Last Update : 22-March-2012, Thursday
 
પાપ તથા દુઃખ નિવારણનો માર્ગ

 

આપણી મોટામાં મોટી નબળાઇ કહો કે મૂર્ખતા કહો પણ અજ્ઞાની ગૃહસ્થીઓ એક હાથમાં સંસાર અને બીજા હાથમાં પરમાત્માને રાખવા પ્રયત્ન કરીને જ જીવન જીવે છે. દુર્ગુણો છોડતા નથી.
આપણે સહુ જાણીએ છીએ કે વિશ્વના તમામ ગૃહસ્થીઓ સુખ, શાંતિ અને આનંદ મેળવવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. ગમે તેટલી સંપત્તિ, સુવિધા, પદ, પ્રતિષ્ઠા અને બળ હોય છતાં પણ કોઇને કાયમી સુખ, શાંતિ તથા પરમાનંદ મળતાં નથી. કારણ કે માનવ જન્મતી જ અજ્ઞાની હોય છે. તેમજ પોતાના જ કર્મોથી બંધાયેલો હોવાથી સુખની ઈચ્છાને લીધે દુઃખદાયી કર્મો કરતો જ જાય છે. અજ્ઞાનના કારણે અનેક દુઃખોની વચ્ચે કામના, તૃષ્ણા તથા મોહમાં ફસાઇને સુખની આશામાં જીવન વિતાવે છે. આમ જન્મ-મૃત્યુનું ચક્કર ચાલ્યા જ કરે છે.
પરંતુ જે મનુષ્ય મુમુક્ષુ બનીને માનવજન્મનો મહિમા તથા માનવજન્મ શા માટે મળ્યો છે? જીવનનું ઘ્યેય શું હોવું જોઇએ? જીવન જીવાની કળા શું છે? તેમજ જે મનુષ્ય સર્વથા મરણપથારીએ હોય તેણે શું કરવું જોઇએ? આ બધી બાબત આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જે માનવ જાણી લે છે અને તે મુજબ જીવન જીવે છે, તેવા લોકો પરમાનંદ સાથે સુખ-શાંતિથી જીવન જીવી શકે છે. તેટલું જ નહિ પરંતુ પોતાનું આત્મકલ્યાણ કરી પરલોક પણ સુધારી શકે છે. તેમ આપણા શાસ્ત્રો કહે છે.
પરંતુ મોટા ભાગના ગૃહસ્થીઓ સંસારરૂપી દુઃખાલયમાં સપડાયેલા રહીને જન્મ-મૃત્યુના ચક્કરમાં ભટકતા રહે છે. કર્મો પ્રમાણે જીવનમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતા રહે છે. ક્યારેક આત્મહત્યા પણ કરે છે. આમ છતાં દુઃખાલયરૂપી સંસારની જેલમાંથી છુટવા માટે આવા જીવો આત્મજ્ઞાન માટે સાચા પ્રયત્નો કરતા નથી. દુઃખો આવે ત્યારે કથામાં, મંદિરોમાં તથા યાત્રામાં જવું તેવા પ્રયત્નો કરી પ્રભુભક્તિ કરીએ છીએ તેવું માની લે છે. પરંતુ રાગદ્વેષ, અહંકાર, કામ, ક્રોધ, લોભ તથા નંિદા ઓછા કરતાં નથી તેમજ વિચાર, વાણી અને વર્તનને પણ શુઘ્ધ બનાવતા નથી. તેથી કહેવાતી ભક્તિનું કોઇ ફળ મળતું નથી.
આપણી મોટામાં મોટી નબળાઇ કહો કે મૂર્ખતા કહો પણ અજ્ઞાની ગૃહસ્થીઓ એક હાથમાં સંસાર અને બીજા હાથમાં પરમાત્માને રાખવા પ્રયત્ન કરીને જ જીવન જીવે છે. દુર્ગુણો છોડતા નથી. છતાં અમો ધાર્મિક છીએ તેવા ખોટા ખ્યાલો ધરાવીએ છીએ. આ આપણી મોટી ભૂલ છે. આ ભૂલ સુધારવા માટે સહુ કોઇ સંસારમાં રહીએ, કર્તવ્યકર્મો કરીએ, આસક્તિ તથા દુર્ગુણોનો ત્યાગ કરી વિચાર, વાણી તથા વર્તનને શુદ્ધ બનાવી પરમાત્માના બની જઇએ તો જ આપણા પાપો નાશ પામે તથા દુઃખોમાંથી બચી શકીએ.
સતત યાદ રાખવું જોઇએ કે મન, અહંકાર, રાગદ્વેષ, સ્વાર્થ તથા માયા આપણા મહાન બળવાન શત્રુઓ છે. આ શત્રુઓ ઉપર કાબુ મેળવવા આપણે આપણા વિચાર, વાણી અને વર્તનને શુઘ્ધ રાખવા જોઇએ. આપણે બાવળ વાવીને કેરી મેળવી શકીએ નહિ. તેવી રીતે દુર્ગુણોથી ભરેલા વિચાર, વાણી અને વર્તન રાખીને સુખ- શાંતિ મેળવી શકીએ નહિ. સુખ-દુઃખ બીજા કોઇ મોકલતું નથી પણ આપણા ગત-જન્મોના કર્મો દ્વારા આપણે પોતે જ તેડાવેલ છે. જેવું વાવો તેવું લણો. સુખ-દુઃખ મળવા તે પ્રારબ્ધનું ફળ નથી પણ અજ્ઞાનતાનું ફળ છે. જે મિટાવવા આત્મજ્ઞાન મેળવવું જોઇએ.
આપણા શાસ્ત્રો કહે છે કે ‘‘મનુષ્ય એટલે પચાસ ટકા પૂણ્ય તથા પચાસ ટકા પાપના મિશ્રણથી બનેલું પ્રાણી છે. આમ આપણે પાપી તો છીએ જ. આમ છતાં પરમાત્માએ કૃપા કરીને મનુષ્ય દેહ આપ્યો છે. જેથી જીવ પોતાનું આત્મકલ્યાણ કરી શકે. પરંતુ અજ્ઞાની માનવો વિચાર, વાણી અને વર્તનથી પાપ-પૂણ્યના કર્મો કર્યા જ કરે છે. જે ભોગવવા જન્મ-મૃત્યુના ચક્કરમાં પડવું જ પડે છે. કર્મની ગતિ અતિ ગહન છે. જીવ માયાથી મોહિત થઇ કર્મ બંધનમાં ફસાઇ જાય છે. તેતી ઈશ્વરને છોડીને વિષય સુખની આશામાં પાપો કરે છે. પરંતુ આપણા વેદ, ગીતા તથા ભાગવત કહે છે કે ‘‘પાપ તથા દુઃખનું નિવારણ કરવા માટે પરમાત્માએ અનેક જોગવાઇ કરી છે. જેનો સૌથી સહેલો, સરળ અને ઉત્તમ ઉપાય પ્રભુ ભક્તિ છે. ગીતામાં ભગવાન કહે છે કે ‘‘તમામ ધર્મોની ઝંઝટમાંથી છુટી ફક્ત મારા એકના જ શરણમાં આવનારના તમામ પાપો નાશ કરી આપું છું.’’ ‘‘તેમજ ગમે તેવો મહાન પાપી અંતસમયે મારૂં નામસ્મરણ કરતાં પ્રાણ છોડે છે, તેને પરમગતિ આપું છું.’’ આમ પરમાત્મા પાપોને લક્ષમાં લેતા નથી, પરંતુ તેમની ભક્તિ સામે જોઇ પાપો નાશ કરે છે. પ્રભુભક્તિ નિષ્કામ અને પ્રેમાસ્પદ હોવી જોઇએ. આમ પ્રભુભક્તિથી પાપો નાશ પામતાં જ દુઃખો પણ નાશ પામતા જશે.
સુખ, શાંતિ અને આનંદ સાથે જીવન જીવવા માટે થોડા ધનની જરૂર છે. પરંતુ આ બઘું જ કાયમી ધોરણે મેળવવા માટે ધન કરતા વઘુ જરૂર છે, સમજણની, આત્મજ્ઞાનની તથા તે મુજબના આચરણની. મનુષ્ય અઘ્યાત્મ જ્ઞાન ન મેળવી શકે તો પણ ઈશ્વર અને ઈશ્વર સિવાય કંઇ જ નથી તેવી અચલ શ્રઘ્ધા તથા વિશ્વાસ સાથે પ્રભુ ભક્તિ કરવી જોઇએ. જે માટે વિચાર, વાણી, વર્તનને શુઘ્ધ બનાવવા ખૂબ જ જરૂરી છે. જેમ જેમ પ્રભુભક્તિ વધતી જશે તેમ તેમ દુર્ગુણો ધીરે ધીરે ઓછા થતાં જશે. મન, વચન તતા કર્મમાં પણ શુઘ્ધતા આવતી જશે. પરમાત્મા મેળવવા સુલભ છે. પાપો નાબૂદ કરવા તથા દુઃખોમાંથી મુક્તિ મેળવવી સરળ છે. જેના માટે જરૂર છે, સાચી સમજણની અને આચરણની. જરૂર છે ફક્ત ભગવાનના બની જવાની અને ભગવાનને આપણા બનાવવાની સમજણની. પરિણામ હશે જીવનમાં સર્વત્ર સુખ, શાંતી અને પરમાનંદ સાથે વિશ્રા.
- વિશ્નુપ્રસાદ નાથાલાલ રાવલ

Share |
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved