Last Update : 22-March-2012, Thursday
 

સંકટમાં સાથ દે એ વ્યક્તિ મહાન છે...
સંકટમાં વૃદ્ધિ કરે એ વ્યક્તિ શેતાન છે...

- અમૃતની અંજલિ

 

લોભ-લાલચનાં કારણે દર્શાવાતી પ્રીતિ, પ્રીતિ ગણાતી નથી, છેતરપીંડી કરીને પ્રાપ્ત કરેલ લક્ષ્મી, લક્ષ્મી ગણાતી નથી; સુપાત્ર સાઘુપુરૂષો માટે કરાયેલ સંપત્તિનો વ્યય વ્યય ગણાતો નથી અને પરોપકાર કાજે ઉઠાવાયેલ કષ્ટ, કષ્ટ ગણાતું નથી !!
ચંદન !! સુગંધ એનામાં ઠસોઠસ ભરી હોય છે. પરંતુ એ સુગંધમાં સાર્થકતા ત્યારે આવે છે કે જ્યારે એ ચંદન ઓરસિયા પર ઘસવામાં આવે. જેમ જેમ ચંદન ઘસાતું જાય તેમ તેમ એની સુગંધ વઘુને વઘુ ફેલાતી જાય અને એના ઘસાવાથી જે રસ તૈયાર થાય તે દેહવિલેપનથી લઈને પ્રભુ પૂજા સુધી સર્વત્ર ઉપયોગી થાય.
પુષ્પ !! પરિમલ એની પાંખડીએ પાંખડીએ ફેલાયેલો હોય છે. પરંતુ એ પરિમલમાં વઘુ નિખાર ત્યારે આવે છે કે જ્યારે એ પુષ્પ પિસાય. જેમ જેમ પુષ્પ પિસાતું જાય તેમ તેમ એની સુગંધ વઘુ તીવ્ર ફેલાતી જાય અને એના પિસાવાથી જે અત્તર તૈયાર થાય એ વ્યક્તિના વસ્ત્રથી-શરીરથી લઈને ભગવાનની મૂર્તિને પણ સુગંધથી તર-બ-તર કરી દે.
મહેંદી !! રંગ એની પાંદડીએ પાંદડીએ છુપાયેલો હોય છે. પરંતુ એ રંગ લાલચટાક ત્યારે બને કે જ્યારે એ મહેંદી પિસાય. જેમ જેમ મહેંદી પિસાતી-લસોટાતી જાય તેમ તેમ એનો રંગ વઘુને વઘુ લાલ અને ગાઢ થતો જાય. પછી એ મહેંદીનો દ્રવ લગ્નોત્સુક વર-કન્યાથી લઈને એમનાં સ્વજન-પરિજન સહુના હાથને સજાવી દે - શણગારી દે.
બસ, જેવી વાત આ ચંદન-પુષ્પ અને મહેંદીની છે, એવી જ વાત ઇન્સાનની-માનવીની પણ છે. પ્રત્યેક માનવી પાસે મન-વચન-કાયાની વિશિષ્ટ શક્તિ ઓછે-વધતે અંશે અવશ્ય ઉપલબ્ધ હોય છે. પરંતુ એ શક્તિ પ્રશંસનીય-વંદનીય ત્યારે બને કે જ્યારે તે પરાર્થે-પરોપકાર અર્થે પ્રયોજાય. જેમ જેમ વ્યક્તિની તે તે શક્તિ પરોપકાર માટે પ્રયોજાતી જાય તેમ તેમ તે શક્તિ વઘુને વઘુ પ્રશસ્ય બનતી જાય અને એનો લાભ જરૂરિયાતમંદોથી લઈને અનેકોને મળતો જાય.
વ્યક્તિ યથાશક્તિ પરોપકાર કરવામાં તત્પર બને એ કાજે જ, પૂર્વસૂરિઓએ સદાચારના બીજા પ્રકારરૂપે દીન-દુઃખી જીવોના ઉદ્ધારની વાત પ્રસ્તુત કરી છે. આપણે ગત લેખથી સદાચારના ક્રમશઃ જે ચાર પ્રકારની વિચારણા આરંભી છે તેમાં આજે આ બીજા પ્રકાર પર વિચાર-વિહાર કરીશું.
દીન-દુઃખી-જરૂરિયાતમંદોને ઉપયોગી થવાનો સદાચાર આપણી સંસ્કૃતિમાં કેટલી હદે વણાયેલો છે એની ઝલક નિહાળવા આપણે અહીં ત્રણ અલગ અલગ સ્તરના ઉલ્લેખો કરીએ. પહેલો ઉલ્લેખ છે સંસ્કૃત સુભાષિતકારોનો. એક સુભાષિતકારે એમના સંસ્કૃત શ્વ્લોકમાં ચંિતનની ચિનગારી પ્રગટાવે એવી કમાલ રજૂઆત આમ કરી છે કે ઃ-
‘યા લોભાત્‌ યા પરદ્રોહાત્‌, યઃ પાત્રે યઃ પરાર્થકે;
પ્રીતિર્લક્ષ્મીર્વ્યયઃ ક્લેશઃ, સા કંિ સા કંિ સ કંિ સ કિમ્‌ ?’
મતલબ કે લોભ-લાલચનાં કારણે દર્શાવાતી પ્રીતિ, પ્રીતિ ગણાતી નથી, છેતરપીંડી કરીને પ્રાપ્ત કરેલ લક્ષ્મી, લક્ષ્મી ગણાતી નથી; સુપાત્ર સાઘુપુરૂષો માટે કરાયેલ સંપત્તિનો વ્યય વ્યય ગણાતો નથી અને પરોપકાર કાજે ઉઠાવાયેલ કષ્ટ, કષ્ટ ગણાતું નથી !! આમાંની ચારે ય બાબતો પર વિસ્તૃત વિવરણ થઈ શકે. પરંતુ આણે અહીં એ પૈકીની ફક્ત ચોથી બાબતનું તાત્પર્ય સમજીએ. એ એમ કહે છે કે વ્યક્તિ પરોપકાર કાજે ચાહે તેવું કષ્ટ ઉઠાવે યા ભોગ આપે તો પણ પરોપકાર એવું ઉત્કૃષ્ટ સુકૃત છે કે એની સમક્ષ પેલા કષ્ટની-ભોગની કોઈ વિસાત નથી !! એ કષ્ટ સાવ નગણ્ય જ ગણાય.
બીજો ઉલ્લેખ આપણે કરીશું સંસ્કૃતિના સંદેશવાહકોનો. ગ્રામ્ય જીવન જીવીને ગ્રામ્ય જનતાને અને ડાકુ-બહારવટિયાઓ સુદ્ધાંને સંસ્કૃતિની દોરવણી આપનાર નિકટના ભૂતકાળમાં થયેલ મૂઠી ઉંચેરા માનવી એટલે શ્રી રવિશંકર મહારાજ. એમની એ પ્રેરણાવાણી ખૂબ પ્રસિદ્ધ છે કે ‘ઘસાઈને ઊજળા થઈએ.’ મતલબ કે પરોપકાર કાજે અન્યોને સહાયક થવા કાજે જાતને ઘસી નાંખીને આપણે ઉજળા થઈએ-સારા બનીએ. એ જ રવિશંકર મહારાજ એ વાક્યની સાથોસાથ આ વાક્ય પણ કહેતા કે ‘કોઈના ખપમાં આવીએ.’ શું છે આ શબ્દો ? સાવ સાદી ભાષામાં પરોપકારનું શબ્દાત્મક દર્શન છે આ શબ્દો.
ત્રીજો ઉલ્લેખ કરીશું આપણા સર્વ સામાન્ય આચારોનો. વ્યક્તિ ભલે ને ચાહે તે ધર્મપરંપરાની હો, કંિતુ ભારતીય સંસ્કૃતિના કેટલાક આચારો એ સર્વમાં સમાન નિહાળવા મળતા હતા. જેમકે પહેલી રોટલી ગાય કે કૂતરાને આરોગવા માટે ધરવી, કીડીઓના દર પર લોટ પૂરવો, કૂતરા-ગાય વગેરેને સામેથી બોલાવીને ખાદ્યસામગ્રી આપવી, સારા-નરસા હર કોઈ પ્રસંગે પાંજરાપોળમાં જીવદયાકાર્ય કરવું વગેરે વગેરે. આ આચારો પણ દીન-દુઃખીને સહાયક બનવાનો નિર્દેશ કરતાં પેલા બીજા પ્રકારના સદાચારની જ ઝલક છે.
અવસરે કરાતી દીન-દુઃખી-જરૂરિયાતમંદોને સહાય ક્યારેક કેવું પ્રણમ્ય પ્રશસ્ય પરિણામ લાવે એ જાણવું છે ? તો વાંચો આ સાવ તાજી-તાજેતરની સત્ય ઘટના ઃ
પ્રાચીન જૈન તીર્થ ડભોઈનું અમારું ગત ચાતુર્માસ. એ ચાતુર્માસમાં એક તરફ ૪૭ દિવસીય ઉપધાન મહાતપ-૨૫ દિવસીય શ્રી શત્રુંજયમહાતીર્થ પદયાત્રા સંઘ ઇત્યાદિ આયોજનો થયાં, તો બીજી તરફ વિરાટ નૂતન પાંજરાપોળ-નવપદ હાઈસ્કૂલ ભવન ઇત્યાદિનાં નિર્માણો પણ થયાં. કંિતુ આવા અગણિત મોટા કાર્યક્રમો વચ્ચે ય અમારા ગુરૂદેવ આચાર્ય પ્રવર શ્રી સૂર્યોદય સૂરિશ્વરજી મહારાજ અમને સહુને એ પ્રેરણા ખાસ કરતાં કે મોટાં કાર્યોની સાથે નાની-જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે પણ સહાયપ્રવૃત્તિઓ થવી જ જોઈએ. તે મુજબ, ડભોઈમાં સમયાંતરે ચારેક વાર આવી સહાયપ્રવૃત્તિઓ અમારી પ્રેરણાથી યોજાઈ. આવી છેલ્લી પ્રવૃત્તિ થઈ તા. ૨૩-૨-૧૨ને ફાગણ શુદિ બીજે. એ દિવસે અમારા ગુરૂદેવ સંયમજીવનના ચોસઠ વર્ષ પરિપૂર્ણ કરીને પાંસઠમા વર્ષમાં પર્વેશતા હતા. આ પાંસઠમા દીક્ષાવર્ષ પ્રવેશ નિમિત્તે જે વિવિધ કાર્યક્રમો યોજાયા તેમાં એક કાર્યક્રમ એવો યોજાયો કે ડભોઈના જૈન પરિવારોને ત્યાં વાસણ માંજવા-વસ્ત્રો ધોવાં-કચરો કાઢવો ઇત્યાદિ કાર્યો જે જે કામવાળા ભાઈ-બહેનો કરે છે તેમનું સામૂહિક બહુમાન તથા સહાય કરવી.
બપોરે યોજાયેલ આ કાર્યક્રમમાં એકસો પંદર સેવક-સેવિકાઓ આવ્યા. દરેકને બહુમાનપૂર્વક શર્ટપીસ-સાડી-ખાદ્યસામગ્રીની કીટ્‌સ વગેરે અર્પણ કરાયા. તે પૂર્વે અમે પ્રાસંગિક સંબોધન કરીને દરેક કર્મચારીને પાપોથી બચવા માટે પાણીનો વિવેકપૂર્વક વપરાશ-લાઈટનો અલ્પ વપરાશ-જયણા વગેરે બાબતો સમજાવી. સહુ કર્મચારીઓએ ઘ્યાનથી એ હિતશિક્ષા સાંભળી અને સહાય સ્વીકારીને એ સહુ હસતે ચહેરે વિદાય થયા.
એના બીજા દિવસે કમાલ થઈ. ઊર્મિલાબેન સુભાષભાઈ કંસારા નામે એક જૈન બહેન અમને કહે ઃ ‘મહારાજશ્રી ! મારાં ઘરે આવતી કામવાળી બહેને ગઈ કાલની બધી સામગ્રી લીધી તો ખરી. પરંતુ હવે એનાં અંતરમાં પ્રબળ ભાવના જાગી છે કે એ જ ખાદ્યસામગ્રીમાંથી પોતાના માટે બનાવેલ એક ભોજનપદાર્શ ભિક્ષારૂપે લેવા માટે આપ પધારો અને એ બહેનના હાથે જ ગોચરી (ભિક્ષા) લો.’ એક અજૈન કામવાલી બહેનનાં અંતરમાં આવી ભાવના સ્વયંસ્ફૂર્ત પ્રગટે અને સાઘુ-સંતોની ભક્તિના ભાવ જાગે એને અમે એનાં જીવનઉત્થાનનું પ્રબળ સંભવિત નિમિત્ત સમજીને ભિક્ષા માટે આવવાની સંમતિ આપી.
ઊર્મિલાબહેનનાં ઘેર અમે પહોંચ્યા ત્યારે પેલા કામવાળા બહેન ખાદ્યસામગ્રી સાથે તૈયાર બેઠા હતા. અમે એમને આશીર્વાદ-વાસક્ષેપ કરીને પૂછ્‌યું ઃ ‘તમને કોઈ વ્યસન છે ખરું ?’ એ કામવાળા બહેન બે હાથ જોડીને બોલ્યા ઃ ‘સાઘુ-સંતો પાસે ખોટું નહિ બોલું. મને તમાકુની પડીકીઓનું જોરદાર વ્યસન છે.’ અમે તુર્ત, વ્યસનોથી થતાં કેન્સર સમા જાલિમ દર્દો-પીડા વગેરે બાબતો સમજાવીને વ્યસનત્યાગની પ્રતિજ્ઞા સ્વીકારવા કહ્યું. કોઈપણ પ્રકારના દબાણ વિના એ બહેને ત્યાં જ આજીવન તમાકુની પડીકીઓના ત્યાગની પ્રતિજ્ઞા સ્વીકારી લીધી !!
જરૂરિયાતમંદોને કરાયેલ સહાયનું આ જીવંત-જવલંત પરિણામ હતું. અમારા ગુરૂદેવે આ ઘટના જાણી, તો કહે ઃ ‘અજૈનોને કરાતી આવી સહાયથી ક્યારેક એકાદ જીવને પણ જો સમ્યગ્‌દર્શનનું બીજ પડી જાય અથવા તો એ, ધર્મ પ્રત્યે અહોભાવિત બની જાય તો આવાં કાર્યો સવાયાં સફળ થયાં ગણાય...’
અમારું તો સ્પષ્ટ મંતવ્ય છે કે હાથીને ભલે ‘મણ’ જોઈએ, કંિતુ કીડીને તો ‘કણ’ જ જોઈએ. એમ મોટાં કાર્યો માટે ભલે અઢળક સંપત્તિ આદિ જોઈએ, પરંતુ આવી નાનકડી જરૂરિયાતમંદ વ્યક્તિઓને તો ‘કણ’ જેટલી જ સહાય જોઈએ. અવસરે અવસરે એ અપાતી રહે તો ‘દીન-દુઃખીને સહાયમાં તત્પરતા’નો આ બીજો સદાચાર પ્રકાર બહુ સરળતાથી આત્મસાત્‌ થઈ શકે. વળી એ કણ બીયારણનાં કણની જેમ અનેકગણું વળતર આંતરિક સ્તરે આપવામાં પણ સક્ષમ નીવડી શકે તેમ છે.
છેલ્લે એક મજાની કાવ્ય પંક્તિ દ્વારા આ લેખનું સમાપન કરીએ કે ઃ-
‘દીધો નહિ જો કોઈને, સંકટમાં કાંઈ સાથ;
જરૂર એનો જાણજો, હતભાગી છે હાશ...’

Share |
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved