Last Update : 22-March-2012, Thursday
 

કર્ણાટક અને ઉત્તરાખંડમાં રાજકીય ભડકો
હરીશ રાવત અને યેદુઆરપ્પાની બળવાખોરી, બંને પક્ષોને ટેન્શન

- ઉત્તરાખડમાં બહુગુણા સામે બહુમતી સાબિત કરતા પહેલાંની સમસ્યાઓ

 

ઉત્તરાખંડ અને કર્ણાટકમાં રાજકારણ સત્તા માટે ખેંચાખેંચીનો ભડકો અનુભવી રહ્યું છે. આ બંને રાજ્યોમાં દેશના બે મુખ્ય રાજકીય પક્ષોનું શાસન છે. કર્ણાટકમાં ભાજપનું વહાણ હાલક-ડોલક થઈ રહ્યું છે. જ્યારે ઉત્તરાખંડમાં આંતરિક બળવાખોરી બઘું ડૂબાડી રહી છે. ઉત્તરાખંડમાં બહુમત સાબિત કરવાની છેલ્લી તારીખ ૨૬ માર્ચ છે, કોંગ્રેસમાં શરૂ થયેલી બળવાખોરીએ બઘું સખડ-ડખળ કરી નાખ્યું છે.

 

ઉત્તરાખંડમાં નવી સરકાર રચાય છે. તાજેતરની રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં ઉત્તરાખંડમાં કોંગ્રેસે ભાજપ કરતાં એક બેઠક વઘુ મેળવી હતી. અપક્ષો અને બહુજન સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલા લોકોને સાથે રાખીને કોંગ્રેસે અહીં સરકાર રચી છે. કોંગ્રેસ મોવડીમંડળે મુખ્ય પ્રધાનપદ માટે હોટ ફેવરીટ એવા હરીશ રાવતને સાઈડ પર રાખીને વિજય બહુગુણાને મુખ્ય પ્રધાન બનાવતા રાવત ટેન્ટ બળવાના માર્ગ પર ઉતરી પડ્યો હતો. હરીશ રાવત પાસે ૧૫ વિધાનસભ્યો છે. હરીશ રાવત પક્ષ નહીં છોડે એવી ખાત્રી તેમણે આપી છે. પરંતુ હવે તે પક્ષમાં મહત્ત્વની બેઠકો માગે છે. આ પોર્ટફોલીયામાં ગૃહપ્રધાન, નાણાપ્રધાન અને ઉદ્યોગ પ્રધાનનો સમાવેશ થાય છે.

 

હરીશ રાવત જે માગે તે આપવામાં આવે તો મુખ્ય પ્રધાન બહુગુણાનું વર્ચસ્વ ના રહે એવી સ્થિતિ છે. કર્ણાટકમાં ભાજપનું સંગઠન મજબૂત હોવાના પગલે તો દેશના દક્ષિણ ભાગમાં પ્રથમવાર ભાજપે જીત મેળવી હતી. કર્ણાટકમાં ભાજપના એ કટ્ટર પ્રતિસ્પર્ધી છે. એક છે કોંગ્રેસ અને બીજું છે ભૂતપૂર્વ વડાપ્રધાન દેવેગૌડાએ રચેલો જનતાદળ (એસ) ભાજપના પ્રધાનો સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે. તાજેતરમાં કર્ણાટક વિધાનસભામાં ચાલુ વિધાનસભાએ પોર્નો ફિલ્મ મોબાઈલ પર જોતા ભાજપના ત્રણ વિધાન સભ્યો પકડાયા હતા.

 

માઇન્સ લોબી અને યેદુઆરપ્પા વચ્ચેની સાંઠ-ગાંઠના કારણે ભાજપ સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો થયા છે. કર્ણાટકમાં છેલ્લા બે વર્ષમાં થયેલી તમામ પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે તે પણ હકીકત છે. ભાજપના મોવડી મંડળને સંગઠનમાં વઘુ રસ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ દરમ્યાન બહુજન સમાજવાદી પાર્ટીએ તેમના ભ્રષ્ટ પ્રધાન બાબુસંિહ ખુશવાહાની હકાલપટ્ટી કરી ત્યારે ભાજપે તેને પોતાના પક્ષમાં સમાવ્યા હતા. ભાજપને આ ભૂલ ભારે પડી હતી.

 

એક તરફ ભાજપના પીઢ નેતા ભ્રષ્ટાચાર વિરોધી યાત્રા કાઠે અને બીજી તરફ બાબુ ખુશવાહા જેવા ભ્રષ્ટ લોકો ભાજપ તેના પક્ષમાં સમાવે છે એ મુદ્દે દેશભરમાં ભાજપની ટીકા થઈ હતી. આ ટીકાઓના મારાના પગલે ભાજપ કરી ગયું હતું અને બાબુ ખુશવાહાને ટીકીટ આપી નહોતી પરંતુ તેમનો પ્રચારમાં ઉપયોગ કર્યો હતો. બાબુ ખુશવાહાના કેસમાં ભાજપને ઘણી બદનામી મળી હતી એટલે યેદુઆરપ્પાને ફરી મુખ્ય પ્રધાન બનાવતા ભાજપ ડરે છે કેમકે યેદુઆરપ્પા સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો છે. ભાજપ યેદુઆરપ્પાને ફરી મુકવા તૈયાર છે પણ પ્રજાને શું જવાબ આપવો તેની વિમાસણમાં છે.

 

કર્ણાટકની સ્થિતિ તો ભાજપ માટે બદનામી નોંતરી રહી છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશમાં ધબડકો કરનાર ભાજપ માટે કર્ણાટકનું રાજકારણ વઘુ એક ફટકા સમાન છે. ભ્રષ્ટાચારના આરોપસર જેની હકાલપટ્ટી કરાઈ તે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદુઆરપ્પા ફરી મુખ્ય પ્રધાનપદ મેળવવા માગે છે.

 

તેમની ૫૫ વિધાનસભ્યો છે. આ વિધાનસભ્યોના જોરે તે પક્ષનું નાક દબાવે છે. હાલના મુખ્ય પ્રધાન સદાનંદ ગૌડાની કામગીરી પ્રશંસનીય છે. પરંતુ બહુમતી રાજકારણ ભાજપને મૂંઝવી રહ્યું છે. ઉત્તરાખંડમાં તો કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી નથી એટલે તેણે નાના પક્ષોનો ટેકો લેવો પડ્યો છે. જે વિજય બહુગુણાને કોંગ્રેસે મુખ્ય પ્રધાન બનાવ્યા છે. તેમની સામે પણ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના આરોપો છે. વિજય બહુગુણાના ઉત્તરાખંડમાં બહુ સમર્થકો નથી. કોંગી મોવડી મંડળે હરિશ રાવતને તક નહીં આપીને ભૂલ કરી છે.

 

બહુગુણા વિશ્વાસનો મત જીતી જશે તો પણ સ્થિર શાસન આપી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
ભારતના રાજકારણમાં રાજ્યમાં સરકાર ઉથલાવી એ નવી વાત નથી, કર્ણાટકમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે જ્યારે ઉત્તરાખંડમાં કોંગી બળવાખોરો સમીકરણ બદલી શકે એમ છે.
કર્ણાટકની છેલ્લી સ્થિતિ એ છે કે યેદુઆરપ્પા તેમના વફાદારો સાથે બેંગ્લોર નજીકના એક રીસોર્ટમાં છે અને ભાજપ મોવડી મંડળ નાક દબાવે છે.

 

તેમણે ૪૮ કલાકની મહેતલ આપી હતી જે બુધવારે સાંજે આ લખાય છે ત્યારે પુરી થઈ છે. યેદુઆરપ્પા સરકાર ઉથલાવવાનું કોઈ પગલું ભરી શકે એમ નથી કેમકે સત્તા રચવા તેમણે જનતાદળ (એસ) અને કોંગ્રેસનો ટેકો લેવો પડે. બીજી તરફ ભાજપના પ્રમુખ નીતિન ગડકરી યેદુઆરપ્પા અને તેમના સાથીઓના સંપર્કમાં રહી સમાધાનના પ્રયાસો શોધી રહ્યા છે.
ઉત્તરાખંડમાં ૨૬ માર્ચે વિધાનસભાના અઘ્યક્ષ નીમાશે અને ત્યારબાદ વિજય બહુગુણાએ વિશ્વાસનો મત મેળવવો પડશે. ઉત્તરાખંડમાં બવળખોર સ્થિતિના કારણે કોંગ્રેસ મોવડી મંડળની નબળાઈ છતી થઈ છે.

 

કર્ણાટકમાં ગમે ત્યારે બળવો થાય એવી સ્થિતિ તો ઉત્તરાખંડમાં વિશ્વાસનો મત મેળવવા કોંગ્રેસ સક્રિય બની છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેક્સિકોમાં ૭.૪નો ભૂકંપ હજારો ઘરને ભારે નુકસાન

ઈલિનોઈસમાં રોમનીએ જંગી સરસાઈથી સેન્ટોરમને હરાવ્યા

ફ્રાન્સમાં ગોળીબારો કરનાર અલ કાયદાનો સભ્ય
પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં વિપક્ષનો ભારે દેકારો
યુએસ સાથે ફરીથી સંબંધ વધારવા સંસદીય ભલામણની પાકિસ્તાની સરકારને પ્રતીક્ષા
ફિલ્મ અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચેનો વધુ એક પ્રેમસંબંધ જાહેરમાં આવ્યો
પ્રિયંકા ચોપરા ઝંજીરની રિમેકમાં જયા બચ્ચનનનું પાત્ર ભજવે તેવી શક્યતા
શાહિ કપૂર અને કરણ જોહરને છેવટે સાથે કામ કરવાની તક મળી
સુપર હીરોના નિવાસ સ્થાન માટે રૃા. એક કરોડનો બંગલો બંધાશે
પાકિસ્તાનમાં સૈફઅલી-કરીનાની જાસૂસી ફિલ્મ પર પ્રતિબંધ ઃ
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
સેહવાગે ફિટનેસ મેળવી ઃઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે તૈયાર
ઓસ્ટ્રેલિયન સ્વિમર ટ્રિકેટ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ

આમેર પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરે તો સારૃ કહેવાય

ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝની વન ડે ભારે રોમાંચ બાદ ટાઇમાં પરિણમી

આદર્શ કૌભાંડ ઃ લશ્કરના નિવૃત્ત મેજર જનરલની હૈદરાબાદમાંથી ધરપકડ
મુંબઇ નજીક બાંગ્લાદેશીઓની વસ્તીમાં થઇ રહેલો વધારો
એરપોર્ટ પર દુબઈથી આવેલા પ્રવાસી પાસેથી ૧૦ હજાર મેમરી કાર્ડ મળ્યા
તેલંગણાની માગણીની ઉપેક્ષા આંધ્રના મોટા પક્ષો માટે જોખમી
જો મેં રાજીનામું ન આપ્યું હોત તો કદાચ કેન્દ્ર સરકાર તૂટી હોત ઃ ત્રિવેદી
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 

 

 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved