Last Update : 22-March-2012, Thursday
 
માતાજીની પૂજામાં ચુંદડીનો મહિમા

માતાજીનો મુગટ, ત્રિશૂળ, ચક્ર ધારણ કરાવીએ છીએ તેવી જ અગત્યની વાત છે ચુંદડીની. માતાજીને વિવિધ રંગોની, વિવિધ વાર પ્રમાણેની ચુંદડીઓ ચડાવવાથી માની કૃપા ઉતરે છે. આપણે કોઈ શક્તિ મંદિરે દર્શને જઈએ છીએ ત્યારે ફૂલ, હાર, શ્રીફળ, કંકુ કે પ્રસાદની સાથે ચુંદડી અવશ્ય ચડાવીએ છીએ
આપણે ત્યાં મહાદેવ, ઇષ્ટદેવ કે અન્ય દેવોની પૂજા જેટલું જ મહત્ત્વ છે માતાજીની પૂજાનું માતાજીની પૂજામાં સવિશેષ કાળજી રાખવી પડે છે માતાજીની પૂજામાં કડક નિયમોનું પાલન અધિક આવશ્યક છે. મા જગતજનની છે જગતની મા અંબાજી છે આદ્યશક્તિના અનેક સ્વરૂપો છે માની પૂજામાં તેના વસ્ત્રો, ઉપવસ્ત્રો, ચુંદડી કે શણગારનો અનેરો મહિમા છે. માતાજીનો મુગટ, ત્રિશૂળ, ચક્ર ધારણ કરાવીએ છીએ તેવી જ અગત્યની વાત છે ચુંદડીની. માતાજીને વિવિધ રંગોની, વિવિધ વાર પ્રમાણેની ચુંદડીઓ ચડાવવાથી માની કૃપા ઉતરે છે. આપણે કોઈ શક્તિ મંદિરે દર્શને જઈએ છીએ ત્યારે ફૂલ, હાર, શ્રીફળ, કંકુ કે પ્રસાદની સાથે ચુંદડી અવશ્ય ચડાવીએ છીએ શાસ્ત્રોમાં ૬૪ જોગણીઓનું વર્ણન આવે છે આ જોગણી માતાને લીલા રંગની ચુંદડી ચડાવાય છે. મા સરસ્વતીને સફેદ અથવા પીળા રંગની ચુંદડી ચડાવાય છે. મહાકાળીને લાલ કે ગુલાબી રંગની ચુંદડી ચડાવાય છે કારણ કે અંબાજીમાં મહાકાળી, મહાલક્ષ્મી તથા મહાસરસ્વતીનો સમન્વય થયેલો છે.
માતાજીની ચુંદડીનો મહિમા અનંત છે, અનોખો છે, માતાજીની ચુંદડીએ લજ્જાનું, શીલનું તથા સૌંદર્યનું પ્રતીક છે. માતાજીની ચુંદડી એ ગગનનું કે નીલરંગી આકાશનું, તારલાઓનું નક્ષત્રોનું તથા સૂર્ય- ચંદ્રનું પણ પ્રતીક છે. માતાજીનો દિવ્ય શણગાર ચુંદડીથી શોભી ઉઠે છે. ચુંદડીમાં પણ વિવિધ જાતો તથા પ્રકારો આવે છે. લેસવાળી, જ્વારાવાળી, જ્વારા વિનાની, સતારાવાળી એમ જુાદા જુદા પ્રકારની ચુંદડીઓ હોય છે જે માતાજીને ધરાવાય છે.
આપણા ભજન સાહિત્યમાં કે ગરબાઓમાં ચુંદડીનો મહિમા ગવાયો છે જેમ કે, ‘આસમાની રંગની ચુંદડી રે’. ‘ચોખલિયાળી ચુંદડીમાં ગરબે રમવા આવો ને’, ‘ચુંદડીમાં ચમકે ઝીણા તારલા રે’ વિગેેેરે
માતાજીના મંદિરમાં, મૂર્તિની પાછળ કે ઘરના મંદિરોમાં પણ પીછવાઈ લગાવવાનો રિવાજ છે. પીછવાઈ પણ ચુંદડીમાંથી બનાવાય છે વિવિધ રંગી પીછવાઈઓને કારણે મૂર્તિની શોભામાં વધારો થઈ શકે છે. નવરાત્રિના તહેવારોમાં બજારમાં વિવિધ ચુંદડીઓની માંગ નીકળે છે. માતાજીના વસ્ત્રો, ઉપવસ્ત્રો હવે તૈયાર મળે છે ટાટવાળી સીવેલી તૈયાર ચુંદડીઓ મૂર્તિઓને કે રાધાજીને ચડાવાય છે આપણે ત્યાં જમ્મુ કાશ્મીર પાસે આવેલું યાત્રાધામ વૈષ્ણોદેવી ખૂબ જ પ્રખ્યાત છે ભક્તો માના દર્શને ચાલીને જાય છે ત્યરે માથા પર ચુંદડી બાંધીને ‘જય માતા દી’ બોલતા બોલતા જતા હોય છે ઘણા લોકો નવા વાહન ખરીદે છે ત્યારે વાહનના હેન્ડલ પર પણ ચુંદડી બાંધે છે મહાભારતમાં દ્રૌપદીના ચિરહરણ વખતે શ્રી કૃષ્ણએ દ્રૌપદીની લાજ ચુંદડી કે સાડીઓથી જ રાખી હતી.
કચ્છમાં પવિત્ર યાત્રાધામ માતાના મઢ છે કે જ્યાં માતા આશાપુરાની વિશાળ મૂર્તિ જોવા મળે છે. આ મૂર્તિને પાંચ વારની આખી સાડી ચુંદડી તરીકે પહેરાવવાનો રિવાજ છે.
માતાજીને ચુંદડીની માનતા ઘણા લોકો માનતા હોય છે માતાજીને ચુંદડી ધરાવાથી મા ભક્તોની લાજ રાખે છે તથા ભક્તોની મનોકામના પૂરી કરે છે તથા ભક્તોને કદી અન્ન વસ્ત્રોની ખોટ આવવા દેતી નથી તેવી માન્યતા પણ છે.
માતાજીને ચુંદડી ધરાવાનો મહિમા વિશેષ છે ભક્તો માતાજીને ચુંદડી, પ્રસાદ, ભેટ કે અન્ય વસ્તુ ધરીને માને પ્રસન્ન કરીને માના આશીર્વાદ મેળવે છે જેમ નાનું બાળક પોતાની માની સાડીના પાવલમાં છૂપાઈ જાય છે તેમ માના આશીર્વાદ તથા પ્રેમ મેળવે છે. તેવી જ રીતે જગદંબાને ચુંદડી ચઢાવવાથી પણ ભક્તો ઉપર માની કૃપા વરસે છે અને ભક્તો ધન્ય બને છે.
આમ, ચુંદડીનો મહિમા અનોખો છે ચુંદડીથી ચુડી સુધી માને પહેરાવવાથી મા ભક્તો પર પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે.
- ભરત અંજારિયા.

 
Share |
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved