Last Update : 22-March-2012, Thursday
 
ગુણાવલીએ પોતાના શિયળની રક્ષા માટે અજબ નિર્ણય કર્યો
એક ચતુર નાર, ચાર જણા છેતરાઈને બાવા બની ગયા !
- આંખ છીપ, અંતર મોતી
 

ત્રણ સાઘુઓની વાત સાંભળીને ચોથો સાઘુ જયવંત સમજી ગયો કે આ પોતાની પત્ની ગુણાવલીની જ વાત છે. તે ગુણાવલી બેવફા છે તેવા આઘાતમાં બાવો બની ગયો હતો. તેને લાગ્યું કે ગુણાવલીએ પોતાના શીલની રક્ષા કરીને જીવન ધન્ય કર્યું છે.
ગાઢ જંગલમાં વનપાલકે એકાકી રૂપવતી સ્ત્રીને જોઈ. વનપાલકે મારતે ઘોડે રાજાને સંદેશો પહોંચાડ્યો કે કોઈ દેવાંગના જંગલમાં એકલી ચાલી જાય છે. રાજાએ સૈનિકો મોકલીને ગુણાવલીને રાજમહેલમાં બોલાવી લીધી. રાજા લંપટ હતો. તે ગુણાવલીને જોઈને કામાંધ બની ગયો. શયનખંડના એકાંતમાં રાજા ગુણાવલી પાસે પહોંચ્યો ત્યારે ગુણાવલી તેને સમજી ગઈ. તે કહે ઃ ‘રાજન, ખોટી ઉતાવળ ન કરો. જ્યાં સુધી મારી વ્રત પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આપને મારી પાસે આવવા નહીં દઉં.’
રાજા કહે ઃ ‘તું તો સામેથી આવેલી છે. વેશ્યાને વળી વ્રત કેવું ?’
ગુણાવલી કહે ઃ ‘નગરની બહાર આવેલા મહાદેવના મંદિરે પૂજા કરવાનું મારું વ્રત છે. એ પૂરું કરવા દો.’
રાજાએ ગુણાવલી માટે રથ તૈયાર કરાવ્યો.
ગુણાવલી કહે ઃ ‘રાજન, હું મંદિરે દર્શન કરીને હમણાં જ પાછી આવું છું. સાંઢણી મારા વિના એકલી રહેશે નહીં તેને મારી સાથે આવવા દો.’
રાજાએ તેમ કર્યું.
ગુણાવલી ચતુર નારી હતી. એ રથમાં બેસીને રાજપુર પહોંચી ગઈ. પછી રથ અને સાથે આવેલા સૈનિકોને તેણે પાછા વાળ્યા. ગુણાવલી સાંઢણીને લઈને પોતાની હવેલી પર પહોંચી ગઈ. ગુણાવલી જેવી ગઈ હતી તેવી નિર્દોષ પાછી આવી હતી.
કિન્તુ તેનો પતિ જયવંત ગુણાવલી નાસી ગયાના આઘાતમાં બાવો બનીને ચાલ્યો ગયો હતો.
ગુણાવલીને ઊપાડી જનાર ધન જંગલમાં પહોંચ્યો ત્યારે ગુણાવલી અને સાંઢણીને ન જોઈ પોતે છેતરાયો છે તેવું તે સમજી ગયો.
ધનના આઘાતનો પાર ન રહ્યો. તે પણ બાવો બની ગયો.
રાજાએ રથ ચાલક અને સૈનિકોને એકલા પાછા આવેલા જોઈને સમજી ગયો કે ગુણાવીલ પોતે આપેલા આભૂષણો લઈને ચાલી ગઈ છે અને પોતે છેતરાયો છે. ગુણાવલીનું રૂપ તેનાથી ભૂલાતું નહોતું. એક સ્ત્રી પોતાને છેતરી ગઈ તેનો અહેસાસ રાજાના હૃદયમાં ઘા કરતો હતો. રાજા આ આઘાતમાં બાવો બનીને ચાલી નીકળ્યો.
ગુણાવલી માટે ભોજનની વ્યવસ્થા કરવા ગયેલો ચોર પાછો આવ્યો ત્યારે ગુણાવલી અને સાંઢણીને ન જોઈને પોતાની સાથે થયેલી છેતરપંિડી સમજી ગયો. તેને પોતાની જંિદગી નિરર્થક લાગી. તે પણ બાવો બનીને ચાલી નીકળ્યો.
સમય સરકતો હતો.
એકવાર આ ચારેય યોગી પુરૂષો એક સરોવરના કાંઠે ફરતા ફરતા આવી ચડ્યા. મઘ્યાહનની વેળાએ ભોજન કરવા બેઠા ત્યારે ચારેય જણા વાતે વળગ્યા. એકબીજાને સૌ પૂછવા લાગ્યા કે ‘તું બાવો કેમ બન્યો ?’
ધન કહે ઃ ‘હું આઘાતને કારણે બાવો બન્યો. હું એક સ્ત્રીની પાછળ પાગલ હતો. એ સ્ત્રી મારી સાથે ચાલી નીકળી પણ ખરી પણ તેણે રસ્તામાં ચતુરાઈથી મને છેતર્યો. મારી બધી જ સંપત્તિ લઈને ભાગી ગઈ. એટલે હું બાવો બની ગયો.’
ચોર કહે ઃ ‘એક સ્ત્રી સાંઢણી પર મને મળી. એ એકલી હતી. રૂપાળી હતી. હું તેના પ્રત્યે આકર્ષાયો પણ તેણે મને ભોજનની વ્યવસ્થા માટે મોકલ્યો અને પોતે ભાગી છૂટી. એ આઘાત મારાથી સહેવાયો નહીં એટલે હું બાવો બની ગયો.’
રાજા કહે ઃ ‘એક રૂપાળી સ્ત્રી સાંઢણી સાથે મારા મહેલમાં આવી. તેનું રૂપ મારકણું હતું. મેં તેને ભોગવવાની ઝંખના પ્રગટ કરી. પણ તે સ્ત્રી વ્રતનું બહાનું કાઢીને મારા અનેક કંિમતી આભૂષણો લઈને છેક રાજપુર પહોંચી ગઈ. તેણે મને આબાદ છેતર્યો હતો. તે આઘાતમાં હું બાવો બની ગયો.’
ત્રણ સાઘુઓની વાત સાંભળીને ચોથો સાઘુ જયવંત સમજી ગયો કે આ પોતાની પત્ની ગુણાવલીની જ વાત છે. તે ગુણાવલી બેવફા છે તેવા આઘાતમાં બાવો બની ગયો હતો. તેને લાગ્યું કે ગુણાવલીએ પોતાના શીલની રક્ષા કરીને જીવન ધન્ય કર્યું છે.
જવયંતે પોતાની વાત કરવાનું માંડી વાળ્યું અને ચીપિયો પછાડીને પોતાના ઘર ભણી ચાલવા માંડ્યું. એને ગુણાવલીની માફી માગીને જલદી તેને ગળે વળગાડવી હતી.
જયવંતની ચાલમાં જુસ્સો હતો.
પ્રભાવના
બે ભાઈઓ, જુદા પડવાનું નક્કી કરીને તમામ ધન, જાગીર વસ્તુઓની બે યાદી બનાવીને બેય બેઠા. હવે નવો ઝઘડો થયો ઃ પહેલી યાદી કોણ ઉપાડે ? એ પૃષ્ઠો એમ જ પડ્યા રહ્યા ને હજી બેય ભાઈ ભેગા જ રહે છે ! સ્નેહની સરિતા વહે તો જીવનની વસંત રહે લીલીછમ !

Share |
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved