Last Update : 22-March-2012, Thursday
 

જ્હોની લિવરનું ફિલ્મી બજેટ !

 

ટીવી પર પ્રણવબાબુ બજેટ રજુ કરતા હોય ત્યારે ત્રણ કલાક સુધી એનું પ્રસારણ જોવું અસહ્ય છે ને ? (ઉપરથી પેલા ગંભીર ડાચાંવાળા એકસ્પર્ટો દિમાગ ચાટતા હોય !)
એના કરતાં, કલ્પના કરો કે જો જ્હોની લિવર જેવો કોમેડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું બજેટ રજુ કરતો હોય તો....?
* * *
જ્હોની લિવર સૌથી પહેલી જાહેરાત તો એવી કરશે કે આ વરસે હીરોઇનો તથા ડાન્સરોનાં વસ્ત્રો માટે ખાસ ૧૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે ! તાલિયાં...
* * *
- પણ તરત જ ટીવી સ્ટુડિયોમાં બેઠેલી ‘આઇટમ-પેનલ’ (એટલે કે મલ્લિકા શેરાવત, મલઈકા અરોરા અને રાખી સાવંત) એનો વિરોધ કરતાં કહેશે કે ‘‘યે તો હમારે (ખુલે બદનવાલે) પેટ ઉપર લાત કે સમાન હૈ !’’
* * *
- અને મુંબઈથી લાઈવ કવરેજમાં જોવા મળશે કે સ્ટુડીયોની બહાર સેંકડો આઇટમ ડાન્સરો (જે અડધા ઉઘાડાં શરીર દેખાડતાં વસ્ત્રોમાં હશે) મોરચો લઈને નીકળી પડી છે, એમના મોરચાની આગેવાની કરી રહેલો સલમાન ખાન માત્ર અડધી ચડ્ડીમાં વિરોધ કરતો ઊભો હશે !
* * *
જ્હોનીભાઈ જાહેરાત કરશે કે ફિલમના જે હીરો-લોગ ‘સિક્સ-પેક’ ‘એઇટ-પેક’ ટાઇપનાં બોડી બનાવવા માગતા હોય એમને પાંચ કરોડનું ‘લૉન-પેક’ મળશે !
* * *
- જેના જવાબમાં ફાંદાળો ગોળમટોળ ગોવંિદા બગાસું ખાતાં સવાલ કરશે કે ‘‘યાર જ્હોનીભાઈ, યે પાંચ કરોડ કા લોન લેને કે લિયે સુબહ બારા બજે સે પહલે ઉઠના તો નહીં પડેગા ના ? હી હી હી હી !’’
* * *
જ્હોની લિવર બજેટમાં એવી જાહેરાત કરશે કે સ્વીટ્‌ઝરલેન્ડ, દૂબઈ, મોરેશિયસ, ગ્રીસ જેવા રમણિય દેશોમાં આસાનીથી શૂટંિગ થઈ શકે એ માટે પ્રોડ્યૂસરો સ્વીસ બેન્ક તથા અન્ય વિદેશી બેન્કોમાં બિન્દાસ ખાતાં ખોલી શકશે.
* * *
- આ જાહેરાત થતાંની સાથે જ એ.રાજા, સુરેશ કલમાડી અને કરુણાનિધિની દિકરી કનિમોઝી જેવા બે ડઝન પોલીટીશીયનો ૧૦૦-૧૦૦ કરોડની પાંચ-પાંચ ફિલ્મો એક સાથે પ્રોડ્યુસ કરવાની જાહેરાતો કરી નાંખશે !
* * *
ફિલ્મી નાણાં મંત્રી કહેશે કે ભાઈ, દેશમાં પણ હિન્દી ફિલ્મોનું શૂટીંગ થવું જોઇએ ! આથી જે લોકો અસલી ગામડામાં જઈને ફિલ્મોમાં પાડા, બળદ, ભેંસ, બકરા એવું બઘું બતાડશે તેને ખાસ ‘વાઈલ્ડ લાઈફ’ સબસીડી આપવામાં આવશે.
* * *
આ પ્રસ્તાવ આવતાંની સાથે જ જોન અબ્રાહમ, સુનીલ શેટ્ટી અને સંજય દત્ત જેવા જડથા જેવા હીરો ડિમાન્ડ કરશે કે ‘‘એ હિસાબે તો અમારી ફિલ્મોને પણ ‘વાઈલ્ડ-લાઇફ’ સબસીડી મળવી જોઈએ.’’

- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved