Last Update : 22-March-2012, Thursday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૨-૦૩-૨૦૧૨, ગુરૂવાર
ફાગણ વદ અમાસ - પંચક દર્શ અમાવાસ્યા.

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૯ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૪૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૩૧ મિ. (સૂ) ૭ ક. ૩૧ મિ. (મું) ૭ ક. ૩૦ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- પૂર્વા ભાદ્રપદ સવારના ૧૦ ક. ૧૮ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મીન, મંગળ- સંિહ (વ.), બુધ- મીન (વ.), ગુરૂ- મેષ, શુક્ર- મેષ, શનિ- તુલા (વ.), રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- મીન
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન નં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીરસંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ વસંત ૠતુ રા.દિ.ચૈ/૨
માસ-તિથિ-વાર ઃ- ફાગણ વદ અમાસ ગુરૂવાર.
દર્શ અમાવસ્યા છે. પંચક છે. રાત્રે ૮ ક. ૦૭ મિ. સુધી. અમાવાસ્યા.
સોંઘવારી, બધા સુખી થાય?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રબિ ઉલ આખર માસનો ૨૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આવાં માસનો ૦૭ રોજ અમરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ શક સંવત ૧૯૩૩ની સમાપ્તિએ આજનો દિવસ માનસિક પરિતાપ- ચંિતાનો રહે. ધીરજથી, શાંતિથી કામકાજ કરવું.

 

વૃષભ ઃ અમાવાસ્યાનો આજનો દિવસ નોકરી-ધંધાના કામમાં, સગા સંબંધી- મિત્રવર્ગના કામમાં વ્યસ્તતા- ચંિતાનો રહે.

 

મિથુન ઃ નોકરી-ધંદાના કામ અંગે વિચારી શકો. વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવાથી કામની પ્રગતિ સફળતા જણાય.

 

કર્ક ઃ અમાવાસ્યાનો આજનો દિવસ આપે શાંતિથી પસાર કરવો પડે. આરોગ્યની કાળજી રાખવી. નોકરી-ધંધામાં જોખમ કરવું નહીં.

 

સંિહ ઃ શક સંવત ૧૯૩૩નો આજનો છેલ્લો દિવસ માનસિક પરિતાપ- ચંિતાવાળો રહે. નોકરી-ધંધાના કામ માટે ચંિતીત રહો.

 

કન્યા ઃ આપના વધારના કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાના, સગા સંબંધી- મિત્રવર્ગના સંબંધો સંસ્મરણો તાજા થાય.

 

તુલા ઃ નોકરી-ધંધાના વિલંબમાં પડેલા કામમાં, સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. બેંકનું, વીમાનું, ઈન્કમટેક્ષનું કામ થાય.

 

વૃશ્ચિક ઃ આકસ્મિક ચંિતાનું આવરણ આવી જાય. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન રાખવું પડે. સંતાનના કામમાં ચંિતા રહે.

 

ધન ઃ અગત્યના કામ અંગે, સરકારી, કાનૂની કામ અંગે ચંિતા રહે, ચર્ચા વિચારણા થાય. ખર્ચમાં વધારો થાય.

 

મકર ઃ વધારાનો ખર્ચ થાય પરંતુ આપને કોઇ તકલીફ પડે નહીં. કામની પ્રગતિ, સફળતા ઉકેલથી હળવાશ રહે.

 

કુંભ ઃ શાંતિથી કામકાજ કરવું. સરકારી, કાનૂની કામમાં, આરોગ્યની બાબતમાં ચંિતીત રહો. જોખમ વધારવું નહી.

 

મીન ઃ આપના રોજીંદા કામ ઉપરાંત વધારાના કામ અંગે ચંિતા રહે, ખર્ચ થાય પરંતુ વિવાદથી દૂર રહેવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૨-૦૩-૨૦૧૨, ગુરૂવાર

 

આજથી શરૂ થતા જન્મવર્ષના મઘ્યભાગથી ઉત્તરાર્ધ સુધીનો સમય આપે તન- મન- ધનથી સંભાળવો પડે. આપના આરોગ્યની શિથિલતા, અસ્વસ્થતાના કારણે તમારા નોકરી-ધંધાના કામકાજમાં રૂકાવટ, મુશ્કેલી અનુભવો- * વર્ષારંભે નોકરી-ધંધાના કામમાં ફેરફારી, સ્થળાંતરના સંજોગો ઊભા થાય પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારે અંગત રીતે તેમજ તમારા પરિવારને ચંિતા- મુશ્કેલીમાંથી સમય પસાર કરવો પડે. * આપે વારસાગત બિમારી, આકસ્મિક બિમારીથી તકલીફ અનુભવવી પડે. વ્યસની વ્યક્તિને વિશેષ તકલીફ થાય. જેમના જન્મના ગ્રહ બળવાન હશે તેમને સૂળીનો ઘા સોયથી ટળી જાય. * વડીલવર્ગ, માતાપિતા, સાસુ સસરા માટે વર્ષ નબળું રહે. બિમારી- ચંિતા- વિવાદ- મનદુઃખના કારણે શાંતિ જણાય નહીં. * સ્ત્રી વર્ગને ગાયનેક તકલીફ, બી.પી., મસાની તકલીફ, હાથ-પગમાં હાડકાની તકલીફથી રોજીંદા કામમાં મુશ્કેલી પડે. * વિદ્યાર્થીવર્ગે વઘુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. ભણવામાં આળસ- બેકાળજી રાખવી નહીં. સમયનો વ્યય કરવો નહીં.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ચંપા બહાર સોસાયટીમાં રમીને ઘરે આવીને મમ્મી લીલીને પૂછી રહી હતી...‘‘મમ્મી, તું શું પહેલાં સર્કસમાં કામ કરતી હતી ?’’
‘‘અરે શું, ગાંડા જેવી વાત કરે છે ?’’ લીલી બોલી, ‘‘તને આવા વિચાર જ કેમ આવે છે ?’’
‘‘મમ્મી, એ તો એવું છે ને કે,’’ ચંપા એ કહ્યું, ‘‘બાજાુવાળા માસી બાજાુવાળા કાકીને કહેતા હતા કે લીલીબેન તો એમના વરને આંગળી ઉપર નચાવે છે...’’

[Top]
 

આજ ની રેસીપી

 

વેજિટેબલ ક્લબ સેન્ડવિચ
સામગ્રી ઃ બ્રેડ ૧ મઘ્યમ કદની, માખણ ૧૦૦ ગ્રામ, સફેદ મરચું ૧/૪ ચમચી, મસ્ટર્ડ પાવડર ૧/૪ ચમચી, ટમેટાં ૩, સિરકામાં પલાળેલી ડુંગળી ૩, ટમેટા કેચપ અંદાજથી, લીલા વટાણા ૧૦૦ ગ્રામ, ફ્‌લાવર ૧૦૦ ગ્રામ, ચણાનો લોટ ૧૦૦ ગ્રામ.
રીત ઃ બ્રેડની સ્લાઇસની કઠણ કિનારી કાઢી નાખો. લીલા વટાણા, ફ્‌લાવર બારીક કાપો તેને ચણાના લોટ સાથે એક વાસણમાં થોડા સાંતળી લો. તેમાં થોડો ટોમેટો કેચઅપ, સફેદ મરચું, મસ્ટર્ડ પાવડર, બારીક કાપેલી ડુંગળી, કાપેલી કોથમીર વગેરે નાખી મસાલાનું એકસરખું મિશ્રણ બનાવી દો.
બ્રેડની એક સ્લાઇસ પર માખણ લગાવી તેની ઉપર ટોમેટો કેચઅપ લગાવો. તેની ઉપર બીજી સ્લાઇસ મૂકી બરાબર ચીપકાવી દો.
આ બધી સામ્રીને ક્લબ સેન્ડવિચના સાંચામાં મૂકી ગરમ તેલમાં તળી લો. ખૂબ સ્વાદિષ્ટ સેન્ડવિચ છે.
પીન વ્હીલ સેન્ડવિચ
સામગ્રી ઃ ૧ મઘ્યમ કદની (વગર કાપેલી) બ્રેડ, માખણ ૨૦૦ ગ્રામ ટમેટાનો સોસ, ફુદીનાની ચટણી મીઠું જરૂર જેટલા.
રીત ઃ બ્રેડને લાંબા ટુકડામાં કાપો. તેના ચારે બાજુના કડક ભાગને કાઢી નાખો. વેલણની મદદથી આ કકડાને હળવે હાથે વણવો કેમ કે તેને જરા પાતળો કરવાનો જ આશય છે. ત્યાર બાદ માખણ લગાવો અને તેની ઉપર ટમેટાનો સોસ અથવા ફુદીનાની ચટણી મીઠું લગાવી તેનો રોલ બનાવી દો. સોસ અને ચટણીના અલગ સેન્ડવીચ બનાવો. નેપકિનમાં વીંટીને થોડો સમય એક બાજુએ મૂકી દો અથવા ફ્રિજમાં મૂકી દો. ત્યાર બાદ કાઢીને તેની ગોળ ગોળ સેન્ડવીચ કાપી લો. આ સેન્ડવીચ ખૂબ સ્વાદિષ્ટ લાગશે. તદ્દન સાદી સેન્ડવીચ છે.

[Top]

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved