ મિ., (સૂ) ૭ ક. ૩૦ મિ., (મું) ૭ ક. ૨૯ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મીન ( .ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉધારા ભાદ્રપ બપોરના ૧૨ ક. ૩૪ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મીન, મંગળ - સિંહ(વ), બુધ - મીન(વ), ગુરૃ - મેષ, શુક્ર - મેષ, શનિ - તુલા(વ.), રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નં ન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉધારાયણ, વસંતઋતુ, રા.િ . ચૈ ૩
માસ-તિથિ-વાર ઃ ચૈત્ર સુ એકમ ને શુક્રવાર.
ચૈત્રી શક ૧૯૩૪ નં ન સંવત્સરથી શરૃ. ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ. ગુડી પડવો. ધ્વજારોહણ. યજ્ઞાનારાયણ ઈષ્ટીયાગ. પંચક છે. અમૃતસિદ્ધિ યોગ ૧૨ ક. ૩૪ મિ.થી. હેગડેવાર જયંતી. આજથી કડવા લીમડાનો રસ નવ િ વસ સુધી પીવો. ચૈત્ર શુક્લ પક્ષ વલ્લભાબ્ ૫૩૪ શિવત્સોરોત્સવ. સ્વામિનારાયણ શક ૨૩૧નો પ્રારંભ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રબિ ઉલ આખર માસનો ૨૯ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આવાં માસનો ૮ રોજ એપઆ ર.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજથી ચૈત્રી નવરાત્રિનો અને શક સંવત ૧૯૩૪નો પ્રારંભ થતો હોવાથી ધર્મકાર્ય, શુભકાર્ય થાય. નોકરી-ધંધાનું કામ થઈ શકે.

 

વૃષભ ઃ ચૈત્રી નવરાત્રિના પ્રારંભે આજે આપના હૃ ય-મનની પ્રસન્નતા રહે. ધર્મકાર્ય થાય. પુત્રપૌત્રાિ કનું કામ થાય. નોકરી-ધંધામાં આનં .

 

મિથુન ઃ આજે બજારોની વધઘટમાં વેપાર-ધંધામાં ધ્યાન રાખવું. તે સિવાય શક સંવત ૧૯૩૪ના પ્રારંભે સ્વજન-સ્નેહીને મળવાનું થાય.

 

કર્ક ઃ આજથી ચૈત્રી નવરાત્રિ શરૃ થવાથી ધર્મકાર્ય-શુભકાર્ય-યાત્રા પ્રવાસ- મુલાકાતથી આનં રહે. નોકરી-ધંધાનું કામ થાય.

 

સિંહ ઃ ચૈત્રિ શક સંવત ૧૯૩૪ના પ્રારંભે આજે આપના નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્યમાં, અન્ય કામમાં ધીરજ, શાંતિ રાખવી.

 

કન્યા ઃ આજે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે આનં ઉત્સાહ રહેશે પરંતુ મસ્તકમાં, ગર ન, કમરમાં ર્પીડાથી સંભાળવું. ધર્મકાર્ય થાય.

 

તુલા ઃ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. વધારાનું કામકાજ થાય. નોકરી-ધંધાના કામાં સાનુકૂળતા રહે. આવક થાય.

 

વૃશ્વિક ઃ ગુડી પડવાના આજના પર્વે આનં ઉત્સાહ રહે. નોકરી-ધંધાના, પુત્રપૌત્રાિ કના કામમાં પ્રગતિ જણાય.

 

ધન ઃ આજે આપે નોકરી-ધંધાના, ઘર પરિવારના કામમાં ધીરજ, શાંતિ રાખવી. ગુડી પડવાનું પર્વ ખર્ચનું રહે.

 

મકર ઃ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. તેથી તમે તમારા અંગત કામમાં, ઘર પરિવારના, નોકરીધંધાના કામમાં, ધર્મકાર્યમાં વ્યસ્ત રહો.

 

કુંભ ઃ આપના આનં માં વધારો થાય. ગુડી પડવાના પર્વથી, ચૈત્રી નવરાત્રીથી ધર્મકાર્ય, શુભકાર્ય નોકરી-ધંધાનું, પરિવારનું થઈ શકે.

 

મીન ઃ રોજીં ા કામ અંગે, વધારાના કામ અંગે માનસિક પરિતાપ-ચિંતા રહે. પરંતુ ધર્મકાર્યથી આનં અનુભવાય.

 

- પ્રા. અગ્નિ ધા પ મનાભ

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૩ માર્ચ ૨૦૧૨ શુક્રવાર

 

આજથી શરૃ થઈ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ પ્રતિકૂળતાનું રહે. સાંસારિક પ્રશ્નમાં, કૌટુંબીક પ્રશ્નમાં ચિંતા, બીમારી, વિવા ના કારણે શાંતિ રાહત જણાય નહીં.

 

- આપના આરોગ્યની કાળજીમાં બી.પી. અને ડાયાબીટીસ, છાતીમાં ર્પીડાથી સંભાળવું.

 

- સંયુક્ત મીલકતની વહેંચણી-વેચાણનો પ્રશ્ન હોય, માલીક ભાડુઆતનો પ્રશ્ન હોય તેમાં વર્ષ તકલીફ-ચિંતાનું રહે.

 

- નોકરી-ધંધામાં ફેરફારીના સંજોગો સર્જાય. સ્થળાંતરવાળી નોકરી હોય તેમને સ્થળાંતરના કારણે સમય-શ્રમ-નાણાંનો વ્યય વધે. મહેનતના પ્રમાણમાં જસ મળે નહીં. ધંધામાં જોખમો કરેલા હોય તે પસ્તાવો કરાવે.

 

- સ્ત્રી વર્ગને વર્ષ આરોહ-અવરોહનું રહે પરંતુ ભક્તિભાવથી મનની શાંતિ રાહત રહે.

 

- વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે ભણવામાં એકાગ્રતા જળવાય નહીં.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ચંપા બહાર સોસાયટીમાં રમીને ઘરે આવીને મમ્મી લીલીને પૂછી રહી હતી...‘‘મમ્મી, તું શું પહેલાં સર્કસમાં કામ કરતી હતી ?’’
‘‘અરે શું, ગાંડા જેવી વાત કરે છે ?’’ લીલી બોલી, ‘‘તને આવા વિચાર જ કેમ આવે છે ?’’
‘‘મમ્મી, એ તો એવું છે ને કે,’’ ચંપા એ કહ્યું, ‘‘બાજાુવાળા માસી બાજાુવાળા કાકીને કહેતા હતા કે લીલીબેન તો એમના વરને આંગળી ઉપર નચાવે છે...’’

[Top]
 

આજ ની રેસીપી

 

વેજિટેબલ ક્લબ સેન્ડવિચ
સામગ્રી ઃ બ્રેડ ૧ મઘ્યમ કદની, માખણ ૧૦૦ ગ્રામ, સફેદ મરચું ૧/૪ ચમચી, મસ્ટર્ડ પાવડર ૧/૪ ચમચી, ટમેટાં ૩, સિરકામાં પલાળેલી ડુંગળી ૩, ટમેટા કેચપ અંદાજથી, લીલા વટાણા ૧૦૦ ગ્રામ, ફ્‌લાવર ૧૦૦ ગ્રામ, ચણાનો લોટ ૧૦૦ ગ્રામ.
રીત ઃ બ્રેડની સ્લાઇસની કઠણ કિનારી કાઢી નાખો. લીલા વટાણા, ફ્‌લાવર બારીક કાપો તેને ચણાના લોટ સાથે એક વાસણમાં થોડા સાંતળી લો. તેમાં થોડો ટોમેટો કેચઅપ, સફેદ મરચું, મસ્ટર્ડ પાવડર, બારીક કાપેલી ડુંગળી, કાપેલી કોથમીર વગેરે નાખી મસાલાનું એકસરખું મિશ્રણ બનાવી દો.
બ્રેડની એક સ્લાઇસ પર માખણ લગાવી તેની ઉપર ટોમેટો કેચઅપ લગાવો. તેની ઉપર બીજી સ્લાઇસ મૂકી બરાબર ચીપકાવી દો.
આ બધી સામ્રીને ક્લબ સેન્ડવિચના સાંચામાં મૂકી ગરમ તેલમાં તળી લો. ખૂબ સ્વાદિષ્ટ સેન્ડવિચ છે.
પીન વ્હીલ સેન્ડવિચ
સામગ્રી ઃ ૧ મઘ્યમ કદની (વગર કાપેલી) બ્રેડ, માખણ ૨૦૦ ગ્રામ ટમેટાનો સોસ, ફુદીનાની ચટણી મીઠું જરૂર જેટલા.
રીત ઃ બ્રેડને લાંબા ટુકડામાં કાપો. તેના ચારે બાજુના કડક ભાગને કાઢી નાખો. વેલણની મદદથી આ કકડાને હળવે હાથે વણવો કેમ કે તેને જરા પાતળો કરવાનો જ આશય છે. ત્યાર બાદ માખણ લગાવો અને તેની ઉપર ટમેટાનો સોસ અથવા ફુદીનાની ચટણી મીઠું લગાવી તેનો રોલ બનાવી દો. સોસ અને ચટણીના અલગ સેન્ડવીચ બનાવો. નેપકિનમાં વીંટીને થોડો સમય એક બાજુએ મૂકી દો અથવા ફ્રિજમાં મૂકી દો. ત્યાર બાદ કાઢીને તેની ગોળ ગોળ સેન્ડવીચ કાપી લો. આ સેન્ડવીચ ખૂબ સ્વાદિષ્ટ લાગશે. તદ્દન સાદી સેન્ડવીચ છે.

[Top]

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved