Last Update : 22-March-2012, Thursday
 
દિલ્હીની વાત
 

અહલુવાલીયા હવે રાજ્યસભામાં નહીં..
રાજ્યસભામાં વિપક્ષના ડેપ્યુટી લીડર એસ.એસ. અહલુવાલીયાને આરએસએસ અને ભાજપના પ્રમુખ નીતિન ગડકરીનો સપોર્ટ હોવા છતાં બીજી ટર્મ માટે તેમની પસંદગી કરવામાં નહીં આવે તે જાણીને ભાજપના સીનિયર નેતાઓમાં ગણગણાટ વધ્યો છે. અહલુવાલીયાને બીજી ટર્મ માટે પસંદ કરવાની તરફેણમાં બિહારમાં જનતા દળ (યુ) અને ભાજપના જોડાણે તૈયારી બતાવી નહોતી. ભાજપના વડા ગડકરી પણ અહલુવાલીયાને બીજી ટર્મ મળે તેની તરફેણમાં નહોતા. અહલુવાલીયાનું નામ જે રીતે કઢાયું તે અંગે સુષ્મા સ્વરાજ સહિતના ભાજપના નેતાઓએ નારાજગી બતાવી છે. રાજ્યસભાના સીનિયર નેતા શાંતાકુમારે જણાવ્યું હતું કે ઉપલા ગૃહમાં અહલુવાલીયા મહત્વની કામગીરી બજાવતા હતા. તેમના મતે અહલુવાલીયાની બીજી ટર્મ માટે પસંદગી થવી જોઇએ. ભાજપના બીજા એક સીનિયર નેતા બલબીર પુંજે જણાવ્યું હતું કે બિહારમાં જનતા દળ (યુ)ને ત્રણ બેઠક માટે સમજાવીને ભાજપ અહલુવાલીયાને મદદ કરી શકત...
લંડનના બિઝનેસમેનને ગડકરીનો ટેકો
ભાજપના પ્રમુખ નીતિન ગડકરી માટે યશવંત સિંહા માથાના દુઃખાવારૃપ બન્યા છે. રાજ્યસભામાં ઝારખંડના ઉમેદવાર અંશુમાન મિશ્રાને ગડકરીએ ટેકો આપ્યાના વિરોધમાં તેમણે રાજીનામાની ધમકી આપી છે. યશવંતસિંહા સહિતના ભાજપના નેતાઓ જે મિશ્રાનો વિરોધ કરી રહ્યા છે તે લંડન સ્થિત બિઝનેસમેન છે અને તેમને ઝારખંડ સાથે કોઇ નિસ્બત નથી. સિંહાએ અંતે લાલકૃષ્ણ અડવાણીને દરમ્યાનગીરી કરવા કહ્યું છે. ગડકરીને ચિંતા એ વાતની છે કે ભાજપ પૈસાની શક્તિ આગળ ઝુકી જાય છે એવા આક્ષેપો થઇ રહ્યા છે. જ્યારે મિશ્રાને ટેકો આપવાના વળતરમાં પૈસો કારણભૂત છે એવો આક્ષેપ થઇ રહ્યો છે. પક્ષના નેતા શાંતાકુમારે સ્વામી વિવેકાનંદનું વાક્ય ટાંકીને કહ્યું છે કે જે લોકો પૈસાને મહત્વ આપશે તે લોકો ફેંકાઇ જશે.
મહારાષ્ટ્રમાં પણ ભ્રષ્ટાચારીને ગડકરીનો સાથ
માત્ર આટલું જ નહીં પણ મહારાષ્ટ્રમાં પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકે અજય સંચેતીના નામની પસંદગી અંગે વિપક્ષ હોબાળો કરી રહ્યું છે કેમ કે તે નામ આદર્શ કૌભાંડ સાથે સંકળાયેલું છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે અજય સંચેતીને ગડકરીનો ટેકો છે. આ મુદ્દે મહારાષ્ટ્રમાં પક્ષના નેતા ગોપીનાથ મુંડે સાથે પણ પક્ષને ટસલ થઇ ચૂકી છે. આ ટસલ આમ તો નિવારાઇ છે પરંતુ હજુ વિવાદ ચાલુ છે. એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં પક્ષના પ્રચારનો હવાલો સંજય જોશીને સોંપાતા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પણ ગડકરી પર ગુસ્સે ભરાયા હતા કેમકે સંજય જોશીના તે કટ્ટર વિરોધી છે. એટલે જ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં પ્રચાર નહોતો કર્યો.
મુકુલ રોય આવતાં સાથે જ બે રેલવે અકસ્માત
રેલવે પ્રધાન તરીકે મુકુલ રોયે હવાલો સંભાળ્યો તે જ દિવસે જ અર્થાત્ ગઇકાલે માનવ સહિત રેલવે ક્રોસીંગ પર બે અકસ્માતની ઘટના બની હતી જે કમનસીબી કહી શકાય. સંસદમાં રોયે રેલવેમાં સલામતી પર ભાર મૂક્યો હતો. પરંતુ રેલવે ભવનમાં એ પ્રશ્ન પૂછાઇ રહ્યો છે કે સલામતી માટેનું ભંડોળ આવશે ક્યાંથી?! રસપ્રદ વાત તો એ છે કે રોયે ત્રિવેદીની જેમ ભંડોળ ઊભું કરવાની વાત કરી હતી. માનવરહિત ક્રોસીંગની સંખ્યા ૧૫ હજારની છે. ૪૦ ટકા અકસ્માતો આવા ક્રોસીંગ પર થાય છે. જોકે રોયે ત્રિવેદી અંગે સત્ય ઉચ્ચારતા કહ્યું હતું કે રેલવે નેટવર્ક સુધારવા દિનેશ ત્રિવેદી ભંડોળ ઊભું કરવા માટે પ્રવાસી ભાડા વધારવા માગતા હતા માટે તેમને જવું પડયું!!
પ. બંગાળને રેલવે પ્રોજેક્ટ નહીં મળે
પોતાના વફાદારને રેલવે પ્રધાનપદે બેસાડીને ટીએમસીના વડા મમતા ખુશખુશાલ છે. હવો જો તે પ્રવાસી ભાડા પાછા ખેંચવાની વાત કરશે તો સૌથી વધુ તેમને જ ભોગવવાનું આવશે. સૂત્રો જણાવે છે કે પશ્ચિમ બંગાળમાં રેલવેના ડ્રીમ પ્રોજેક્ટ ઊભા કરવા ભંડોળ જોઇશે. ૨૦૧૨-૧૩માં રજૂ કરેલા પ્લાન પ્રમાણે આગળ વધવું હોય તો ૨૫૦૦૦ કરોડની જરૃર પડે છે. દિનેશ ત્રિવેદીએ જે ભાડા વધારવાની દરખાસ્ત કરી હતી તેનાથી રૃા. ૬,૫૦૦ કરોડ ઊભા થઇ શકે એમ હતા. હવે રૉલબૅકની સ્થિતિમાં માત્ર રૃા. ૧૦૦૦ કરોડ ઊભા થશે.
રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળના ડ્રીમ પ્રોજેક્ટ આ સંજોગોમાં પડતા મુકવા પડશે અથવા તો સરકારે રૃા. ૫૦૦૦ કરોડની રકમ ફાળવવી પડશે!!
મેરી બેટી - મેરી શક્તિ
દિલ્હીની સરહદે આવેલા કિશનગઢ ખાતે સેન્ટર ફોર સોશ્યલ રીસર્ચ દ્વારા યોજાયેલા 'મેરી બેટી મેરી શક્તિ'માં ભારત ખાતેના જર્મન એમ્બેસેડોર કૉર્ડ મીયૅર-કૉલ્ડટ હાજર રહ્યા હતા. પ્રોગ્રામમાં અસમતોલ જાતિવાદી રેશિયો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જર્મન એમ્બેસેડોરે આ પ્રોગ્રામને સપોર્ટ કરવાની વાત કરીને કહ્યું હતું કે સંયુક્ત ગ્રોથના એજન્ડા માટે જર્મન સરકાર પ્રતિબધ્ધ છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved