Last Update : 22-March-2012, Thursday
 

ચૈત્રી નવરાત્રિએ દુર્ગા પૂજા દ્વારા માનું પૂજન

દુર્ગા સ્વરૂપ માનવ જીવન વ્યવહાર બુદ્ધિ સાથે જોડાય છે. માનવીની શક્તિના વિકાસ દુર્ગા સ્વરૂપ છે. માનવની દ્રષ્ટિ સાથે જીવનભાવ હર હંમેશ અજન્મા બની આત્માના ચૈતન્યતાની સાથે જોડયછે આપણી દ્રષ્ટિનું તેજ
વધારવા આપણે દુર્ગા પૂજન કરીએ છીએ
ચંદ્રની ગતિ સાથે નક્ષત્રોનું તેજ જોડાય છે આ તેજને પૃથ્વી ઉપર રૂપાંતરિત કરી માનવ ચેતના ચંદ્ર વધારે છે. આ સ્વરૂપ ચંદ્ર માસના ૧૨ મહિના હોય છે. પૂર્ણિમાએ ચંદ્ર સ્વરૂપે ચિત્રાંગ નક્ષત્રનું તેજ લઈ પૃથ્વી ઉપર રૂપાંતરીક કહે છે. માનવીની હંમેશા દ્રષ્ટિ સાથે કર્મનો ભાવ છુપાયેલ છે. કર્મ હંમેશા બ્રહ્મ સ્વરૂપ આત્મા સાથે જોડાય છે.
બ્રહ્માજીનો નિવાસ અશ્વિન નક્ષત્ર છે. બ્રહ્માજીની રાત પડે ત્યારે પૃથ્વી ઉપર છ માસનો સમય પૂર્ણ થાય છે. કર્મનું ફળ હંમેશા બ્રહ્માજીનું સ્વરૂપ છે. બ્રહ્માજીના ગુરૂ એટલે પરામ્બિક શક્તિ છે. માનવ દેહને ક્ષરમાંથી અક્ષર બનાવી મનુષ્ય જન્મ આપે છે. આ સ્વરૂપ શૈલ પુત્રી દ્વારા શાસ્ત્ર રહસ્ય આપે છે. આજ સ્વરૂપ નવદુર્ગા સ્વરૂપ સાથે જોડાયેલ છે. (તે ક્યારેક જોઈશું)
દુર્ગા સ્વરૂપ માનવ જીવન વ્યવહાર બુદ્ધિ સાથે જોડાય છે. માનવીની શક્તિના વિકાસ દુર્ગા સ્વરૂપ છે. માનવની દ્રષ્ટિ સાથે જીવનભાવ હર હંમેશ અજન્મા બની આત્માના ચૈતન્યતાની સાથે જોડયછે આપણી દ્રષ્ટિનું તેજ વધારવા આપણે દુર્ગા પૂજન કરીએ છીએ.
જીવનભાવ વધારી જીવનની ગતિ વધારવી છે. શિવ આત્માના કલ્યાણ સાથે જોડાય છે આથી કહે છે શક્તિ વગર શિવ સબ છે, જ્યાં સુધી જીવનમાં ંકલ્યાણ ભાવ ન જાગે ત્યાં સુધી ગતિ મળતી નથી. આપણી આંતરિક ઇચ્છા ચતના વધારી ઇશ્વરનો પ્રાર્થનાનું સ્વરૂપ એટલે દુર્ગા પૂજા છે. દુર્ગા માતાને આપણે કાલાવાલા કરી વિનંતી કરીએ છીએ.
માનવ હંમેશા દુર્ગાની શક્તિ તરીકે ઉપાસના કરીએ છીએ. ‘શ’ શબ્દ જીવન ભાવના સત્તોગુણ સ્વરૂપ કલ્યાણનો ભાવ ઉત્પન્ન કરે છે. અને મુક્તિ સુધી જોડાય છે. જ્ઞાનની ઉપલબ્ધિ છે. શ્વેતક્રાંતિ સ્વરૂપ છે ‘કિ’ શબ્દ મુળ પ્રકૃતિ માયા બંિબ સાથે જોડાય છે. અજન્માપણાનો ભાવ વ્યક્ત કરે છે. રજો ગુણ સ્વરૂપ નંિદ્રાધીન અવસ્થા જીવનને બનાવ છે. ‘ત’ શબ્દ તમો ગુણના સાક્ષી છે અન્યનું છિનવી જીવન ભાવને મજબુતાઈથી બાંધે છે. કાલ-ચક્ર સ્વરૂપનું છે. જીવનમાં ઇચ્છા શક્તિ સ્વરૂપ વિજ્ઞાન સાથે વિકાસ આપે છે. રૂદ્રભાવ છે. કાલ-ચક્રની માળા ગુંથ છે.
આવા ઇશ્વરે આપણા શરીરના ગુણો આત્માની ચૈતન્યતા સાથે સાક્ષી ભાવે બક્ષ્યાં છે અને જીવનવૃત્તિમાં ઓતપ્રોત બનાવી જીવન જીવાય છે. આ સ્વરૂપ વિશ્વના દરેક ધર્મ સ્વીકારે છે. આ ગુણમાં ઇશ્વરનું પૂજન કરવા માટે હિન્દુ ધર્મ દુર્ગા તરીકે પૂજે છે. ત્યારે જ્યુપિટર તરીકે ખ્રિસ્તીધર્મ પુકારે છે, યહુદી આ શક્તિને જેહાવા કહી પુકારે છે.
ત્યારે ભારતે ૠગ્વેદ ગ્રંથમાં કહે છે કે માતૃકા શક્તિનું તેજ અનંત આત્માની ચૈતન્યતા સાથે છે તે દુર્ગા સ્વરૂપ કહે છે. અનંત જન્મનું તેજ પ્રાપ્ત કરી જીવનભાવ વ્યતિત કરે તે સ્વરૂપ દુર્ગા (બુદ્ધિ)નું છે.
ૠગ્વેદ કહે છે, વિશ્વના કોઈ પણ પદાર્થ જુદા જુદા કણમાંથી બને છે. આ પદાર્થ ઘાટ ઘડી સ્વરૂપ નક્કી કરે છે. આ ઇશ્વર દ્વારા ચૈતન્યશીલ પદાર્થ તથા જડ પદાર્થનું સર્જન કરે છે. આ દ્વારા ઇશ્વર ચૈતન્યશીલ પદાર્થ અને જડ પદાર્થને વેગવંતુ બનાવે છે. માનવ જીવન ભાવ આપી જીવનયાત્રામાં ગતિ આપે છે (જેમ મોટરસાયકલ, વિમાન, માનવ બુદ્ધિ)
આંતરિક ગુણના ભાગમાં ચૈતન્યશીલ વસ્તુ અગ્નિ ઉત્પન્ન કરે છે. આ અગ્નિ બીજ જ્યારે ચૈતન્યતા પરમ તત્ત્વ (આત્મા) સાથે જોડાય. આ સમયે તેમને ગતિ મળે છે આથી બુદ્ધિનો વિકાસ કરી મન- પ્રકૃતિ, બુદ્ધિનું મિલન ચૈતન્યશીલ પદાર્થ સાથે જોડવા દુર્ગા માતાનું પૂજન કરીએ છીએ.
આવી જગદાત્રિનું સ્વરૂપ છે. સરાચર બ્રહ્માંડ સર્વ વ્યાપ્ત જગદાત્રી છે. આત્મા પણ અનંત સાથે સરાચર પૃથ્વી ઉપર માનવદેહ બન્યો આમને બુદ્ધિ અર્પણ કરી વિચારના ક્ષીતિજ ઇશ્વરે આપી. વિચારમાંથી પ્રલોભનનો જન્મ થયો પ્રલોભનમાંથી સંસારચક્ર રચાયું આથી પ્રલોભન સ્વરૂપ રજોગુણ છે આ અગ્નિસ્વરૂપ જઠરાગ્નિમાંથી ઉત્પન્ન થાય જીવન ભાવને જોડે છે.
ૠગ્વેદ કહે છે કે ધર્મની ્‌ક્રાંતિ કરવી હોય ત્યારે ઇશ્વરની કૃપા જોઈએ. જ્યારે ઇશ્વર કૃપા માનવ ઉપર થાય તે માનવીના પ્રલોભન દ્રષ્ટિ બદલાવી શકે છે. આવો માનવ પૃથ્વી ઉપરનો ઓલિયો બને છે જે સમાજની ધારા બદલવા પુરુષાર્થ કરે છે માનવ સમાજને દુર્ગા સ્વરૂપ અન્ય પૂજાના ગાઢ રહસ્ય બતાવે છે. (પ.પૂ. શ્રી વિવેકાનંદજી રામકૃષ્ણ પરમહંસ આદ્ય જગતગુરૂ શંકરાચાર્ય)
વિશ્વના માનવને ઇશ્વરના ગાઢ પદાર્થની શીખ ભારતીય સંસ્કૃતિની જણાવે છે પ્રકૃતિનું ઉદ્‌ભવ બંિદુ ઇશ્વરનું કામણ છે પરંતુ માનવી પોતાના દેહભાવની કમજોરીથી વૃત્તિનું સર્જન કરી તેનો સંગ્રહ બનાવે છ સંગ્રહમાંથી માયા ઉત્પન્ન કરી સંસારચક્ર ચલાવે છે. વિશ્વના જે દરેક રાક્ષસી ભાવ ઉત્પન્ન થયા તેનું કારણ સંગ્રહની વૃત્તિ છે. જ્યારે ત્યાગ કરવાની વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે તે ફકીર બને છે અને સત્ય જ્ઞાનની શોધ કરી પ્રાપ્તિ કરે છે.
માનવ પોતાની સંગ્રહની વૃત્તિના ભાવને બુદ્ધિમાં બલ આપવા અપ્રત્યક્ષ રીતે દુર્ગા આરાધના કરે છે આ માટે જીવનની શક્તિ ઉત્પન્ન કરે છે આમને વધારવા દુર્ગા માતાનું પૂજન કરે છે.
ૠગ્વેદ આથી કહે છે જગતની શક્તિ ઇશ્વર છે પરંતુ ઇશ્વરને માનવીની દ્રષ્ટિના જગતનું તે પાલન કરે છે. સર્વ લોકો પોતાની (લક્ષ્મી) વૃત્તિ સ્વરૂપને બલ આપે છે. આ દ્વારા ધર્મનું સ્વરૂપ પ્રાપ્ત કરી જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ જ્ઞાન સત્યનો અહેસાસ કરાવે છે આ જ માયાબંિબ છે.
વિશ્વના સર્વ ધર્મ જે સ્વીકાર કરે છે. આ વાત એટલે જ ૠગ્વેદનું ચંિતન છે. ૠગ્વેદ કહે છે સર્વ પદાર્થ પર ઇશ્વરનો પ્રભાવ છે. દ્રવ્ય, પુત્ર, સ્ત્રી, પશુ, પક્ષી કીટ સર્વ પોતાની વૃત્તિ પ્રકૃતિ (લક્ષ્મી) સ્વરૂપ દોડ લગાવે છે. માનવી વિચારથી સ્વતંત્ર બની પોતાની વૃત્તિને તેજ કરવા જીવન ભાવ ઉત્પન્ન કરે છે. આજ કાલિ સ્વરૂપ ઉત્પન્ન કરી વિચારને દરિદ્ર બનાવી આપે છે. આવું દુર્ગા સ્વરૂપ બની બુદ્ધિને તેજ બનાવે છે. જ્યારે વિદ્વાન લોકો હૃદય સાથે દુર્ગાનું સ્વરૂપનું મિલન કરી જીવન દિવ્યતા બાજુ લઈ જાય છે.
આથી કહે છે કે સચરાચર જગત ઉત્પન્ન કરનાર માતૃકા શક્તિ છે. તે દુર્ગા સ્વરૂપ નવદુર્ગા સ્વરૂપ વિદ્યા સાથે જોડાય છે પરંતુ માનવ સચરાચર જગતમાં પોતાની વિષયવાસનાને તૃપ્ત કરવા શક્તિ પૂજે છે અને વ્યાપ્ત વધારે છે.
યુગાન્તરથી પૃથ્વી ઉપર દેવતા અને દાનવ તુલ્ય લોકો પૃથ્વી ઉપર માએ ઉત્પન્ન કર્યો છે. આથી આસુરી વિદ્યા તથા દિવ્ય દ્રષ્ટિ સાથેની વિદ્યાનું જે વિકાસ સાથે જોડાયેલ છે. આમનું સંઘર્ષ ચાલે છે. જ્યારે જે શક્તિનું વજન વધી જાય તેમનું પૃથ્વી ઉપર વર્ચસ્વ રહે છે. તેથી દિવ્ય માનવનું તેજ વધારવા લોકોને અમૂલ્ય ભેટ તરીકે વૃત્તિને વધારવા દુર્ગા પૂજા આપી જે જીવન તેજ વ્યક્ત કરે છે.
આથી આપણું શાસ્ત્ર બહુ જ સ્પષ્ટ રીતે કહે છે કે માનવ હંમેશા ઇચ્છાને તૃપ્ત કરવા શક્તિ આરાધના કરે છે. આ દ્વારા ઇશ્વર મદદ કરે છે પરંતુ આને ગેરફાયદો પાખંડી માનવ અને વિકૃત માનવ પણ પૂજામાં જોડાય આ સમયે દેવી સર્વને મદદ કરે છે. પરંતુ આવા માનવને મૃત્યુ પછી અતિ ખરાબ સજા ઇશ્વર આપે છે. અને કાલચક્ર બહુ જ ખરાબ રીતે ફેરવે છે. આથી ચૈતન્યતાનો ભાવ બુદ્ધિ સાથે જોડાય છે અને ઇશ્વર યોનિ પણ બદલાવી પશુ યોનિમાં લઈ જાય છે, કર્મનું ફળ હંમેશા ઇશ્વર આપે છે.
આ જાણી ભારતીય સંસ્કૃતિ એ સગુણ સ્વરૂપ જીવન ભાવને વિશુદ્ધ કરી દિવ્યતા પ્રગટાવવા દુર્ગા સ્વરૂપ પૂજન આપ્યું. જીવન ધન્ય બનાવી શક્તિનો આશ્રય આપ્યો. આ દ્વારા પરમ તત્ત્વની ઉપલબ્ધિ સુધી પહોંચવા માટે સ્ત્રોત, ગરબા, ૠચા આપી ઇશ્વરની આરાધના આપી જે દ્વારા પ્રજાપતિ સ્વરૂપ ઇશ્વરને સગુણમાં નિગુણ બનાવા સુધીનો ભાવ આપ્યો. આ દ્વારા શિવશક્તિનું શરીરરૂપી ગ્રહમાં મિલનની પદ્ધતિ છે. આ પદ્ધતિ એટલે દુર્ગાનું સગુણ સ્વરૂપ ઉપાસના જે દ્વારા બ્રહ્માંડમાં આગળ ગતિ કરવાનો ભાવ છે.
આપણે પ્રજાપતિ સ્વરૂપને જીવનનું સ્મરણ કરી ભાવ પ્રગટાવીએ છીએ. જે શક્તિ દેવોનું પણ પૂજન કરે છે, હે દેવી અખિલ બ્રહ્માંડમાં વ્યાપ્ત માતૃકા શક્તિ અમારું પોષણ માટે જરૂરી આપ ધનધાન્ય આપી જીવનમાં ચેતના આપો છો. આ દ્વારા હું મારું સ્વરૂપમાં એક રસ થાવ છું તેથી દુર્ગા સ્વરૂપ આપણે ચૈત્રી માસમાં પૂજન કરીએ છીએ.
તેથી ૠગ્વેદનો એક સરસ શબ્દ છે ‘અદિતી’ એટલે જીવન ભાવનો જેને આધાર કહીએ તે માતૃકા શક્તિનું તેજ આટલું કહી ૠગ્વેદ વિશ્વને પથ દર્શાવે છે.
‘અદિતી’ સ્વર્ગ લોક અને ભૂ-લોક વચ્ચે અંતરિક્ષમાં રહે છે. સર્વ પદાર્થને પ્રકૃતિનું ચૈતન્ય આપી નિયમન કરે છે. આ દ્વારા જે પૃથ્વીનો વિકાસ કરે છે તેવી શક્તિનું જીવનમાં સગુણ તરીકે તે જ પ્રાપ્ત કરવા દુર્ગા માતા તરીકે ચૈત્રી માસ પૂજન કરીએ છીએ.
દુર્ગાને અરજ કરી કે સચરાચર જગતમાં વ્યાપ્ત આપની શક્તિ અમારા જીવનમાં પધારો. અમારા જીવનની દિવ્યતા સગુણમાંથી નિર્ગુણ બની નિરંજન નિરાકાર બની આ માટે કર્મના દેવી તરીકે અમારા જીવનનો પથ દર્શાવી રસ્તો બતાવો જીવનભાવ દિવ્ય કરો. તે જ અભ્યર્થના મા દુર્ગા આપણા જીવનમાં પથદર્શક બનો તેવી શુભકામના.
(આ લેખનો હેતુ જ્ઞાન સાથે વિચાર જોડી જીવનનાસાચા સ્વરૂપે પૂજનમાં જોડાવાનો ભાવ છે.)
- પ્રદ્યુમ્ન શુક્લ

Share |
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved