Last Update : 22-March-2012, Thursday
 

જેમ સિનેમાના પડદા ઉપર દ્રશ્યો બદલાતાં રહે છે તેમ આપણા જીવનમાં અવસ્થાઓ બદલાતી રહે છે. જે આજે હોય છે તે કાલે નથી હોતું અને જે કાલે હતું તે આજે નથી; છતાંય આપણે જે જાણ્યું, જે જોયું, જે આવીને ચાલ્યું ગયું તેને છોડી જાણતા નથી.

- વિમર્શ
 


જેમ સિનેમાના પડદા ઉપર દ્રશ્યો બદલાતાં રહે છે તેમ આપણા જીવનમાં અવસ્થાઓ બદલાતી રહે છે. જે આજે હોય છે તે કાલે નથી હોતું અને જે કાલે હતું તે આજે નથી; છતાંય આપણે જે જાણ્યું, જે જોયું, જે આવીને ચાલ્યું ગયું તેને છોડી જાણતા નથી.
આજે સૌ શાન્તિ ઝંખે છે, સુખને ઇચ્છે છે અને તે મેળવવા માટે સતત પ્રવૃત્તિ કર્યા કરે છે. છતાંય આપણને ભાગ્યે જ એવા માણસ મળશે કે જેઓ વિશ્વાસપૂર્વક કહી શકે કે અમે પ્રસન્ન છીએ, અમે શાન્તિમાં જીવીએ છીએ. મોટા ને મોટી ચંિતા તો નાના ને નાની ચંિતા. સૌને પોતાનો પ્રશ્ન મહત્વનો લાગે. પ્રશ્ન વસ્તુનો હોય, વ્યક્તિનો હોય કે પરિસ્થિતિનો હોય પણ સૌ એક કે બીજા પ્રકારની ચંિતાથી ગ્રસ્ત રહે છે. ચંિતા આપણને છોડતી નથી કારણ કે આપણે સ્વયં ચંિતાને પકડી છે. જો આપણે સુખ-શાન્તિમાં જીવવું હોય તો તે વાત એટલી મુશ્કેલ નથી. જો આપણે તનાવરહિત થઈને જીવવું હોય તો આપણે જીવન તરફનો આપણો અભિગમ બદલવો પડશે.
આપણું જીવન ભલે એકધારું વહી જતું હોય પણ તેમાં સતત બદલાવ આવતો રહે છે. પ્રત્યેક પળે આપણી સમક્ષ જુદી જુદી પરિસ્થિતિ ઉભી થતી રહે છે. માણસો બદલાતા જાય છે, નવા નવા પ્રસંગો ઉપસ્થિતિ થતા રહે છે. જીવનના પટ તરફ નજર નાખીશું તો લાગશે કે થોડાંક વર્ષો પહેલાં જે મિત્રો હતા તે આજે નથી, જે સંજોગો હતા તે ઘણા બદલાઈ ગયા છે. પરિવર્તન અસ્તિત્વનો નિયમ છે. પ્રત્યેક પળે જીવનમાં જે કંઈ આવી મળે છે તે બધા સાથે આપણે તત્કાળ તાદાત્મ્ય સાધી લઈએ છીએ, તેના મય બની જઈએ છીએ. બસ આ વાત જ આપણી સતત વર્તાતી અશાન્તિના મૂળમાં રહેલી છે.
જેમ સિનેમાના પડદા ઉપર દ્રશ્યો બદલાતાં રહે છે તેમ આપણા જીવનમાં અવસ્થાઓ બદલાતી રહે છે. જે આજે હોય છે તે કાલે નથી હોતું અને જે કાલે હતું તે આજે નથી; છતાંય આપણે જે જાણ્યું, જે જોયું, જે આવીને ચાલ્યું ગયું તેને છોડી જાણતા નથી. પ્રસંગ પતી ગયો પણ આપણે તેને પકડીને બેસી રહીએ છીએ. પ્રત્યેક પળે પલટાતી પરિસ્થિતિ તે આપણે નથી, પણ આપણે તેના જોનાર છીએ તે વાત આપણે ભૂલીને વર્તીએ છીએ. આ વાત જ આપણી અશાન્તિનું-તનાવનું કારણ છે.
આપણે બાળપણ જોયું, જવાની માણી કે માણતા હોઈશું, કેટલાક વૃદ્ધાવસ્થામાં પગ ટેકવીને ધીમે ધીમે ડગલાં ભરતા હશે. આપણે આ બધી અવસ્થાઓના જોનારા છીએ, સાક્ષી છીએ પણ આપણે તે અવસ્થાઓ નથી એ વાત જો આપણે સમજી જઈએ તો આપણા જીવનના કેટલાય પ્રશ્નો આપોઆપ હલ થઈ જાય. દ્રશ્યને જોનારો દ્રશ્યથી અલગ છે એ વાત એક વાર આપણા મનમાં જચી જાય તો જીવનની કોઈ અવસ્થા આપણને દુઃખી કરવા માટે સક્ષમ નહિ બની શકે. આપણી અશાન્તિ, આપણા દુઃખનાં મૂળમાં એ વાત રહેલી છે કે જીવનમાં પ્રત્યેક પળે પલટાતા પ્રસંગો-દ્રશ્યો સાથે તાદાત્મ્ય-એકતા સાધી લઈને આપણે તેના સુખે સુખી થઈએ છીએ અને દુઃખે દુઃખી થઈએ છીએ. વાસ્તવિકતામાં આપણે પલટાતાં દ્રશ્યો નથી પણ તેને જોનારા દ્રષ્ટા છીએ. અને દ્રષ્ટા હંમેશાં દ્રશ્યથી અલગ હોય છે-હોવો જોઈએ.
જીવનના પટ ઉપર જે બધા પ્રસંગો ઉપસ્થિત થાય છે એની સાથે આપણે એવા તો તલ્લીન થઈ જઈએ છીએ કે આપણને એ ખ્યાલ જ આવતો નથી કે આ બધા પ્રસંગો સિનેમાના પડદા ઉપર દેખાતાં દ્રશ્યોથી ખાસ વિશેષ નથી અને તે બધાને જોનારો તેનાથી જુદો છે જે અંદર બેઠેલો છે. ક્યારેક આપણને તેનું ભાન થાય છે, પણ તે ઝાઝુ ટકતું નથી અને વળી પાછા આપણે સિનેમાનાં દ્રશ્યો જેવા પ્રસંગો સાથે ઓત-પ્રોત થઈને તેના સુખ-દુઃખના ભોક્તા બની રહીએ છીએ.
જો આપણે દિવસમાં થોડીક વાર માટે પણ જીવનપટ ઉપર ક્ષણે ક્ષણે રજૂ થયા કરતા પ્રસંગો કે દ્રશ્યો સાથેનું તાદાત્મ્ય તોડીને તેનાથી અલગ થઈ જઈએ તો આપણને અપૂર્વ શાન્તિનો અનુભવ થયા વિના રહેશે નહિ. આમ દ્રશ્યથી અલગ થઈને દ્રષ્ટામાં સ્થિતિ કરવી કે તે તરફ વળવું તે એક પ્રકારની સાધના છે. ઘ્યાનનો પણ તે એક પ્રકાર છે. આવા ઘ્યાનનો સમય જેમ જેમ લંબાતો જાય છે તેમ તેમ ચિત્ત સંકલેશ રહિત થતું જાય છે અને ધીમે ધીમે અસ્તિત્વનો આનંદ સાધક ઉપર ઉતરવા લાગે છે અને ક્રમે ક્રમે તેનો વ્યાપ વધવા માંડે છે.આ સાધના સફળ થતાં કે ઘ્યાન સિદ્ધ થતાં જીવ, કેવળ સાક્ષી ભાવમાં અવસ્થિત થઈ જાય છે. આત્માની આ ઊંચી અવસ્થા છે જ્યાં તે નિર્મળ દર્પણ કે અરીસા જેવો બની રહે છે. ત્યાર પછી તેમાં સામે આવતી આકૃતિ કે દ્રશ્યનું કેવળ પ્રતિબંિબ પડ્યા કરે છે, પણ તે પોતે તેનાથી રંગાતો નથી, લેપાતો નથી કે કંઈ ગ્રહણ કરતો નથી. બહારનાં દ્રશ્યોમાં રમણ કરતી જીવની સ્થિતિને બહિરાત્મદશા કહે છે, દ્રશ્ય ઉપરથી પાછી વળીને દ્રષ્ટિ, દ્રષ્ટા તરફ જાય તેને જીવનની અંતરાત્મદશા કહે છે અને સ્વયં દ્રષ્ટામાં સ્થિર થયેલ આત્માને જીવની પરમાત્મદશા કહે છે. પરમાત્મદશા પ્રત્યેક જીવનની સંભાવના છે.
- ચંદ્રહાસ ત્રિવેદી

Share |
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved