Last Update : 22-March-2012, Thursday
 
ચૈત્રી નવરાત્રિ પ્રારંભ અને ગુડી પડવો !

 

ચૈત્રી નવરાત્રિએ માતાજીના અનુષ્ઠાન અને કડવા લીમડાનો રસ કેમ પીવામાં આવે છે ?
૨૩ માર્ચ - ૨૦૧૨
‘‘મા’’ શક્તિ સ્વરૂપે ચૈત્ર સુદ અષ્ટમીએ પ્રકટ થઈ. દુર્ગા નામના રાક્ષસનો નાશ કરેલો. આ દિવસ દુર્ગાષ્ટમી કહેવાય છે. ચૈત્ર માસનો અનેરો મહિમા છે. મત્સ્યાવતાર પછી મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ અને પુર્ણ પુરૂષોત્તમ ભગવાન સ્વામીનારાયણનો પ્રાકટય આ માસમાં થયું છે. આજ પાવનકારી માસમાં ભક્ત શ્રી હનુમાનજીનો પાર્દુભાવ થયો છે. શ્રીરામ આજે પણ ભારત વર્ષના હૃદય સંિહાસને બિરાજમાન છે. ઘેર ઘેર ‘રામાયણ’ ગ્રંથની પૂજા થાય છે.
હ્વ્‌યઽ્‌પ્‌છ ઝઠ્ઠઢઝવ્ઝથ ળળ ત્રેતામાં રધુકુળ શ્રી રામજીનો પાદુર્ભાવ થયો.
ભગવાન મહાવીરની જન્મજયંતી આજ માસમાં આવે છે.
પુષ્ટિમાર્ગના સમર્થ આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાકટય ઉત્સવ ચૈત્ર વદી- ૧૧ આવે છે. પુષ્ટિમાર્ગના પુષ્ટિ વૈષ્ણવોનો આ મંગલ દિવસ છે.
ચૈત્ર સુદી એકમ એટલે ‘મા’ના ગુણલા ગાવાની નવરાત્રિ પ્રારંભ. માતાના અનુષ્ઠાન કરવાનો દિવસ.
આરોગ્યને આ દિવસે જતન કરવાનો દિવસ છે.
ચૈત્ર સુદ પ્રતિપદાને મહારાષ્ટ્રમાં ગુડી પડવો કહે છે. વર્ષના સાડા ત્રણ મુહુર્તોમાં ગૂડી પડવાની ગણત્રગ થાય છે. શાલિવાહન શકનો પ્રારંભ આ માસથી થાય છે. દ્રષ્ટાંત કથા મુજબ શાલિવાહન નામના એક કુંભારના છોકરાએ માટીનું સૈન્ય તૈયાર કરી તેના ઉપર પાણી છાંટી તેમને સજીવન કર્યું આથી પ્રભાવી શત્રુઓનો પરાભવ થયો.
આ દ્રષ્ટાંતના આધારે શાલિવાહન શક શરૂ થયું.
ભગવાન રામે વાલીના જુલમમાંથી દક્ષિણની ભૂમિને છોડાવી હતી. વાલીના ત્રાસથી મુક્ત થયા તેથી તેની પ્રજાએ ઘેર ઘેર ગુડી ફરકાવી (ગુડી એટલે ઘ્વજા) આ રિવાજ આજે પણ પ્રચલિત છે. ચૈત્ર માસમાં ગુડી પડવાએ લોકો પોતાના મકાન ઉપર ગુડી, ઘ્વજા ફરકાવે છે. આ વિજયનો સંદેશ આપતું પર્વ છે. ગુડી એટલે વિજય, પતાકાનું પ્રતિક.
મલબારમાં દેવગૃહે ઘરની સંપત્તિ વ્યવસ્થીત રીતે ગોઠવવામાં આવે છે. ગુડી પડવાએ વહેલી પરોઢે ઉઠીને બધા દેવ-દર્શને જાય છે.
પ્રભુનાં દર્શન કરે છે. ઘરના વડીલ સંપત્તિ અને ઐશ્વર્યની શોભિત દેવની આરતી ઉતારે છે. આ દિવસે લીમડાના કુંણા પાનનો રસ કાઢીને પીવાનો રિવાજ છે. હવે તો ગુજરાતમાં પણ આ રિવાજ પ્રચલિત છે. મંદિરોમાં પણ આ રસ પ્રસાદીરૂપે મળે છે. આરોગ્યની દ્રષ્ટિએ આખુ વર્ષ ગળ્યું ખાઘું, શિયાળામાં વસાણાં ખાધાં આ ગળ્યાને મારક કડવો રસ છે. જીવનના તમામ રસોમાં કડવો રસ જરૂરી છે.
આ લીમડાનો રસ ચૈત્ર માસમાં પીવાથી આરોગ્ય બારેમાસ સારૂં રહે છે. જીવનને નિરોગી રાખે છે. લીમડો કહે છે કે ‘‘જીવનમાં કડવા ધૂંટડા પીવો.’’
હવેલીઓ અને મંદિરોમાં મળતા આ સાકર મીશ્રીત પ્રસાદ પાછળ મઘુર ભાવના છુપાયેલી છે.
આ ધર્મ સાથે વૈજ્ઞાનિક પ્રયોગ છે. ચૈત્ર માસમાં લોકો માતાજીના ઉપવાસ અને અનુષ્ઠાન કરે છે. માતાજીની ભક્તિ પૂજા અને નવરાત્રિ કરે છે. ચુંદડી ઓઢાડે છે.
પુષ્ટિમાર્ગમાં શ્રી યમુનાજીના અનુષ્ટાન ‘યમુનાષ્ટક’ કરવાનો રિવાજ છે. ચૈત્રી નવરાત્રિ મંગલ પર્વ ગણવામાં આવે છે. ચૈત્ર સુદી પડવાએ પુર્ણ સૂર્યોદય સમયે બ્રહ્માએ જગતની ઉત્પત્તિ કરી હતી. એટલે નવા વર્ષનો આરંભ મનાવાય છે.
ઠાકોરજીને પણ હવેલીઓમાં આ પર્વની વિશેષતામાં કુમળી કુંપણો અને તેમાં મિસરાનો ભૂકો એલચી ધરાવીને પ્રભુને ધરાવાય છે. તેની ભાવનામાં કુમળી કુંપણો શ્રી સ્વામીનીજીના ભાવથી મિસરા શ્રી યમુનાજીના ભાવથી અને એલચી કુંવારિકાના ભાવથી અંગીકાર થાય છે.
ચૈત્ર સુદી પડવાથી દશમ સુધી ‘દશહરા’ ગણાય છે.
હવેલીઓમાં ‘‘ચૈત્રી માસ’’ સવંત્સર પડવા વરસ પ્રવેશ ભયો હે આજ સારંગ રાગમાં પરમાનંદદાસનું કીર્તન બોલાય છે. ચૈત્રી પૂનમે મહારાસની સમાપ્તિ થાય છે.
ચૈત્ર સુદી ત્રીજથી ચૈત્ર સુદી ૬ઠ્ઠ સુધી ‘ગણગૌરી’ તહેવાર ઉજવવામાં આવે છે.
જનાનામાં વહુજી - બેટાજીઓ વ્રજભક્તો જેવા વૈષ્ણવો સાથે જોડકણાં બોલે છે. (હવેલીઓમાં) રાજસ્થાનનો ખાસ તહેવાર છે.
ચૈત્ર માસમાં કામદા એકાદશી અને વદમાં વરૂથિની એકાદશી આવે છે. શ્રી વલ્લભાચાર્યજીનો ‘મહામહોત્સવ’ દેશ વિદેશમાં ઉજવવામાં આવે છે.
ચૈત્ર માસને સંસ્કૃતમાં ‘માધવ માસ’ કહેવામાં આવે છે.
મા - એટલે આધિદૈવિક લક્ષ્મી
ધવ - લક્ષ્મીનો પતિનો માસ.
વિષ્ણુ પુરાણમાં વરૂથિની એકાદશીના મહાત્મ્યનું વર્ણન છે.
ચૈત્ર એટલે મેષ સંક્રાંતિનું વર્ષ.
ચૈત્ર એટલે - ચૈત્રી નવરાત્રિ અને સંવત્સરોત્સવ!
- બંસીલાલ જી. શાહ

Share |
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved