Last Update : 22-March-2012, Thursday
 

'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'

 

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, બુધવાર
ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો દ્વારા બિભત્સ ક્લિપિંગ્સ જોવાના ગાજેલા પ્રકરણમાં સ્પીકર ગણપત વસાવાની ભૂમિકા વિચિત્ર, ના સમજાય તેવી અને એકતરફી રહી છે. એમણે આ સમગ્ર પ્રકરણની તપાસ વિધાનસભાની વિશેષાધિકાર સમિતિને સોંપી છે, સાથોસાથ, ખુલ્લી રીતે ભાજપના ધારાસભ્યો શંકર ચૌધરી અને જેઠા ભરવાડની તરફદારી કરતાં અને અને એમને 'ચારિત્ર્યવાન' તરીકેનું સર્ટિફિકેટ આપતાં વિધાનગૃહમાં એવું જણાવ્યું છે કે 'કોઇ ચોક્કસ તત્ત્વો દ્વારા આ ગૃહની માનહાની કરી તેની ગરિમાને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે... ધારાસભ્ય શંકર ચૌધરી ઉપર આક્ષેપો કરીને તેમની માનહાની કરીને સમગ્ર સભાગૃહની ગરિમાને નીચે ઉતારી પાડવાનો ઈરાદાપૂર્વકનો હિણ પ્રયાસ થયો હોય તેમ મને જણાય છે.'
એક બાજુ વિશેષાધિકાર સમિતિને તપાસ, બીજી બાજુ સ્પીકર દ્વારા ભાજપના સભ્યોની ખુલ્લી તરફદારી
ગૃહમાં એકતરફ તપાસ માટેની જાહેરાત અને બીજી તરફ બિભત્સ ક્લિપિંગ્સ જોવાની બાબતને ષડયંત્રના રૃપમાં લઇને ભાજપના 'દાગી' ધારાસભ્યોની સીધી તરફદારી કરવાની બાબત અંગે સભાગૃહ બહાર સ્પીકરની ચેમ્બરમાં સ્પીકર ગણપત વસાલાનો ખુલાસો પત્રકારોએ માગ્યો ત્યારે સ્પીકરે દોહરાવ્યું હતું કે, 'આખી ઘટના યોજનાબધ્ધ રીતે થઇ હોય તેવું લાગે જ છે, પણ આ અંગે શંકર ચૌધરીનું આઈ-પેડ કબજે લઇ તેને તપાસ માટે એફએસએલને સોંપી દેવાયું છે અને વિશેષાધિકાર સમિતિ આ બનાવ અંગે તથ્યો બહાર લાવશે.'એફએસએલ તથા વિશેષાધિકાર સમિતિના રિપોર્ટ્સ ક્યારે આવશે તે બાબતે સ્પીકરે કોઇ ખુલાસો કર્યો નહોતો. જ્યારે શંકર ચૌધરીને શું તેઓ નિર્દોષ માને છે એવા એક સીધા સવાલનો જવાબ 'તપાસમાં સત્ય બહાર આવશે.'મંગળવારે વિધાનગૃહમાં ચાલુ કાર્યવાહી વખતે ભાજપના ધારાસભ્યો શંકર ચૌધરી અને જેઠા ભરવાડ આઈ-પેડ ઉપર બિભત્સ ક્લિપિંગ્સ જોતા હતા ત્યારે પત્રકારોએ ચિઠ્ઠી મોકલી સ્પીકર વસાવાનું ધ્યાન દોર્યું હતું. બુધવારે સ્પીકરને બનાવ પૂર્વે તેમને થયેલી જાણ અંગે ઉલ્લેખ થયો ત્યારે સ્પીકરે એવું જણાવ્યું હતું કે, 'મારા કાર્યાલયને મોકલાવેલી ચિઠ્ઠી મને મળી જ નહોતી!'વિધાનગૃહમાં બુધવારે બિભત્સ ક્લિપિંગ્સ કાંડ ગાજ્યું એ પછી દિવસભર સ્પીકર વસાવા તેમની એન્ટિ ચેમ્બરમાં સરકારના પ્રતિનિધિઓ પ્રવકતા-પ્રધાન જયનારાયણ વ્યાસ તથા સંસદિય બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા વચ્ચે ઘેરાયેલા રહ્યા હતા.

મિડિયા સામે ખુલાસો કરવામાં
ભાજપે શંકર ચૌધરીને આગળ કર્યા, જેઠા ભરવાડને છુપાવ્યા
શંકર ચૌધરી કહે છે, 'આ મને અને મારી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર છે'
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, બુધવાર
ગુજરાત વિધાનસભામાં ચાલુ કાર્યવાહી દરમિયાન આઈ-પેડ ઉપર બિભત્સ ક્લિપિંગ્સ જોવામાં ભાજપના ધારાસભ્યો શંકર ચૌધરી અને જેઠા ભરવાડ બન્ને સામેલ હતા, છતાં આ કિસ્સામાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઈરાદાપૂર્વક રીતે જેઠા ભરવાડને મીડિયાથી દૂર રાખવામાં આવી રહ્યાં છે. શહેરા વિધાનસભા સીટ ઉપરથી ચૂંટાતા જેઠા ભરવાડ રાજકારણમાં આવ્યા તે અગાઉ પોલીસતંત્રમાં 'વહીવટદાર'નો રોલ ભજવતા હતા. 'ભડભડિયાં' તરીકે જાણીતા જેઠા ભરવાડની વાતો ખુદ ભાજપમાં જ ગંભીરતાથી લેવાતી નથી, ઊલટાનું, હસીમજાકમાં કાઢી નાખવામાં આવે છે. કદાચ આ છાપને કારણે જ ભાજપે બિભિત્સ ક્લિપિંગ્સ કાંડમાં જેઠા ભરવાડને મીડિયાથી દૂર રાખવાનું બહેતર માન્યું છે. બુધવારે વિધાનગૃહમાં સ્પીકર વસાવાએ પણ જેઠા ભરવાડને બોલવાની તક આપી નહોતી. બીજી બાજુ, ભાજપ યુવા મોરચાના ગુજરાતના પ્રમુખ રહી ચૂકેલા રાધનપુરના ભાજપી ધારાસભ્ય શંકર ચૌધરી મુખ્યપ્રધાન મોદીના નિકટના ચુસ્ત ટેકેદારોમાંના એક છે અને અત્યારે તેઓ ગુજરાત ભાજપમાં પ્રદેશ મહામંત્રી તથા ગુજરાતની એપેક્સ સહકારી બેન્ક- ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના ઉપાધ્યક્ષ છે, એટલે તેમને ગૃહમાં ખુલાસો કરવાની તક સત્તાધારી પક્ષ દ્વારા આપવામાં આવી હતી. શંકર ચૌધરીએ વિધાનસભાના નિયમ-૪૫ હેઠળ વિધાનગૃહમાં બિભત્સ ક્લિપિંગ્સ કાંડ અંગે ખુલાસો કરતાં એવું જણાવ્યું હતું કે, 'આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે, જે કરનારા બેજવાબદાર લોકોએ થોડો સમય સનસનાટી સર્જીને માઈલેજ મેળવી લીધું છે, મને તથા અમારી પાર્ટીને દેશના મીડિયામાં મેનેજ કરીને બદનામ કરવામાં આવી રહ્યાં છે, પણ હું વ્યક્તિગત રીતે આ લડાઈ લડીશ, હું સત્ય માટે લડતો રહીશ અને સભાગૃહ મને રક્ષણ આપે.' શંકર ચૌધરીને એકલાને જ સરકાર દ્વારા પત્રકારો સામે તેમનો પક્ષ રજૂ કરવા માટે લાવવામાં આવ્યા હતા અને એ વખતે એમણે તેઓ આઈપેડ ઉપર પોતાના વિસ્તારના પ્રજાકીય પ્રશ્નો- પાર્ટીની સૂચના જોતા હોવાનો ખુલાસો કર્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેક્સિકોમાં ૭.૪નો ભૂકંપ હજારો ઘરને ભારે નુકસાન

ઈલિનોઈસમાં રોમનીએ જંગી સરસાઈથી સેન્ટોરમને હરાવ્યા

ફ્રાન્સમાં ગોળીબારો કરનાર અલ કાયદાનો સભ્ય
પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં વિપક્ષનો ભારે દેકારો
યુએસ સાથે ફરીથી સંબંધ વધારવા સંસદીય ભલામણની પાકિસ્તાની સરકારને પ્રતીક્ષા
ફિલ્મ અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચેનો વધુ એક પ્રેમસંબંધ જાહેરમાં આવ્યો
પ્રિયંકા ચોપરા ઝંજીરની રિમેકમાં જયા બચ્ચનનનું પાત્ર ભજવે તેવી શક્યતા
શાહિ કપૂર અને કરણ જોહરને છેવટે સાથે કામ કરવાની તક મળી
સુપર હીરોના નિવાસ સ્થાન માટે રૃા. એક કરોડનો બંગલો બંધાશે
પાકિસ્તાનમાં સૈફઅલી-કરીનાની જાસૂસી ફિલ્મ પર પ્રતિબંધ ઃ
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
સેહવાગે ફિટનેસ મેળવી ઃઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે તૈયાર
ઓસ્ટ્રેલિયન સ્વિમર ટ્રિકેટ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ

આમેર પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરે તો સારૃ કહેવાય

ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝની વન ડે ભારે રોમાંચ બાદ ટાઇમાં પરિણમી

આદર્શ કૌભાંડ ઃ લશ્કરના નિવૃત્ત મેજર જનરલની હૈદરાબાદમાંથી ધરપકડ
મુંબઇ નજીક બાંગ્લાદેશીઓની વસ્તીમાં થઇ રહેલો વધારો
એરપોર્ટ પર દુબઈથી આવેલા પ્રવાસી પાસેથી ૧૦ હજાર મેમરી કાર્ડ મળ્યા
તેલંગણાની માગણીની ઉપેક્ષા આંધ્રના મોટા પક્ષો માટે જોખમી
જો મેં રાજીનામું ન આપ્યું હોત તો કદાચ કેન્દ્ર સરકાર તૂટી હોત ઃ ત્રિવેદી
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved