Last Update : 22-March-2012, Thursday
 

માણસા બેઠકના વિજયથી કોંગ્રેસમાં ઉત્સાહનું ઘોડાપૂર
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ

 

પ્રદેશના નેતાઓએ મતદારો અને કાર્યકરોનો આભાર માન્યો
અમદાવાદ, બુધવાર
વર્ષો બાદ કોંગ્રેસને માણસા વિધાનસભા બેઠકમાં પ્રતિષ્ઠાભરી જીત મળતાં આજે કોંગ્રેસમાં ઉત્સાહનું ઘોડાપુર જોવા મળ્યા હતા. પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશના નેતાઓએ પત્રકાર પરિષદમાં આ વિજય બદલ માણસાના મતદારો, સ્થાનિક કાર્યકરો અને આગેવાનોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું છે કે, માણસાના મતદારોએ ગુજરાતના મતદારોને એક સંદેશ આપ્યો ેછે ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે. પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે, માણસા બેઠક ઉપર ૧૯૯૦ પછી પ્રથમવાર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર બિલ્ડર- શૈક્ષણિક સંસ્થાઓ સંભાળતા આર્થિક સંપન્ન હતા મોટો ખર્ચ કરી શકે તેમ હોવાથી જ તેમને ટિકિટ મળી હતી, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોર સામાન્ય વર્ગના અને માર્જીનલ ખેડૂત છે.
આખા મંત્રી મંડળની કામગીરી અને સત્તાનો દુરૃપયોગ છતાં માણસામાં પ્રજાશક્તિનો વિજય થયો
ભાજપ દ્વારા આ ચૂંટણીમાં આખું મંત્રીમંડળ ઉતારી બુથોની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉપરાંત અમદાવાદ સહિત અન્ય શહેરોમાંથી પણ કાર્યકરો ઉતારવામાં આવ્યા હતા. ચૂંટણીમાં સરકારી વહીવટી તંત્રનો પુરો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ એક એક ગામના જૂથોને બંગલો બોલાવીને જમણવાર સાથેની બેઠકો યોજી હતી. આ સ્થિતિમાં કહી શકાય કે, માણસાના મતદારો દ્વારા મની અને મસલ પાવરનો પરાજય થયો છે. પ્રજાનો ચુકાદો વિનમ્રપણે સ્વીકારી, વધુ મહેનત કરીને પ્રજાકીય પ્રશ્ને કોંગ્રેસ પ્રજાની પડખે રહેશે.
આ વિજય અંગે તેમણે જણાવ્યું કે કોંગ્રેસના પરંપરાગત મતોનું સારું મતદાન થવા ઉપરાંત બિનપરંપરાગત મતો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસને મળ્યા આ પ્રજાશક્તિનો વિજય છે.
વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ એ જ માણસાના મતદાતા છે જ્યારે અંગ્રેજોએ ખેડૂતો પર અત્યાચાર કર્યો ત્યારે ગાંધીજીની આંદોલનની હાક સાંભળીને માણસાના મતદારોએ લડાઈની શરુઆત માણસાના મતદારોએ કરી છે.
ગોહિલે જણાવ્યું કે, પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલાએ ગામોમાંં જઈને વિરોધ પક્ષના નેતાને ભ્રષ્ટાચાર જાહેર ન થાય તે માટે આ ભાજપ સરકારે સસ્પેન્ડ કર્યા છે, હવે મતદારો આ ભાજપને સસ્પેન્ડ કરે એવી અપીલ કરી હતી અને મતદારોએ આ વાત સ્વીકારીને મતદાન કર્યું છે ૨૦૦૭ના પ્રમાણમાં આ વખતે થયેલું મતદાન જ દર્શાવે છ કે ભાજપની સ્થિતિ નબળી પડી છે. ૨૦૧૨માં પણ ગુજરાતની પ્રજા અમને સહયોગ આપશે તેમાં કોઈ શંકા નથી.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, માણસાના મતદાર ભાઈ-બહેનોએ ત્રિભેટે ઉભેલા રાજકારણને ૨૦૧૨ની નવી દિશા ચીંધી છે. મહેસાણા જિલ્લો રાજકીય રીતે જાગૃત જિલ્લો ગણાય છે જૂના મહેસાણા જિલ્લાનું રાજકીય એપી સેન્ટર માણસા રહ્યું છે અને તેના ભરોસે આ ચૂંટણી લડયા સહુ એક થઈને સર્વસંમત ઉમેદવારની પસંદગી કરી. તેમણે જણાવ્યું કે, લોકશાહીના મૂલ્યોને નીચે લઈ જવાની પણ કોઈ મર્યાદા હોય, વિધાનસભા લોકશાહીનું એક મંદિર છે ત્યારે ભાજપ દ્વારા લોકશાહીના ગળે ટૂંપો દેવાના પ્રયત્નોનો માણસાના મતદારોએ જવાબ આપ્યો છે. સરકારની જોહુકમી અને ભાજપની દાદાગીરી સામેનો આ જવાબ છે. ૧૦ વર્ષથી ભાજપ નામની જ પાર્ટી બની રહી છે. ખાલી વાહવાહ અને જીહજુરીથી ચાલતી સરકારને માણસાની લપડાક છે સામાન્ય રીતે પેટાચૂંટણી શાસક પક્ષ જ જીતતો હોય છે.

૧૯૯૦થી ૨૦૧૨- છ ચૂંટણીમાં
૨૨ વર્ષે કોંગ્રેસને માણસા બેઠક મળી તે પણ સહુથી વધુ લીડથી
૧૯૯૦માં કોંગ્રેસને માત્ર ૨૫૦ મતની લીડ મળી હતી ૨૦૧૨માં ૮૧૮૮ મત

ગાંધીનગર, બુધવાર
માણસા વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે જે પરિણામ જાહેર થયું તેમાં ૧૯૯૦થી પાંચ ચૂંટણી કરતા સહુથી વધુ મતની લીડ મતદારોએ આપી છે. કોંગ્રેસને ૧૯૯૦માં ૨૫૦ મતની નજીવી લીડ મળી હતી. ત્યાર પછીની ચાર ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો જેમાં સહુથી વધુ લીડ ૧૯૯૫માં વિપુલ ચૌધરીને ૫૫૦૦ મતની મળી હતી જ્યારે આજે કોંગ્રેસને ૮૧૮૮ મતની લીડ મળી છે.

વર્ષ વિજેતા ઉમેદવાર પરાજિત ઉમેદવાર લીડ

વર્ષ

વિજેતા ઉમેદવાર

પરાજિત ઉમેદવાર

લીડ

 

૧૯૯૦

હરિભાઈ શુક્લ (કોંગ્રેસ)

મંગળદાસ પટેલ (ભાજપ)

૨૫૦

 

૧૯૯૫

વિપુલ ચૌધરી (ભાજપ)

ઇશ્વરસિંહ ચાવડા (કોંગ્રેસ)

૫૫૦૦

 

૧૯૯૮

મંગળદાસ પટેલ (ભાજપ)

ઇશ્વરસિંહ ચાવડા (કોંગ્રેસ)

૧૬૦૦

 

-

-

હરિભાઈ ચૌધરી (રાજપા)

-

 

૨૦૦૨

મંગળદાસ પટેલ (ભાજપ)

હરિભાઈ ચૌધરી (કોંગ્રેસ)

૨૬૫૦

 

૨૦૦૭

મંગળદાસ પટેલ (ભાજપ)

બાબુસિંહ ઠાકોર (કોંગ્રેસ)

૩૬૦૦

 

૨૦૧૨

બાબુસિંહ ઠાકોર (કોંગ્રેસ)

દશરથભાઈ પટેલ (ભાજપ)

૮૧૮૮

 

 

છઠ્ઠા રાઉન્ડ સુધી પાછળ રહેલી
કોંગ્રેસ માટે સાતમો રાઉન્ડ ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો
ગાંધીનગર, બુધવાર
માણસા વિધાનસભાની પેટા ચૂંટણી થયા બાદ આજે બુધવારે માણસાની સરકારી કોલેજમાં મત ગણતરી કરવામાં આવી હતી. આ મતગણતરીમાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટ પેપરથી કરાયેલા મતદાનની ગણતરી કરવામાં આવી હતી. જેમાં ૨૬ પોસ્ટલ બેલેટ પેપરમાંથી ૨૦ બેલેટ તો અયોગ્ય રીતે ભરાયા હોવાથી રદ થયા હતા. જ્યારે બાકી રહેલા છ મત ભાજપના ડી.ડી.પટેલના ફાળે ગયા હતા.ત્યારબાદ ઇવીએમમાં પ્રથમ રાઉન્ડની ગણતરી શરુ કરવામાં આવી હતી. જેમાં ૧૨ બુથના મતોની ગણતરી કરવામાં આવી હતી. આ રાઉન્ડમાં ભાજપને ૩,૯૨૦ જ્યારે કોંગ્રેસને ૩,૧૬૮ મત મળતા ભાજપે ૭૫૨ મતની લીડ પ્રથમ રાઉન્ડથી જ મેેળવી લીધી હતી.
સાતમાં રાઉન્ડમાં ૧,૧૨૩ની લીડ મેળવ્યા બાદ ૧૭મા રાઉન્ડ સુધી બાબુજી ઠાકોર ગણતરીમાં આગળ રહ્યા
બીજા રાઉન્ડમાં ભાજપને ૩,૪૮૦ જ્યારે કોંગ્રેસને તેના કરતા ૩૧૯ મત વધારે એટલે કે, ૩,૯૧૩ મત મળ્યા હતા. ત્યારબાદ ત્રીજા રાઉન્ડને અંતે કોંગ્રેસ સામે ભાજપની લીડ વધીને ૯૦૫ થઇ ગઇ હતી.પરંતુચોથા રાઉન્ડને અંતે લીડ ફરી ધટી હતીને ૬૩૧ સુધી પહોંચી ગઇ હતી. તો પાંચમાં રાઉન્ડમાં ં ભાજપને ૩,૭૬૩ જ્યારે કોંગ્રેસને ફક્ત૨,૬૩૨ મત મળતા ફરી ભાજપની લીડ વધીને ૧,૪૦૫ મત સુધી પહોંચી ગઇ હતી. ૧,૪૦૫ની સરસાઇ ભાજપના ઉમેદવારે કોંગ્રેસના બાબુજી ઠાકોર સામે મળવી લીધા બાદ લાગતુ હતું કે, માણસામાં ફરી પુનરાવર્તન થશે પરંતુ ત્યારબાદના છઠ્ઠા રાઉન્ડમાં પરીવર્તનો પવન ફુંકાવાનો શરુ થઇ ગયો હતો. છઠ્ઠા રાઉન્ડમાં ભાજપને ફક્ત ૨,૦૬૧ જ્યારે કોંગ્રેસને તેના કરતા ૧,૨૧૬ મત વધારે એટલે કે ૩,૨૭૭ મત મળ્યા હતા. તેમ છતા ભાજપ પાસે ૧૮૯ની પાતળી બહુમતી રહી હતી. ત્યારે મત ગણતરીનો ટર્નિગ પોઇન્ટ એટલે કે સાતમો રાઉન્ડની ગણતરીનું પરીણામ આવ્યું હતું. જેમાં ફરી કોંગ્રેસે ૩,૬૪૮ મત મેળવી ભાજપ પર ૧,૧૨૩ મતની સરસાઇ મળવી લીધી હતી. એક વખત આ સરસાઇ મેળવ્યા બાદ કોંગ્રેસની લીડ વધતી જ ગઇ હતી.એટલુ જ નહીં, ૧૭માં રાઉન્ડને અંતે કોંગ્રેસનો ૮,૧૮૮ મતે વિજય થયો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેક્સિકોમાં ૭.૪નો ભૂકંપ હજારો ઘરને ભારે નુકસાન

ઈલિનોઈસમાં રોમનીએ જંગી સરસાઈથી સેન્ટોરમને હરાવ્યા

ફ્રાન્સમાં ગોળીબારો કરનાર અલ કાયદાનો સભ્ય
પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં વિપક્ષનો ભારે દેકારો
યુએસ સાથે ફરીથી સંબંધ વધારવા સંસદીય ભલામણની પાકિસ્તાની સરકારને પ્રતીક્ષા
ફિલ્મ અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચેનો વધુ એક પ્રેમસંબંધ જાહેરમાં આવ્યો
પ્રિયંકા ચોપરા ઝંજીરની રિમેકમાં જયા બચ્ચનનનું પાત્ર ભજવે તેવી શક્યતા
શાહિ કપૂર અને કરણ જોહરને છેવટે સાથે કામ કરવાની તક મળી
સુપર હીરોના નિવાસ સ્થાન માટે રૃા. એક કરોડનો બંગલો બંધાશે
પાકિસ્તાનમાં સૈફઅલી-કરીનાની જાસૂસી ફિલ્મ પર પ્રતિબંધ ઃ
માર્ચ એન્ડિંગની NAV ગેમ શરૃ ઃ શેરોમાં સાર્વત્રિક તેજી
રૃપિયા ૭૬,૨૫૧ કરોડના ેવાના પુનઃગઠન માટે અરજ
ઇરડા LIC દ્વારા બેંકોમાં કરાયેલ રોકાણની મર્યા ાની ચકાસણી કરશે
IPO ભંડોળના ુરૃપયોગ અને ભાવ સાથે ચેડાની તપાસના વ્યાપમાં વધારો
ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું સબસિડિયરીઝ સહિત વિલીનીકરણ
એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
સેહવાગે ફિટનેસ મેળવી ઃઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે તૈયાર
ઓસ્ટ્રેલિયન સ્વિમર ટ્રિકેટ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ

આમેર પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરે તો સારૃ કહેવાય

ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝની વન ડે ભારે રોમાંચ બાદ ટાઇમાં પરિણમી

આદર્શ કૌભાંડ ઃ લશ્કરના નિવૃત્ત મેજર જનરલની હૈદરાબાદમાંથી ધરપકડ
મુંબઇ નજીક બાંગ્લાદેશીઓની વસ્તીમાં થઇ રહેલો વધારો
એરપોર્ટ પર દુબઈથી આવેલા પ્રવાસી પાસેથી ૧૦ હજાર મેમરી કાર્ડ મળ્યા
તેલંગણાની માગણીની ઉપેક્ષા આંધ્રના મોટા પક્ષો માટે જોખમી
જો મેં રાજીનામું ન આપ્યું હોત તો કદાચ કેન્દ્ર સરકાર તૂટી હોત ઃ ત્રિવેદી
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved