Last Update : 22-March-2012, Thursday
 

સ્વામી વિવેકાનંદ આપેલી હંિદુ ધર્મની સરળ સમજ

- વિચાર વીથિકા

 

સ્વામી વિવેકાનંદ મદ્રાસમાં હતા તે વખતે તેમને ખબર પડી કે અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદ મળવાની છે પણ તેમાં હંિદુધર્મનું પ્રતિનિધિત્વ કરવા કોઇ જવાનું નથી. કોઇકે સ્વામીજીને વિનંતી કરી- ‘સ્વામીજી, તમે જ આ કાર્ય કરો ને!’ સ્વામીજીનો અંતરાત્મા પણ કહેવા લાગ્યો કે તેમણે જગતને હંિદુ ધર્મની સાચી અને ઊંડી સમજ આપવા આ ધર્મપરિષદમાં ભાગ લેવ જોઇએ. તેમણે મા શારદામણિ દેવીની સંમતિ અને આશિષ મેળવ્યાં.
તેમણે અમેરિકા જવા માટે સમુદ્રમાર્ગે પ્રસ્થાન કર્યું અન સ્ટીમરની લાંબી મુસાફરી કરી તે અમેરિકા પહોંચ્યા. પણ ત્યાં તે કોઇને ય ઓળખતા નહોતા, કોઇ તેમને ય ઓળખતું નહોતું. શિકાગોની હોટલમાં ઊતરવાનો વિચાર કરી ત્યાં ગયા તો તેમને ‘કાળા માનવી’ કહી પ્રવેશ ન આપ્યો. છતાં તેની દરકાર કર્યા વિના આખી રાત રેલવે સ્ટેશનના ગોદામમાં રહ્યા.
વિશ્વ પરિષદમાં દુનિયાના દરેક દેશમાંથી બહુશ્રુત વિદ્વાનો એકત્રિત થયા હતા. તે વખતે સ્વામી વિવેકાનંદની વય માત્ર ત્રીસ વર્ષની હતી. તેમનું ઉદ્‌બોધન - વક્તવ્ય હતું તે દિવસ ધર્મ-ઈતિહાસના પૃષ્ઠો પર સ્વર્ણાક્ષરે અંકિત થઇ ગયો છે. તે દિવસ હતો ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩. સ્વામી વિવેકાનંદ ધર્મસભાના મંચ પર ઉપસ્થિત થયા. કસાયેલો કદાવર દેહ, વિશાળ અને ભવ્ય લલાટ, સંન્યાસીનાં ભગવાં વસ્ત્ર અને ભગવો ફેંટો. એમણે વક્તવ્યનો પ્રારંભ કર્યો- હે મારાં અમેરિકાના ‘ભાઇઓ અને બહેનો!’ ભ્રાતૃત્વ ભાવનાથી ભરેલું આ આત્મીય સંબોધન બધાના હૃદયને સ્પર્શી ગયું. તાળીઓનો ગડગડાટ શરૂ થયો અને કેટલીય મિનિટ સુધી સતત ચાલુ જ રહ્યો...!
અમેરિકાના કેટલાક સંકુચિત લોકોએ સ્વામીજી સાથે ભેદભાવભર્યું વર્તન કર્યું તોય સ્વામીજીએ ‘વસુધૈવ કુટુંબકમ્‌’ની આર્ય સંસ્કૃતિના સંસ્કાર જાળવી રાખ્યા એ જોઇને લોકો દંગ રહી ગયા. ભારતની સંસ્કૃતિ તો કહે છે- ‘અયં નિજઃ પરો વેતિ ગણના લધુ ચેતસામ્‌ । ઉદારચરિતાનાં તુ વસુધૈવ કુટુંબકમ્‌ ।। આ મારા અને આ પારકા એવી ગણતરી સંકુચિત ચિત્તવાળાની હોય છે. ઉદાર ચરિત લોકોને માટે તો આખી પૃથ્વી પોતાનું કુટુંબ બની જાય છે.’’’
સ્વામીજીની વાગશ્રી અસ્ખલિત વહેવા લાગી. લોકો મંત્રમુગ્ધ થઇને શ્રવણ કરવા લાગ્યા. બોલવાના સમયની અવધિ પૂરી થઇ તોય શ્રોતાઓએ આગ્રહ કર્યો- હજુ વધારે સમય વક્તવ્ય આપો. સ્વામીજીના ચુંબકીય વ્યક્તિત્વ અને સંમોહક વક્તવ્યએ અમેરિકન પ્રજાનું હૃદય પરિવર્તન કરી દીઘું.
સ્વામી વિવેકાનંદે જે વક્તવ્ય આપ્યું તેનો સાર એટલો છે- ‘હંિદુ એ કોઇ સંકુચિત સાંપ્રદાયિક શબ્દ નથી. એ કોઇ સંકુચિત વિચારધારા નથી. હંિદુઓ ઉદાર વિચારસરણી ધરાવે છે. એમને મન કોઇ માન્યતાનો સ્વીકાર કે અસ્વીકાર એ ધર્મ નથી. ધર્મ તો પરમ તત્વની અનુભૂતિની રીત છે. તે પરમ સત્યનો સાક્ષાત્કાર કરવાની જીવન પદ્ધતિ છે. હંિદુ ધર્મ માનવીને ઈશ્વરનો અંશ કહે છે. ઈશ્વર રૂપે મનુષ્યને પ્રેમ કરવાનો આનંદ કેવો મોટો છે તેનું દર્શન કરાવે છે. માનવ માત્ર ‘અમૃતનું સંતાન’ છે (‘અમૃતસ્ય પુત્રાઃ) સ વૈ સ્વરાડો ભવેત્‌’ અને તે અમૃતમય, આનંદમય સત્તાના તેણે સ્વરાટ બનાવાનું છે. તેણે આત્મા-તત્ત્વની ગરિમા જાણી પોતાની મહાનતાને પિછાણવાની છે. દરેક ધર્મના મનુષ્યે અન્ય ધર્મોની ભાવનાને આત્મસાત કરવાની છે. હંિદુ પ્રજા શુઘ્ધ વિચાર સાથે શુઘ્ધ આચારમાં માને છે. જે જગતના દરેક ધર્મની પાયાની વાત છે.
ભલે તમે કોઇ મૂર્તિ નક્કી કરી તેના દ્વારા ઈશ્વરની ઉપાસના કરો પણ તમારી એ મૂર્તિ કરતાં વધારે સારી મૂર્તિ આપણી પાસે જ પડેલી છે. એ છે આ જીવતો જાગતો મનુષ્ય. તમે ભલે મંદિર બાંધો અને તેમાં ઈશ્વરની ભક્તિ કરો! પરંતુ એના કરતાંયે વઘુ સુંદર મંદિર આપણી પાસે પહેલેથી જ પ્રાપ્ત થયેલું છે- એ છે આ મનુષ્ય દેહ.’
એક વાર એક માણસે સ્વામી વિવેકાનંદજીને કહ્યું- ‘મારે તમારા જેવા મહાન પુરુષ થવું છે.’ સ્વામીજીએ કહ્યું- ‘તમને કોણે કહ્યું કે તમે મહાન પુરુષ નથી? તમે પણ મહાન જ છો. જો તમે તમારી મહાનતાને જાણતા હો તો! તમે ઈશ્વરના અંશ છો એટલે મહાન જ છો. એ ઈશ્વર આપણા બધામાં એક સમાન રીતે વિદ્યમાન રહેલો છે. તમે સારા માણસ બનીને રહો એ મોટી સિદ્ધિ છે.’
બીજો એક પ્રસંગ પણ મનનીય છે. એક વાર એવી જાહેરાત કરવામાં આવી કે સ્વામી વિવેકાનંદ દુનિયાના નાશ વિશે ઉદ્‌બોધન કરવાના છે. એ પ્રવચન સાંભળવા વિશાળ સમૂદાય એકત્રિત થયો. બધાને એમ હતું કે સ્વામીજી બહુ લાંબુ પ્રવચન આપશે. પણ સ્વામીજીએ માત્ર એક વાક્યનું ઉદ્‌બોધન આપ્યું- ‘‘સિદ્ધાંત વગરનું રાજકારણ, દયા-કરુણા વિનાની સમૃદ્ધિ, પરિશ્રમ વિનાનું ધન, મૌન વિનાનું શિક્ષણ, નિર્ભયતા વિનાનો ધર્મ અને સમજ વિનાની ઉપાસના- આ છ બાબતો દુનિયાનો નાશ કરશે!’’
- દેવેશ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved